logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બનાસકાંઠાના વિંછીવાડી ખાતે બનાસ બાયો-સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ: હરિત ઊર્જા અને ગૌ-આધારિત અર્થતંત્રને મળશે નવી દિશા બનાસ ડેરી અને સુઝુકી મોટર્સના સંયુક્ત સાહસથી ઉત્તર ગુજરાતમાં બાયો-સીએનજી ક્રાંતિ: દેશમાં પ્રથમવાર ‘ગ્રામીણ ભારત ટેક્સી’નો પ્રારંભ કરાયો ૪૦ વર્ષના બહોળા અનુભવ સાથે સુઝુકી કંપની બાયો સીનેજી ક્ષેત્રે આગળ વધવા કટિબદ્ધ છે:- શ્રી તોશિહિરો સુઝુકી ચેરમેનશ્રી, સુઝુકી મોટર્સ કોર્પોરેશન વેસ્ટ ટુ વેલ્થ' વિઝનથી જમીનની ફળદ્રુપતા વધશે અને પ્રાકૃતિક ખેતીને મોટો વેગ મળશે:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી ભવિષ્યમાં ગોબર થકી ૧૦૦ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની બૃહદ બનાસકાંઠાની ક્ષમતા છે:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી ગોબર થી ગૌરવ થકી બનાસ ડેરીએ દેશને સર્ક્યુલર ઇકોનોમીનું સફળ મોડલ આપ્યું:- કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી રાજ્યની અન્ય ૭ સહકારી ડેરીઓમાં બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવા સરકારે બજેટમાં રૂ. ૬૦ કરોડ ફાળવ્યા:- કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી બનાસકાંઠાના સર્વાંગી વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરતાં ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે બનાસ ડેરી, સુઝુકી મોટર્સ અને એનડીડીબીના સંયુક્ત ઉપક્રમે સ્થાપિત ‘બનાસ બાયો-સીએનજી મોડેલ પ્લાન્ટ’નું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં તથા સુઝુકી મોટર્સ કોર્પોરેશનના ચેરમેન શ્રી તોશિહિરો સુઝુકી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને વન તથા પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાયો-સીએનજી ફિલિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન તેમજ દેશમાં સહકારી મોડેલ આધારિત પ્રથમ ‘ગ્રામીણ ભારત ટેક્સી’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ​ઉપસ્થિત મહાનુભાવોએ પ્લાન્ટની મુલાકાત લઈ ગોબર પ્રોસેસિંગ, બાયો-ગેસ ઉત્પાદન, ગેસ શુદ્ધિકરણ તથા વિતરણ પ્રક્રિયાની વિસ્તૃત માહિતી મેળવી હતી. આ પ્રોજેક્ટ સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા સાથે ગૌ-આધારિત અર્થતંત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ પ્રસંગે સુઝુકી મોટર્સ કોર્પોરેશનના ચેરમેન શ્રી તોશિહિરો સુઝુકીએ જણાવ્યું કે, બનાસ ડેરી, એનડીડીબી અને સુઝુકીની ત્રિપક્ષીય ભાગીદારીથી વીંછીવાડી ખાતે સાકાર થયેલો બાયોગેસ પ્લાન્ટ હરિત ઊર્જા ક્ષેત્રે મહત્વનું સીમાચિહ્ન છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન તથા ભારત અને જાપાન વચ્ચે થયેલા સંયુક્ત સંકલ્પ થકી દેશભરમાં ૧,૦૦૦ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું સ્વપ્ન હવે ઝડપથી વાસ્તવિકતા તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં ૪૦ વર્ષના બહોળા અનુભવ સાથે સુઝુકી કંપની બનાસ ડેરી સાથે ખભેખભા મિલાવીને આ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા કટિબદ્ધ છે. તેમણે દામા પ્લાન્ટથી શરૂ થયેલી આ બાયોગેસ ક્રાંતિ માટે સાહસિક અને દૂરંદેશી નેતૃત્વ પૂરું પાડવા બદલ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વેસ્ટ ટુ વેલ્થ’ અને ગોવર્ધન યોજનાના વિઝનને સાકાર કરવા બનાસ ડેરી સતત અગ્રેસર રહી છે. વૈશ્વિક ઓટોમોબાઇલ અગ્રણી સુઝુકી કંપનીના સહયોગ થકી રૂ.૨૫૦ કરોડના મૂડીરોકાણ થકી બૃહદ બનાસકાંઠા જિલ્લામાં બાયો-સીએનજી ક્રાંતિ આગળ વધી રહી છે. દામા ખાતે ૪૫ મેટ્રિક ટનથી શરૂ થયેલી આ સફર આજે ૪ કાર્યરત પ્લાન્ટ થકી દૈનિક ૩૪૦ મેટ્રિક ટન ક્ષમતાએ પહોંચી છે. આગામી સમયમાં થરાદ અને રાધનપુર ખાતે નવા બે પ્લાન્ટ આકાર લેશે. જિલ્લાના ૩૦ લાખ પશુધનના છાણ થકી ભવિષ્યમાં આવા ૧૦૦ પ્લાન્ટ સ્થાપવાની બૃહદ બનાસકાંઠાની ક્ષમતા છે. આ પ્રોજેક્ટ ક્લીન ફ્યુઅલની સાથે છાણના વૈજ્ઞાનિક મૂલ્યવર્ધન થકી જમીનનો ઘટતો ઓર્ગેનિક કાર્બન સુધારી પ્રાકૃતિક- ઝેરમુક્ત ખેતીને પ્રોત્સાહન આપશે, જેથી પશુપાલકોને દૂધ ઉપરાંત છાણમાંથી પણ આર્થિક ઉપાર્જન થશે. અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ, પશુપાલકોની માલિકીની ડેરીની જેમ ડ્રાઇવર પોતે વાહનનો માલિક બને તેવા સહકારી મોડલ સાથે દેશમાં પ્રથમ વખત ગ્રામીણ સ્તરે ‘ભારત ટેક્સી’નો શુભારંભ બનાસની ધરતી પરથી ૯ ટેક્સીઓ સાથે કરવામાં આવ્યો છે. આ પહેલથી સ્થાનિક યુવાનોને રોજગારીનું નવું માધ્યમ મળશે. આ સાથે તેમણે રાજ્ય સરકાર દ્વારા પશુપાલક બહેનો માટે રૂ. ૨૦ લાખ સુધીની વ્યાજમુક્ત યોજના તેમજ બજેટમાં સીએનજી પંપ માટે કરાયેલી જોગવાઈઓની સરાહના કરી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનાસ ડેરીએ ‘ગોબર થી ગૌરવ અને કચરામાંથી સંપત્તિ’ના વિચારને ચરિતાર્થ કરી દેશભરમાં સર્ક્યુલર ઇકોનોમીનું સફળ મોડલ સ્થાપિત કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના દૂરંદેશી નેતૃત્વ અને જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનના વૈશ્વિક સહયોગથી દામાથી શરૂ થયેલી સીએનજી યાત્રા આજે વિંછીવાડા પ્લાન્ટ સાથે નવી ઊંચાઈએ પહોંચી છે. પશુપાલકોની આવક વધારવા, ક્લીન એનર્જી ઉપલબ્ધ કરાવવા અને ખેતી માટે ગુણવત્તાયુક્ત જૈવિક ખાતર પૂરા પાડવાના આ ત્રિવેણી મોડલને સમગ્ર રાજ્યમાં વિસ્તારવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે બજેટમાં રૂ. ૬૦ કરોડની વિશેષ જોગવાઈ કરી છે. બનાસ ડેરીના મેન્ટરશિપ અને માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં રાજ્યની અન્ય ૭ જેટલી સહકારી ડેરીઓમાં પણ આવા બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરાશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણયો લેવાઈ રહ્યા છે, જેમાં સુઝુકીના સહયોગથી ગ્રામીણ વાહનચાલકોને માલિક બનાવતી ‘ભારત ટેક્સી’ જેવી પહેલ ઐતિહાસિક છે. આ સાથે ગ્રામીણ મહિલાઓ પશુપાલન થકી આર્થિક રીતે પગભર બને તે હેતુથી ગ્રામ વિકાસ વિભાગ અને એનઆરએલએમ મારફતે મહિલા સ્વસહાય જૂથોને રૂ. ૧.૫૦ લાખથી લઈને રૂ. ૨૦ લાખ સુધીનું ધિરાણ ૦% વ્યાજે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનું સંપૂર્ણ વ્યાજ સરકાર વહન કરશે. તેમણે જણાવ્યું કે,આધુનિક બ્રીડિંગ ટેક્નોલોજી, ગોવર્ધન યોજના અને વિવિધ મૂલ્યવર્ધિત પ્રકલ્પો થકી બનાસ ડેરી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના ગ્રામીણ અર્થતંત્ર અને શ્વેત ક્રાંતિ માટે રોલ મોડલ પૂરવાર થશે. આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પાણી અને કુદરતી સંસાધનોની ભારે અછત વચ્ચે સ્વર્ગસ્થ ગલબાકાકાએ શરૂ કરેલા સહકારી મોડેલ અને છેલ્લા એક દાયકામાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના કુશળ નેતૃત્વમાં બનાસ ડેરીએ પશુપાલકોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. આજે બનાસ ડેરી દૈનિક રૂ. ૪૬ કરોડ, માસિક રૂ.૧,૪૦૦ કરોડ અને વાર્ષિક અંદાજે રૂ. ૧૬,૮૦૦ કરોડ જેટલી માતબર રકમ સીધી ખેડૂતો-પશુપાલકોના બેંક ખાતામાં જમા કરાવી ગ્રામીણ અર્થતંત્રની મજબૂત કરોડરજ્જુ બની છે. સુઝુકી કંપની અને બનાસ ડેરીના સંયુક્ત સહયોગથી કાર્યરત બાયો-સીએનજી પ્રોજેક્ટની સરાહના કરતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થવા સાથે ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં મદદ મળશે અને પશુઓના છાણના યોગ્ય વ્યવસ્થાપન થકી ગ્રામીણ બહેનો માટે આવકના નવા સ્ત્રોત ઊભા થયા છે. આ પ્રસંગે અમૂલના ચેરમેન શ્રી અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, બાયો-સીએનજી પ્રોજેક્ટ સમગ્ર સહકારી ડેરી ક્ષેત્ર માટે પથદર્શક સાબિત થશે. દૂધ ઉત્પાદનની સાથે સાથે પર્યાવરણ અને હરિત ઊર્જા ક્ષેત્રે લેવાયેલી આ પહેલથી પશુપાલકોની સમૃદ્ધિના નવા દ્વાર ખૂલશે. આ પ્રસંગે એનડીડીબીના ચેરમેન શ્રી મિનેશ પટેલે જણાવ્યું હતું કે, એનડીડીબી- સુઝુકી-બનાસ ડેરીની ભાગીદારી થકી વેસ્ટ-ટુ-વેલ્થ સંકલ્પના સાકાર થઈ છે. છાણના વૈજ્ઞાનિક મૂલ્યવર્ધન થકી ક્લીન એનર્જી અને ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન ડેરી ઉદ્યોગને ટકાઉ વિકાસની નવી દિશા આપશે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની ૧૨ દૂધાળા પશુ ડેરી ફાર્મ સ્થાપના યોજના અંતર્ગત ધાનેરા તાલુકાના ૧૮૦ દૂધ ઉત્પાદક લાભાર્થીઓને રૂપિયા ૩.૩૭ કરોડની સહાયના ચેક અર્પણ કરાયા હતા. આ સાથે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વસંતભાઈ પુરોહિત, ધાનેરા ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ, સહકારી આગેવાનો/ અધિકારીશ્રીઓ, બનાસ ડેરીનું નિયામક મંડળ, સુઝુકી ઇન્ડિયાના પ્રતિનિધિઓ, વિવિધ મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બનાસ બાયો-સીએનજી બનાસ મોડેલ સુઝુકી ઈન્ડિયા અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે બાયો-સીએનજી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં દરરોજ ૧૦૦ મેટ્રિક ટન ગોબરનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા છે અને સીએનજી પંપ મારફતે બાયો-સીએનજી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી સ્લરીમાંથી “ભૂમિ અમૃત” નામના પ્રમાણિત ઘન તથા પ્રવાહી કાર્બનિક ખાતરો તૈયાર કરવામાં આવે છે, જે જમીનની ફળદ્રુપતા અને આરોગ્ય સુધારવામાં તેમજ રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રોજેક્ટ થકી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, ગૌ આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન અને ગોબરના અસરકારક ઉપયોગને વેગ મળી રહ્યો છે. સાથે જ ખેડૂતોને ઉપયોગી કાર્બનિક ખાતર ઉપલબ્ધ થવાથી કૃષિ ક્ષેત્રને પણ લાભ મળી રહ્યો છે. પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છ ઊર્જા, ટકાઉ કૃષિ અને ખેડૂતોના સર્વાંગી કલ્યાણને એકસાથે જોડતો આ પ્રોજેક્ટ બનાસકાંઠાના સ્થાયી વિકાસનું ઉત્તમ ઉદાહરણ બની “બનાસ મોડેલ” તરીકે નવી દિશા પ્રસ્થાપિત કરશે.

12 hrs ago
user_Jagdish soni
Jagdish soni
પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
12 hrs ago
37acbfc4-ea1d-4ee2-8f3b-ac4d9eb0bf73

બનાસકાંઠાના વિંછીવાડી ખાતે બનાસ બાયો-સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ: હરિત ઊર્જા અને ગૌ-આધારિત અર્થતંત્રને મળશે નવી દિશા બનાસ ડેરી અને સુઝુકી મોટર્સના સંયુક્ત સાહસથી ઉત્તર ગુજરાતમાં બાયો-સીએનજી ક્રાંતિ: દેશમાં પ્રથમવાર ‘ગ્રામીણ ભારત ટેક્સી’નો પ્રારંભ કરાયો ૪૦ વર્ષના બહોળા અનુભવ સાથે સુઝુકી કંપની બાયો સીનેજી ક્ષેત્રે આગળ વધવા કટિબદ્ધ છે:- શ્રી તોશિહિરો સુઝુકી ચેરમેનશ્રી, સુઝુકી મોટર્સ કોર્પોરેશન વેસ્ટ ટુ વેલ્થ' વિઝનથી જમીનની ફળદ્રુપતા વધશે અને પ્રાકૃતિક ખેતીને મોટો વેગ મળશે:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી ભવિષ્યમાં ગોબર થકી ૧૦૦ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની બૃહદ બનાસકાંઠાની ક્ષમતા છે:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી ગોબર થી ગૌરવ થકી બનાસ ડેરીએ દેશને સર્ક્યુલર ઇકોનોમીનું સફળ મોડલ આપ્યું:- કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી રાજ્યની અન્ય ૭ સહકારી ડેરીઓમાં બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવા સરકારે બજેટમાં રૂ. ૬૦ કરોડ ફાળવ્યા:- કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી બનાસકાંઠાના સર્વાંગી વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરતાં ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે બનાસ ડેરી, સુઝુકી મોટર્સ અને એનડીડીબીના સંયુક્ત ઉપક્રમે સ્થાપિત ‘બનાસ બાયો-સીએનજી મોડેલ પ્લાન્ટ’નું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં તથા સુઝુકી મોટર્સ કોર્પોરેશનના ચેરમેન શ્રી તોશિહિરો સુઝુકી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને વન તથા પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાયો-સીએનજી ફિલિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન તેમજ દેશમાં સહકારી મોડેલ આધારિત પ્રથમ ‘ગ્રામીણ ભારત ટેક્સી’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ​ઉપસ્થિત મહાનુભાવોએ પ્લાન્ટની મુલાકાત લઈ ગોબર પ્રોસેસિંગ, બાયો-ગેસ ઉત્પાદન, ગેસ શુદ્ધિકરણ તથા વિતરણ પ્રક્રિયાની વિસ્તૃત માહિતી મેળવી હતી. આ પ્રોજેક્ટ સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા સાથે ગૌ-આધારિત અર્થતંત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ પ્રસંગે સુઝુકી મોટર્સ કોર્પોરેશનના ચેરમેન શ્રી તોશિહિરો સુઝુકીએ જણાવ્યું કે, બનાસ ડેરી, એનડીડીબી અને સુઝુકીની ત્રિપક્ષીય ભાગીદારીથી વીંછીવાડી ખાતે સાકાર થયેલો બાયોગેસ પ્લાન્ટ હરિત ઊર્જા ક્ષેત્રે મહત્વનું સીમાચિહ્ન છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન તથા ભારત અને જાપાન વચ્ચે થયેલા સંયુક્ત સંકલ્પ થકી દેશભરમાં ૧,૦૦૦ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું સ્વપ્ન હવે ઝડપથી વાસ્તવિકતા તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં ૪૦ વર્ષના બહોળા અનુભવ સાથે સુઝુકી કંપની બનાસ ડેરી સાથે ખભેખભા મિલાવીને આ ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા કટિબદ્ધ છે. તેમણે દામા પ્લાન્ટથી શરૂ થયેલી આ બાયોગેસ ક્રાંતિ માટે સાહસિક અને દૂરંદેશી નેતૃત્વ પૂરું પાડવા બદલ બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વેસ્ટ ટુ વેલ્થ’ અને ગોવર્ધન યોજનાના વિઝનને સાકાર કરવા બનાસ ડેરી સતત અગ્રેસર રહી છે. વૈશ્વિક ઓટોમોબાઇલ અગ્રણી સુઝુકી કંપનીના સહયોગ થકી રૂ.૨૫૦ કરોડના મૂડીરોકાણ થકી બૃહદ બનાસકાંઠા જિલ્લામાં બાયો-સીએનજી

f2eaafbf-26f2-416c-95c1-6751c87a6f52

ક્રાંતિ આગળ વધી રહી છે. દામા ખાતે ૪૫ મેટ્રિક ટનથી શરૂ થયેલી આ સફર આજે ૪ કાર્યરત પ્લાન્ટ થકી દૈનિક ૩૪૦ મેટ્રિક ટન ક્ષમતાએ પહોંચી છે. આગામી સમયમાં થરાદ અને રાધનપુર ખાતે નવા બે પ્લાન્ટ આકાર લેશે. જિલ્લાના ૩૦ લાખ પશુધનના છાણ થકી ભવિષ્યમાં આવા ૧૦૦ પ્લાન્ટ સ્થાપવાની બૃહદ બનાસકાંઠાની ક્ષમતા છે. આ પ્રોજેક્ટ ક્લીન ફ્યુઅલની સાથે છાણના વૈજ્ઞાનિક મૂલ્યવર્ધન થકી જમીનનો ઘટતો ઓર્ગેનિક કાર્બન સુધારી પ્રાકૃતિક- ઝેરમુક્ત ખેતીને પ્રોત્સાહન આપશે, જેથી પશુપાલકોને દૂધ ઉપરાંત છાણમાંથી પણ આર્થિક ઉપાર્જન થશે. અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ, પશુપાલકોની માલિકીની ડેરીની જેમ ડ્રાઇવર પોતે વાહનનો માલિક બને તેવા સહકારી મોડલ સાથે દેશમાં પ્રથમ વખત ગ્રામીણ સ્તરે ‘ભારત ટેક્સી’નો શુભારંભ બનાસની ધરતી પરથી ૯ ટેક્સીઓ સાથે કરવામાં આવ્યો છે. આ પહેલથી સ્થાનિક યુવાનોને રોજગારીનું નવું માધ્યમ મળશે. આ સાથે તેમણે રાજ્ય સરકાર દ્વારા પશુપાલક બહેનો માટે રૂ. ૨૦ લાખ સુધીની વ્યાજમુક્ત યોજના તેમજ બજેટમાં સીએનજી પંપ માટે કરાયેલી જોગવાઈઓની સરાહના કરી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનાસ ડેરીએ ‘ગોબર થી ગૌરવ અને કચરામાંથી સંપત્તિ’ના વિચારને ચરિતાર્થ કરી દેશભરમાં સર્ક્યુલર ઇકોનોમીનું સફળ મોડલ સ્થાપિત કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના દૂરંદેશી નેતૃત્વ અને જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનના વૈશ્વિક સહયોગથી દામાથી શરૂ થયેલી સીએનજી યાત્રા આજે વિંછીવાડા પ્લાન્ટ સાથે નવી ઊંચાઈએ પહોંચી છે. પશુપાલકોની આવક વધારવા, ક્લીન એનર્જી ઉપલબ્ધ કરાવવા અને ખેતી માટે ગુણવત્તાયુક્ત જૈવિક ખાતર પૂરા પાડવાના આ ત્રિવેણી મોડલને સમગ્ર રાજ્યમાં વિસ્તારવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે બજેટમાં રૂ. ૬૦ કરોડની વિશેષ જોગવાઈ કરી છે. બનાસ ડેરીના મેન્ટરશિપ અને માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં રાજ્યની અન્ય ૭ જેટલી સહકારી ડેરીઓમાં પણ આવા બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરાશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણયો લેવાઈ રહ્યા છે, જેમાં સુઝુકીના સહયોગથી ગ્રામીણ વાહનચાલકોને માલિક બનાવતી ‘ભારત ટેક્સી’ જેવી પહેલ ઐતિહાસિક છે. આ સાથે ગ્રામીણ મહિલાઓ પશુપાલન થકી આર્થિક રીતે પગભર બને તે હેતુથી ગ્રામ વિકાસ વિભાગ અને એનઆરએલએમ મારફતે મહિલા સ્વસહાય જૂથોને રૂ. ૧.૫૦ લાખથી લઈને રૂ. ૨૦ લાખ સુધીનું ધિરાણ ૦% વ્યાજે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનું સંપૂર્ણ વ્યાજ સરકાર વહન કરશે. તેમણે જણાવ્યું કે,આધુનિક બ્રીડિંગ ટેક્નોલોજી, ગોવર્ધન યોજના અને વિવિધ મૂલ્યવર્ધિત પ્રકલ્પો થકી બનાસ ડેરી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના ગ્રામીણ અર્થતંત્ર અને શ્વેત ક્રાંતિ માટે રોલ મોડલ પૂરવાર થશે. આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું

197826dd-f376-4765-b6db-cb94bd22314e

કે, ભૂતકાળમાં પાણી અને કુદરતી સંસાધનોની ભારે અછત વચ્ચે સ્વર્ગસ્થ ગલબાકાકાએ શરૂ કરેલા સહકારી મોડેલ અને છેલ્લા એક દાયકામાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના કુશળ નેતૃત્વમાં બનાસ ડેરીએ પશુપાલકોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. આજે બનાસ ડેરી દૈનિક રૂ. ૪૬ કરોડ, માસિક રૂ.૧,૪૦૦ કરોડ અને વાર્ષિક અંદાજે રૂ. ૧૬,૮૦૦ કરોડ જેટલી માતબર રકમ સીધી ખેડૂતો-પશુપાલકોના બેંક ખાતામાં જમા કરાવી ગ્રામીણ અર્થતંત્રની મજબૂત કરોડરજ્જુ બની છે. સુઝુકી કંપની અને બનાસ ડેરીના સંયુક્ત સહયોગથી કાર્યરત બાયો-સીએનજી પ્રોજેક્ટની સરાહના કરતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થવા સાથે ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં મદદ મળશે અને પશુઓના છાણના યોગ્ય વ્યવસ્થાપન થકી ગ્રામીણ બહેનો માટે આવકના નવા સ્ત્રોત ઊભા થયા છે. આ પ્રસંગે અમૂલના ચેરમેન શ્રી અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, બાયો-સીએનજી પ્રોજેક્ટ સમગ્ર સહકારી ડેરી ક્ષેત્ર માટે પથદર્શક સાબિત થશે. દૂધ ઉત્પાદનની સાથે સાથે પર્યાવરણ અને હરિત ઊર્જા ક્ષેત્રે લેવાયેલી આ પહેલથી પશુપાલકોની સમૃદ્ધિના નવા દ્વાર ખૂલશે. આ પ્રસંગે એનડીડીબીના ચેરમેન શ્રી મિનેશ પટેલે જણાવ્યું હતું કે, એનડીડીબી- સુઝુકી-બનાસ ડેરીની ભાગીદારી થકી વેસ્ટ-ટુ-વેલ્થ સંકલ્પના સાકાર થઈ છે. છાણના વૈજ્ઞાનિક મૂલ્યવર્ધન થકી ક્લીન એનર્જી અને ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન ડેરી ઉદ્યોગને ટકાઉ વિકાસની નવી દિશા આપશે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની ૧૨ દૂધાળા પશુ ડેરી ફાર્મ સ્થાપના યોજના અંતર્ગત ધાનેરા તાલુકાના ૧૮૦ દૂધ ઉત્પાદક લાભાર્થીઓને રૂપિયા ૩.૩૭ કરોડની સહાયના ચેક અર્પણ કરાયા હતા. આ સાથે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વસંતભાઈ પુરોહિત, ધાનેરા ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ, સહકારી આગેવાનો/ અધિકારીશ્રીઓ, બનાસ ડેરીનું નિયામક મંડળ, સુઝુકી ઇન્ડિયાના પ્રતિનિધિઓ, વિવિધ મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બનાસ બાયો-સીએનજી બનાસ મોડેલ સુઝુકી ઈન્ડિયા અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે બાયો-સીએનજી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં દરરોજ ૧૦૦ મેટ્રિક ટન ગોબરનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા છે અને સીએનજી પંપ મારફતે બાયો-સીએનજી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી સ્લરીમાંથી “ભૂમિ અમૃત” નામના પ્રમાણિત ઘન તથા પ્રવાહી કાર્બનિક ખાતરો તૈયાર કરવામાં આવે છે, જે જમીનની ફળદ્રુપતા અને આરોગ્ય સુધારવામાં તેમજ રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રોજેક્ટ થકી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, ગૌ આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન અને ગોબરના અસરકારક ઉપયોગને વેગ મળી રહ્યો છે. સાથે જ ખેડૂતોને ઉપયોગી કાર્બનિક ખાતર ઉપલબ્ધ થવાથી કૃષિ ક્ષેત્રને પણ લાભ મળી રહ્યો છે. પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છ ઊર્જા, ટકાઉ કૃષિ અને ખેડૂતોના સર્વાંગી કલ્યાણને એકસાથે જોડતો આ પ્રોજેક્ટ બનાસકાંઠાના સ્થાયી વિકાસનું ઉત્તમ ઉદાહરણ બની “બનાસ મોડેલ” તરીકે નવી દિશા પ્રસ્થાપિત કરશે.

More news from ગુજરાત and nearby areas
  • સાંતલપુરમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી, શાંતિ અને ભાઈચારાનો સંદેશ સાંતલપુર | પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મુખ્ય મથક સાંતલપુરમાં આજે ઈદ-એ-મિલાદ (મિલાદુન નબી) પવિત્ર પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ પ્રસંગે તેમના જીવન, સંદેશ અને માનવતા તથા ભાઈચારાના ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે સાંતલપુરની મસ્જિદથી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલૂસ સાંતલપુરની વિવિધ શેરીઓ અને મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જુલૂસમાં જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. જુલૂસ દરમિયાન પોલીસ તંત્ર પણ સ્થળ પર હાજર રહ્યું હતું અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલૂસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. આ પ્રસંગે નાત, ધાર્મિક કાર્યક્રમો અને પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે સાંતલપુરમાં શાંતિ, એકતા, અમન અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્થાનિક આગેવાનો અને સમાજના લોકોએ સૌને પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાંતલપુરમાં હંમેશા શાંતિ તથા કોમી એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. રીપોર્ટર: બલદેવ મકવાણા
    4
    સાંતલપુરમાં ઈદ-એ-મિલાદની ભવ્ય ઉજવણી, શાંતિ અને ભાઈચારાનો સંદેશ
સાંતલપુર | પાટણ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મુખ્ય મથક સાંતલપુરમાં આજે ઈદ-એ-મિલાદ (મિલાદુન નબી) પવિત્ર પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ પ્રસંગે તેમના જીવન, સંદેશ અને માનવતા તથા ભાઈચારાના ઉપદેશોને યાદ કરવામાં આવ્યા હતા.
ઈદ-એ-મિલાદ નિમિત્તે સાંતલપુરની મસ્જિદથી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલૂસ સાંતલપુરની વિવિધ શેરીઓ અને મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જુલૂસમાં જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
જુલૂસ દરમિયાન પોલીસ તંત્ર પણ સ્થળ પર હાજર રહ્યું હતું અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલૂસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી.
આ પ્રસંગે નાત, ધાર્મિક કાર્યક્રમો અને પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે સાંતલપુરમાં શાંતિ, એકતા, અમન અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સ્થાનિક આગેવાનો અને સમાજના લોકોએ સૌને પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સાંતલપુરમાં હંમેશા શાંતિ તથા કોમી એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
રીપોર્ટર: બલદેવ મકવાણા
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    14 hrs ago
  • પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસની પાવન અવસરે મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા 🕉️ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભગવાન મહાદેવની આરતી, પૂજન અને પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તજનો અને શુભેચ્છકોએ **“ૐ નમઃ શિવાય”**ના જયઘોષ સાથે ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 🙏 હર હર મહાદેવ! 🙏
    1
    પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસની પાવન અવસરે મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા 🕉️
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે OBC નેતા શ્રી મુકેશભાઈ ભરવાડના ઓફિસ ખાતે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભગવાન મહાદેવની આરતી, પૂજન અને પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તજનો અને શુભેચ્છકોએ **“ૐ નમઃ શિવાય”**ના જયઘોષ સાથે ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
🙏 હર હર મહાદેવ! 🙏
    user_Manojsinh Rathod
    Manojsinh Rathod
    Video editing service મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    14 hrs ago
  • કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ માંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત #કડી #kadi #mahesana #police #gujrat #CrimeNews #fesbookreels #trendingreel #nonfollowers કડીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત* કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ના.રા.પેટ્રોલપંપથી કડી-થોળ અંડરપાસ તરફ વાહન ચેકિંગ દરમિયાન GJ-02-CG-7520 નંબરની ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1848 કિ.રૂ.3,38,632 તથા મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ.6,93,632 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. IG વિરેન્દ્રસિંહ યાદવ અને SP હિમાંશુ સોલંકીની સૂચનાથી PI એસ.એસ.રબારી અને PSI આર.આર.પરમારની ટીમે આ કાર્યવાહી કરી છે. ચાલક મુરાદખાં મીરખાં અલીયાં કંડીયા રહે.ચબુતરા પાસે, તા.બાગોડા, જી.જાલોરની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.
    1
    કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ માંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત
#કડી #kadi #mahesana #police #gujrat #CrimeNews #fesbookreels #trendingreel #nonfollowers 
કડીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત*
કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ના.રા.પેટ્રોલપંપથી કડી-થોળ અંડરપાસ તરફ વાહન ચેકિંગ દરમિયાન GJ-02-CG-7520 નંબરની ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1848 કિ.રૂ.3,38,632 તથા મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ.6,93,632 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. IG વિરેન્દ્રસિંહ યાદવ અને SP હિમાંશુ સોલંકીની સૂચનાથી PI એસ.એસ.રબારી અને PSI આર.આર.પરમારની ટીમે આ કાર્યવાહી કરી છે. ચાલક મુરાદખાં મીરખાં અલીયાં કંડીયા રહે.ચબુતરા પાસે, તા.બાગોડા, જી.જાલોરની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    5 hrs ago
  • વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન વિજાપુર: પવિત્ર ઈદ-એ-મિલાદુન્નબીના અવસરે વિજાપુરના સાઈનાથ કોમ્પલેક્ષ ખાતે વિજાપુર લારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં ન્યાઝમાં શિરકત કરી હતી. આયોજક મોહસીન અલીએ જણાવ્યું હતું કે સ્થાનિક લારીધારકો સ્વેચ્છાએ પોતાના તરફથી રકમ આપે છે અને તે રકમ ભેગી કરીને દર વર્ષે ન્યાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગત વર્ષ કરતાં આયોજનને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે ૪૦ ડેગ પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પણ લોકો આ જ રીતે શાંતિ અને વ્યવસ્થા જાળવીને ન્યાઝમાં સહભાગી બનશે તો આયોજનને વધુ મોટું કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકા કોર્પોરેટર એડવોકેટ તંજીલ અલીએ વિજાપુર લારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી તેમજ આયોજકો અને સેવા કાર્યમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં સહયોગ આપનાર લાયન્સ ગ્રુપના યુવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ વાત એ રહી કે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર એક કલાકમાં જ સાઈનાથ કોમ્પલેક્ષ અને આસપાસના કાર્યક્રમ સ્થળની સફાઈ કરી સમગ્ર વિસ્તારને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યો હતો. એડવોકેટ તંજીલ અલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પયગમ્બર સાહેબની મિલાદનો આ પવિત્ર દિવસ છે અને તેમની સુન્નતના સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ. સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ પણ સમાજની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું. ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ આયોજકો, કાર્યકરો અને યુવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી. જાગૃતિ નો જંગ | વિજાપુર ની ખબર
    1
    વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન

વિજાપુર લારી એસોસિએશન દ્વારા ઈદ-એ-મિલાદની ન્યાઝ, ૪૦ ડેગ પ્રસાદીનું આયોજન
વિજાપુર: પવિત્ર ઈદ-એ-મિલાદુન્નબીના અવસરે વિજાપુરના સાઈનાથ કોમ્પલેક્ષ ખાતે વિજાપુર લારી એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં ન્યાઝમાં શિરકત કરી હતી.
આયોજક મોહસીન અલીએ જણાવ્યું હતું કે સ્થાનિક લારીધારકો સ્વેચ્છાએ પોતાના તરફથી રકમ આપે છે અને તે રકમ ભેગી કરીને દર વર્ષે ન્યાઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ગત વર્ષ કરતાં આયોજનને વધુ વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે અંદાજે ૪૦ ડેગ પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષે પણ લોકો આ જ રીતે શાંતિ અને વ્યવસ્થા જાળવીને ન્યાઝમાં સહભાગી બનશે તો આયોજનને વધુ મોટું કરવામાં આવશે.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વચ્છતાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. પાલિકા કોર્પોરેટર એડવોકેટ તંજીલ અલીએ વિજાપુર લારી એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનની સરાહના કરી હતી તેમજ આયોજકો અને સેવા કાર્યમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં સહયોગ આપનાર લાયન્સ ગ્રુપના યુવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
ખાસ વાત એ રહી કે કાર્યક્રમ પૂર્ણ થયાના માત્ર એક કલાકમાં જ સાઈનાથ કોમ્પલેક્ષ અને આસપાસના કાર્યક્રમ સ્થળની સફાઈ કરી સમગ્ર વિસ્તારને ફરી સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યો હતો. એડવોકેટ તંજીલ અલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પયગમ્બર સાહેબની મિલાદનો આ પવિત્ર દિવસ છે અને તેમની સુન્નતના સંદેશને જીવનમાં ઉતારવો જોઈએ. સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી એ પણ સમાજની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ધાર્મિક આસ્થાની સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતો આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં સહભાગી બનેલા તમામ આયોજકો, કાર્યકરો અને યુવાનોની કામગીરી પ્રશંસનીય રહી હતી.
જાગૃતિ નો જંગ | વિજાપુર ની ખબર
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    22 hrs ago
  • ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો
    1
    ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • કડી-સચાણાને જોડતા રોડ પર કલ્યાણપુરામાં દુકાનદારોના અતિક્રમણથી ટ્રાફિક જામથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો કડી-સચાણાને જોડતા રોડ પર કલ્યાણપુરામાં દુકાનદારોના અતિક્રમણથી ટ્રાફિક જામ કડી-સચાણાને જોડતા રોડ પર આવેલ કલ્યાણપુરા વિસ્તારમાં કરિયાણા અને મીઠાઈની દુકાનોના વેપારીઓ દ્વારા દુકાનનો સામાન રસ્તા સુધી મૂકીને અતિક્રમણ કરવામાં આવતું હોવાથી ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. અવારનવાર આ પ્રકારના અતિક્રમણને કારણે લાંબી ટ્રાફિક લાઈનો લાગે છે અને સામાન્ય જનતાને કલાકો સુધી હેરાન પરેશાન થવું પડે છે. આ વિડીયો તા.25-08-2026 ના સાંજના સમયનો છે. સ્થાનિકોએ તંત્રને આવા બેફામ દુકાનદારો સામે કડક કાર્યવાહી કરી રસ્તો ખુલ્લો કરાવવા માંગ કરી છે.
    1
    કડી-સચાણાને જોડતા રોડ પર કલ્યાણપુરામાં દુકાનદારોના અતિક્રમણથી ટ્રાફિક જામથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો 

કડી-સચાણાને જોડતા રોડ પર કલ્યાણપુરામાં દુકાનદારોના અતિક્રમણથી ટ્રાફિક જામ
કડી-સચાણાને જોડતા રોડ પર આવેલ કલ્યાણપુરા વિસ્તારમાં કરિયાણા અને મીઠાઈની દુકાનોના વેપારીઓ દ્વારા દુકાનનો સામાન રસ્તા સુધી મૂકીને અતિક્રમણ કરવામાં આવતું હોવાથી ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. અવારનવાર આ પ્રકારના અતિક્રમણને કારણે લાંબી ટ્રાફિક લાઈનો લાગે છે અને સામાન્ય જનતાને કલાકો સુધી હેરાન પરેશાન થવું પડે છે. આ વિડીયો તા.25-08-2026 ના સાંજના સમયનો છે. સ્થાનિકોએ તંત્રને આવા બેફામ દુકાનદારો સામે કડક કાર્યવાહી કરી રસ્તો ખુલ્લો કરાવવા માંગ કરી છે.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    7 hrs ago
  • સુરેન્દ્રનગરના ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે પરથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો
    1
    સુરેન્દ્રનગરના ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે પરથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    12 hrs ago
  • શહેરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ, મહાનુભાવોએ પુષ્પવર્ષા કરી વધાવી હિંમતનગરમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. મહેતાપુરાની ત્રિવેણી વિદ્યાલયથી નીકળેલી યાત્રામાં વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા ધારણ કરી સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવનો સંદેશ આપ્યો હતો. યાત્રાના પ્રારંભે વિદ્યાર્થીઓએ સંસ્કૃત મંત્રોચ્ચાર કર્યો હતો. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવોએ પુષ્પવર્ષા કરી યાત્રાને વધાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી ફરી ત્રિવેણી વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી.
    1
    શહેરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ, મહાનુભાવોએ પુષ્પવર્ષા કરી વધાવી
હિંમતનગરમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. મહેતાપુરાની ત્રિવેણી વિદ્યાલયથી નીકળેલી યાત્રામાં વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા ધારણ કરી સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવનો સંદેશ આપ્યો હતો. યાત્રાના પ્રારંભે વિદ્યાર્થીઓએ સંસ્કૃત મંત્રોચ્ચાર કર્યો હતો. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવોએ પુષ્પવર્ષા કરી યાત્રાને વધાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી ફરી ત્રિવેણી વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • અંધશ્રદ્ધાની આડમાં માસૂમની હત્યા! ઈડર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો..! ઈડર તાલુકાના સમલાપુર ગામમાં બે દિવસથી ગુમ 8 વર્ષીય કેવલજી ઠાકોરની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી છે. જમીન-પ્લોટના વિવાદ અને અંધશ્રદ્ધાની માન્યતાને પગલે બાળકીનું અપહરણ કરી કૂવામાં ફેંકી હત્યા કર્યાની કબૂલાત આરોપીએ કરી હોવાનું પોલીસનું કહેવું છે. વધુમાં, એક વર્ષ અગાઉ મૃત હાલતમાં મળેલા કેવલજીના મોટા ભાઈ અમિતજી ઠાકોરના મોત અંગે પણ પોલીસે ફરી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓના મોત પાછળ એક જ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
    1
    અંધશ્રદ્ધાની આડમાં માસૂમની હત્યા! ઈડર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો..!
ઈડર તાલુકાના સમલાપુર ગામમાં બે દિવસથી ગુમ 8 વર્ષીય કેવલજી ઠાકોરની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી છે. જમીન-પ્લોટના વિવાદ અને અંધશ્રદ્ધાની માન્યતાને પગલે બાળકીનું અપહરણ કરી કૂવામાં ફેંકી હત્યા કર્યાની કબૂલાત આરોપીએ કરી હોવાનું પોલીસનું કહેવું છે. વધુમાં, એક વર્ષ અગાઉ મૃત હાલતમાં મળેલા કેવલજીના મોટા ભાઈ અમિતજી ઠાકોરના મોત અંગે પણ પોલીસે ફરી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓના મોત પાછળ એક જ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.