તલોદ લેબોર ચોકડી ખાતે 'મિલેટ મેળા' અને PM-કિસાન યોજનાના ૨૨માં હપ્તાના વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠાના તલોદ તાલુકાના લેબોર ચોકડી ખાતે 'મિલેટ મેળા' અને PM-કિસાન યોજનાના ૨૨માં હપ્તાના વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આ પ્રસંગે જણાવ્યું કે,કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે નવા પ્રયોગો દ્વારા આર્થિક ઉપાર્જન વધારી વિકાસશીલ બન્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોની આગવી સૂઝ અને બાગાયત ખાતાના સહકારથી આધુનિક ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના ૨,૨૩,૩૨૬ ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધીમાં ૨૧ હપ્તામાં કુલ રૂ. ૪૧૮.૩૯ કરોડની રકમ સીધી બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. વધુમાં, ૨૨મો હપ્તો પણ આસામના ગુવાહાટી ખાતેથી સીધા DBT દ્વારા જમા કરાવવામાં આવ્યો. . સાબરકાંઠા જિલ્લો શાકભાજીના હબ તરીકે જાણીતો છે. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ખેડૂતોની મહેનતથી સાબરકાંઠા જિલ્લો કૃષિ અને બાગાયત ક્ષેત્રે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાસ્રોત બન્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોએ રાજ્યકક્ષાના મુખ્યમંત્રી શ્રી સંદેશ સાંભળ્યો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આસામ ગુવાહાટી ખાતેના PM કિસાન સન્માન નિધિના ૨૨માં હપ્તાનો ડિજિટલ લોકાર્પણ કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમ સ્થળે મિલેટ વાનગી પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન, કૃષિ વૈજ્ઞાનિકો દ્રારા ખેડૂતોને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી તેમજ પ્રાકૃતિક કૃષિ વિશે જાણકારી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના આઠે તાલુકામાં આ કાર્યક્રમ જન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દશરથસિંહ ઝાલા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જોશી, નાયબ વિસ્તરણ અધિકારી શ્રી દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, સ્થાનિક અગ્રણીઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- પોશીના તાલુકાના ગુણભાખરી ગામે આવેલ પ્રાચીન મંદિર એવા ચિત્ર વિચિત્રવર મંદિર ખાતે પોશીના ભાજપ મંડળ ની મીટીંગ ની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ નવનિયુક્ત જિલ્લા પ્રભારી બ્રિજેશ રાજસિંહ ઝાલા રાજ્યસભા સાંસદ રમીલાબેન દ્વારા ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ભાજપ ઉપપ્રમુખ લુકેશભાઈ સોલંકી પોશીના તાલુકા મંડળના પ્રભારી રાજેશભાઈ પરમાર તાલુકા મંડળ પ્રમુખ કલ્પેશભાઈ પારગી મહામંત્રી ચીમનભાઈ ગમાર તેમજ તાલુકા સદસ્યોની સાથે જિલ્લા સદસ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ1
- ઈડર તાલુકાના બડોલી ગામે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નારિયેળના રેશામાંથી વિવિધ આર્ટિકલ બનાવવાની કૌશલ્ય વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા તા. 9 માર્ચ 2026 થી 24 માર્ચ 2026 સુધી આ તાલીમ યોજાઈ રહી છે. આ તાલીમમાં હાલમાં આશરે 25 મહિલાઓ ભાગ લઈ રહી છે અને નારિયેળના રેશાથી ઉપયોગી તથા હસ્તકલાત્મક વસ્તુઓ બનાવવાની કળા શીખી રહી છે. ગામના જ ઇન્દુસિંહ રાઠોડ દ્વારા મહિલાઓને પ્રાયોગિક માર્ગદર્શન સાથે તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ શિબિરની બડોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પટેલે મુલાકાત લઈ મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓ તથા સૂચનો સાંભળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામની વધુમાં વધુ બહેનો આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જોડાય અને આત્મનિર્ભર બને તે માટે પ્રયત્નો કરવામાં આવશે. મહિલાઓને આગળ વધવા માટે જ્યાં જ્યાં પંચાયતની જરૂર પડશે ત્યાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. આ તાલીમ શિબિર મહિલાઓ માટે રોજગારના નવા અવસર ઉભા કરવા તેમજ ગ્રામ્ય સ્તરે સ્વરોજગારને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહી છે.1
- પ્રેમીએ ગળામાં બ્લેડ મારી, જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો – યુવતી હોસ્પિટલમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 21 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ જાનથી મારી નાખવાના ઇરાદે ગળામાં બ્લેડ (પતરી) વડે હુમલો કર્યો હતો. આ ઘટના 12 માર્ચ, 2026ની રાત્રે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર બની હતી. માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપી બાપુસિંહ પૃથ્વીસિંહ રાઠોડ (રહે. અનોડીયા ગામ, ડોડીપાળ, તા. માણસા) છેલ્લા ત્રણ વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત અને મુલાકાતો થતી હતી. આરોપી પોતે પરણિત હોવા છતાં યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો. ગત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ યુવતીનું બીજા વ્યક્તિ સાથે સગપણ નક્કી થતાં આરોપીએ તેને તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ધમકીઓના ભયથી યુવતી તેની સાથે જવા માટે સહમત થઈ ગઈ હતી. 10 માર્ચ, 2026ની રાત્રે આરોપીએ ક્યાંકથી ઘેનની ગોળી લાવીને યુવતીને આપી અને તેના કહેવા મુજબ તેણે તે ગોળી દૂધમાં ભેળવીને પોતાના માતા-પિતા તથા દાદીને આપી દીધી હતી. રાત્રે આશરે 12 વાગ્યે ઘરના સભ્યો સૂઈ ગયા પછી આરોપીએ યુવતીને ફોન કરીને ઘરેથી બહાર કાઢી અને પ્લેઝર બાઇક પર બેસાડીને બનાસકાંઠા જિલ્લાના ટોણા ગામ તરફ લઈ ગયો. 12 માર્ચની સાંજે યુવતીના સગા-સંબંધીઓએ માણસા પોલીસની મદદથી બંનેને શોધી કાઢ્યા અને ફોર-વ્હીલરમાં બેસાડીને પરત લાવવા શરૂ કર્યું. રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર આવતા આરોપીએ અચાનક પોતાની પાસે છુપાવેલી બ્લેડ કાઢીને યુવતીના ગળામાં હુમલો કર્યો. તેણે પોતાના ગળામાં પણ પતરી મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ અને સાથી વ્યક્તિઓએ તેને રોકી લીધો. આ હુમલામાં યુવતીને ગળામાં ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું, જ્યારે આરોપીને પણ સામાન્ય ઘસરકાની ઈજા થઈ. બંનેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી. માણસા પોલીસે આ ઘટનાને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) (મર્ડરનો પ્રયાસ) અને 351(3) (જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને પરિવારોમાં ચિંતાનું વાતાવરણ છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને આવા કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સંપર્ક કરવાની અપીલ કરી છે.1
- રસ્તા પર શાંતિથી ચાલવું પણ હવે ખતરનાક બની ગયું છે… આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે બીજી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા આરોપી કાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.1
- પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા તાલુકાના લીંબોઈ ગામે તળાવની પારથી છે ક રામદેવપીરના મંદિર આગળ સુધી ઠેર ઠેર પાક રોડ ઉપર ખાડા પડી ગયા છે અને આ રોડ ઉપર પાણી પણ ભરાઈ રહી છે ત્યારે આ રોડ ઉપર હજારો વાહન ચાલકો ની આવ જા રહે છે તેથી વાહનચાલકો ખાડા પડી જવાને લીધે મુશ્કેલનો સામનો કરી રહ્યા છે.ત્યારે જાહેર જનતાની લોક માંગ છે કે આ લીંબોઈ ગામનો પાકો રસ્તો સત્વરે પાકો બનાવવામાં આવે કે પેવરિંગ કરવામાં આવે તેમજ આ રોડ ઉપર પાણી ભરાતો મચ્છરજન ને રોગો થવાની શક્યતાઓ રહેલી છે તો લગતા તંત્રએ રોડ બાબતે તેમજ પાણીના ખાબોચિયા ભરેલ બાબતે તપાસ થઈ અને લોકોના પ્રશ્નની વાચા મળે તેવી જાહેર જનતાની લોકમાંગ છે જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96 38 5 00650.1
- પોશીના તાલુકાના ગુણ ભાખરી ગામે આવેલ પ્રાચીન મહાદેવ મંદિર એવા ચિત્ર વિચિત્ર વર મંદિર ખાતે પોશીના ભાજપ મંડળની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ નવ નિયુક્ત જિલ્લા પ્રભારી બ્રિજેશ રાજસિંહ ઝાલા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ભાજપ પ્રમુખ લુકેશભાઈ સોલંકી પોશીના તાલુકા મંડળના પ્રભારી રાજેશભાઈ પરમાર તાલુકા મંડળ પ્રમુખ કલ્પેશભાઈ પારગી મહામંત્રી ચીમનભાઈ ગમાર તેમજ તાલુકા સદસ્યોની સાથે જિલ્લા સદસ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ1
- Post by Nationgujarat.com1
- સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડુંગરમાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે ઈડર અને હિંમતનગર ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં 12 કલાકની જહેમત બાદ 27000 લીટર પાણીનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ડુંગર ઉપર કયા કારણોસર આગ લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ જાણવા મળી રહ્યું છે1