માંગરોલમાં વર્લ્ડ રેકોર્ડ એચિવમેન્ટ સેરેમની યોજાઈ ડૉ. કેતન પરમારને વિશ્વ રેકોર્ડ બદલ ભવ્ય સન્માન અપાયું માંગરોલ ખાતે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી રૂપે “વર્લ્ડ રેકોર્ડ એચિવમેન્ટ સેરેમની” ભવ્ય રીતે યોજાઈ હતી. આ પ્રસંગે કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન ડૉ. કેતન પરમારને વિશ્વ રેકોર્ડ પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ. કેતન પરમારે “યંગેસ્ટ ઓર્થોપેડિક સર્જન ટુ પરફોર્મ બાઈપોલર હેમીઆર્થ્રોપ્લાસ્ટી અન્ડર લોકલ એનેસ્થેશિયા”નો વિશ્વ રેકોર્ડ હાંસલ કરીને ચિકિત્સા ક્ષેત્રમાં એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમણે માત્ર 20 મિનિટમાં ચાર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, જેમાં છેલ્લી સર્જરી માત્ર 3 મિનિટ 45 સેકન્ડમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રકારની સર્જરી સમય મર્યાદામાં પૂર્ણ કરવી અત્યંત મહત્વપૂર્ણ હોય છે, કારણ કે વિલંબ દર્દીના જીવન માટે જોખમી બની શકે છે. આ અનોખી કામગીરીના કારણે વિશ્વ રેકોર્ડ સર્જાયો છે અને તેમને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ કાર્યક્રમ માંગરોલ-દ્વારકા હાઈવે પર આવેલ ધ રોયલ હોનર્સ હોટેલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં મહાનુભાવો, તબીબી ક્ષેત્રના આગેવાનો તેમજ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન સંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે રાજભા ચૂડાસમા (મામા સરકાર) ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ડૉ. કેતન પરમાર જુનાગઢ ખાતે આવેલી સંગાણી હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા આપી રહ્યા છે. હોસ્પિટલના ડૉ. સાંગાણીના જણાવ્યા મુજબ, ડૉ. પરમારને તેમની આ અદભુત સિદ્ધિ બદલ પદ્મશ્રી પુરસ્કાર માટે નોમિનેટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે કેશોદ ભારત વિકાસ પરિષદ, આઝાદ કલબ, જલારામ મંદિર કેશોદ તેમજ માંગરોલની વિવિધ એનજીઓ અને રાજકીય આગેવાનો દ્વારા પણ ડૉ. પરમારનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રસિદ્ધ ઉદ્ભોષક રમેશ જોષી દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

- Post by પત્રકાર1
- જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.1
- સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ2
- Post by Bkp News1
- Post by Siddharth news1
- Post by Nagesh Modedara1
- સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે1