Shuru
Apke Nagar Ki App…
સુરેન્દ્રનગર જિલ્લાના વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન) માટે શ્રાવણ માસમાં દ્વારકા અને સોમનાથની ખાસ વિશેષ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ અંતર્ગત સિનિયર સિટીઝન માટે ટિકિટનો દર માત્ર ₹800 રાખવામાં આવ્યો છે, જેમાં 2 રાત અને 3 દિવસની આ ધાર્મિક યાત્રા કરાવવામાં આવશે. આ વિશેષ પ્રવાસમાં જો અન્ય જિલ્લાના લોકો પણ જોડાવા ઈચ્છતા હોય તો તેઓ જોડાઈ શકે છે. આ ધાર્મિક યાત્રા અંગે વધુ માહિતી મેળવવા અથવા જોડાવા માટે રસ ધરાવતા લોકો 9913757791 નંબર પર ફોન અથવા મેસેજ કરીને સંપર્ક કરી શકે છે.
Sundarlal dedaniya
સુરેન્દ્રનગર જિલ્લાના વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન) માટે શ્રાવણ માસમાં દ્વારકા અને સોમનાથની ખાસ વિશેષ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ અંતર્ગત સિનિયર સિટીઝન માટે ટિકિટનો દર માત્ર ₹800 રાખવામાં આવ્યો છે, જેમાં 2 રાત અને 3 દિવસની આ ધાર્મિક યાત્રા કરાવવામાં આવશે. આ વિશેષ પ્રવાસમાં જો અન્ય જિલ્લાના લોકો પણ જોડાવા ઈચ્છતા હોય તો તેઓ જોડાઈ શકે છે. આ ધાર્મિક યાત્રા અંગે વધુ માહિતી મેળવવા અથવા જોડાવા માટે રસ ધરાવતા લોકો 9913757791 નંબર પર ફોન અથવા મેસેજ કરીને સંપર્ક કરી શકે છે.
More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગરના યુવા પત્રકાર મહેશભાઈ ઉતેરીયાના જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવી છે.1
- મોરબીમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ PGVCL તંત્રની લાલિયાવાડી અને બેદરકારી સામે આવી છે. અહીં જેતપર રોડ પર લગાવેલા વીજપોલ સામાન્ય પવનમાં પણ જોરથી ડોલી રહ્યા છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ઊભી થયેલી આ પરિસ્થિતિના કારણે અહીંના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે.1
- અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ઓતારિયા ગામમાં નબળા મોબાઈલ નેટવર્કના કારણે તમામ ડિજિટલ સેવાઓ ઠપ થઈ ગઈ છે, જેના લીધે કટોકટીના સમયે ૧૦૮ ઈમરજન્સી સેવા મેળવવી પણ મુશ્કેલ બની ગઈ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, નબળા નેટવર્કને કારણે બેંકમાં ડિજિટલ ખાતા ખોલાવવા, ઓનલાઈન એન્ટ્રી કરવી, સરકારી પોર્ટલ પર કામગીરી કરવી અને અન્ય ઓનલાઈન સેવાઓનો લાભ લેવામાં ભારે વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે, ડિજિટલ ભારતના યુગમાં મોબાઈલ નેટવર્ક જેવી પ્રાથમિક સુવિધા ન હોવી તે ગામના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે. આથી, ગ્રામજનો દ્વારા સંબંધિત ટેલિકોમ કંપનીઓ તેમજ જિલ્લા અને રાજ્યના જવાબદાર તંત્રને ઓતારિયા ગામમાં તાત્કાલિક મોબાઈલ ટાવર ઉભો કરી નેટવર્કની આ કાયમી સમસ્યાનો વહેલી તકે નિકાલ લાવવા નમ્ર છતાં દૃઢ અપીલ કરવામાં આવી છે.1
- પાટણના રાધનપુર ખાતે કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું એક ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન દરમિયાન શિક્ષણ અને સમાજ સંગઠન અભિયાન અંતર્ગત સમાજના સંગઠનને મજબૂત કરવા માટે કેટલાક નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.1
- ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ઊંડા કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી મોત સામે ઝઝૂમી રહેલા એક શિયાળને એનિમલ લવર્સની ટીમે જીવના જોખમે હેમખેમ બહાર કાઢી નવજીવન આપ્યું છે. ત્રણ દિવસથી કૂવામાં ફસાયેલું આ શિયાળ ભૂખ, તરસ અને મરણતોલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું, જેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે કૂવામાં પડેલા શિયાળને બહાર કાઢવાના વાડી માલિકના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે તેમણે ભાણવડ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સંસ્થાના અશોકભાઈ ભટ્ટની સાથે વિજય ખૂંટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કૂવો ઊંડો હોવા છતાં, પોતાના જાનનું જોખમ ખેડીને ટીમના સભ્યો કૂવામાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ શિયાળને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. જીવના જોખમે અબોલ જીવનો જીવ બચાવવાની આ કામગીરીને ગ્રામજનો અને પશુપ્રેમીઓએ ભારે બિરદાવી હતી.4
- મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આગામી અષાઢી બીજ તહેવાર પહેલાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે. આ અંગે હળવદથી અહેવાલકર્તા રમેશ ઠાકોર દ્વારા વિગતો આપવામાં આવી છે.1
- સુરેન્દ્રનગરમાં પેરોલ ફલો સ્ક્વોડની ટીમે ટાગોર બાગ વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષથી ફરાર પોક્સો કેસના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ મૂળી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. તેમજ પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો હતો અને તે એક વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના નિર્દેશ હેઠળ પેરોલ ફલો સ્ક્વોડે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, ટીમે બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ તાલુકાના બિયોકના રહેવાસી પરેશભાઈ રૂપસિંહભાઈ લુહારને સુરેન્દ્રનગરના ટાગોર બાગમાંથી દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ અને કાર્યવાહી માટે મૂળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ બી.એચ. સિગરખિયા, પીએસઆઈ એન.એ. રાયમા અને પીએસઆઈ આર.જે. ગોહિલ સહિત પેરોલ ફલો સ્ક્વોડની ટીમે આરોપીને પકડી પાડ્યો હતો.1