logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

થરાદ ખાતે ટ્રાફિક ડ્રાઇવ : બ્લેક ફિલ્મ ઉતારી કાયદાની સમજણ અપાઈ થરાદ ખાતે વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન વાહનો પર લગાવેલી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી અને વાહનચાલકોને ટ્રાફિક નિયમો અંગે સમજણ આપવામાં આવી હતી. આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી, પેરોલ-ફર્લો સ્ક્વોડ, હેડ ક્વાર્ટર, જિલ્લા ટ્રાફિક તથા થરાદ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આગામી દિવસોમાં આવનાર ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડ્રાઇવ દરમિયાન પોલીસે નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. જેમાં કુલ ૧૨ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. તેમજ રૂ. ૧૩,૫૦૦નો સ્થળ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રોહી કબ્જાના ૧૨ કેસ નોંધાયા હતા. તેમજ BNS કલમ ૨૮૫ અને ૨૮૧ મુજબ જાહેર રસ્તામાં અડચણ ઉભી કરવી અને પૂર ઝડપે વાહન ચલાવવાના ૪ કેસ પણ નોંધવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા અપીલ કરવામાં આવી હતી.

4 hrs ago
user_Vaghela Janak
Vaghela Janak
Media house થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
4 hrs ago

થરાદ ખાતે ટ્રાફિક ડ્રાઇવ : બ્લેક ફિલ્મ ઉતારી કાયદાની સમજણ અપાઈ થરાદ ખાતે વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન વાહનો પર લગાવેલી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી અને વાહનચાલકોને ટ્રાફિક નિયમો અંગે સમજણ આપવામાં આવી હતી. આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબના

માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી, પેરોલ-ફર્લો સ્ક્વોડ, હેડ ક્વાર્ટર, જિલ્લા ટ્રાફિક તથા થરાદ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આગામી દિવસોમાં આવનાર ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડ્રાઇવ દરમિયાન પોલીસે નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. જેમાં કુલ ૧૨ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા.

તેમજ રૂ. ૧૩,૫૦૦નો સ્થળ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રોહી કબ્જાના ૧૨ કેસ નોંધાયા હતા. તેમજ BNS કલમ ૨૮૫ અને ૨૮૧ મુજબ જાહેર રસ્તામાં અડચણ ઉભી કરવી અને પૂર ઝડપે વાહન ચલાવવાના ૪ કેસ પણ નોંધવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા અપીલ કરવામાં આવી હતી.

More news from Banas Kantha and nearby areas
  • केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह ने LPG गैस का बड़ा टैंकर ईरान से आने पर कहा, "मैं पीएम मोदी को आभार प्रकट करता हूं उनका इतना रुतबा दुनियाभर में कि मोदी जी की बात को कोई नहीं टालता...जब बाकि तमाम मुल्कों की गैस रुक दी गई है पीएम मोदी के एक फोन के बाद आज हमारे समुद्री जहाज वहां से रवाना हो चुके हैं।"
    1
    केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह ने LPG गैस का बड़ा टैंकर ईरान से आने पर कहा, "मैं पीएम मोदी को आभार प्रकट करता हूं उनका इतना रुतबा दुनियाभर में कि मोदी जी की बात को कोई नहीं टालता...जब बाकि तमाम मुल्कों की गैस रुक दी गई है पीएम मोदी के एक फोन के बाद आज हमारे समुद्री जहाज वहां से रवाना हो चुके हैं।"
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    6 hrs ago
  • પોશીના તાલુકાના ગુણ ભાખરી ગામે આવેલ પ્રાચીન મહાદેવ મંદિર એવા ચિત્ર વિચિત્ર વર મંદિર ખાતે પોશીના ભાજપ મંડળની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ નવ નિયુક્ત જિલ્લા પ્રભારી બ્રિજેશ રાજસિંહ ઝાલા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ભાજપ પ્રમુખ લુકેશભાઈ સોલંકી પોશીના તાલુકા મંડળના પ્રભારી રાજેશભાઈ પરમાર તાલુકા મંડળ પ્રમુખ કલ્પેશભાઈ પારગી મહામંત્રી ચીમનભાઈ ગમાર તેમજ તાલુકા સદસ્યોની સાથે જિલ્લા સદસ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ
    1
    પોશીના તાલુકાના ગુણ ભાખરી ગામે આવેલ પ્રાચીન મહાદેવ મંદિર એવા ચિત્ર વિચિત્ર વર મંદિર ખાતે પોશીના ભાજપ મંડળની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ નવ નિયુક્ત જિલ્લા પ્રભારી બ્રિજેશ રાજસિંહ ઝાલા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ભાજપ પ્રમુખ લુકેશભાઈ સોલંકી પોશીના તાલુકા મંડળના પ્રભારી રાજેશભાઈ પરમાર તાલુકા મંડળ પ્રમુખ કલ્પેશભાઈ પારગી મહામંત્રી ચીમનભાઈ ગમાર તેમજ તાલુકા સદસ્યોની સાથે જિલ્લા સદસ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    9 hrs ago
  • લાડોલ હિટ એન્ડ રન ની ઘટના ગુટકા લેવા ગયેલા પરપ્રાંતીય યુવક ને અજાણ્યા વાહન ચાલકની બેદરકારીથી મોત, ગરીબ પરિવારને ન્યાય મળે તેવી માંગ વિજાપુર તાલુકાના લાડોલ ગામ પાસેના હાઇવે રોડ પર ફરી એકવાર હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકની અતિ ઝડપ અને ગફલતભરી ડ્રાઇવિંગને કારણે ૨૫ વર્ષીય યુવાન જીતુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ માર્ગે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી અકસ્માતની ઘટનાઓ વારંવાર બની છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. લાડોલ પોલીસ સ્ટેશન નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટના તા. ૧૩ માર્ચ ૨૦૨૬ના સાંજના આશરે ૭:૩૦ વાગ્યે લાડોલના ગણપતિ મંદિર સામે બંધ પેટ્રોલ પંપ આગળ બની હતી. જીતુભાઈ ગુટકા લેવા ગામ તરફ જઈ રહ્યા હતા અને પગપાળા ચાલતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારીને તેમને ટક્કર મારી. માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આરોપી વાહન ચાલક ઘટના બાદ વાહન લઈને ફરાર થઈ ગયો છે. મૃતક જીતુભાઈના મોટા ભાઈ કેરાજી રાજાજી (ઉંમર ૩૦ વર્ષ, જાતિ ભીલ)એ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પરિવાર અત્યંત ગરીબ છે. કેરાજીભાઈ તેમની પત્ની લક્ષ્મીબેન સાથે પટેલ દિલીપભાઈ અંબાલાલની ખેડીમાં દિવસના મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ચાર સંતાનો છે – ત્રણ દીકરી અને એક દીકરો. જીતુભાઈ પણ પરિવારની આર્થિક મદદ કરતા હતા. માતા પાઉલબેન પણ મજૂરી કરે છે. આવા ગરીબ પરિવાર માટે ભાઈનું મોત એક મોટો આર્થિક તેમજ ભાવનાત્મક આઘાત છે. પરિવારજનોએ પોલીસ સમક્ષ આક્રોશપૂર્વક માંગ કરી છે કે અજાણ્યા વાહન ચાલકની ઝડપી ધરપકડ કરી તેને કડક સજા થાય અને તેમને ન્યાય મળે. કેરાજીભાઈએ કહ્યું, “આ માર્ગે અગાઉ પણ કેટલીક વખત આવી ઘટનાઓ બની છે, પણ કોઈની પરવા થતી નથી. અમારા જેવા ગરીબ મજૂરોના જીવનની કિંમત કોઈને નથી. પોલીસ સાહેબો અમને ન્યાય આપે.” લાડોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બી.એન.એસ.એસ.ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધીને પી આઈ રબારી એ તપાસ નો ધમધમાટ શરૂ કર્યું છે સીસીટીવી ફૂટેજ અને આસપાસના પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીની ધરપકડ માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. આ ઘટના સ્થાનિક લોકોમાં રોડ સેફ્ટી અંગે ચર્ચા તેજ કરી રહી છે. પરિવારની આ માંગને લઈને તંત્રે ત્વરિત કાર્યવાહી કરી આ ગરીબ પરિવારને ન્યાય આપવા જરૂરી છે.
    1
    લાડોલ હિટ એન્ડ રન ની ઘટના ગુટકા લેવા ગયેલા પરપ્રાંતીય યુવક ને અજાણ્યા વાહન ચાલકની બેદરકારીથી મોત, ગરીબ પરિવારને ન્યાય મળે તેવી માંગ
વિજાપુર તાલુકાના લાડોલ ગામ પાસેના હાઇવે રોડ પર ફરી એકવાર હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકની અતિ ઝડપ અને ગફલતભરી ડ્રાઇવિંગને કારણે ૨૫ વર્ષીય યુવાન જીતુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ માર્ગે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી અકસ્માતની ઘટનાઓ વારંવાર બની છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે.
લાડોલ પોલીસ સ્ટેશન નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટના તા. ૧૩ માર્ચ ૨૦૨૬ના સાંજના આશરે ૭:૩૦ વાગ્યે લાડોલના ગણપતિ મંદિર સામે બંધ પેટ્રોલ પંપ આગળ બની હતી. જીતુભાઈ ગુટકા લેવા ગામ તરફ જઈ રહ્યા હતા અને પગપાળા ચાલતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારીને તેમને ટક્કર મારી. માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આરોપી વાહન ચાલક ઘટના બાદ વાહન લઈને ફરાર થઈ ગયો છે.
મૃતક જીતુભાઈના મોટા ભાઈ કેરાજી રાજાજી (ઉંમર ૩૦ વર્ષ, જાતિ ભીલ)એ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પરિવાર અત્યંત ગરીબ છે. કેરાજીભાઈ તેમની પત્ની લક્ષ્મીબેન સાથે પટેલ દિલીપભાઈ અંબાલાલની ખેડીમાં દિવસના મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ચાર સંતાનો છે – ત્રણ દીકરી અને એક દીકરો. જીતુભાઈ પણ પરિવારની આર્થિક મદદ કરતા હતા. માતા પાઉલબેન પણ મજૂરી કરે છે. આવા ગરીબ પરિવાર માટે ભાઈનું મોત એક મોટો આર્થિક તેમજ ભાવનાત્મક આઘાત છે.
પરિવારજનોએ પોલીસ સમક્ષ આક્રોશપૂર્વક માંગ કરી છે કે અજાણ્યા વાહન ચાલકની ઝડપી ધરપકડ કરી તેને કડક સજા થાય અને તેમને ન્યાય મળે. કેરાજીભાઈએ કહ્યું, “આ માર્ગે અગાઉ પણ કેટલીક વખત આવી ઘટનાઓ બની છે, પણ કોઈની પરવા થતી નથી. અમારા જેવા ગરીબ મજૂરોના જીવનની કિંમત કોઈને નથી. પોલીસ સાહેબો અમને ન્યાય આપે.”
લાડોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બી.એન.એસ.એસ.ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધીને પી આઈ રબારી એ તપાસ નો ધમધમાટ શરૂ કર્યું છે સીસીટીવી ફૂટેજ અને આસપાસના પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીની ધરપકડ માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.
આ ઘટના સ્થાનિક લોકોમાં રોડ સેફ્ટી અંગે ચર્ચા તેજ કરી રહી છે. પરિવારની આ માંગને લઈને તંત્રે ત્વરિત કાર્યવાહી કરી આ ગરીબ પરિવારને ન્યાય આપવા જરૂરી છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    16 hrs ago
  • પોશીના તાલુકાના ગુણભાખરી ગામે આવેલ પ્રાચીન મંદિર એવા ચિત્ર વિચિત્રવર મંદિર ખાતે પોશીના ભાજપ મંડળ ની મીટીંગ ની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ નવનિયુક્ત જિલ્લા પ્રભારી બ્રિજેશ રાજસિંહ ઝાલા રાજ્યસભા સાંસદ રમીલાબેન દ્વારા ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ભાજપ ઉપપ્રમુખ લુકેશભાઈ સોલંકી પોશીના તાલુકા મંડળના પ્રભારી રાજેશભાઈ પરમાર તાલુકા મંડળ પ્રમુખ કલ્પેશભાઈ પારગી મહામંત્રી ચીમનભાઈ ગમાર તેમજ તાલુકા સદસ્યોની સાથે જિલ્લા સદસ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ
    1
    પોશીના તાલુકાના ગુણભાખરી ગામે આવેલ પ્રાચીન  મંદિર એવા ચિત્ર વિચિત્રવર મંદિર ખાતે પોશીના ભાજપ મંડળ ની મીટીંગ ની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ નવનિયુક્ત જિલ્લા પ્રભારી બ્રિજેશ રાજસિંહ ઝાલા રાજ્યસભા સાંસદ રમીલાબેન દ્વારા ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ભાજપ ઉપપ્રમુખ લુકેશભાઈ સોલંકી પોશીના તાલુકા મંડળના પ્રભારી રાજેશભાઈ પરમાર તાલુકા મંડળ પ્રમુખ કલ્પેશભાઈ પારગી મહામંત્રી ચીમનભાઈ ગમાર તેમજ તાલુકા સદસ્યોની સાથે જિલ્લા સદસ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    9 hrs ago
  • ઈડર તાલુકાના બડોલી ગામે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નારિયેળના રેશામાંથી વિવિધ આર્ટિકલ બનાવવાની કૌશલ્ય વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા તા. 9 માર્ચ 2026 થી 24 માર્ચ 2026 સુધી આ તાલીમ યોજાઈ રહી છે. આ તાલીમમાં હાલમાં આશરે 25 મહિલાઓ ભાગ લઈ રહી છે અને નારિયેળના રેશાથી ઉપયોગી તથા હસ્તકલાત્મક વસ્તુઓ બનાવવાની કળા શીખી રહી છે. ગામના જ ઇન્દુસિંહ રાઠોડ દ્વારા મહિલાઓને પ્રાયોગિક માર્ગદર્શન સાથે તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ શિબિરની બડોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પટેલે મુલાકાત લઈ મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓ તથા સૂચનો સાંભળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામની વધુમાં વધુ બહેનો આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જોડાય અને આત્મનિર્ભર બને તે માટે પ્રયત્નો કરવામાં આવશે. મહિલાઓને આગળ વધવા માટે જ્યાં જ્યાં પંચાયતની જરૂર પડશે ત્યાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. આ તાલીમ શિબિર મહિલાઓ માટે રોજગારના નવા અવસર ઉભા કરવા તેમજ ગ્રામ્ય સ્તરે સ્વરોજગારને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહી છે.
    1
    ઈડર તાલુકાના બડોલી ગામે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નારિયેળના રેશામાંથી વિવિધ આર્ટિકલ બનાવવાની કૌશલ્ય વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા તા. 9 માર્ચ 2026 થી 24 માર્ચ 2026 સુધી આ તાલીમ યોજાઈ રહી છે.
આ તાલીમમાં હાલમાં આશરે 25 મહિલાઓ ભાગ લઈ રહી છે અને નારિયેળના રેશાથી ઉપયોગી તથા હસ્તકલાત્મક વસ્તુઓ બનાવવાની કળા શીખી રહી છે. ગામના જ ઇન્દુસિંહ રાઠોડ દ્વારા મહિલાઓને પ્રાયોગિક માર્ગદર્શન સાથે તાલીમ આપવામાં આવી રહી છે.
આ તાલીમ શિબિરની બડોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પટેલે મુલાકાત લઈ મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓ તથા સૂચનો સાંભળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામની વધુમાં વધુ બહેનો આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જોડાય અને આત્મનિર્ભર બને તે માટે પ્રયત્નો કરવામાં આવશે. મહિલાઓને આગળ વધવા માટે જ્યાં જ્યાં પંચાયતની જરૂર પડશે ત્યાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે.
આ તાલીમ શિબિર મહિલાઓ માટે રોજગારના નવા અવસર ઉભા કરવા તેમજ ગ્રામ્ય સ્તરે સ્વરોજગારને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • રસ્તા પર શાંતિથી ચાલવું પણ હવે ખતરનાક બની ગયું છે… આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે બીજી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા આરોપી કાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
    1
    રસ્તા પર શાંતિથી ચાલવું પણ હવે ખતરનાક બની ગયું છે…
આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે બીજી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા આરોપી કાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
    user_UNITED TIMES
    UNITED TIMES
    પ્રાંતિજ, સાબરકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    12 hrs ago
  • સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડુંગરમાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે ઈડર અને હિંમતનગર ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં 12 કલાકની જહેમત બાદ 27000 લીટર પાણીનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ડુંગર ઉપર કયા કારણોસર આગ લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ જાણવા મળી રહ્યું છે
    1
    સાબરકાંઠા જિલ્લાના ઈડરના ડુંગરમાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે ઈડર અને હિંમતનગર ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં 12 કલાકની જહેમત બાદ 27000 લીટર પાણીનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ડુંગર ઉપર કયા કારણોસર આગ લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ જાણવા મળી રહ્યું છે
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • અમદાવાદ ના “સાબરમતીમાં દારૂ-જુગાર મુદ્દે ઓડિયો થી ખળભળાટ”બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેદુ અને શેરૂ વહીવટદાર ના સગા છે કે શું....?? ધ્યાન થી સાંભળો આ ઓડિયો ને....!! સાબરમતી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને જુગારના મુદ્દે ફરી ચર્ચા ગરમાઈ છે. સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આ ઓડિયો ક્લિપમાં સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા ના વહીવટદાર કુલદીપસિંહ ધ્વાર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધા અને વહીવટ અંગે ચર્ચા કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે. અને આ ધંધા ના ખુલાસા ના કરવા બાબતે ચર્ચા કરતો કુલદીપસિંહ ... છતાં સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આ મામલે સત્ય બહાર આવશે તો ઘણી બાબતો સામે આવી શકે છે. હવે લોકોની નજર પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગ પર ટકેલી છે કે આ ઓડિયો ના આધારે સંબંધિત અધિકારી અને વહીવટદાર કુલદીપસિંહ અને તેની ટીમ ની તપાસ કરવામાં આવશે કે નહીં જો વધુ તપાસ થાય તો આમાં ઉપરના મોટા અધિકારી અને વધુ લોકો ની સંડોવણી જાહેર થઈ શકે છે . હવે જોવાનું એ રહ્યું આમાં આગળ શું કાર્યવાહી થશે ...???
    1
    અમદાવાદ ના “સાબરમતીમાં દારૂ-જુગાર મુદ્દે ઓડિયો થી ખળભળાટ”બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેદુ અને શેરૂ વહીવટદાર ના સગા છે કે શું....??
ધ્યાન થી સાંભળો આ ઓડિયો ને....!!
સાબરમતી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને જુગારના મુદ્દે ફરી ચર્ચા ગરમાઈ છે. 
સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આ ઓડિયો ક્લિપમાં   સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા ના વહીવટદાર કુલદીપસિંહ ધ્વાર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધા અને વહીવટ અંગે ચર્ચા કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે. અને આ ધંધા ના ખુલાસા ના કરવા બાબતે ચર્ચા કરતો કુલદીપસિંહ ...
છતાં સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આ મામલે સત્ય બહાર આવશે તો ઘણી બાબતો સામે આવી શકે છે.
હવે લોકોની નજર પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગ પર ટકેલી છે કે આ  ઓડિયો ના  આધારે સંબંધિત અધિકારી અને વહીવટદાર કુલદીપસિંહ  અને તેની ટીમ ની તપાસ કરવામાં આવશે કે નહીં
જો  વધુ તપાસ થાય તો આમાં ઉપરના મોટા અધિકારી અને વધુ લોકો ની સંડોવણી જાહેર થઈ શકે છે .
હવે જોવાનું એ રહ્યું આમાં આગળ શું કાર્યવાહી થશે ...???
    user_Rathod Pramodsinh
    Rathod Pramodsinh
    TV News Anchor સાબરમતી, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.