logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સમીમાં ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમી: સમી-રાધનપુર હાઇવે પર વઢીયાર પેટ્રોલ પંપની સામે આવેલ રામ્ય શોપિંગ સેન્ટર-3 ખાતે આજે ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું શુભ મુહૂર્ત સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ થયેલા આ વર્કશોપને લઈને વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપમાં હવે તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ, રિપેરિંગ તેમજ વાહનને લગતા વિવિધ કામો કરવામાં આવશે. ગ્રાહકોને પોતાના વાહનની જાળવણી અને રિપેરિંગ માટે એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તે હેતુથી વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે. વર્કશોપમાં વિવિધ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના કામકાજ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનચાલકોને તેમની ગાડીના સર્વિસિંગ તથા રિપેરિંગ માટે યોગ્ય માર્ગદર્શન અને સેવા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. ગજજર ઓટોમોબાઇલ્સના ઓનર વિમલભાઈ વિનોદભાઈ ગજજરે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસનીય સેવા અને સંતોષકારક કામ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફોરવ્હીલર વાહનધારકોને સર્વિસિંગ તથા રિપેરિંગ માટે સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો.

1 day ago
user_ઠાકોર દશરથભાઈ
ઠાકોર દશરથભાઈ
સામી, પાટણ, ગુજરાત•
1 day ago

સમીમાં ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમી: સમી-રાધનપુર હાઇવે પર વઢીયાર પેટ્રોલ પંપની સામે આવેલ રામ્ય શોપિંગ સેન્ટર-3 ખાતે આજે ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપનું શુભ મુહૂર્ત સાથે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવા શરૂ થયેલા આ વર્કશોપને લઈને વાહનચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગજજર ઓટોમોબાઇલ્સ વર્કશોપમાં હવે તમામ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના સર્વિસિંગ,

રિપેરિંગ તેમજ વાહનને લગતા વિવિધ કામો કરવામાં આવશે. ગ્રાહકોને પોતાના વાહનની જાળવણી અને રિપેરિંગ માટે એક જ સ્થળે સારી સુવિધા મળી રહે તે હેતુથી વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે. વર્કશોપમાં વિવિધ કંપનીની ફોરવ્હીલર ગાડીઓના કામકાજ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહનચાલકોને તેમની ગાડીના સર્વિસિંગ તથા રિપેરિંગ માટે યોગ્ય માર્ગદર્શન અને

સેવા મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. ગજજર ઓટોમોબાઇલ્સના ઓનર વિમલભાઈ વિનોદભાઈ ગજજરે જણાવ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસનીય સેવા અને સંતોષકારક કામ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. ફોરવ્હીલર વાહનધારકોને સર્વિસિંગ તથા રિપેરિંગ માટે સરળ અને સુવિધાજનક સેવા મળી રહે તે માટે આ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો.

More news from ગુજરાત and nearby areas
  • બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા સણાદર ડેરી ખાતે યોજાઈ હતી. સણાદર બનાસડેરી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ભાવ વધારા મુદે કરી મહત્વની વાત જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે રક્ષાબંધન નિમિત્તે પશુપાલક મહીલાઓને અભિનંદન પાઠવ્યા
    1
    બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા સણાદર ડેરી ખાતે યોજાઈ હતી. 
સણાદર બનાસડેરી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ભાવ વધારા મુદે કરી મહત્વની વાત જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે રક્ષાબંધન નિમિત્તે પશુપાલક મહીલાઓને અભિનંદન પાઠવ્યા
    user_Babubhai chaudhary
    Babubhai chaudhary
    પત્રકાર ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • બનાસ ડેરી દ્વારા સર્વોચ્ચ ભાવવધારાની જાહેરાતથી હર્ષોલ્લાસ, પશુપાલક બહેનોએ ચેરમેન શંકરભાઈ ચૌધરીને બાંધી રાખડી પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક ભાવવધારાની જાહેરાત કરવામાં આવતાં બૃહદ બનાસકાંઠા જિલ્લાની પશુપાલક બહેનોમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો છે. ગુજરાતની તમામ સહકારી ડેરીઓ કરતાં વધુ ભાવવધારો મળતા ગ્રામીણ મહિલાઓની આર્થિક સમૃદ્ધિને નવું બળ મળ્યું છે. રક્ષાબંધન પૂર્વે મળેલી આ અનમોલ ભેટ બદલ હર્ષ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જિલ્લાભરની પશુપાલક બહેનોએ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી અને પશુપાલકોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય બદલ સંસ્થાના નેતૃત્વ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી પ્રગટ કરી હતી.
    1
    બનાસ ડેરી દ્વારા સર્વોચ્ચ ભાવવધારાની જાહેરાતથી હર્ષોલ્લાસ, પશુપાલક બહેનોએ ચેરમેન  શંકરભાઈ ચૌધરીને બાંધી રાખડી
પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક ભાવવધારાની જાહેરાત કરવામાં આવતાં બૃહદ બનાસકાંઠા જિલ્લાની પશુપાલક બહેનોમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો છે. ગુજરાતની તમામ સહકારી ડેરીઓ કરતાં વધુ ભાવવધારો મળતા ગ્રામીણ મહિલાઓની આર્થિક સમૃદ્ધિને નવું બળ મળ્યું છે. રક્ષાબંધન પૂર્વે મળેલી આ અનમોલ ભેટ બદલ હર્ષ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જિલ્લાભરની પશુપાલક બહેનોએ બનાસ ડેરીના ચેરમેન  શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી અને પશુપાલકોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય બદલ સંસ્થાના નેતૃત્વ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી પ્રગટ કરી હતી.
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • બનાસ ડેરી સભામાં જતા ખેડૂત આગેવાનની અટકાયત: દિયોદર પોલીસે કાર્યવાહી કરી, સભા પૂરી ન થઈ ત્યાં સુધી રોક્યા બલદેવ બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર) આજે દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરીની 58મી સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં હાજરી આપવા જઈ રહેલા દિયોદર વિધાનસભા વિસ્તારના જસરા ગામના ખેડૂત આગેવાન અને પશુપાલક ભેમાભાઈ ચૌધરીની દિયોદર પોલીસે અટકાયત કરી હતી.પોલીસે ભેમાભાઈ ચૌધરીને રસ્તા વચ્ચેથી અટકાવ્યા હતા. તેમને દિયોદર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.સાધારણ સભા પૂરી ન થઈ ત્યાં સુધી તેમની અટકાયત કરવામાં આવી હતી. ભેમાભાઈ ચૌધરી પોતાનો ગ્રાહક નંબર સાથે સભામાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
    1
    બનાસ ડેરી સભામાં જતા ખેડૂત આગેવાનની અટકાયત: દિયોદર પોલીસે કાર્યવાહી કરી, સભા પૂરી ન થઈ ત્યાં સુધી રોક્યા
બલદેવ બારોટ |
દિયોદર, બનાસકાંઠા (પાલનપુર) આજે દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરીની 58મી સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં હાજરી આપવા જઈ રહેલા દિયોદર વિધાનસભા વિસ્તારના જસરા ગામના ખેડૂત આગેવાન અને પશુપાલક ભેમાભાઈ ચૌધરીની દિયોદર પોલીસે અટકાયત કરી હતી.પોલીસે ભેમાભાઈ ચૌધરીને રસ્તા વચ્ચેથી અટકાવ્યા હતા. તેમને દિયોદર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.સાધારણ સભા પૂરી ન થઈ ત્યાં સુધી તેમની અટકાયત કરવામાં આવી હતી. ભેમાભાઈ ચૌધરી પોતાનો ગ્રાહક નંબર સાથે સભામાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત વાવ થરાદ જીલ્લાના લાખણી તાલુકાના સરપંચોએ મામલતદાર કચેરી એ આવેદન પત્ર આપી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસ કામોનું આયોજન અને કામગીરી પંચાયત હસ્તક રાખવા માંગ કરવામાં આવી છે.સરકાર દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આયોજનમાં છ લાખથી વધુની રકમના કામો અંગે જે જોગવાઈ અને આયોજનની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી રહી છે, તેવી જ જોગવાઈ ગ્રામ પંચાયતના 16મા નાણાપંચના આયોજનમાં પણ લાગુ કરવાની વિચારણા ચાલી રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ જોગવાઈ ગ્રામ પંચાયતો માટે લાગુ ન કરવામાં આવે અને 15મા નાણાપંચની જેમ જ સરપંચ તથા ગ્રામ પંચાયતને વિકાસના કામોના આયોજન અને અમલીકરણ કામ કરવાની સત્તા યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના વિસ્તારમાં સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રામજનોની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. અનેક ગામોમાં વિવિધ સમાજના મહોલ્લા તથા વિસ્તારોમાં એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીના નાના-મોટા અત્યંત જરૂરી વિકાસ કામોની જરૂરિયાત રહે છે. જેમાં ગટર લાઇન, પાણીની ટાંકી, કમ્પાઉન્ડ વોલ, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ સહિતના કામોનો સમાવેશ થાય છે. સરપંચો અને ગ્રામ પંચાયતના આગેવાનોના જણાવ્યા મુજબ, જો 16મા નાણાપંચમાં છ લાખથી વધુના કામોનું આયોજન કરવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે તો ગ્રામ પંચાયતને મળતી મૂળ વિકાસ ગ્રાન્ટમાંથી એક ગામમાં માત્ર બે થી ત્રણ જેટલા કામો જ હાથ ધરી શકાશે. પરિણામે ગામના વિવિધ સમાજના મહોલ્લા અને વિસ્તારોમાં જરૂરી નાના વિકાસ કામો લાંબા સમય સુધી થઈ શકશે નહીં અને ગામના સર્વાંગી તથા સંતુલિત વિકાસને અસર થવાની શક્યતા છે. સરપંચોના જણાવ્યા મુજબ, “16મા નાણાપંચમાં 15મા નાણાપંચ મુજબ જ ગ્રામ પંચાયત અને સરપંચ ને વિકાસ કામોના આયોજન તથા કામગીરીની સત્તા યથાવત રાખવામાં આવે.અને છ લાખથી વધુના કામોની જોગવાઈ ગ્રામ પંચાયતો પર લાદવામાં ન આવે. આ માંગણી અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને અગાઉની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે તો સરપંચો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
    4
    લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી
15 માં નાણાંપંચ મુજબ 16 માં  નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત

લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી
15 માં નાણાંપંચ મુજબ 16 માં  નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત
વાવ થરાદ જીલ્લાના લાખણી તાલુકાના સરપંચોએ મામલતદાર કચેરી એ આવેદન પત્ર આપી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસ કામોનું આયોજન અને કામગીરી પંચાયત હસ્તક રાખવા માંગ કરવામાં આવી છે.સરકાર દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આયોજનમાં છ લાખથી વધુની રકમના કામો અંગે જે જોગવાઈ અને આયોજનની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી રહી છે, તેવી જ જોગવાઈ ગ્રામ પંચાયતના 16મા નાણાપંચના આયોજનમાં પણ લાગુ કરવાની વિચારણા ચાલી રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ જોગવાઈ ગ્રામ પંચાયતો માટે લાગુ ન કરવામાં આવે અને 15મા નાણાપંચની જેમ જ સરપંચ તથા ગ્રામ પંચાયતને વિકાસના કામોના આયોજન અને અમલીકરણ કામ કરવાની સત્તા યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગ્રામ પંચાયતના વિસ્તારમાં સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રામજનોની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. અનેક ગામોમાં વિવિધ સમાજના મહોલ્લા તથા વિસ્તારોમાં એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીના નાના-મોટા અત્યંત જરૂરી વિકાસ કામોની જરૂરિયાત રહે છે. જેમાં ગટર લાઇન, પાણીની ટાંકી, કમ્પાઉન્ડ વોલ, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ સહિતના કામોનો સમાવેશ થાય છે.
સરપંચો અને ગ્રામ પંચાયતના આગેવાનોના જણાવ્યા મુજબ, જો 16મા નાણાપંચમાં છ લાખથી વધુના કામોનું આયોજન કરવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે તો ગ્રામ પંચાયતને મળતી મૂળ વિકાસ ગ્રાન્ટમાંથી એક ગામમાં માત્ર બે થી ત્રણ જેટલા કામો જ હાથ ધરી શકાશે. પરિણામે ગામના વિવિધ સમાજના મહોલ્લા અને વિસ્તારોમાં જરૂરી નાના વિકાસ કામો લાંબા સમય સુધી થઈ શકશે નહીં અને ગામના સર્વાંગી તથા સંતુલિત વિકાસને અસર થવાની શક્યતા છે.
સરપંચોના જણાવ્યા મુજબ, “16મા નાણાપંચમાં 15મા નાણાપંચ મુજબ જ ગ્રામ પંચાયત અને સરપંચ ને વિકાસ કામોના આયોજન તથા કામગીરીની સત્તા યથાવત રાખવામાં આવે.અને છ લાખથી વધુના કામોની જોગવાઈ ગ્રામ પંચાયતો પર લાદવામાં ન આવે.
આ માંગણી અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને અગાઉની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે તો સરપંચો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    2 hrs ago
  • साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की 106वीं जयंती समारोह उत्साहपूर्वक संपन्न तिरोड़ा : मातंग समाज समिति, तालुका तिरोड़ा, जिला गोंदिया की ओर से साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की 106वीं जयंती के अवसर पर भव्य जयंती समारोह का आयोजन किया गया। समारोह में सामाजिक, राजनीतिक एवं विभिन्न क्षेत्रों में उल्लेखनीय कार्य करने वाले मान्यवरों का सत्कार किया गया। कार्यक्रम में सत्कारमूर्ति भजनदासजी वैद्य, पूर्व विधायक, तिरोड़ा-गोरेगांव विधानसभा क्षेत्र, सत्कारमूर्ति ओमभाऊ पटले, संचालक, कृषि उपज मंडी समिति, तिरोड़ा, तथा सत्कारमूर्ति वनिताताई ठाकरे, कांग्रेस नेत्री एवं उपाध्यक्ष, ओबीसी कांग्रेस कमिटी सेल, जिला गोंदिया का मान्यवरों के हाथों सत्कार किया गया। इसके साथ ही चिखली ग्राम के सरपंच कैलासभाऊ पटले एवं पवनभाऊ मोरे, युवा कांग्रेस एवं मातंग समाज का भी सत्कार किया गया। कार्यक्रम में इनके अलावा सामाजिक, राजनीतिक एवं विभिन्न क्षेत्रों में कार्यरत कई अन्य मान्यवरों का भी सम्मान एवं सत्कार किया गया। इस अवसर पर साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे के सामाजिक एवं साहित्यिक योगदान को याद करते हुए उनके विचारों और समाज जागृति के कार्यों पर प्रकाश डाला गया। उपस्थित मान्यवरों ने अण्णाभाऊ साठे के विचारों को समाज के प्रत्येक वर्ग तक पहुंचाने और उनके आदर्शों पर चलने का आह्वान किया। कार्यक्रम में मातंग समाज समिति के पदाधिकारी, कार्यकर्ता, समाजबंधु एवं क्षेत्र के नागरिक बड़ी संख्या में उपस्थित रहे। उत्साहपूर्ण वातावरण में अण्णाभाऊ साठे की 106वीं जयंती समारोह संपन्न हुआ
    1
    साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की 106वीं जयंती समारोह उत्साहपूर्वक संपन्न


तिरोड़ा : मातंग समाज समिति, तालुका तिरोड़ा, जिला गोंदिया की ओर से साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे की 106वीं जयंती के अवसर पर भव्य जयंती समारोह का आयोजन किया गया। समारोह में सामाजिक, राजनीतिक एवं विभिन्न क्षेत्रों में उल्लेखनीय कार्य करने वाले मान्यवरों का सत्कार किया गया।
कार्यक्रम में सत्कारमूर्ति भजनदासजी वैद्य, पूर्व विधायक, तिरोड़ा-गोरेगांव विधानसभा क्षेत्र, सत्कारमूर्ति ओमभाऊ पटले, संचालक, कृषि उपज मंडी समिति, तिरोड़ा, तथा सत्कारमूर्ति वनिताताई ठाकरे, कांग्रेस नेत्री एवं उपाध्यक्ष, ओबीसी कांग्रेस कमिटी सेल, जिला गोंदिया का मान्यवरों के हाथों सत्कार किया गया।
इसके साथ ही चिखली ग्राम के सरपंच कैलासभाऊ पटले एवं पवनभाऊ मोरे, युवा कांग्रेस एवं मातंग समाज का भी सत्कार किया गया। कार्यक्रम में इनके अलावा सामाजिक, राजनीतिक एवं विभिन्न क्षेत्रों में कार्यरत कई अन्य मान्यवरों का भी सम्मान एवं सत्कार किया गया।
इस अवसर पर साहित्यरत्न लोकशाहीर अण्णाभाऊ साठे के सामाजिक एवं साहित्यिक योगदान को याद करते हुए उनके विचारों और समाज जागृति के कार्यों पर प्रकाश डाला गया। उपस्थित मान्यवरों ने अण्णाभाऊ साठे के विचारों को समाज के प्रत्येक वर्ग तक पहुंचाने और उनके आदर्शों पर चलने का आह्वान किया।
कार्यक्रम में मातंग समाज समिति के पदाधिकारी, कार्यकर्ता, समाजबंधु एवं क्षेत्र के नागरिक बड़ी संख्या में उपस्थित रहे। उत्साहपूर्ण वातावरण में अण्णाभाऊ साठे की 106वीं जयंती समारोह संपन्न हुआ
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • વાવ-થરાદમાં દલિત યુવકની હત્યા બાદ પરિવારે કહ્યું આરોપી ખુલ્લા ફરે છે ક્યારે પકડશો
    1
    વાવ-થરાદમાં દલિત યુવકની હત્યા બાદ પરિવારે કહ્યું આરોપી ખુલ્લા ફરે છે ક્યારે પકડશો
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Photographer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • સણાદરમાં બનાસ ડેરીની 58મી સભામાં 18.4% ભાવવધારો મંજૂર કરાયો: બનાસ ડેરીએ પશુપાલકોને 2946.77 કરોડનો ભાવફેર ચૂકવવાની કરી જાહેરાત બલદેવ બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર) | બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે 18.4 ટકા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. દિયોદર તાલુકાના સણાદર ખાતે યોજાયેલી ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભામાં આ નિર્ણય લેવાયો હતો. આ ભાવ વધારાના કારણે પશુપાલકોને કુલ ₹2946.77 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે.ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025-26માં સંઘનો ભાવફેર ₹2239.27 કરોડ અને મંડળીનો ભાવફેર 707.50 કરોડ ચૂકવવામાં આવશે. આ રકમ બનાસના લાખો પશુપાલક પરિવારોના વિશ્વાસ અને પરિશ્રમનું પરિણામ છે.
    1
    સણાદરમાં બનાસ ડેરીની 58મી સભામાં 18.4% ભાવવધારો મંજૂર કરાયો: બનાસ ડેરીએ પશુપાલકોને 2946.77 કરોડનો ભાવફેર ચૂકવવાની કરી જાહેરાત
બલદેવ બારોટ | દિયોદર, બનાસકાંઠા (પાલનપુર) |
બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે 18.4 ટકા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. દિયોદર તાલુકાના સણાદર ખાતે યોજાયેલી ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભામાં આ નિર્ણય લેવાયો હતો. આ ભાવ વધારાના કારણે પશુપાલકોને કુલ ₹2946.77 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે.ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025-26માં સંઘનો ભાવફેર ₹2239.27 કરોડ અને મંડળીનો ભાવફેર 707.50 કરોડ ચૂકવવામાં આવશે. આ રકમ બનાસના લાખો પશુપાલક પરિવારોના વિશ્વાસ અને પરિશ્રમનું પરિણામ છે.
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • રાધનપુરમાં લઠ્ઠાકાંડને લઈને જાગૃત નાગરિકોની જનતા રેડ રાધનપુર: રાધનપુર વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટનાને પગલે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે જાગૃત નાગરિકો દ્વારા જનતા રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના જયાબેન ઠાકોરે સાહસપૂર્વક આગળ આવી પોલીસને સાથે રાખીને દારૂના વેચાણ અંગેની ફરિયાદો ધરાવતા વિવિધ સ્થળોએ તપાસ માટે પહોંચ્યા હતા. જયાબેન ઠાકોર તથા જાગૃત નાગરિકોએ પોલીસની હાજરીમાં જ્યાં દારૂનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી તેવા સ્થળોએ જઈને કાર્યવાહી માટે પોલીસનું ધ્યાન દોર્યું હતું. આ પ્રયાસનો મુખ્ય હેતુ ગેરકાયદેસર દારૂના વેચાણ સામે અવાજ ઉઠાવવાનો અને યુવાનોને નશાથી દૂર રાખવાનો હોવાનું જણાવાયું હતું. આ ઘટનાને લઈને જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, “યુવાનોનું ભવિષ્ય બરબાદ ન થાય અને કોઈ પરિવાર લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે સમાજે જાગૃત થવાની જરૂર છે.” જાગૃત નાગરિકોનું કહેવું છે કે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે માત્ર પોલીસ જ નહીં પરંતુ સમાજના દરેક જવાબદાર નાગરિકે કાયદેસરની રીતે અવાજ ઉઠાવવો જરૂરી છે. રાધનપુરમાં નારી શક્તિ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસની ચર્ચા જોવા મળી રહી છે. ખાસ કરીને યુવાનોને નશાથી દૂર રહેવા અને અન્યાય સામે સત્યની સાથે ઊભા રહેવાની પ્રેરણા મળે તેવો સંદેશ આ અભિયાનથી આપવામાં આવ્યો છે. નોંધ: દારૂના વેચાણ અંગેના આક્ષેપો/માહિતીની કાયદેસર ચકાસણી અને કાર્યવાહી સંબંધિત અંતિમ નિર્ણય પોલીસ તથા સંબંધિત સત્તાવાળાઓનો રહેશે.
    4
    રાધનપુરમાં લઠ્ઠાકાંડને લઈને જાગૃત નાગરિકોની જનતા રેડ
રાધનપુર: રાધનપુર વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટનાને પગલે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે જાગૃત નાગરિકો દ્વારા જનતા રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના જયાબેન ઠાકોરે સાહસપૂર્વક આગળ આવી પોલીસને સાથે રાખીને દારૂના વેચાણ અંગેની ફરિયાદો ધરાવતા વિવિધ સ્થળોએ તપાસ માટે પહોંચ્યા હતા.
જયાબેન ઠાકોર તથા જાગૃત નાગરિકોએ પોલીસની હાજરીમાં જ્યાં દારૂનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી તેવા સ્થળોએ જઈને કાર્યવાહી માટે પોલીસનું ધ્યાન દોર્યું હતું. આ પ્રયાસનો મુખ્ય હેતુ ગેરકાયદેસર દારૂના વેચાણ સામે અવાજ ઉઠાવવાનો અને યુવાનોને નશાથી દૂર રાખવાનો હોવાનું જણાવાયું હતું.
આ ઘટનાને લઈને જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, “યુવાનોનું ભવિષ્ય બરબાદ ન થાય અને કોઈ પરિવાર લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે સમાજે જાગૃત થવાની જરૂર છે.”
જાગૃત નાગરિકોનું કહેવું છે કે દારૂના ગેરકાયદેસર વેચાણ સામે માત્ર પોલીસ જ નહીં પરંતુ સમાજના દરેક જવાબદાર નાગરિકે કાયદેસરની રીતે અવાજ ઉઠાવવો જરૂરી છે.
રાધનપુરમાં નારી શક્તિ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસની ચર્ચા જોવા મળી રહી છે. ખાસ કરીને યુવાનોને નશાથી દૂર રહેવા અને અન્યાય સામે સત્યની સાથે ઊભા રહેવાની પ્રેરણા મળે તેવો સંદેશ આ અભિયાનથી આપવામાં આવ્યો છે.
નોંધ: દારૂના વેચાણ અંગેના આક્ષેપો/માહિતીની કાયદેસર ચકાસણી અને કાર્યવાહી સંબંધિત અંતિમ નિર્ણય પોલીસ તથા સંબંધિત સત્તાવાળાઓનો રહેશે.
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.