Shuru
Apke Nagar Ki App…
કડી-સચાણાને જોડતા રોડ પર કલ્યાણપુરામાં દુકાનદારોના અતિક્રમણથી ટ્રાફિક જામથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો કડી-સચાણાને જોડતા રોડ પર કલ્યાણપુરામાં દુકાનદારોના અતિક્રમણથી ટ્રાફિક જામ કડી-સચાણાને જોડતા રોડ પર આવેલ કલ્યાણપુરા વિસ્તારમાં કરિયાણા અને મીઠાઈની દુકાનોના વેપારીઓ દ્વારા દુકાનનો સામાન રસ્તા સુધી મૂકીને અતિક્રમણ કરવામાં આવતું હોવાથી ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. અવારનવાર આ પ્રકારના અતિક્રમણને કારણે લાંબી ટ્રાફિક લાઈનો લાગે છે અને સામાન્ય જનતાને કલાકો સુધી હેરાન પરેશાન થવું પડે છે. આ વિડીયો તા.25-08-2026 ના સાંજના સમયનો છે. સ્થાનિકોએ તંત્રને આવા બેફામ દુકાનદારો સામે કડક કાર્યવાહી કરી રસ્તો ખુલ્લો કરાવવા માંગ કરી છે.
Raju Thakor
કડી-સચાણાને જોડતા રોડ પર કલ્યાણપુરામાં દુકાનદારોના અતિક્રમણથી ટ્રાફિક જામથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો કડી-સચાણાને જોડતા રોડ પર કલ્યાણપુરામાં દુકાનદારોના અતિક્રમણથી ટ્રાફિક જામ કડી-સચાણાને જોડતા રોડ પર આવેલ કલ્યાણપુરા વિસ્તારમાં કરિયાણા અને મીઠાઈની દુકાનોના વેપારીઓ દ્વારા દુકાનનો સામાન રસ્તા સુધી મૂકીને અતિક્રમણ કરવામાં આવતું હોવાથી ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. અવારનવાર આ પ્રકારના અતિક્રમણને કારણે લાંબી ટ્રાફિક લાઈનો લાગે છે અને સામાન્ય જનતાને કલાકો સુધી હેરાન પરેશાન થવું પડે છે. આ વિડીયો તા.25-08-2026 ના સાંજના સમયનો છે. સ્થાનિકોએ તંત્રને આવા બેફામ દુકાનદારો સામે કડક કાર્યવાહી કરી રસ્તો ખુલ્લો કરાવવા માંગ કરી છે.
More news from ગુજરાત and nearby areas
- સમીમાં ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમી: સમી-રાધનપુર હાઇવે પર વઢીયાર પેટ્રોલ પંપની સામે આવેલ રામ્ય શોપિંગ સેન્ટર-3 ખાતે આજે ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું શુભ મુહૂર્ત સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ થયેલા આ વર્કશોપને લઈને વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપમાં હવે તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ, રિપેરિંગ તેમજ વાહનને લગતા વિવિધ કામો કરવામાં આવશે. ગ્રાહકોને પોતાના વાહનની જાળવણી અને રિપેરિંગ માટે એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તે હેતુથી વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે. વર્કશોપમાં વિવિધ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના કામકાજ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનચાલકોને તેમની ગાડીના સર્વિસિંગ તથા રિપેરિંગ માટે યોગ્ય માર્ગદર્શન અને સેવા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. ગજજર ઓટોમોબાઇલ્સના ઓનર વિમલભાઈ વિનોદભાઈ ગજજરે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસનીય સેવા અને સંતોષકારક કામ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફોરવ્હીલર વાહનધારકોને સર્વિસિંગ તથા રિપેરિંગ માટે સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો.3
- ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો1
- લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા સાહેબના સહયોગ અને જાખણ યોગ વિધાલયના પ્રોફેસર બહેન શ્રી વનીતાબહેનના માર્ગદર્શન હેઠળ યોગીની બહેનો દ્વારા બાળકોને યોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી તેમજ શાળાના આચાર્યશ્રી બળદેવભાઈ સાહેબ તથા ભાવિનભાઈ સાહેબ દ્વારા યોગના ફાયદા અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પ્રારંભિક યોગ નિદર્શન અને યોગિક ક્રિયાઓ તથા વિવિધ આસનો કરાવી યૌગિક અનુભવ કરાવવામાં આવ્યો.1
- ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો. *ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:* પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા. શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા. પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.1
- ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન1
- સુરેન્દ્રનગરના ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે પરથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો1
- લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામિક માન્યતા મુજબ ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. લીંબડી શહેરના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલે જુલૂસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના બાળકો સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જુલૂસ દરમિયાન સમગ્ર માર્ગ પર ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જુલૂસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદ-એ-મિલાદના આ પ્રસંગે સમાજમાં ભાઈચારો, શાંતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.1
- શહેરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ, મહાનુભાવોએ પુષ્પવર્ષા કરી વધાવી હિંમતનગરમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. મહેતાપુરાની ત્રિવેણી વિદ્યાલયથી નીકળેલી યાત્રામાં વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા ધારણ કરી સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવનો સંદેશ આપ્યો હતો. યાત્રાના પ્રારંભે વિદ્યાર્થીઓએ સંસ્કૃત મંત્રોચ્ચાર કર્યો હતો. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવોએ પુષ્પવર્ષા કરી યાત્રાને વધાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી ફરી ત્રિવેણી વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી.1
- અંધશ્રદ્ધાની આડમાં માસૂમની હત્યા! ઈડર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો..! ઈડર તાલુકાના સમલાપુર ગામમાં બે દિવસથી ગુમ 8 વર્ષીય કેવલજી ઠાકોરની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી છે. જમીન-પ્લોટના વિવાદ અને અંધશ્રદ્ધાની માન્યતાને પગલે બાળકીનું અપહરણ કરી કૂવામાં ફેંકી હત્યા કર્યાની કબૂલાત આરોપીએ કરી હોવાનું પોલીસનું કહેવું છે. વધુમાં, એક વર્ષ અગાઉ મૃત હાલતમાં મળેલા કેવલજીના મોટા ભાઈ અમિતજી ઠાકોરના મોત અંગે પણ પોલીસે ફરી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓના મોત પાછળ એક જ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.1