તિલકવાડાના વઘેલી ગામે હડકાયા કૂતરાનો આતંક 12 ભેંસ અને 3 ગાયનાં મોતથી પશુપાલકોને લાખોનું નુકસાન તિલકવાડા તાલુકાના વઘેલી ગામે હડકાયા કૂતરાના આતંકથી પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હડકાયા કૂતરાના કરડવાના બનાવોમાં અત્યાર સુધીમાં 12 ભેંસ અને 3 ગાયનાં મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 10થી વધુ ભેંસો અસરગ્રસ્ત થતાં તેમને રસી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હડકાયા કૂતરાના કારણે ગામમાં અનેક પશુઓ અસરગ્રસ્ત થયા છે. જેમાં રમા ભૂલા નામના પશુપાલકની 3 ભેંસ અને 2 ગાયનાં મોત થયાં હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધીમાં કુલ 12 ભેંસ અને 3 ગાયનાં મોત થતાં પશુપાલકોને મોટું આર્થિક નુકસાન થયું છે. પશુપાલકોના જણાવ્યા મુજબ, એક ભેંસની અંદાજિત બજાર કિંમત રૂ. 1 લાખથી રૂ. 1.5 લાખ, જ્યારે એક ગાયની કિંમત આશરે રૂ. 50થી 60 હજાર ગણવામાં આવે છે. આ પ્રમાણે પશુધનના મોતને કારણે પશુપાલકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પશુઓ પર નિર્ભર પરિવારો માટે આ નુકસાન ગંભીર આર્થિક ફટકો સાબિત થયું છે. ગામમાં હજુ પણ હડકાયું કૂતરું ફરતું હોવાના કારણે પશુપાલકો અને ગ્રામજનોમાં ભય યથાવત્ છે. પશુઓ તેમજ ગ્રામજનોની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ગામમાં હડકાયા કૂતરાના નિયંત્રણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. અસરગ્રસ્ત પશુઓને સમયસર વેક્સિન અને જરૂરી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેમજ હડકાયા કૂતરાના કરડવાથી મૃત્યુ પામેલા પશુઓના માલિકોને સરકાર તરફથી યોગ્ય આર્થિક સહાય અને વળતર આપવામાં આવે. પશુપાલન ગામના અનેક પરિવારોની આજીવિકાનું મહત્વનું સાધન હોવાથી પશુધનની સુરક્ષા અને પશુપાલકોને થયેલા આર્થિક નુકસાન અંગે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.
તિલકવાડાના વઘેલી ગામે હડકાયા કૂતરાનો આતંક 12 ભેંસ અને 3 ગાયનાં મોતથી પશુપાલકોને લાખોનું નુકસાન તિલકવાડા તાલુકાના વઘેલી ગામે હડકાયા કૂતરાના આતંકથી પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હડકાયા કૂતરાના કરડવાના બનાવોમાં અત્યાર સુધીમાં 12 ભેંસ અને 3 ગાયનાં મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 10થી વધુ ભેંસો અસરગ્રસ્ત થતાં તેમને રસી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હડકાયા કૂતરાના કારણે ગામમાં અનેક પશુઓ અસરગ્રસ્ત થયા છે. જેમાં રમા ભૂલા નામના પશુપાલકની 3 ભેંસ અને 2 ગાયનાં મોત થયાં હોવાનું જાણવા મળે
છે. અત્યાર સુધીમાં કુલ 12 ભેંસ અને 3 ગાયનાં મોત થતાં પશુપાલકોને મોટું આર્થિક નુકસાન થયું છે. પશુપાલકોના જણાવ્યા મુજબ, એક ભેંસની અંદાજિત બજાર કિંમત રૂ. 1 લાખથી રૂ. 1.5 લાખ, જ્યારે એક ગાયની કિંમત આશરે રૂ. 50થી 60 હજાર ગણવામાં આવે છે. આ પ્રમાણે પશુધનના મોતને કારણે પશુપાલકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. પશુઓ પર નિર્ભર પરિવારો માટે આ નુકસાન ગંભીર આર્થિક ફટકો સાબિત થયું છે. ગામમાં હજુ પણ હડકાયું કૂતરું ફરતું હોવાના કારણે પશુપાલકો અને ગ્રામજનોમાં ભય યથાવત્ છે. પશુઓ તેમજ
ગ્રામજનોની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ગામમાં હડકાયા કૂતરાના નિયંત્રણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. અસરગ્રસ્ત પશુઓને સમયસર વેક્સિન અને જરૂરી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેમજ હડકાયા કૂતરાના કરડવાથી મૃત્યુ પામેલા પશુઓના માલિકોને સરકાર તરફથી યોગ્ય આર્થિક સહાય અને વળતર આપવામાં આવે. પશુપાલન ગામના અનેક પરિવારોની આજીવિકાનું મહત્વનું સાધન હોવાથી પશુધનની સુરક્ષા અને પશુપાલકોને થયેલા આર્થિક નુકસાન અંગે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.
- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે શિનોર તાલુકાના મીંઢોળ ગામે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિનોર તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હિતેશભાઈ ઠાકોર દ્વારા મીંઢોળ પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા, પેન્સિલ, નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને અભ્યાસ માટે ઉપયોગી સામગ્રીનું વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.4
- જાંબુઘોડામાં મોદીના જન્મદિવસે રક્તદાનનો સેવાયજ્ઞ : 100થી વધુ યુનિટ રક્ત એકત્ર . પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મ દિવસ નિમિત્તે જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી ખાતે ઈન્દુ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાંબુઘોડા ના 77 વર્ષના રમેશભાઈએ રક્તદાન કરી યુવાનોને પ્રેરણા આપી. જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડીને યોજાયેલી આ શિબિરમાં જાંબુઘોડા તાલુકાના વિવિધ ગામોમાંથી વડીલો, યુવાનો, કાર્યકરો તથા રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શિબિરમાં રક્તદાન કરવા માટે રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક યુવાનો સાથે વડીલોએ પણ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. શિબિર દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલી આ શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ, જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ રણજીતભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ રેશમાબેન બારીયા, તાલુકા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ બારીયા, લોકેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો, સરપંચો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન શિબિરમાં ખાસ કરીને 77 વર્ષના રમેશભાઈ સોમાભાઈ રાવળે રક્તદાન કરતાં ઉપસ્થિત યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. જાંબુઘોડા નગરના રાવળ ફળિયામાં રહેતા રમેશભાઈએ ઉંમરનો વિચાર કર્યા વિના રક્તદાન કરી સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં તેમની ફિટનેસ ને આધારે તેમનું બ્લડ લેવામાં આવ્યું હતૂ શિબિરમાં રક્તદાન કરનારાઓને ઈન્દુ બ્લડ બેન્ક તરફથી બેગ અને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. જ્યારે જાંબુઘોડા સરપંચ જીતકુમાર દેસાઈ તરફથી રક્તદાતાઓને ટિફિન બોક્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત થતાં આયોજકો દ્વારા રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રક્તદાન દ્વારા માનવસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. -------------------- (બોક્સ ) જાંબુઘોડાના પ્રજ્ઞાચક્ષુ શબ્બીરભાઈ હુસેનભાઈ ગોરી, ઉં.વ. 52 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય અને જાંબુઘોડામાં રક્તદાન શિબિરનું આયોજન થયું હોય ત્યારે જન્મદિવસની ઉજવણી માટે રક્તદાન કરવા આવવું જ પડે તેમ કહી જાંબુઘોડાના પ્રજ્ઞાચક્ષુ શબ્બીરભાઈ હુસેનભાઈ ગોરી (ઉં.વ. 52) આનંદ સાથે રક્તદાન કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “બ્લડ ડોનેટ તો શું, જાન પણ હાજર છે.” તેમનો સેવાભાવ ઉપસ્થિત લોકોમાં ચર્ચા નો વિષય બન્યો હતૉ (બોક્સ ): 77 વર્ષના રમેશભાઈએ કર્યું રક્તદાન જાંબુઘોડા નગરના રાવળ ફળિયામાં રહેતા રમેશભાઈ સોમાભાઈ રાવળની ઉંમર 77 વર્ષ હોવા છતાં તેઓ રક્તદાન કરવા શિબિરમાં પહોંચ્યા હતા. ઉંમરની પરવા કર્યા વિના તેમણે રક્તદાન કરતાં ઉપસ્થિત યુવાનોમાં પણ રક્તદાન કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડીલ દ્વારા કરવામાં આવેલા રક્તદાનને આયોજકોએ સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું હતું1
- aaje amdavad sahit aaspas na jila ma ane kasodra gam ma varsad thayo1
- કલાલી ફાટકના રામનગર યુવક મંડળે હરિશ્ચંદ્રગઢના કેદારેશ્વર મંદિરની પ્રતિકૃતિમાં કરાવ્યા શ્રીજીના દર્શન કલાલી ફાટકના રામનગર યુવક મંડળે હરિશ્ચંદ્રગઢના કેદારેશ્વર મંદિરની પ્રતિકૃતિમાં કરાવ્યા શ્રીજીના દર્શન વડોદરા આટલાદરા-કલાલી ફાટક વિસ્તારમાં આવેલા રામનગર યુવક મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢ કિલ્લામાં આવેલા કેદારેશ્વર ગુફા મંદિરની અનોખી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ગુફાની છત ચાર સ્તંભો પર ટકેલી હોવાનું માનવામાં આવે છે. આ ચાર સ્તંભ સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગના પ્રતીક માનવામાં આવે છે. હાલ એક જ સ્તંભ બચ્યો હોવાનું કહેવાય છે, જેને કલિયુગનું પ્રતીક માનવામાં આવે છે. આ જ થીમ આધારિત સજાવટમાં શ્રીજીના ભક્તિમય દર્શન કરાવવામાં આવ્યા હતા.1
- યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શિવમ વિદ્યાલયમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો4
- છોટાઉદેપુર હોસ્ટેલ વિવાદ: જિલ્લા કલેક્ટરે લીધી ગંભીર નોંધ, પ્રોફેસર અર્જુનભાઈ અને કોંગ્રેસ કાર્યકર્તાઓની રજૂઆત બાદ 'સઘન તપાસ'ની ખાતરી છોટાઉદેપુર હોસ્ટેલ વિવાદમાં નવો વળાંક! પ્રોફેસર અર્જુનભાઈ અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટર અને SDM ને મળીને હોસ્ટેલની જર્જરિત હાલત અંગે મૌખિક રજૂઆત કરી. કલેક્ટરે લીધી ગંભીર નોંધ, આપ્યા સઘન તપાસના આદેશ. શું હવે વિદ્યાર્થિનીઓને ન્યાય મળશે? જુઓ ઈ ક્રાંતિ ન્યૂઝ પર આ વિશેષ અહેવાલ. 📌 વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો.1
- વડોદરા શહેર ના સાંસદ શ્રી હેમાંગ જોશી દ્વારા આશિવૉદ કા દિયા ની નગરજનો ને અપિલ કરવામાં આવી1
- શિનોર તાલુકાના અવાખલ ગામે નેચરલ થીમમાં ગણેશજી બિરાજમાન કરાયા.. છેલ્લા 20 વર્ષથી ગણેશોત્સવની પરંપરા, દર વર્ષે અલગ-અલગ થીમમાં થાય છે સ્થાપના કરવામાં આવે છે. શિનોર તાલુકાના અવાખલ ગામે વર્ષ 2026માં ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગણેશજીની નેચરલ થીમમાં ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. અવાખલ નવ યુવક મંડળ દ્વારા વોટરપ્રૂફ ગણેશ પંડાલ તૈયાર કરી તેમાં આકર્ષક નેચરલ થીમ સાથે ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. અવાખલ ગામમાં છેલ્લા 20 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે. ગત વર્ષે ગણેશજીને શીશ મહેલની થીમમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે નેચરલ થીમને પસંદ કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન અવાખલ ગામના ગણેશ ભક્તો દ્વારા સવાર-સાંજ ગણેશજીની આરતી, મંત્રોચ્ચાર સહિત ભુદેવ દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. આરતીમાં અવાખલ ગામ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહી ગણેશજીના દર્શન કરી પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. અવાખલ નવ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અલગ-અલગ થીમમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ અનોખી થીમના કારણે અવાખલ ગામ સહિત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ગણેશજીના દર્શન માટે ઉમટી પડે છે.4