logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બ્રેકિંગ ન્યૂઝ: આંબાઘાટા ઢાળ પર કપચી ભરેલી ટ્રક પલટી, મોટી હોનારત ટળી સ્થળ: આંબાઘાટા ઢાળ (ગુજરાત) સમાચાર વિગત: આંબાઘાટા ઢાળ પાસે આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. કપચી (મેટલ) ભરીને જઈ રહેલી એક ટાટા (TATA) કંપનીની ટ્રક (નંબર: GJ 02 B T 2395) અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં પલટી મારી ગઈ હતી. વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે ટ્રક પલટી મારી જતાં તેમાં ભરેલી તમામ કપચી રસ્તાની એક બાજુ ઢગલો થઈ ગઈ હતી. ટ્રકની બોડી અને નીચેના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મોટો જાનમાલનો અકસ્માત થતા ટળ્યો છે

11 hrs ago
user_Vishnu thakor
Vishnu thakor
Local News Reporter Danta, Banas Kantha•
11 hrs ago
411f158b-942b-4f5b-9a20-fc5864380fb2
1dd39e0e-e0fb-4729-b3f1-4c5e9bfd58a6

બ્રેકિંગ ન્યૂઝ: આંબાઘાટા ઢાળ પર કપચી ભરેલી ટ્રક પલટી, મોટી હોનારત ટળી સ્થળ: આંબાઘાટા ઢાળ (ગુજરાત) સમાચાર વિગત: આંબાઘાટા ઢાળ પાસે આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. કપચી (મેટલ) ભરીને જઈ રહેલી એક ટાટા (TATA) કંપનીની ટ્રક (નંબર: GJ 02 B T 2395) અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં પલટી મારી ગઈ હતી. વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે ટ્રક પલટી મારી જતાં તેમાં ભરેલી તમામ કપચી રસ્તાની એક બાજુ ઢગલો થઈ ગઈ હતી. ટ્રકની બોડી અને નીચેના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મોટો જાનમાલનો અકસ્માત થતા ટળ્યો છે

More news from Banas Kantha and nearby areas
  • બ્રેકિંગ ન્યૂઝ: આંબાઘાટા ઢાળ પર કપચી ભરેલી ટ્રક પલટી, મોટી હોનારત ટળી સ્થળ: આંબાઘાટા ઢાળ (ગુજરાત) સમાચાર વિગત: આંબાઘાટા ઢાળ પાસે આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. કપચી (મેટલ) ભરીને જઈ રહેલી એક ટાટા (TATA) કંપનીની ટ્રક (નંબર: GJ 02 B T 2395) અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં પલટી મારી ગઈ હતી. વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે ટ્રક પલટી મારી જતાં તેમાં ભરેલી તમામ કપચી રસ્તાની એક બાજુ ઢગલો થઈ ગઈ હતી. ટ્રકની બોડી અને નીચેના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મોટો જાનમાલનો અકસ્માત થતા ટળ્યો છે
    3
    બ્રેકિંગ ન્યૂઝ: આંબાઘાટા ઢાળ પર કપચી ભરેલી ટ્રક પલટી, મોટી હોનારત ટળી
સ્થળ: આંબાઘાટા ઢાળ (ગુજરાત)
સમાચાર વિગત:
આંબાઘાટા ઢાળ પાસે આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. કપચી (મેટલ) ભરીને જઈ રહેલી એક ટાટા (TATA) કંપનીની ટ્રક (નંબર: GJ 02 B T 2395) અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં પલટી મારી ગઈ હતી.
વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે કે ટ્રક પલટી મારી જતાં તેમાં ભરેલી તમામ કપચી રસ્તાની એક બાજુ ઢગલો થઈ ગઈ હતી. ટ્રકની બોડી અને નીચેના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે.
રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મોટો જાનમાલનો અકસ્માત થતા ટળ્યો છે
    user_Vishnu thakor
    Vishnu thakor
    Local News Reporter Danta, Banas Kantha•
    11 hrs ago
  • લાંબડીયા બજાર ની અંદર રક્ષાબંધનને લઈ વેપારીઓ દ્વારા રાખડીઓના ઉભા કરવામાં આવેલ સ્ટોર ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસ ના પ્રત્યેક એવા રક્ષાબંધનના પર્વને લઈ પોશીના તાલુકાના લાંબડીયા ગામે વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં રાખડીઓના વેચાણના સ્ટોર ઉભા કરવામાં આવેલ લાંબડીયા આજુબાજુમાં આવેલ ગામોના લોકો લાબડિયા ગામે ખરીદી અને વેપાર માટે આવતા હોય ત્યારે રક્ષાબંધનને લઈ લાંબડીયા મુખ્ય બજાર માંડવી ચોક ત્રણ રસ્તા કોટડા રોડ સમેત લાબડીયા ના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા રાખડીઓના સ્ટોર લગાવવામાં આવેલ રક્ષાબંધનને લાંબડીયા કોટડા સમેત પોશીના ના ગામોમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો ખરીદારી અને રક્ષાબંધનને લઈ રાખડીઓની ખરીદી કરશે
    1
    લાંબડીયા બજાર ની અંદર રક્ષાબંધનને લઈ વેપારીઓ દ્વારા રાખડીઓના ઉભા કરવામાં આવેલ સ્ટોર
ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસ ના પ્રત્યેક એવા રક્ષાબંધનના પર્વને લઈ પોશીના તાલુકાના લાંબડીયા ગામે વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં રાખડીઓના વેચાણના સ્ટોર ઉભા કરવામાં આવેલ લાંબડીયા આજુબાજુમાં આવેલ ગામોના લોકો લાબડિયા ગામે ખરીદી અને વેપાર માટે આવતા હોય ત્યારે રક્ષાબંધનને લઈ લાંબડીયા મુખ્ય બજાર માંડવી ચોક ત્રણ રસ્તા કોટડા રોડ સમેત લાબડીયા ના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા રાખડીઓના સ્ટોર લગાવવામાં આવેલ રક્ષાબંધનને લાંબડીયા કોટડા સમેત પોશીના ના ગામોમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો ખરીદારી અને રક્ષાબંધનને લઈ રાખડીઓની ખરીદી કરશે
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    8 hrs ago
  • નારીયેળી પુનમ એ ખેડબ્રહ્મા અંબીકા માતાજી મંદિર એ કીડીયારુ ઉભરાયુ નારીયેળી પુનમ એ ખેડબ્રહ્મા અંબીકા માતાજી મંદિર એ કીડીયારુ ઉભરાયુ ખેડબ્રહ્મા સ્થિત ઐતિહાસિક અને પવિત્ર શ્રી અંબિકા માતાજી મંદિરે શ્રાવણ શુક્લ પૂનમ આજરોજ 28/08/2026 ને શુક્રવાર(નારિયેળી પૂનમ / રક્ષાબંધન) ના પાવન પર્વે ભક્તોનો ભારે મહેરામણ ઉમટી પડ્યુહતુ. આ દિવસે ગુજરાત તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી અંદાજે 1,00,000 જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી પોતાની જાત ને ધન્ય કરીહતી. ​આજ મંદિરના દર્શન તથા આરતીનો સમય મા ફેરફાર આ મુજબ રહ્યો હતો ​મંદિર સવારે સમય: સવારે 6:15 વાગે ખુલ્યુ હતુ ​ મંગલા આરતી: સવારે 6:30 વાગે કરાઈ હતી ​રાજભોગ: સવારે 11:30 વાગે કરવામા આવ્યો હતો આજરોજ ​સાંજ ની આરતી: સાંજે 7:00 વાગે કરાસે ​દર્શનનો સમય: સવારે 6:30 થી રાત્રે 9:45 વાગ્યા સુધી મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રહેશે ​આજરોજ આવનાર યાત્રાળુઓ માટે ટ્રસ્ટીઓ દ્વારાવિશેષ દર્શનની વ્યવસ્થાઓ કરવામા આવી હતી ખેડબ્રહ્મા પોલીસ એ ​સુરક્ષા અને ટ્રાફિક ની બાબતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ગોઠવ્યો હતો મંદિર પરિસર મા પ્રાઇવેટ સિક્યુરિટી અને સમગ્ર મંદિર પરિસરમાં સીસીટીવી (CCTV) કેમેરાથી સુસજ્જ નિરીક્ષણ હેઠળ વ્યવસ્થાપન કરાયુ હતુ ​ વાહનોના યોગ્ય સુવિધાજનક પાર્કિંગ અને ટ્રાફિક નિયમન માટે વિશેષ આયોજન. આજરોજ નજરે પડ્યુ હતુ ​યાત્રીકોઆટે પીવાનું પાણી: દર્શનાર્થીઓ માટે મંદિર પરિસરમાં 6 અલગ-અલગ જગ્યાએ ઠંડા પીવાના પાણીની સગવડ. કરાઈ છે ​આવનારા યાત્રીઓ માટે ભોજન પ્રસાદ: ની ખાસ અલાયદી સેવા ના ભાગ રૂપે માત્ર 20 રૂપીયા ટોકન દરથી શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરાઈ હતી આજરોજ ​મંદિર શણગાર પાવન પર્વ નિમિત્તે સમગ્ર મંદિરને મનોરમ્ય ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ​રક્ષાબંધન અને પૂનમના આ શુભ સમન્વયે ભાઈ-બહેન સાથે મળીને માં અંબિકાના ચરણોમાં શીશ નમાવી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
    1
    નારીયેળી પુનમ એ ખેડબ્રહ્મા અંબીકા માતાજી મંદિર એ કીડીયારુ ઉભરાયુ
નારીયેળી પુનમ એ ખેડબ્રહ્મા અંબીકા માતાજી મંદિર એ કીડીયારુ ઉભરાયુ
ખેડબ્રહ્મા સ્થિત ઐતિહાસિક અને પવિત્ર શ્રી અંબિકા માતાજી મંદિરે શ્રાવણ શુક્લ પૂનમ આજરોજ 28/08/2026 ને શુક્રવાર(નારિયેળી પૂનમ / રક્ષાબંધન) ના પાવન પર્વે ભક્તોનો ભારે મહેરામણ ઉમટી પડ્યુહતુ. આ દિવસે ગુજરાત તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી અંદાજે 1,00,000 જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી પોતાની જાત ને ધન્ય કરીહતી.
​આજ મંદિરના દર્શન તથા આરતીનો સમય મા ફેરફાર આ મુજબ રહ્યો હતો
​મંદિર સવારે સમય: સવારે 6:15 વાગે ખુલ્યુ હતુ 
​ મંગલા આરતી: સવારે 6:30 વાગે કરાઈ  હતી
​રાજભોગ: સવારે 11:30 વાગે કરવામા આવ્યો હતો
આજરોજ ​સાંજ ની આરતી: સાંજે 7:00 વાગે કરાસે
​દર્શનનો સમય: સવારે 6:30 થી રાત્રે 9:45 વાગ્યા સુધી મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રહેશે 
​આજરોજ આવનાર યાત્રાળુઓ માટે ટ્રસ્ટીઓ દ્વારાવિશેષ દર્શનની વ્યવસ્થાઓ કરવામા આવી હતી ખેડબ્રહ્મા પોલીસ એ ​સુરક્ષા અને ટ્રાફિક ની બાબતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ગોઠવ્યો હતો મંદિર પરિસર મા પ્રાઇવેટ સિક્યુરિટી અને સમગ્ર મંદિર પરિસરમાં સીસીટીવી (CCTV) કેમેરાથી સુસજ્જ નિરીક્ષણ હેઠળ વ્યવસ્થાપન કરાયુ હતુ
​ વાહનોના યોગ્ય સુવિધાજનક પાર્કિંગ અને ટ્રાફિક નિયમન માટે વિશેષ આયોજન. આજરોજ નજરે પડ્યુ હતુ
​યાત્રીકોઆટે પીવાનું પાણી: દર્શનાર્થીઓ માટે મંદિર પરિસરમાં 6 અલગ-અલગ જગ્યાએ ઠંડા પીવાના પાણીની સગવડ. કરાઈ છે
​આવનારા યાત્રીઓ માટે ભોજન પ્રસાદ: ની ખાસ અલાયદી સેવા ના ભાગ રૂપે  માત્ર 20 રૂપીયા ટોકન દરથી શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરાઈ હતી
આજરોજ ​મંદિર શણગાર પાવન પર્વ નિમિત્તે સમગ્ર મંદિરને મનોરમ્ય ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
​રક્ષાબંધન અને પૂનમના આ શુભ સમન્વયે ભાઈ-બહેન સાથે મળીને માં અંબિકાના ચરણોમાં શીશ નમાવી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનો તહેવાર નહીં, સમાજની સુરક્ષા અને એકતાનો સંકલ્પ પણ છે : સામાજિક કાર્યકર તરુણ પટેલ વિજાપુર, તા. 28 : રક્ષાબંધન પ્રેમ અને રક્ષણ સાથે સામાજિક એકતા તથા નાગરિક જવાબદારીનો સંકલ્પ લેવાનો અવસર છે, તેમ સામાજિક કાર્યકર તરુણ પટેલે જણાવ્યું હતું. તરુણ પટેલે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી તાલુકાની જનતાને અપીલ કરી હતી કે કાયદાનું પાલન કરે અને કોઈ ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિ જણાય તો કાયદો હાથમાં લીધા વિના સંબંધિત સત્તાધિકારીઓને જાણ કરે. તેમણે જણાવ્યું હતું કે નાગરિકોની જાગૃતિ, એકતા અને કાયદા પરનો વિશ્વાસ સમાજને સુરક્ષિત બનાવે છે. રક્ષાબંધન નિમિત્તે તેમણે સૌને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વિજાપુરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
    1
    રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનો તહેવાર નહીં, સમાજની સુરક્ષા અને એકતાનો સંકલ્પ પણ છે : સામાજિક કાર્યકર તરુણ પટેલ
વિજાપુર, તા. 28 : રક્ષાબંધન પ્રેમ અને રક્ષણ સાથે સામાજિક એકતા તથા નાગરિક જવાબદારીનો સંકલ્પ લેવાનો અવસર છે, તેમ સામાજિક કાર્યકર તરુણ પટેલે જણાવ્યું હતું.
તરુણ પટેલે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી તાલુકાની જનતાને અપીલ કરી હતી કે કાયદાનું પાલન કરે અને કોઈ ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિ જણાય તો કાયદો હાથમાં લીધા વિના સંબંધિત સત્તાધિકારીઓને જાણ કરે.
તેમણે જણાવ્યું હતું કે નાગરિકોની જાગૃતિ, એકતા અને કાયદા પરનો વિશ્વાસ સમાજને સુરક્ષિત બનાવે છે. રક્ષાબંધન નિમિત્તે તેમણે સૌને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વિજાપુરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    52 min ago
  • અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે જેલમાં સજા અર્થ રહેલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.. અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી, મોડાસા સબ જેલ ખાતે ગુજરાત જેલ વડાના માર્ગદર્શન હેઠળ મોડાસા સબ જેલ ના જેલર બી. એમ. પારગીના અધ્યક્ષ સ્થાને રક્ષાબંધન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સબ જેલમાં કેદીઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. જેલમાં રહેલા કેદીઓને રક્ષાબંધન પર્વ ને લઈને બહેનોએ ભાઈઓના લાંબા આયુષ્ય માટે મોડાસા સબ જેલ ખાતે પહોંચી પ્રાર્થના કરી હતી. જેલમાં બંધ ભાઈઓ ને રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જેલ વહીવટી તંત્ર નો બહેનોએ આભાર માન્યો હતો.
    4
    અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે જેલમાં સજા અર્થ રહેલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી..
અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી, મોડાસા સબ જેલ ખાતે ગુજરાત જેલ વડાના માર્ગદર્શન હેઠળ મોડાસા સબ જેલ ના જેલર બી. એમ. પારગીના અધ્યક્ષ સ્થાને રક્ષાબંધન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સબ જેલમાં કેદીઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. જેલમાં રહેલા કેદીઓને રક્ષાબંધન પર્વ ને લઈને બહેનોએ ભાઈઓના લાંબા આયુષ્ય માટે મોડાસા સબ જેલ ખાતે પહોંચી પ્રાર્થના કરી હતી. જેલમાં બંધ ભાઈઓ ને રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.  જેલ વહીવટી તંત્ર નો બહેનોએ આભાર માન્યો હતો.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    1 hr ago
  • મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના કેદીઓની આંખોમાં ખુશીના આંસુ, જેલ પરિસરમાં જોવા મળ્યું હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય
    1
    મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના
મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના
કેદીઓની આંખોમાં ખુશીના આંસુ, જેલ પરિસરમાં જોવા મળ્યું હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    2 hrs ago
  • મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડીનો આક્ષેપ - ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડીનો આક્ષેપ - ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી મુકેશ પટેલ અને પત્ની વર્ષાબેન સામે ફરિયાદ, ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી અલગ-અલગ હપ્તામાં રૂપિયા લીધાનો આક્ષેપ અરવલ્લી, મોડાસા : મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મોડાસાના સોનીવાડા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય આર્ચીબેન કડિયાએ મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આશરે ચાર વર્ષ અગાઉ મુકેશભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન સાથે ફરિયાદી પરિવારની ઓળખાણ થઈ હતી. ઓગસ્ટ 2025માં બંને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને મુકેશભાઈએ પોતે સ્પોર્ટ્સ વિભાગમાં અધિકારી તરીકે ઓર્ડર થવાનો હોવાનું જણાવી ફરિયાદીના ભાઈ મિતુલભાઈ તેમજ ફરિયાદીની બે માસીના દીકરાઓને સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી.આરોપીઓએ એક વ્યક્તિ દીઠ રૂ.25 લાખ ખર્ચ થશે તેમ કહી ત્રણેય માટે કુલ રૂ.75 લાખની રકમની માંગણી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં એડવાન્સ પેટે રકમ આપ્યા બાદ આરોપીઓ દ્વારા સમયાંતરે વધુ રકમની માંગણી કરવામાં આવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી અને તેના પરિવારજનો દ્વારા અલગ-અલગ તારીખે રોકડ તથા ઓનલાઇન વ્યવહાર મારફતે રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘરેણાં ગીરવે મૂકીને, માતાના દાગીના વેચીને તેમજ સંબંધીઓ અને ઓળખીતાઓના નામે લોન મેળવીને પણ આરોપીઓને રકમ ચૂકવાઈ હોવાનો આક્ષેપ છે. ફરિયાદી દ્વારા પોતાના મંગેતરના નામે લોન કરાવી રૂ.10 લાખ તથા મંગેતરના મિત્રના નામે લોન કરાવી રૂ.14 લાખ મેળવી આરોપીઓને આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીઓ રોકડમાં જ રૂપિયા આપવાનું કહેતા હોવાનું અને ઓનલાઇન વ્યવહાર કરવાથી ઉપરના અધિકારીઓને રૂપિયા આપવાની કામગીરીમાં મુશ્કેલી પડશે તેમ કહેતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમજ પરિવાર સાથે વિશ્વાસ જળવાઈ રહે તે માટે ‘અમો ક્યાં જતા નહીં રહીએ’ અને ‘તું અમારી દીકરી જેવી છે’ તેવી વાતો કરી વિશ્વાસમાં લીધાનો આક્ષેપ કરાયો છે.સમય પસાર થવા છતાં નોકરીના ઓર્ડર ન મળતા ફરિયાદી અને પરિવારજનોએ આરોપીઓ પાસે રૂપિયા પરત માંગ્યા હતા. દરમિયાન 19 જુલાઈ 2026ના રોજ આરોપીઓ પોતાનું મકાન ખાલી કરીને અન્યત્ર જતા રહ્યા હોવાનું પરિવારને જાણવા મળ્યું હતું. બાદમાં શામળાજી રોડ પર આવેલા કિટલી કાફે ખાતે આરોપીઓ મળ્યા હતા. ત્યાં રૂપિયા પરત માંગતા આરોપીઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, રૂ.88 લાખમાંથી રૂ.60 લાખ ઉપરી અધિકારીને આપી દીધા હોવાનું જણાવ્યું હતું અને હાલ પૈસાની સગવડ ન હોવાથી સગવડ થતાં રૂપિયા પરત આપવાની વાત કરી હતી.જોકે આજદિન સુધી રૂપિયા પરત ન મળતા આખરે આર્ચીબેન કડિયા દ્વારા તા.26 ઓગસ્ટ 2026ના રોજ મોડાસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને વર્ષાબેન મુકેશભાઈ પટેલ સામે સરકારી નોકરી અપાવવાના નામે કુલ રૂ.88 લાખ મેળવી નોકરી કે રૂપિયા પરત ન આપી છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ સાથે સંબંધિત દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    3
    મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડીનો આક્ષેપ - ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી
મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડીનો આક્ષેપ - ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી
મુકેશ પટેલ અને પત્ની વર્ષાબેન સામે ફરિયાદ, ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી અલગ-અલગ હપ્તામાં રૂપિયા લીધાનો આક્ષેપ
અરવલ્લી, મોડાસા : મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મોડાસાના સોનીવાડા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય આર્ચીબેન કડિયાએ મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આશરે ચાર વર્ષ અગાઉ મુકેશભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન સાથે ફરિયાદી પરિવારની ઓળખાણ થઈ હતી. ઓગસ્ટ 2025માં બંને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને મુકેશભાઈએ પોતે સ્પોર્ટ્સ વિભાગમાં અધિકારી તરીકે ઓર્ડર થવાનો હોવાનું જણાવી ફરિયાદીના ભાઈ મિતુલભાઈ તેમજ ફરિયાદીની બે માસીના દીકરાઓને સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી.આરોપીઓએ એક વ્યક્તિ દીઠ રૂ.25 લાખ ખર્ચ થશે તેમ કહી ત્રણેય માટે કુલ રૂ.75 લાખની રકમની માંગણી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં એડવાન્સ પેટે રકમ આપ્યા બાદ આરોપીઓ દ્વારા સમયાંતરે વધુ રકમની માંગણી કરવામાં આવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી અને તેના પરિવારજનો દ્વારા અલગ-અલગ તારીખે રોકડ તથા ઓનલાઇન વ્યવહાર મારફતે રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘરેણાં ગીરવે મૂકીને, માતાના દાગીના વેચીને તેમજ સંબંધીઓ અને ઓળખીતાઓના નામે લોન મેળવીને પણ આરોપીઓને રકમ ચૂકવાઈ હોવાનો આક્ષેપ છે. ફરિયાદી દ્વારા પોતાના મંગેતરના નામે લોન કરાવી રૂ.10 લાખ તથા મંગેતરના મિત્રના નામે લોન કરાવી રૂ.14 લાખ મેળવી આરોપીઓને આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
આરોપીઓ રોકડમાં જ રૂપિયા આપવાનું કહેતા હોવાનું અને ઓનલાઇન વ્યવહાર કરવાથી ઉપરના અધિકારીઓને રૂપિયા આપવાની કામગીરીમાં મુશ્કેલી પડશે તેમ કહેતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમજ પરિવાર સાથે વિશ્વાસ જળવાઈ રહે તે માટે ‘અમો ક્યાં જતા નહીં રહીએ’ અને ‘તું અમારી દીકરી જેવી છે’ તેવી વાતો કરી વિશ્વાસમાં લીધાનો આક્ષેપ કરાયો છે.સમય પસાર થવા છતાં નોકરીના ઓર્ડર ન મળતા ફરિયાદી અને પરિવારજનોએ આરોપીઓ પાસે રૂપિયા પરત માંગ્યા હતા. દરમિયાન 19 જુલાઈ 2026ના રોજ આરોપીઓ પોતાનું મકાન ખાલી કરીને અન્યત્ર જતા રહ્યા હોવાનું પરિવારને જાણવા મળ્યું હતું.
બાદમાં શામળાજી રોડ પર આવેલા કિટલી કાફે ખાતે આરોપીઓ મળ્યા હતા. ત્યાં રૂપિયા પરત માંગતા આરોપીઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, રૂ.88 લાખમાંથી રૂ.60 લાખ ઉપરી અધિકારીને આપી દીધા હોવાનું જણાવ્યું હતું અને હાલ પૈસાની સગવડ ન હોવાથી સગવડ થતાં રૂપિયા પરત આપવાની વાત કરી હતી.જોકે આજદિન સુધી રૂપિયા પરત ન મળતા આખરે આર્ચીબેન કડિયા દ્વારા તા.26 ઓગસ્ટ 2026ના રોજ મોડાસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને વર્ષાબેન મુકેશભાઈ પટેલ સામે સરકારી નોકરી અપાવવાના નામે કુલ રૂ.88 લાખ મેળવી નોકરી કે રૂપિયા પરત ન આપી છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ સાથે સંબંધિત દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    user_Hitendra patel
    Hitendra patel
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    2 hrs ago
  • વિજાપુરમાં ઈદે મિલાદુન્નબીની ધામધૂમથી ઉજવણી, ભવ્ય જુલૂસ સાથે શાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો વિજાપુરમાં ઈદે મિલાદુન્નબીની ધામધૂમથી ઉજવણી, ભવ્ય જુલૂસ સાથે શાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો વિજાપુર (મહેસાણા) : ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે પવિત્ર ઈદે મિલાદુન્નબીનો તહેવાર વિજાપુર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે શ્રદ્ધા, ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને મસ્જિદોમાં મિલાદ શરીફ તથા સલાતો-સલામના કાર્યક્રમો યોજાયા હતા. વહોરવાડની મોટી મસ્જિદ સહિત શહેરની અનેક મસ્જિદોમાં જિયારત તેમજ બાલ મુબારકના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર અવસર નિમિત્તે મસ્જિદો અને આસપાસના વિસ્તારોને રંગબેરંગી લાઈટિંગ તથા આકર્ષક સુશોભનથી સજાવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં આનંદ, આસ્થા અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. ઈદે મિલાદુન્નબીના પવિત્ર દિવસે મુસ્લિમ વિસ્તારોમાંથી ભવ્ય જુલૂસ પણ નીકળ્યો હતો. મદની કમિટી, હુસૈની કમિટી અને આશિયાના યંગ કમિટી સહિતની સ્થાનિક સંસ્થાઓના નેજા હેઠળ યોજાયેલા જુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં પરચમ લઈને શ્રદ્ધાળુઓએ નબી પાકની શાનમાં નારા લગાવ્યા હતા અને ઈશ્ક-એ-રસૂલના રંગમાં રંગાઈ સમગ્ર વાતાવરણને ધાર્મિક રંગે રંગી દીધું હતું. જુલૂસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતાં ઠેર-ઠેર લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુલૂસના માર્ગ પર વિવિધ સ્થળોએ પાણી, સરબત અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકો માટે પણ અવનવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને વ્યવસ્થાનો માહોલ જળવાઈ રહે તે માટે વિજાપુર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ખાસ તકેદારી રાખી હતી. સ્થાનિક આગેવાનોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નબી પાક સમગ્ર માનવજાત માટે રહેમત અને માર્ગદર્શક છે. તેમના જીવનમાંથી શાંતિ, પ્રેમ, ભાઈચારો, માનવતા અને સદ્ભાવનાનો સંદેશ મળે છે. ઈદે મિલાદુન્નબીની ઉજવણી માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતી સીમિત ન રહેતાં સમાજમાં એકતા અને માનવતાનો સંદેશ વધુ મજબૂત બને તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાંજના સમયે શહેરની વિવિધ કમિટીઓ અને સંસ્થાઓ દ્વારા ન્યાઝ તથા પ્રસાદીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને સૌએ સાથે મળીને ભોજનનો લાભ લીધો હતો. આમ વિજાપુરના મુસ્લિમ બિરાદરોએ પયગમ્બર સાહેબની શીખને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી શાંતિ, એકતા અને ભાઈચારાના વાતાવરણમાં ભવ્ય રીતે પૂર્ણ કરી હતી.
    1
    વિજાપુરમાં ઈદે મિલાદુન્નબીની ધામધૂમથી ઉજવણી, ભવ્ય જુલૂસ સાથે શાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો
વિજાપુરમાં ઈદે મિલાદુન્નબીની ધામધૂમથી ઉજવણી, ભવ્ય જુલૂસ સાથે શાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો
વિજાપુર (મહેસાણા) : ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે પવિત્ર ઈદે મિલાદુન્નબીનો તહેવાર વિજાપુર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે શ્રદ્ધા, ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને મસ્જિદોમાં મિલાદ શરીફ તથા સલાતો-સલામના કાર્યક્રમો યોજાયા હતા.
વહોરવાડની મોટી મસ્જિદ સહિત શહેરની અનેક મસ્જિદોમાં જિયારત તેમજ બાલ મુબારકના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર અવસર નિમિત્તે મસ્જિદો અને આસપાસના વિસ્તારોને રંગબેરંગી લાઈટિંગ તથા આકર્ષક સુશોભનથી સજાવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં આનંદ, આસ્થા અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
ઈદે મિલાદુન્નબીના પવિત્ર દિવસે મુસ્લિમ વિસ્તારોમાંથી ભવ્ય જુલૂસ પણ નીકળ્યો હતો. મદની કમિટી, હુસૈની કમિટી અને આશિયાના યંગ કમિટી સહિતની સ્થાનિક સંસ્થાઓના નેજા હેઠળ યોજાયેલા જુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં પરચમ લઈને શ્રદ્ધાળુઓએ નબી પાકની શાનમાં નારા લગાવ્યા હતા અને ઈશ્ક-એ-રસૂલના રંગમાં રંગાઈ સમગ્ર વાતાવરણને ધાર્મિક રંગે રંગી દીધું હતું. જુલૂસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતાં ઠેર-ઠેર લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જુલૂસના માર્ગ પર વિવિધ સ્થળોએ પાણી, સરબત અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકો માટે પણ અવનવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને વ્યવસ્થાનો માહોલ જળવાઈ રહે તે માટે વિજાપુર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ખાસ તકેદારી રાખી હતી.
સ્થાનિક આગેવાનોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નબી પાક સમગ્ર માનવજાત માટે રહેમત અને માર્ગદર્શક છે. તેમના જીવનમાંથી શાંતિ, પ્રેમ, ભાઈચારો, માનવતા અને સદ્ભાવનાનો સંદેશ મળે છે. ઈદે મિલાદુન્નબીની ઉજવણી માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતી સીમિત ન રહેતાં સમાજમાં એકતા અને માનવતાનો સંદેશ વધુ મજબૂત બને તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સાંજના સમયે શહેરની વિવિધ કમિટીઓ અને સંસ્થાઓ દ્વારા ન્યાઝ તથા પ્રસાદીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને સૌએ સાથે મળીને ભોજનનો લાભ લીધો હતો. આમ વિજાપુરના મુસ્લિમ બિરાદરોએ પયગમ્બર સાહેબની શીખને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી શાંતિ, એકતા અને ભાઈચારાના વાતાવરણમાં ભવ્ય રીતે પૂર્ણ કરી હતી.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.