logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઉમરગામ તાલુકાના ભીલાડ ગામે કુબેર ઇન્ડસ્ટ્રીયલ હબ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે પ્લાટ પાડા તથા નવી નગરી વિસ્તારની આંગણવાડીના બાળકોને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી નીતાબેન નિતેશભાઈ પાટકર, ભીલાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી વૈશાલીબેન કપિલભાઈ જાદવ, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી પિયુષભાઈ શાહ તેમજ એસ.એમ.સી. સભ્ય શ્રીમતી પૂજાબેન પાટકર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને રેનકોટ અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સરાહનીય સેવાકીય કાર્ય બદલ કુબેર ઇન્ડસ્ટ્રીયલ હબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી સમયમાં પણ આવા સમાજલક્ષી કાર્યો સતત ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

4 hrs ago
user_Vijay Rathod
Vijay Rathod
Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
4 hrs ago
168e702f-2e9c-4961-a1aa-854a3d77d1f3
fb9b822e-b7da-4597-8e5f-374b644d3758
0ba70921-55ce-4047-a25f-91226a7de930
f6afd098-56b4-4e54-8ec6-8ee9a81cb4a1

ઉમરગામ તાલુકાના ભીલાડ ગામે કુબેર ઇન્ડસ્ટ્રીયલ હબ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે પ્લાટ પાડા તથા નવી નગરી વિસ્તારની આંગણવાડીના બાળકોને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી નીતાબેન નિતેશભાઈ પાટકર, ભીલાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી વૈશાલીબેન કપિલભાઈ જાદવ, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી પિયુષભાઈ શાહ તેમજ એસ.એમ.સી. સભ્ય શ્રીમતી પૂજાબેન પાટકર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને રેનકોટ અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સરાહનીય સેવાકીય કાર્ય બદલ કુબેર ઇન્ડસ્ટ્રીયલ હબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી સમયમાં પણ આવા સમાજલક્ષી કાર્યો સતત ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • ૨૧મી સદીનું ભારત આજે વિકસિત થવાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે કામ કરી રહ્યું છે. આ પ્રક્રિયા અંગે વાત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે એક સ્વપ્ન પૂરું થાય છે, ત્યારે એક નવા સ્વપ્નનો જન્મ થાય છે.
    1
    ૨૧મી સદીનું ભારત આજે વિકસિત થવાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે કામ કરી રહ્યું છે. આ પ્રક્રિયા અંગે વાત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે એક સ્વપ્ન પૂરું થાય છે, ત્યારે એક નવા સ્વપ્નનો જન્મ થાય છે.
    user_Vijay Rathod
    Vijay Rathod
    Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
    7 hrs ago
  • Hindi naat naya naat Hindi shayari Hindi naat naya naat Hindi video naya video achcha lagta hai to like karo comment karo jyada Se jyada share karo
    1
    Hindi naat naya naat
Hindi shayari Hindi naat naya naat Hindi video naya video achcha lagta hai to like karo comment karo jyada Se jyada share karo
    user_MD Arshad
    MD Arshad
    દમણ, દમણ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ•
    22 hrs ago
  • ઉચ્છલ કમલાપુર બસ સ્ટોપથી પશ્ચિમના ડુંગર સુધીના રસ્તાને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં સમાવવાની માંગ કરવામાં આવી છે.
    1
    ઉચ્છલ કમલાપુર બસ સ્ટોપથી પશ્ચિમના ડુંગર સુધીના રસ્તાને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં સમાવવાની માંગ કરવામાં આવી છે.
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    1 hr ago
  • ડુમસમાં વીજળી પડવાની દુર્ઘટનાનો ભોગ બનેલા ૨૬ વર્ષીય તરુણ મારૂનું સારવાર દરમિયાન નિધન થયું હતું. ડોક્ટરો દ્વારા તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા બાદ, પુત્રને ગુમાવનાર માતા-પિતાએ અસહ્ય દુઃખની સ્થિતિમાં પણ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારની સંમતિ મળ્યા બાદ ડોનેટ લાઈફ સંસ્થાના સંકલનથી અંગદાનની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઉમદા નિર્ણયને કારણે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન શક્ય બન્યું, જેનાથી કુલ પાંચ લોકોને નવજીવન અને નવી દ્રષ્ટિ મળશે. દાનમાં મળેલી બંને કિડની અને લિવરને અમદાવાદની IKDRC હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવા માટે સુરત પોલીસે ગ્રીન કોરિડોર બનાવીને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.
    1
    ડુમસમાં વીજળી પડવાની દુર્ઘટનાનો ભોગ બનેલા ૨૬ વર્ષીય તરુણ મારૂનું સારવાર દરમિયાન નિધન થયું હતું. ડોક્ટરો દ્વારા તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા બાદ, પુત્રને ગુમાવનાર માતા-પિતાએ અસહ્ય દુઃખની સ્થિતિમાં પણ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.

પરિવારની સંમતિ મળ્યા બાદ ડોનેટ લાઈફ સંસ્થાના સંકલનથી અંગદાનની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઉમદા નિર્ણયને કારણે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન શક્ય બન્યું, જેનાથી કુલ પાંચ લોકોને નવજીવન અને નવી દ્રષ્ટિ મળશે. દાનમાં મળેલી બંને કિડની અને લિવરને અમદાવાદની IKDRC હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવા માટે સુરત પોલીસે ગ્રીન કોરિડોર બનાવીને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.
    user_Hafiz Shaikh
    Hafiz Shaikh
    નવસારી, નવસારી, ગુજરાત•
    8 hrs ago
  • સુરતના સચિન જીઆઈડીસી રોડ નંબર-૫ સ્થિત પ્લોટ નંબર 546/2 પર કાર્યરત રાનીસતી ક્રિએશન નામની કંપની દ્વારા જાહેર નાળામાં કથિત રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની સતર્કતાના કારણે આ પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનનો ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને નાળામાં વહી રહેલા શંકાસ્પદ રાસાયણિક પાણીનું નિરીક્ષણ કર્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ટીમે સ્થળ પરથી પાણીના લાઈવ સેમ્પલ લીધા છે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે આ તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે પાણીમાં પ્રદૂષણનું સ્તર કેટલું છે અને કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે. આ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા સેવવામાં આવેલા મૌન બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકો હવે ઉગ્ર સવાલો ઉઠાવી રહ્યા છે કે શું સરકારી અધિકારીઓ કોઈના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો પછી આ ગંભીર ગુનામાં કોઈ ચમરબંધીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
    1
    સુરતના સચિન જીઆઈડીસી રોડ નંબર-૫ સ્થિત પ્લોટ નંબર 546/2 પર કાર્યરત રાનીસતી ક્રિએશન નામની કંપની દ્વારા જાહેર નાળામાં કથિત રીતે કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની સતર્કતાના કારણે આ પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘનનો ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને નાળામાં વહી રહેલા શંકાસ્પદ રાસાયણિક પાણીનું નિરીક્ષણ કર્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ટીમે સ્થળ પરથી પાણીના લાઈવ સેમ્પલ લીધા છે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે આ તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે પાણીમાં પ્રદૂષણનું સ્તર કેટલું છે અને કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે.

આ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા સેવવામાં આવેલા મૌન બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકો હવે ઉગ્ર સવાલો ઉઠાવી રહ્યા છે કે શું સરકારી અધિકારીઓ કોઈના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અથવા તો પછી આ ગંભીર ગુનામાં કોઈ ચમરબંધીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના ૧૨૫મા જન્મજયંતિ વર્ષ અને સ્મૃતિ પખવાડિયાના ઉપલક્ષમાં યોજાઈ રહ્યો છે. આ શિબિર ઉમરગામના ગોકુળધામ ગેટ પાસે આવેલી હરિશ કંપનીની સામે અયપ્પા મંદિરમાં યોજાશે. આયોજકોના જણાવ્યા અનુસાર, શિબિર આગામી તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે.
    1
    વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના ૧૨૫મા જન્મજયંતિ વર્ષ અને સ્મૃતિ પખવાડિયાના ઉપલક્ષમાં યોજાઈ રહ્યો છે.

આ શિબિર ઉમરગામના ગોકુળધામ ગેટ પાસે આવેલી હરિશ કંપનીની સામે અયપ્પા મંદિરમાં યોજાશે. આયોજકોના જણાવ્યા અનુસાર, શિબિર આગામી તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે.
    user_Vijay Rathod
    Vijay Rathod
    Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
    9 hrs ago
  • સુરતના ઉમરવાડા વિસ્તારમાં ૬ વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરવાના મામલે સલાબતપુરા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઇ કાલ તારીખ ૧૦/૦૭/૨૦૨૬ ના રોજ આ કેસના ફરિયાદી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની ૬ વર્ષની પૌત્રી ઘર પાસે રમતી હતી તે સમયે આરોપી બાળકીને ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને બ્લીડિંગ થતાં આ બાબતની જાણ પરિવારના સભ્યોને થઈ હતી, જેના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૧૧૨૧૦૦૫૫૨૬ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગંભીર મામલામાં પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જામીર સાહેબ, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ શ્રી કરણરાજ વાઘેલા સાહેબ, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ અને મદદનીશ પોલીસ કમિશ્નર સી ડીવીઝન શ્રી ચિરાગ વાડદોરીયા સાહેબ દ્વારા પોક્સો હેઠળ દાખલ થતા ગુનાઓમાં તાત્કાલિક આરોપીને ઝડપી પાડી અસરકારક કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી હતી, જેને આધારે પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો છે.
    1
    સુરતના ઉમરવાડા વિસ્તારમાં ૬ વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરવાના મામલે સલાબતપુરા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઇ કાલ તારીખ ૧૦/૦૭/૨૦૨૬ ના રોજ આ કેસના ફરિયાદી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની ૬ વર્ષની પૌત્રી ઘર પાસે રમતી હતી તે સમયે આરોપી બાળકીને ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને બ્લીડિંગ થતાં આ બાબતની જાણ પરિવારના સભ્યોને થઈ હતી, જેના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૧૧૨૧૦૦૫૫૨૬ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ ગંભીર મામલામાં પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જામીર સાહેબ, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ શ્રી કરણરાજ વાઘેલા સાહેબ, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ અને મદદનીશ પોલીસ કમિશ્નર સી ડીવીઝન શ્રી ચિરાગ વાડદોરીયા સાહેબ દ્વારા પોક્સો હેઠળ દાખલ થતા ગુનાઓમાં તાત્કાલિક આરોપીને ઝડપી પાડી અસરકારક કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવી હતી, જેને આધારે પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો છે.
    user_Samay Prhar News
    Samay Prhar News
    Local News Reporter Chorasi, Surat•
    22 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.