Shuru
Apke Nagar Ki App…
Afzal Banva
More news from Gujarat and nearby areas
- અમરેલી કોર્ટ ને બૉમ્બ થી ઉડાવી દેવાની મળી હતી ધમકી1
- યુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચારયુદ્ધની વચ્ચે ભારત માટે ચિંતાજનક સમાચાર1
- ચિતલિયામાં માનવતા અને ગૌસેવાની મિસાલ કાયમ થઈ 30 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી, જીવ બચી જતાં લૌકોની મહેનત રંગ લાવી આટકોટ ચિતલીયા ગામે માનવતા અને ગૌસેવાની એક અદભૂત મિસાલ કાયમ થઈ હતી. ગામની સીમમાં આવેલ અંદાજે 30 ફૂટ ઊંડા કુવામાં એક ગાય અચાનક પડી જતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમને કારણે ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગાય કૂવામાં પડી હોવાની જાણ થતા જ ચિતલીયા ગામના સરપંચ અશોકભાઈ બથવાર, ગૌપ્રેમી નરેશભાઈ દરેડ સહિત ગામના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કૂવો ઊંડો હોવાથી અને તેમાં પાણી પણ વધુ હોવાથી ગાયને બહાર કાઢવી પડકારજનક હતી, જેના માટે તાત્કાલિક ભારે મશીનરીની જરૂરિયાત જણાઈ હતી. તંત્ર અને ગ્રામજનોનું સંકલન આ કપરી પરિસ્થિતિમાં જસદણ મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ વિલંબ કર્યા વગર તાત્કાલિક મશીનરીની વ્યવસ્થા કરી આપી, જેને પગલે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો અને મશીનરીને સંયુક્ત પ્રયાસોથી કલાકોની મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ગૌમાતાનો જીવ બચી જતાં હાજર લોકો એ નગરપાલિકા અને મામલદાર નો આભાર માન્યો હતો તસવીરો કરશન બામટા આટકોટ4
- બેંકીંગ, અમરેલી..... રાજુલા... T-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું ભારત......... T-20 વર્લ્ડ કપમાં ભારતની જીત મેળવ્યા બાદ રાજુલામાં ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ........ રાજુલા પોલીસ અને માર્કેટિંગ યાર્ડ ખાતે ક્રિકેટ પ્રેમીઓએ ભારતની જીતનો જશ્ન મનાવ્યો........ ઢોલ નગારા અને ત્રિરંગા સાથે લોકોએ કરી જીતની ઉજવણી........ ઇન્ડીયા ઇન્ડિયા, ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારાઓ લગાવ્યા...... T-20 વર્લ્ડ કપમાં ભારત ઐતિહાસિક જીતની ઉજવણી કરતા રાજુલા શહેરજનો.........1
- T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી દેશનું ગૌરવ વધારતા દેશભરમાં ખુશીની લહેર ફેલાઈ છે. આ ઐતિહાસિક જીતની ઉજવણી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પણ ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. ભારતની જીત નિશ્ચિત થતા જ રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. શહેરમાં ઢોલ-નગારા વાગતા હતા અને લોકો તિરંગા લહેરાવી “ભારત માતા કી જય” અને “હિંદુસ્તાન જિંદાબાદ” જેવા દેશભક્તિના નારા લગાવી આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ફટાકડાઓ ફોડીને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. નાના બાળકો થી લઈને યુવાનો અને વડીલો સુધી સૌ કોઈ ભારતની જીતને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ રીતે T20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત બાદ રાજુલા શહેરમાં દેશપ્રેમ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચાચરિયા પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 9 માર્ચ 2026ના રોજ દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે ‘મેઘાણી વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂલકાઓ અને શિક્ષકોએ મેઘાણીજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મેઘાણીજીના પ્રખ્યાત ગીતો અને કાવ્યો રજૂ કરી સાહિત્યરસિક વાતાવરણ સર્જ્યું હતું. “અષાઢી સાંજનાં અંબર ગાજે”, “ખમ્મા વિરાને જાવું”, “મારે ઘેર આવજે બેની”, “ભેટે ઝુલે છે તલવાર”, “ચારણકન્યા”, “છેલ્લો કટોરો ઝેરનો”, “આભમાં ઉગેલ ચાંદલો”, “આભમાં જીણી ઝબુકે વિજળી”, “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ”, “સુના સમંદરની પાળે”, “રક્ત ટપકતી સો સો ઝોળી” અને “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” જેવા જાજરમાન ગીતોથી શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું શાળાની દીકરીઓ દ્વારા “ઝાડ માથે જુમકડું” ગીત પર અભિનય પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો. આ પ્રસંગે શાળાના ઉત્સાહી સારસ્વત પ્રવીણભાઈ ખાચરે મેઘાણીજીના જીવન, સાહિત્ય અને તેમની રચનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સાથે જ મેઘાણીજીના જીવનના પ્રેરક પ્રસંગો તથા સૌરાષ્ટ્રની રસધાર વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારના સહિયારા પ્રયાસોથી સાહિત્યની દુનિયાના કોહિનૂર સમાન ઝવેરચંદ મેઘાણીજીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકસાહિત્યના મહાન સર્જકને સાચા અર્થમાં વંદના કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ભાભર ખાતે યોજાયો ભાભર ખાતે રઘુવંશી સમાજના સમૂહ લગ્ન મહોત્સવમાં 6 યુગલો પ્રભુતામાં જોડાયા ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો ઐતિહાસિક સમૂહ લગ્ન મહોત્સવ | ભાભર સમાચાર ભાભર ખાતે 41મો રઘુવંશી સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો સાધુ સંતોના આશીર્વાદ વચ્ચે 6 યુગલો પ્રભુતામાં જોડાયા | ભાભર સમૂહ લગ્ન રઘુવંશી સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ઉત્તર ગુજરાતના ભાભર ખાતે લોહાણા સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ ભાભર સમાચાર : રઘુવંશી લોહાણા સમાજના સમૂહ લગ્ન મહોત્સવની ઝલક સમાજની સાક્ષીએ 6 યુગલો પ્રભુતામાં જોડાયા | ભાભર લોહાણા સમાજ ઉત્તર ગુજરાત લોહાણા સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ | Samuh Lagna Bhabhar 2026 જો તમને જોઈએ તો હું વાયરલ થવા માટે 10 ખૂબ જ શક્તિશાળી YouTube SEO ટાઇટલ (ન્યૂઝ ચેનલ સ્ટાઈલ) પણ બનાવી આપી શકું. 📈1
- અમરેલી ના કાર્ય સીલ ધારાસભ્ય દ્વારા અમરેલી ટાવર ને રેનોવેશન માટે કરાયું ખાત મુહર્ત1
- ભારત ફરી બન્યું ચેમ્પિયન : ઇન્ડિયાની ફાઈનલમાં જીત થતાજ જામનગર વાસીઓમાં ખુશીનો પ્રસંગ.1