logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મોડાસા તાલુકા ના લીંભોઇ ગામનોપાકો રસ્તો ઉબડ ખાબડ પેવર કરવા લોક, કે પાકો બનાવવા લોક માંગ. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા તાલુકાના લીંબોઈ ગામે તળાવની પારથી છે ક રામદેવપીરના મંદિર આગળ સુધી ઠેર ઠેર પાક રોડ ઉપર ખાડા પડી ગયા છે અને આ રોડ ઉપર પાણી પણ ભરાઈ રહી છે ત્યારે આ રોડ ઉપર હજારો વાહન ચાલકો ની આવ જા રહે છે તેથી વાહનચાલકો ખાડા પડી જવાને લીધે મુશ્કેલનો સામનો કરી રહ્યા છે.ત્યારે જાહેર જનતાની લોક માંગ છે કે આ લીંબોઈ ગામનો પાકો રસ્તો સત્વરે પાકો બનાવવામાં આવે કે પેવરિંગ કરવામાં આવે તેમજ આ રોડ ઉપર પાણી ભરાતો મચ્છરજન ને રોગો થવાની શક્યતાઓ રહેલી છે તો લગતા તંત્રએ રોડ બાબતે તેમજ પાણીના ખાબોચિયા ભરેલ બાબતે તપાસ થઈ અને લોકોના પ્રશ્નની વાચા મળે તેવી જાહેર જનતાની લોકમાંગ છે જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96 38 5 00650.

4 hrs ago
user_Jawansingh thakor@108 ખબરદાર ન
Jawansingh thakor@108 ખબરદાર ન
Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
4 hrs ago

મોડાસા તાલુકા ના લીંભોઇ ગામનોપાકો રસ્તો ઉબડ ખાબડ પેવર કરવા લોક, કે પાકો બનાવવા લોક માંગ. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા તાલુકાના લીંબોઈ ગામે તળાવની પારથી છે ક રામદેવપીરના મંદિર આગળ સુધી ઠેર ઠેર પાક રોડ ઉપર ખાડા પડી ગયા છે અને આ રોડ ઉપર પાણી પણ ભરાઈ રહી છે ત્યારે આ રોડ ઉપર હજારો વાહન ચાલકો ની આવ જા રહે છે તેથી વાહનચાલકો ખાડા પડી જવાને લીધે મુશ્કેલનો સામનો કરી રહ્યા છે.ત્યારે જાહેર જનતાની લોક માંગ છે કે આ લીંબોઈ ગામનો પાકો રસ્તો સત્વરે પાકો બનાવવામાં આવે કે પેવરિંગ કરવામાં આવે તેમજ આ રોડ ઉપર પાણી ભરાતો મચ્છરજન ને રોગો થવાની શક્યતાઓ રહેલી છે તો લગતા તંત્રએ રોડ બાબતે તેમજ પાણીના ખાબોચિયા ભરેલ બાબતે તપાસ થઈ અને લોકોના પ્રશ્નની વાચા મળે તેવી જાહેર જનતાની લોકમાંગ છે જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96 38 5 00650.

More news from ગુજરાત and nearby areas
  • લાડોલ હિટ એન્ડ રન ની ઘટના ગુટકા લેવા ગયેલા પરપ્રાંતીય યુવક ને અજાણ્યા વાહન ચાલકની બેદરકારીથી મોત, ગરીબ પરિવારને ન્યાય મળે તેવી માંગ વિજાપુર તાલુકાના લાડોલ ગામ પાસેના હાઇવે રોડ પર ફરી એકવાર હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકની અતિ ઝડપ અને ગફલતભરી ડ્રાઇવિંગને કારણે ૨૫ વર્ષીય યુવાન જીતુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ માર્ગે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી અકસ્માતની ઘટનાઓ વારંવાર બની છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. લાડોલ પોલીસ સ્ટેશન નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટના તા. ૧૩ માર્ચ ૨૦૨૬ના સાંજના આશરે ૭:૩૦ વાગ્યે લાડોલના ગણપતિ મંદિર સામે બંધ પેટ્રોલ પંપ આગળ બની હતી. જીતુભાઈ ગુટકા લેવા ગામ તરફ જઈ રહ્યા હતા અને પગપાળા ચાલતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારીને તેમને ટક્કર મારી. માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આરોપી વાહન ચાલક ઘટના બાદ વાહન લઈને ફરાર થઈ ગયો છે. મૃતક જીતુભાઈના મોટા ભાઈ કેરાજી રાજાજી (ઉંમર ૩૦ વર્ષ, જાતિ ભીલ)એ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પરિવાર અત્યંત ગરીબ છે. કેરાજીભાઈ તેમની પત્ની લક્ષ્મીબેન સાથે પટેલ દિલીપભાઈ અંબાલાલની ખેડીમાં દિવસના મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ચાર સંતાનો છે – ત્રણ દીકરી અને એક દીકરો. જીતુભાઈ પણ પરિવારની આર્થિક મદદ કરતા હતા. માતા પાઉલબેન પણ મજૂરી કરે છે. આવા ગરીબ પરિવાર માટે ભાઈનું મોત એક મોટો આર્થિક તેમજ ભાવનાત્મક આઘાત છે. પરિવારજનોએ પોલીસ સમક્ષ આક્રોશપૂર્વક માંગ કરી છે કે અજાણ્યા વાહન ચાલકની ઝડપી ધરપકડ કરી તેને કડક સજા થાય અને તેમને ન્યાય મળે. કેરાજીભાઈએ કહ્યું, “આ માર્ગે અગાઉ પણ કેટલીક વખત આવી ઘટનાઓ બની છે, પણ કોઈની પરવા થતી નથી. અમારા જેવા ગરીબ મજૂરોના જીવનની કિંમત કોઈને નથી. પોલીસ સાહેબો અમને ન્યાય આપે.” લાડોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બી.એન.એસ.એસ.ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધીને પી આઈ રબારી એ તપાસ નો ધમધમાટ શરૂ કર્યું છે સીસીટીવી ફૂટેજ અને આસપાસના પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીની ધરપકડ માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. આ ઘટના સ્થાનિક લોકોમાં રોડ સેફ્ટી અંગે ચર્ચા તેજ કરી રહી છે. પરિવારની આ માંગને લઈને તંત્રે ત્વરિત કાર્યવાહી કરી આ ગરીબ પરિવારને ન્યાય આપવા જરૂરી છે.
    1
    લાડોલ હિટ એન્ડ રન ની ઘટના ગુટકા લેવા ગયેલા પરપ્રાંતીય યુવક ને અજાણ્યા વાહન ચાલકની બેદરકારીથી મોત, ગરીબ પરિવારને ન્યાય મળે તેવી માંગ
વિજાપુર તાલુકાના લાડોલ ગામ પાસેના હાઇવે રોડ પર ફરી એકવાર હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકની અતિ ઝડપ અને ગફલતભરી ડ્રાઇવિંગને કારણે ૨૫ વર્ષીય યુવાન જીતુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ માર્ગે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી અકસ્માતની ઘટનાઓ વારંવાર બની છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે.
લાડોલ પોલીસ સ્ટેશન નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટના તા. ૧૩ માર્ચ ૨૦૨૬ના સાંજના આશરે ૭:૩૦ વાગ્યે લાડોલના ગણપતિ મંદિર સામે બંધ પેટ્રોલ પંપ આગળ બની હતી. જીતુભાઈ ગુટકા લેવા ગામ તરફ જઈ રહ્યા હતા અને પગપાળા ચાલતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારીને તેમને ટક્કર મારી. માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આરોપી વાહન ચાલક ઘટના બાદ વાહન લઈને ફરાર થઈ ગયો છે.
મૃતક જીતુભાઈના મોટા ભાઈ કેરાજી રાજાજી (ઉંમર ૩૦ વર્ષ, જાતિ ભીલ)એ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પરિવાર અત્યંત ગરીબ છે. કેરાજીભાઈ તેમની પત્ની લક્ષ્મીબેન સાથે પટેલ દિલીપભાઈ અંબાલાલની ખેડીમાં દિવસના મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ચાર સંતાનો છે – ત્રણ દીકરી અને એક દીકરો. જીતુભાઈ પણ પરિવારની આર્થિક મદદ કરતા હતા. માતા પાઉલબેન પણ મજૂરી કરે છે. આવા ગરીબ પરિવાર માટે ભાઈનું મોત એક મોટો આર્થિક તેમજ ભાવનાત્મક આઘાત છે.
પરિવારજનોએ પોલીસ સમક્ષ આક્રોશપૂર્વક માંગ કરી છે કે અજાણ્યા વાહન ચાલકની ઝડપી ધરપકડ કરી તેને કડક સજા થાય અને તેમને ન્યાય મળે. કેરાજીભાઈએ કહ્યું, “આ માર્ગે અગાઉ પણ કેટલીક વખત આવી ઘટનાઓ બની છે, પણ કોઈની પરવા થતી નથી. અમારા જેવા ગરીબ મજૂરોના જીવનની કિંમત કોઈને નથી. પોલીસ સાહેબો અમને ન્યાય આપે.”
લાડોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બી.એન.એસ.એસ.ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધીને પી આઈ રબારી એ તપાસ નો ધમધમાટ શરૂ કર્યું છે સીસીટીવી ફૂટેજ અને આસપાસના પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીની ધરપકડ માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.
આ ઘટના સ્થાનિક લોકોમાં રોડ સેફ્ટી અંગે ચર્ચા તેજ કરી રહી છે. પરિવારની આ માંગને લઈને તંત્રે ત્વરિત કાર્યવાહી કરી આ ગરીબ પરિવારને ન્યાય આપવા જરૂરી છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    17 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    4 hrs ago
  • દહેગામ તાલુકાના રખિયાલ ગામનો વતની પરમાર હર્ષદ મૂળજીભાઈ નામે પોતાનું bike નબર GJ01MS 6206 પાસે ચપ્પલ મૂકીને ને રાયપુર કેનાલ ઉપર કોઈ અગમ્ય કારણસર મોતને વ્હાલું કરી લીધું છે.
    1
    દહેગામ તાલુકાના રખિયાલ ગામનો વતની પરમાર હર્ષદ મૂળજીભાઈ નામે પોતાનું bike નબર GJ01MS 6206 પાસે ચપ્પલ મૂકીને ને રાયપુર કેનાલ ઉપર કોઈ અગમ્ય કારણસર મોતને વ્હાલું કરી લીધું છે.
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    14 hrs ago
  • 1️⃣ “ખેડૂત સમૃદ્ધિ તરફ એક વધુ મજબૂત પગલું.” 🌾 2️⃣ “પીએમ કિસાન સહાયથી ખેડૂતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ.” 3️⃣ “કિસાન કલ્યાણ અને મિલેટ પ્રોત્સાહન સાથે સમૃદ્ધ કૃષિ તરફ.” 4️⃣ “ખેડૂત કલ્યાણ અને પોષણયુક્ત અનાજનું દ્વિગુણું સશક્તિકરણ.” 5️⃣ “મિલેટ સાથે સ્વસ્થ ભારત, કિસાન સહાયથી સમૃદ્ધ ભારત.” 6️⃣ “ખેડૂતના હાથે સમૃદ્ધિનું બીજ.” 🌱 7️⃣ “પીએમ કિસાન સહાયથી મજબૂત બને ખેડૂત અને કૃષિ અર્થતંત્ર.”
    1
    1️⃣ “ખેડૂત સમૃદ્ધિ તરફ એક વધુ મજબૂત પગલું.” 🌾
2️⃣ “પીએમ કિસાન સહાયથી ખેડૂતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ.”
3️⃣ “કિસાન કલ્યાણ અને મિલેટ પ્રોત્સાહન સાથે સમૃદ્ધ કૃષિ તરફ.”
4️⃣ “ખેડૂત કલ્યાણ અને પોષણયુક્ત અનાજનું દ્વિગુણું સશક્તિકરણ.”
5️⃣ “મિલેટ સાથે સ્વસ્થ ભારત, કિસાન સહાયથી સમૃદ્ધ ભારત.”
6️⃣ “ખેડૂતના હાથે સમૃદ્ધિનું બીજ.” 🌱
7️⃣ “પીએમ કિસાન સહાયથી મજબૂત બને ખેડૂત અને કૃષિ અર્થતંત્ર.”
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    21 hrs ago
  • Post by પરમાર રાહુલ શિવાજી
    1
    Post by પરમાર રાહુલ શિવાજી
    user_પરમાર રાહુલ શિવાજી
    પરમાર રાહુલ શિવાજી
    દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    23 hrs ago
  • કઠલાલ ખાતે ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદના હસ્તે કરાયુ કઠલાલ ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, ખેડા જિલ્લા દ્વારા ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧ કરોડ ૪૨ લાખના ખર્ચે આ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી મામલતદાર સંગ્રામસિંહ બારીયા, ટીડીઓ જે.એલ. પટણી, સીઓ ઉર્મિલાબેન સુમેસરા, તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી, ક્લાસીસ અને જરૂરી સાહિત્ય ઉપલબ્ધ કરાવવા માટે કઠલાલ, મહેમદાવાદ અને માતર ખાતે ટ્રેનિંગ સેન્ટરો બનાવવામાં આવશે. જેના કારણે વિસ્તારના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. તે ઉપરાંત કઠલાલ તાલુકાના સરાલી ગામ ખાતે નવા ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ તેમજ કઠલાલથી તાતરિયા રોડના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. નવા પંચાયત મકાનના નિર્માણથી સ્થાનિકોને વધુ સગવડો મળશે, જ્યારે તાતરિયા રોડ બનતા પરિવહન સુવિધા સુધરશે. આ વિકાસકાર્યોને લઈને સ્થાનિકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    કઠલાલ ખાતે ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદના હસ્તે કરાયુ
કઠલાલ ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, ખેડા જિલ્લા દ્વારા ક્ષમતા વર્ધન કેન્દ્રનું ખાતમુહૂર્ત સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧ કરોડ ૪૨ લાખના ખર્ચે આ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી મામલતદાર સંગ્રામસિંહ બારીયા, ટીડીઓ જે.એલ. પટણી, સીઓ ઉર્મિલાબેન સુમેસરા, તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી, ક્લાસીસ અને જરૂરી સાહિત્ય ઉપલબ્ધ કરાવવા માટે કઠલાલ, મહેમદાવાદ અને માતર ખાતે ટ્રેનિંગ સેન્ટરો બનાવવામાં આવશે. જેના કારણે વિસ્તારના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.
તે ઉપરાંત કઠલાલ તાલુકાના સરાલી ગામ ખાતે નવા ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ તેમજ કઠલાલથી તાતરિયા રોડના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. નવા પંચાયત મકાનના નિર્માણથી સ્થાનિકોને વધુ સગવડો મળશે, જ્યારે તાતરિયા રોડ બનતા પરિવહન સુવિધા સુધરશે. આ વિકાસકાર્યોને લઈને સ્થાનિકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    13 hrs ago
  • સાબરકાંઠાના તલોદ તાલુકાના લેબોર ચોકડી ખાતે 'મિલેટ મેળા' અને PM-કિસાન યોજનાના ૨૨માં હપ્તાના વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આ પ્રસંગે જણાવ્યું કે,કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે નવા પ્રયોગો દ્વારા આર્થિક ઉપાર્જન વધારી વિકાસશીલ બન્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોની આગવી સૂઝ અને બાગાયત ખાતાના સહકારથી આધુનિક ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના ૨,૨૩,૩૨૬ ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધીમાં ૨૧ હપ્તામાં કુલ રૂ. ૪૧૮.૩૯ કરોડની રકમ સીધી બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. વધુમાં, ૨૨મો હપ્તો પણ આસામના ગુવાહાટી ખાતેથી સીધા DBT દ્વારા જમા કરાવવામાં આવ્યો. . સાબરકાંઠા જિલ્લો શાકભાજીના હબ તરીકે જાણીતો છે. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ખેડૂતોની મહેનતથી સાબરકાંઠા જિલ્લો કૃષિ અને બાગાયત ક્ષેત્રે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાસ્રોત બન્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોએ રાજ્યકક્ષાના મુખ્યમંત્રી શ્રી સંદેશ સાંભળ્યો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આસામ ગુવાહાટી ખાતેના PM કિસાન સન્માન નિધિના ૨૨માં હપ્તાનો ડિજિટલ લોકાર્પણ કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમ સ્થળે મિલેટ વાનગી પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન, કૃષિ વૈજ્ઞાનિકો દ્રારા ખેડૂતોને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી તેમજ પ્રાકૃતિક કૃષિ વિશે જાણકારી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના આઠે તાલુકામાં આ કાર્યક્રમ જન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દશરથસિંહ ઝાલા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જોશી, નાયબ વિસ્તરણ અધિકારી શ્રી દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, સ્થાનિક અગ્રણીઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    1
    સાબરકાંઠાના તલોદ તાલુકાના લેબોર ચોકડી ખાતે 'મિલેટ મેળા' અને PM-કિસાન યોજનાના ૨૨માં હપ્તાના વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.  
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આ પ્રસંગે જણાવ્યું કે,કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે નવા પ્રયોગો દ્વારા આર્થિક ઉપાર્જન વધારી વિકાસશીલ બન્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોની આગવી સૂઝ અને બાગાયત ખાતાના સહકારથી આધુનિક ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધ્યો છે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના ૨,૨૩,૩૨૬ ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધીમાં ૨૧ હપ્તામાં કુલ રૂ. ૪૧૮.૩૯ કરોડની રકમ સીધી બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. વધુમાં, ૨૨મો હપ્તો પણ આસામના ગુવાહાટી ખાતેથી સીધા DBT દ્વારા જમા કરાવવામાં આવ્યો.   .
સાબરકાંઠા જિલ્લો શાકભાજીના હબ તરીકે જાણીતો છે. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ખેડૂતોની મહેનતથી સાબરકાંઠા જિલ્લો કૃષિ અને બાગાયત ક્ષેત્રે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાસ્રોત બન્યો છે.
આ પ્રસંગે  ઉપસ્થિત ખેડૂતોએ રાજ્યકક્ષાના  મુખ્યમંત્રી શ્રી સંદેશ સાંભળ્યો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આસામ ગુવાહાટી ખાતેના PM કિસાન સન્માન નિધિના ૨૨માં હપ્તાનો ડિજિટલ લોકાર્પણ કાર્યક્રમ નિહાળ્યો હતો. 
કાર્યક્રમ સ્થળે મિલેટ વાનગી પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન, કૃષિ વૈજ્ઞાનિકો દ્રારા ખેડૂતોને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી તેમજ પ્રાકૃતિક કૃષિ વિશે જાણકારી આપવામાં આવી હતી. 
અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના આઠે તાલુકામાં આ કાર્યક્રમ જન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દશરથસિંહ ઝાલા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જોશી, નાયબ વિસ્તરણ અધિકારી શ્રી દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, સ્થાનિક અગ્રણીઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    14 hrs ago
  • કઠલાલ ખાતે રામનવમી અને રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે આવનારા રામનવમી અને રમજાન ઈદના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ગેલોતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.બેઠકમાં કઠલાલ નગરના સર્વ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં, ભાઈચારા અને એકતાથી ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ પણ તહેવારો દરમિયાન સૌહાર્દ જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ નાગરિકોને પણ શાંતિ અને સૌહાર્દ જાળવી તહેવારો ઉજવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.કઠલાલમાં આ બેઠક દ્વારા આવનારા તહેવારોને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    કઠલાલ ખાતે રામનવમી અને રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે આવનારા રામનવમી અને રમજાન ઈદના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ગેલોતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.બેઠકમાં કઠલાલ નગરના સર્વ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં, ભાઈચારા અને એકતાથી ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ પણ તહેવારો દરમિયાન સૌહાર્દ જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ નાગરિકોને પણ શાંતિ અને સૌહાર્દ જાળવી તહેવારો ઉજવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.કઠલાલમાં આ બેઠક દ્વારા આવનારા તહેવારોને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.