Shuru
Apke Nagar Ki App…
नरेंद्र मोदी का मजेदार वीडियो यह वीडियो देखकर आपके होश उड़ जाएंगे यह वीडियो जरूर देखें और आपको पसंद आए तो लाइक जरुर करें
હનીફ ઈબ્રાહીમ થૈયબ
नरेंद्र मोदी का मजेदार वीडियो यह वीडियो देखकर आपके होश उड़ जाएंगे यह वीडियो जरूर देखें और आपको पसंद आए तो लाइक जरुर करें
More news from ગુજરાત and nearby areas
- તારીખ: 29 માર્ચ 2026 | સ્થળ: ગાંધીધામ ગાંધીધામ ખાતે આજ રોજ સ્વચ્છ રાજકીય પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના પ્રથમ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે પાર્ટી દ્વારા વોર્ડ નં. 6 માટે શ્રી હરેન્દ્રસિંહ લાધુભા જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા. શ્રી જાડેજા હરેન્દ્રસિંહ લાધુભા એક સક્રિય, જાગૃત અને જુસ્સાદાર યુવા નેતા તરીકે ઓળખાય છે, જેમણે પોતાના વિસ્તાર સહિત વિવિધ જાહેર મુદ્દાઓ માટે સતત લડત આપી છે અને લોકોના હિત માટે કાર્યરત રહ્યા છે. સ્વચ્છ રાજકીય પાર્ટીનો ઉદ્દેશ્ય સ્વચ્છ રાજનીતિ, પારદર્શક શાસન અને જનકલ્યાણને પ્રાથમિકતા આપવાનો છે. પાર્ટી દ્વારા જનતાને આહ્વાન કરવામાં આવ્યું છે કે તેઓ શ્રી હરેન્દ્રસિંહ લાધુભા જાડેજાને આશીર્વાદ આપે અને સ્વચ્છ રાજકારણને મજબૂત બનાવવામાં સહયોગ આપે. સાથે સાથે, જે નાગરિકો સ્વચ્છ અને જવાબદાર રાજનીતિમાં વિશ્વાસ રાખે છે, તેઓને સ્વચ્છ રાજકીય પાર્ટી સાથે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાર્ટીના તમામ અગ્રણીઓ અને સભ્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.4
- Post by Ramesh thakor Halvad Morbi1
- ગોલપ ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ગંદા-ખારા પાણીનો ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ.. કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ વીજ ચોરી કરાતી હોવા છતાં GEB વિભાગ મૌન.. રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ સરહદી સુઈગામ તાલુકાના અંતરિયાળ ગોલપ ગામે નિર્માણ પામી રહેલા આયુષ્યમાન ભારત આરોગ્ય કેન્દ્રના મકાનના બાંધકામમાં નજીકમાં આવેલ ખારા પાણીના તળાવમાંથી મોટર મારફતે પાણી ખેંચી તેનો ચણતર કામમાં ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે, સાથે જ ખુલ્લેઆમ વીજચોરી કરી લાઇટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવા છતાં GEB વિભાગ મૌન હોઈ ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. એક તરફ સરકાર આરોગ્ય સુવિધાઓ મજબૂત બનાવવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ બાંધકામની ગુણવત્તા અને નિયમોને લઈ શંકા ઊભી થઈ રહી છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ સુઈગામ તાલુકાના અંતરિયાળ ગોલપ ગામમાં લાખોના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના મકાનનું કામ કરવામાં આવી રહ્યું છે, જે મકાનના બાંધકામમાં વપરાતું પાણી બાજુમાં આવેલા ખારા પાણીના તળાવમાંથી લેવાઈ રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ પાણી ગંદુ, દુર્ગંધયુક્ત અને ખારાશ ધરાવતું જણાઈ છે. નિષ્ણાતો મુજબ આવા પાણીનો ઉપયોગ બાંધકામમાં કરવામાં આવે તો મકાનની મજબૂતી અને ટકાઉપણું ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ શકે છે. બીજી તરફ, બાંધકામ કરતી એજન્સી / કોન્ટ્રાક્ટર દ્વારા વીજળી માટે વીજબોલ પરથી બિનકાયદેસર રીતે વાયર ખેંચીને કનેક્શન લેવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. જવાબદાર GEB વિભાગ દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ના હોઈ કોન્ટ્રાકટર કોઇપણ જાતના ભય વગર ખુલ્લેઆમ વીજચોરી આચરી રહ્યો છે, વિચારવા જેવી વાત એ છે કે, સામાન્ય ગરીબ નાગરિકનું થોડુંપણ વીજ બિલ બાકી રહે તો વિજ વિભાગ તરત જ કડક કાર્યવાહી કરી વીજ પુરવઠો બંધ કરી દે છે. ત્યારે આ પ્રકારની ખુલ્લી વીજ ચોરી સામે જવાબદાર અધિકારીઓ શું કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું છે. સ્થાનિક લોકોમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ બાંધકામની ગુણવત્તા તથા ગેરરીતિઓની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી રહ્યા છે. સરકારના વિકાસના દાવાઓ વચ્ચે ગોલપ ગામે ચાલી રહેલા આ બાંધકામ પર ઊઠેલા પ્રશ્નો તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.2
- સાયલા તાલુકામાં ગેરકાયદેસર કોલસાના ધંધા પર પોલીસનો મોટો છાપો: લાખોની કિંમતનો ખનીજ જથ્થા સાથે મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા સામે મોટું એક્શન લેવામાં આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા રેડ દરમિયાન લાખો રૂપિયાની ખનીજ જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરવામાં આવયો છે. આ સમગ્ર ઓપરેશનમાં અનેક અધિકારીઓ અને પોલીસ ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. ચાલો જાણીએ સમગ્ર વિગત… સાયલા તાલુકાના ચોરવીર ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા પર પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 35 કોલસાના ભઠ્ઠા તેમજ અંદાજે 668.55 મેટ્રિક ટન કોલસો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 6,39,50,000 જેટલી મિલકત જપ્ત કરી છે. જેમાં 21 ભઠ્ઠા બનાવવાના સ્ટ્રક્ચર, 8 કોમ્પ્રેસર મશીનો, 3 જનરેટર અને 1 લોડર સહિતના સાધનોનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ગુપ્ત બાતમી મળતાં જ તાત્કાલિક ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એલસીબી, સ્થાનિક પોલીસ તેમજ અન્ય સ્ટાફના સહયોગથી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી ચાલુ છે. બાઈટ નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી લીંબડી બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી1
- Post by BANAS TV HD1
- Post by Thakor Suresh1
- દિયોદર તાલુકાના વખા ગામે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થ ઉમટ્યા •વર્ષો જૂના મંદિરે કાર્યક્રમમાં માતાજીને ધ્વજા રોહન કરાયું ચૈત્ર મહિનામાં ભક્તો દ્વારા માતાજી ની આરાધના સાથે ભવ્ય ઉત્સવ ઉજવતા હોય છે જેમાં દિયોદર તાલુકાના વખા ગામે વર્ષો જૂના શ્રી જોગણી માતાજી ના મંદિરે ત્રણ ગામો ની ભવ્ય રમેલ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ચૌત્ર સુદ ૧૧ ને રવિવારે સાંજે હજારો ની સંખ્યામાં ભક્તો ની હાજરીમાં ભવ્ય રમેલ યોજાયેલ જેમાં રમેલ માં ઉપસ્થિત ભુવાજીઓ ને યુવક મંડળ દ્વારા કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ રમેલ માં ભુવાજી ઓ દ્વારા આશિર્વચન પાઠવવામાં આવેલ અને સોમવારે વહેલી સવારે તેલફૂલ નું પણ આયોજન થયેલ જેમાં વખા, ગોળીયા,નવા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા આ ઉત્સવ માં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવેલ આ પ્રસંગે પ્રદીપભાઈ શાહ,ચીનુભાઈ ઠાકોર ,મંદિર ના ભુવાજી જગદીશભાઈ ઠાકોર,બળવંતજી ઠાકોર ,શંભુજી ઠાકોર,માલાભાઈ પટેલ,દિનેશભાઈ માળી,પાબુજી ઠાકોર ગોદા,તેમજ જોગમાયા યુવક મંડળ ના સભ્યો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ1
- મોરબીમાં મેટ્રો ગ્રુપના ઉદ્યોગપતિ પર થયેલ હુમલા મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ ચેરમેન અને કહેવાતા રાષ્ટ્રભક્ત અજય લોરીયાની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવ અંગે ડિવિઝનલ એસપી જે.એમ.આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં અજય લોરીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1