Shuru
Apke Nagar Ki App…
મોરબીમાં ભાજપ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અજય લોરિયા દ્વારા અગ્રણી સિરામિક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, કારખાનેદાર દ્વારા આપેલા રૂપિયા ૨૫ લાખની ઉઘરાણી કરવા જતા આ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં શેખર આદ્રોજાના બંને હાથ ભાંગી નાખવામાં આવ્યા છે, જ્યારે જયેશ નામના વ્યક્તિના માથામાં ખીલ્લી વાળો ધોકો મારી ઇજા પહોંચાડવામાં આવી છે. આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad Morbi
મોરબીમાં ભાજપ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અજય લોરિયા દ્વારા અગ્રણી સિરામિક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, કારખાનેદાર દ્વારા આપેલા રૂપિયા ૨૫ લાખની ઉઘરાણી કરવા જતા આ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં શેખર આદ્રોજાના બંને હાથ ભાંગી નાખવામાં આવ્યા છે, જ્યારે જયેશ નામના વ્યક્તિના માથામાં ખીલ્લી વાળો ધોકો મારી ઇજા પહોંચાડવામાં આવી છે. આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad Morbi1
- સાયલા તાલુકામાં ગેરકાયદેસર કોલસાના ધંધા પર પોલીસનો મોટો છાપો: લાખોની કિંમતનો ખનીજ જથ્થા સાથે મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા સામે મોટું એક્શન લેવામાં આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા રેડ દરમિયાન લાખો રૂપિયાની ખનીજ જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરવામાં આવયો છે. આ સમગ્ર ઓપરેશનમાં અનેક અધિકારીઓ અને પોલીસ ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. ચાલો જાણીએ સમગ્ર વિગત… સાયલા તાલુકાના ચોરવીર ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા પર પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 35 કોલસાના ભઠ્ઠા તેમજ અંદાજે 668.55 મેટ્રિક ટન કોલસો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 6,39,50,000 જેટલી મિલકત જપ્ત કરી છે. જેમાં 21 ભઠ્ઠા બનાવવાના સ્ટ્રક્ચર, 8 કોમ્પ્રેસર મશીનો, 3 જનરેટર અને 1 લોડર સહિતના સાધનોનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ગુપ્ત બાતમી મળતાં જ તાત્કાલિક ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એલસીબી, સ્થાનિક પોલીસ તેમજ અન્ય સ્ટાફના સહયોગથી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી ચાલુ છે. બાઈટ નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી લીંબડી બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી1
- यह वीडियो जरूर देखें और आपको पसंद आए तो लाइक जरुर करें1
- Post by Vopul luhar1
- *ભાલના બે દિવ્યાંગ ક્રિકેટરોની કમાલ – સૌરાષ્ટ્ર ટીમ બની ચેમ્પિયન* વડોદરા ખાતે યોજાયેલી એક દિવસીય વ્હીલચેર ક્રિકેટ લીગમાં ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારના બે દિવ્યાંગ ક્રિકેટરો ખોડાભાઈ જોગરાણા (રાયકા) અને વાસુદેવસિંહ ચુડાસમા (પીપળ)એ શાનદાર પ્રદર્શન કરીને સૌરાષ્ટ્ર ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. “વ્હીલ પર વીર, મેદાનમાં શૂરવીર” થીમ સાથે ટૂર્નામેન્ટ યોજાઈ રવિવાર, ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ વડોદરાના નિઝામપુરા સ્થિત મહેસાણાનગર ગરબા મેદાન ખાતે આ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને બરોડાની A અને B ટીમો વચ્ચે જોરદાર મુકાબલા જોવા મળ્યા. લીગથી ફાઈનલ સુધી સૌરાષ્ટ્રનો દબદબો સૌરાષ્ટ્ર ટીમે લીગ મેચમાં બરોડા ટીમને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ મુકાબલામાં આલાભાઈ ભરવાડના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. ભાલ વિસ્તાર માટે ગૌરવની વાત – દિવ્યાંગ ખેલાડીઓએ સાબિત કર્યું કે હિંમત હોય તો કોઈ મર્યાદા નથી!1
- વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં જપ્ત કરાયેલ 21,772 બોટલ વિદેશી દારૂનો કાયદેસર રીતે નાશ કરા1
- વિંછીયા નાં હીગોળગઢ પાસે હાઈવે પર હા કોને કરાવ ટ્રક. બંધ ટ્રક બંધ થતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના સ્થળે વિછીયા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું હિંગોળગઢના ઢાળ પર આ ટ્રક અચાનક જ બંધ પડી ગયો હતો જેને લઇ બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા1
- મોરબીમાં મેટ્રો ગ્રુપના ઉદ્યોગપતિ પર થયેલ હુમલા મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ ચેરમેન અને કહેવાતા રાષ્ટ્રભક્ત અજય લોરીયાની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવ અંગે ડિવિઝનલ એસપી જે.એમ.આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં અજય લોરીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1