Shuru
Apke Nagar Ki App…
तमाम मुल्कों की गैस रुक दी गई है पीएम मोदी के एक फोन के बाद आज हमारे समुद्री जहाज वहां से रवाना हो चुके हैं केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह ने LPG गैस का बड़ा टैंकर ईरान से आने पर कहा, "मैं पीएम मोदी को आभार प्रकट करता हूं उनका इतना रुतबा दुनियाभर में कि मोदी जी की बात को कोई नहीं टालता...जब बाकि तमाम मुल्कों की गैस रुक दी गई है पीएम मोदी के एक फोन के बाद आज हमारे समुद्री जहाज वहां से रवाना हो चुके हैं।"
Nationgujarat.com
तमाम मुल्कों की गैस रुक दी गई है पीएम मोदी के एक फोन के बाद आज हमारे समुद्री जहाज वहां से रवाना हो चुके हैं केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह ने LPG गैस का बड़ा टैंकर ईरान से आने पर कहा, "मैं पीएम मोदी को आभार प्रकट करता हूं उनका इतना रुतबा दुनियाभर में कि मोदी जी की बात को कोई नहीं टालता...जब बाकि तमाम मुल्कों की गैस रुक दी गई है पीएम मोदी के एक फोन के बाद आज हमारे समुद्री जहाज वहां से रवाना हो चुके हैं।"
More news from Banas Kantha and nearby areas
- Post by Nationgujarat.com1
- દિયોદર તેરવાડા કેનાલમાં આજે કોઈ મહિલાએ પોતાના બાળક સાથે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા ના પગલે સ્થાનિક તરવૈયા દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં આજુ બાજુ વિસ્તારમાંથી લોકો કેનાલ પર દોડી આવ્યા હતા મહિલા કોણ છે તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી1
- પોશીના તાલુકાના ગુણભાખરી ગામે આવેલ પ્રાચીન મંદિર એવા ચિત્ર વિચિત્રવર મંદિર ખાતે પોશીના ભાજપ મંડળ ની મીટીંગ ની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ નવનિયુક્ત જિલ્લા પ્રભારી બ્રિજેશ રાજસિંહ ઝાલા રાજ્યસભા સાંસદ રમીલાબેન દ્વારા ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ભાજપ ઉપપ્રમુખ લુકેશભાઈ સોલંકી પોશીના તાલુકા મંડળના પ્રભારી રાજેશભાઈ પરમાર તાલુકા મંડળ પ્રમુખ કલ્પેશભાઈ પારગી મહામંત્રી ચીમનભાઈ ગમાર તેમજ તાલુકા સદસ્યોની સાથે જિલ્લા સદસ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ1
- પોશીના તાલુકાના ગુણ ભાખરી ગામે આવેલ પ્રાચીન મહાદેવ મંદિર એવા ચિત્ર વિચિત્ર વર મંદિર ખાતે પોશીના ભાજપ મંડળની ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ નવ નિયુક્ત જિલ્લા પ્રભારી બ્રિજેશ રાજસિંહ ઝાલા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ ભાજપ પ્રમુખ લુકેશભાઈ સોલંકી પોશીના તાલુકા મંડળના પ્રભારી રાજેશભાઈ પરમાર તાલુકા મંડળ પ્રમુખ કલ્પેશભાઈ પારગી મહામંત્રી ચીમનભાઈ ગમાર તેમજ તાલુકા સદસ્યોની સાથે જિલ્લા સદસ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ1
- ઈડર તાલુકાના બડોલી ગામે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નારિયેળના રેશામાંથી વિવિધ આર્ટિકલ બનાવવાની કૌશલ્ય વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા તા. 9 માર્ચ 2026 થી 24 માર્ચ 2026 સુધી આ તાલીમ યોજાઈ રહી છે. આ તાલીમમાં હાલમાં આશરે 25 મહિલાઓ ભાગ લઈ રહી છે અને નારિયેળના રેશાથી ઉપયોગી તથા હસ્તકલાત્મક વસ્તુઓ બનાવવાની કળા શીખી રહી છે. ગામના જ ઇન્દુસિંહ રાઠોડ દ્વારા મહિલાઓને પ્રાયોગિક માર્ગદર્શન સાથે તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ શિબિરની બડોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પટેલે મુલાકાત લઈ મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓ તથા સૂચનો સાંભળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામની વધુમાં વધુ બહેનો આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જોડાય અને આત્મનિર્ભર બને તે માટે પ્રયત્નો કરવામાં આવશે. મહિલાઓને આગળ વધવા માટે જ્યાં જ્યાં પંચાયતની જરૂર પડશે ત્યાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. આ તાલીમ શિબિર મહિલાઓ માટે રોજગારના નવા અવસર ઉભા કરવા તેમજ ગ્રામ્ય સ્તરે સ્વરોજગારને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહી છે.1
- Post by Pooja patel1
- પ્રેમીએ ગળામાં બ્લેડ મારી, જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો – યુવતી હોસ્પિટલમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 21 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ જાનથી મારી નાખવાના ઇરાદે ગળામાં બ્લેડ (પતરી) વડે હુમલો કર્યો હતો. આ ઘટના 12 માર્ચ, 2026ની રાત્રે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર બની હતી. માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપી બાપુસિંહ પૃથ્વીસિંહ રાઠોડ (રહે. અનોડીયા ગામ, ડોડીપાળ, તા. માણસા) છેલ્લા ત્રણ વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત અને મુલાકાતો થતી હતી. આરોપી પોતે પરણિત હોવા છતાં યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો. ગત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ યુવતીનું બીજા વ્યક્તિ સાથે સગપણ નક્કી થતાં આરોપીએ તેને તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ધમકીઓના ભયથી યુવતી તેની સાથે જવા માટે સહમત થઈ ગઈ હતી. 10 માર્ચ, 2026ની રાત્રે આરોપીએ ક્યાંકથી ઘેનની ગોળી લાવીને યુવતીને આપી અને તેના કહેવા મુજબ તેણે તે ગોળી દૂધમાં ભેળવીને પોતાના માતા-પિતા તથા દાદીને આપી દીધી હતી. રાત્રે આશરે 12 વાગ્યે ઘરના સભ્યો સૂઈ ગયા પછી આરોપીએ યુવતીને ફોન કરીને ઘરેથી બહાર કાઢી અને પ્લેઝર બાઇક પર બેસાડીને બનાસકાંઠા જિલ્લાના ટોણા ગામ તરફ લઈ ગયો. 12 માર્ચની સાંજે યુવતીના સગા-સંબંધીઓએ માણસા પોલીસની મદદથી બંનેને શોધી કાઢ્યા અને ફોર-વ્હીલરમાં બેસાડીને પરત લાવવા શરૂ કર્યું. રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર આવતા આરોપીએ અચાનક પોતાની પાસે છુપાવેલી બ્લેડ કાઢીને યુવતીના ગળામાં હુમલો કર્યો. તેણે પોતાના ગળામાં પણ પતરી મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ અને સાથી વ્યક્તિઓએ તેને રોકી લીધો. આ હુમલામાં યુવતીને ગળામાં ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું, જ્યારે આરોપીને પણ સામાન્ય ઘસરકાની ઈજા થઈ. બંનેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી. માણસા પોલીસે આ ઘટનાને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) (મર્ડરનો પ્રયાસ) અને 351(3) (જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને પરિવારોમાં ચિંતાનું વાતાવરણ છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને આવા કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સંપર્ક કરવાની અપીલ કરી છે.1
- केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह ने LPG गैस का बड़ा टैंकर ईरान से आने पर कहा, "मैं पीएम मोदी को आभार प्रकट करता हूं उनका इतना रुतबा दुनियाभर में कि मोदी जी की बात को कोई नहीं टालता...जब बाकि तमाम मुल्कों की गैस रुक दी गई है पीएम मोदी के एक फोन के बाद आज हमारे समुद्री जहाज वहां से रवाना हो चुके हैं।"1