હળવદમાં અલ્ટો કારમાંથી ૩૦૦ બિયર ટીન સાથે બે શખ્સ ઝડપાયા, પોલીસે રૂ.૨.૬૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હળવદ નજીક ઇંગરોળા–મયાપુર રોડ પર હળવદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક અલ્ટો કારમાંથી ૩૦૦ નંગ બિયરના ટીન સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કાર સહિત કુલ રૂ.૨,૬૩,૭૨૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઇંગરોળા–મયાપુર રોડ ઉપર નર્મદા કેનાલના નાલા પાસે પ્રકાશનગર તરફથી આવતી અલ્ટો કાર (રજી. નં. GJ-05-JR-966)ને શંકાસ્પદ હાલતમાં રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. કારની તલાશી લેતા તેમાં કિંગફિશર અને માઉન્ટન બ્રાન્ડના કુલ ૩૦૦ નંગ બિયરના ટીન કિ.રૂ.૬૩,૭૨૦ના મળી આવ્યા હતા. આ મામલે પોલીસે કારના ચાલક સુરેશભાઈ કંદુભાઈ રાઠવા (ઉ.વ.૩૧) હાલ રહે. નવા ઇશનપુર, તા.હળવદ (મૂળ રહે. કેલદ્રા, તા.કંવાટ, જી.છોટાઉદેપુર) તથા કારમાં સવાર મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો ભીમાભાઈ જીંજુવાડીયા (ઉ.વ.૩૨) રહે. નવા ઇશનપુર, તા.હળવદને સ્થળ પરથી અટકાયત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી બિયર ટીન કિ.રૂ.૬૩,૭૨૦ તથા અલ્ટો કાર કિ.રૂ.૨ લાખ મળી કુલ રૂ.૨,૬૩,૭૨૦નો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

- Post by Dinesh Kalu bhai4
- Post by Vopul luhar1
- *આંગણવાડી વર્કરોનો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો, કીધું નવા મોબાઈલ અને સુવિધા વગર કામ નહીં થાય. ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર સુપરત કર્યું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ. નવા મોબાઈલ અને જરૂરિયાત સુવિધાઓ આપવામાં આવે નહિતર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. ઘણા વર્કરોના જુના મોબાઈલ બગડી ગયા છેં તો કેટલાક બહેનો પાસે સ્માર્ટ ફોન નથી. જરૂરિયાત સાધનોના અભાવે વર્કરો પર ભારે બોજ પડે છેં. સંગઠન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છેં જે જ્યાં સુધી આ સુવિધાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કામગીરી નહીં કરવામાં આવે તેમજ ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચાચરિયા પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 9 માર્ચ 2026ના રોજ દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે ‘મેઘાણી વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂલકાઓ અને શિક્ષકોએ મેઘાણીજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મેઘાણીજીના પ્રખ્યાત ગીતો અને કાવ્યો રજૂ કરી સાહિત્યરસિક વાતાવરણ સર્જ્યું હતું. “અષાઢી સાંજનાં અંબર ગાજે”, “ખમ્મા વિરાને જાવું”, “મારે ઘેર આવજે બેની”, “ભેટે ઝુલે છે તલવાર”, “ચારણકન્યા”, “છેલ્લો કટોરો ઝેરનો”, “આભમાં ઉગેલ ચાંદલો”, “આભમાં જીણી ઝબુકે વિજળી”, “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ”, “સુના સમંદરની પાળે”, “રક્ત ટપકતી સો સો ઝોળી” અને “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” જેવા જાજરમાન ગીતોથી શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું શાળાની દીકરીઓ દ્વારા “ઝાડ માથે જુમકડું” ગીત પર અભિનય પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો. આ પ્રસંગે શાળાના ઉત્સાહી સારસ્વત પ્રવીણભાઈ ખાચરે મેઘાણીજીના જીવન, સાહિત્ય અને તેમની રચનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સાથે જ મેઘાણીજીના જીવનના પ્રેરક પ્રસંગો તથા સૌરાષ્ટ્રની રસધાર વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારના સહિયારા પ્રયાસોથી સાહિત્યની દુનિયાના કોહિનૂર સમાન ઝવેરચંદ મેઘાણીજીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકસાહિત્યના મહાન સર્જકને સાચા અર્થમાં વંદના કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- પૂર્વ કચ્છમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા નેતાઓ સામે ગંભીર આક્ષેપો થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ કાયનાત અંસારી આથા, દિગુભા તથા એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ મહિલાએ એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ ગણેશનગર વિસ્તારમાં આવેલા પ્લોટ નં. ૬૭૨ ખાતે મહિલાની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મહિલાના પુત્ર રોહિત ભાગી જવાની ઘટનાનો મનદુઃખ રાખી મહિલાના ઘરે પહોંચી તેના તેમજ તેમના વૃદ્ધ સાસુ લાલબાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહિલાને જાતિ અપમાનીત કરતા શબ્દો કહી ગુનાહિત ધમકીઓ આપી તેમજ વિસ્તારમાં રહેવા અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ મામલે મહિલાએ પોલીસમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા વિસ્તારમાં ભારે ચર્ચા જગાઈ છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી જિલ્લા પ્રમુખ કાયનાત અંસારી સહિત બે ને રાઉન્ડ અપ કરી વધુ પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.1
- *પ્રેસનોટ* *બોટાદ ધારાસભ્યશ્રીની સફળ રજૂઆત* *બોટાદ ની જનતા અને સાળંગપુર કષ્ટભંજન દેવ ના ભક્તો માટે ખુશીના સમાચાર* સાળંગપુર કષ્ટભંજનદેવ નું મંદિર અને બી.એ.પી.એસ પ્રમુખ સ્વામી નું સ્મૃતિ મંદિર ખૂબ જ પ્રખ્યાત હોવાથી ત્યાં શ્રધ્ધાળુ ભક્તો દર્શન માટે ઉમટી પડતા હોવાથી ટ્રાફિક નો પણ પ્રશ્ન રહેતો હતો પરંતુ હવે ટ્રાફિક નો પ્રશ્ન પણ હલ થશે.1
- ચિતલિયામાં માનવતા અને ગૌસેવાની મિસાલ કાયમ થઈ 30 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી, જીવ બચી જતાં લૌકોની મહેનત રંગ લાવી આટકોટ ચિતલીયા ગામે માનવતા અને ગૌસેવાની એક અદભૂત મિસાલ કાયમ થઈ હતી. ગામની સીમમાં આવેલ અંદાજે 30 ફૂટ ઊંડા કુવામાં એક ગાય અચાનક પડી જતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમને કારણે ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગાય કૂવામાં પડી હોવાની જાણ થતા જ ચિતલીયા ગામના સરપંચ અશોકભાઈ બથવાર, ગૌપ્રેમી નરેશભાઈ દરેડ સહિત ગામના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કૂવો ઊંડો હોવાથી અને તેમાં પાણી પણ વધુ હોવાથી ગાયને બહાર કાઢવી પડકારજનક હતી, જેના માટે તાત્કાલિક ભારે મશીનરીની જરૂરિયાત જણાઈ હતી. તંત્ર અને ગ્રામજનોનું સંકલન આ કપરી પરિસ્થિતિમાં જસદણ મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ વિલંબ કર્યા વગર તાત્કાલિક મશીનરીની વ્યવસ્થા કરી આપી, જેને પગલે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો અને મશીનરીને સંયુક્ત પ્રયાસોથી કલાકોની મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ગૌમાતાનો જીવ બચી જતાં હાજર લોકો એ નગરપાલિકા અને મામલદાર નો આભાર માન્યો હતો તસવીરો કરશન બામટા આટકોટ4
- Post by Dinesh Kalu bhai1