પોરબંદર શહેરના કનકાઈ ઉપનગર વાધેશ્વરી વસતી ખાતે વિરાટ હિંદુ સંમેલન યોજાયું* *પોરબંદર શહેરના કનકાઈ ઉપનગર વાધેશ્વરી વસતી ખાતે વિરાટ હિંદુ સંમેલન યોજાયું* ---- *વિરાટ હિંદુ સંમેલનમાં ભુવા આતા શ્રી અમરાઆતા, પૂજય ભાનુપ્રકાશ સ્વામીજી, ચમ સ્કૂલના આચાર્ય શ્રી સુરેનાબેન ડોગરા, ડો. નાનજીભાઈ હોદર તેમજ પોરબંદર જિલ્લા સહકાર્યવાહ કૌશલભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિ* ----- પોરબંદર, તા.૧૧: પોરબંદર શહેરના કનકાઈ ઉપનગર સ્થિત વાધેશ્વરી વસતી વિસ્તારમાં આવેલા પંચનાથ મહાદેવ મંદિર ખાતે હિંદુ સમાજ દ્વારા વિરાટ હિંદુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હિંદુ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભારત માતાના પૂજનથી કરવામાં આવી હતી. તેમજ Xtreme Gym દ્વારા “Operation Sindoor” વિષય પર ખૂબ સુંદર અને પ્રેરણાદાયી કૃતિ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ હિંદુ સમાજમાં એકતા, સંસ્કૃતિના સંરક્ષણ અને સામાજિક જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ઓરડીધામ સતાપરના ભુવા આતા શ્રી અમરાઆતા પરબતઆતા ઉલવા, પૂજય ભાનુપ્રકાશ સ્વામીજી, ચમ સ્કૂલના આચાર્ય શ્રી સુરેનાબેન ડોગરા, ડો. નાનજીભાઈ હોદર તેમજ પોરબંદર જિલ્લા સહકાર્ય વાહ કૌશલભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સર્વે વક્તાઓએ પોતાના આશીર્વચન અને પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા હિંદુ સમાજને સંસ્કાર, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે એકતાબદ્ધ રહી કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે મહાઆરતી કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત સૌને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ હિંદુ સંમેલનને સફળ બનાવવા વાધેશ્વરી વસતી વિસ્તારમાં રહેતા ભાઈઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી ઉત્તમ આયોજન અને વ્યવસ્થા ગોઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિપૂર્ણ અને ઉત્સાહભેર માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. 000000
પોરબંદર શહેરના કનકાઈ ઉપનગર વાધેશ્વરી વસતી ખાતે વિરાટ હિંદુ સંમેલન યોજાયું* *પોરબંદર શહેરના કનકાઈ ઉપનગર વાધેશ્વરી વસતી ખાતે વિરાટ હિંદુ સંમેલન યોજાયું* ---- *વિરાટ હિંદુ સંમેલનમાં ભુવા આતા શ્રી અમરાઆતા, પૂજય ભાનુપ્રકાશ સ્વામીજી, ચમ સ્કૂલના આચાર્ય શ્રી સુરેનાબેન ડોગરા, ડો. નાનજીભાઈ હોદર તેમજ પોરબંદર જિલ્લા સહકાર્યવાહ કૌશલભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિ* ----- પોરબંદર, તા.૧૧: પોરબંદર શહેરના કનકાઈ ઉપનગર સ્થિત વાધેશ્વરી વસતી વિસ્તારમાં આવેલા પંચનાથ મહાદેવ મંદિર ખાતે હિંદુ સમાજ દ્વારા વિરાટ હિંદુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હિંદુ સમાજના
ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભારત માતાના પૂજનથી કરવામાં આવી હતી. તેમજ Xtreme Gym દ્વારા “Operation Sindoor” વિષય પર ખૂબ સુંદર અને પ્રેરણાદાયી કૃતિ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ હિંદુ સમાજમાં એકતા, સંસ્કૃતિના સંરક્ષણ અને સામાજિક જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ઓરડીધામ સતાપરના ભુવા આતા શ્રી અમરાઆતા પરબતઆતા ઉલવા, પૂજય ભાનુપ્રકાશ સ્વામીજી, ચમ સ્કૂલના આચાર્ય શ્રી સુરેનાબેન ડોગરા, ડો. નાનજીભાઈ હોદર તેમજ પોરબંદર જિલ્લા સહકાર્ય વાહ કૌશલભાઈ પરમારની
વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સર્વે વક્તાઓએ પોતાના આશીર્વચન અને પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા હિંદુ સમાજને સંસ્કાર, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે એકતાબદ્ધ રહી કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે મહાઆરતી કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત સૌને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ હિંદુ સંમેલનને સફળ બનાવવા વાધેશ્વરી વસતી વિસ્તારમાં રહેતા ભાઈઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી ઉત્તમ આયોજન અને વ્યવસ્થા ગોઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિપૂર્ણ અને ઉત્સાહભેર માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. 000000
- Post by Siddharth news1
- હાલમાં થોડાજ દિવસો પૂર્વે માંગરોળ તાલુકાના બામણવાડા ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના હજુ શમતી પણ નથી ત્યાં કેશોદ શહેરમાં પણ આવો જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ કેશોદ ના એરપોર્ટ રોડ પર આવેલ પરફેક્ટ એજ્યુકેશન એકેડમીમાં ફરજ બજાવતા શિક્ષક નિકુંજ સાહેબ દ્વારા ધોરણ-૮માં ભણતા વિદ્યાર્થીને નિર્દયી રીતે માર મારવામાં આવ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. મળતી માહિતી મુજબ લેક્ચર શરૂ થાય તે પહેલાં જ શિક્ષક નિકુંજ સાહેબ ક્લાસરૂમમાં પ્રવેશી ગયા હતા અને કોઈ ખાસ કારણ વગર જ વિદ્યાર્થી પર પોતાની દાઝ ઉતારતા હોય તેમ માર માર્યો હોવાની વાત સામે આવી રહી છે. શિક્ષક દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો અને બાદમાં સ્કૂલની ઓફિસમાં જઈ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે સ્કૂલ સંચાલન તરફથી કોઈ ગંભીરતા દાખવવામાં આવી ન હતી અને ફરિયાદ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. ત્યારબાદ વિદ્યાર્થી ઘરે જઈ પોતાના માતા-પિતાને ઘટના અંગે માહિતી આપતા પેરેન્ટ્સ તરત જ સ્કૂલમાં પહોંચ્યા હતા. જોકે ત્યાં પણ સંચાલકો તરફથી સંતોષકારક જવાબ ન મળતા આખરે બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બાળકની સારવાર બાદ પેરેન્ટ્સ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવા તરફ પગલાં ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાએ ફરી એકવાર સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. મીડિયા દ્વારા સ્કૂલ સંચાલક જયેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આરોપી શિક્ષકને સ્કૂલમાંથી છૂટા કરવામાં આવેલ છે પરંતુ પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી પર હાથ ઉઠાવ્યા બાદ માત્ર શિક્ષકને છૂટા કરવાથી જ મામલો પૂરું થઈ જાય કે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી થશે? વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાં કેટલીક શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વર્તન થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જે શિક્ષણ પ્રણાલી માટે શરમજનક બાબત ગણાય. શિક્ષણ આપવાની જગ્યાએ વિદ્યાર્થીઓ પર હાથ ઉઠાવવાની માનસિકતા ક્યારેય સ્વીકાર્ય નથી. હવે જોવું રહ્યું કે પોલીસ અને શિક્ષણ વિભાગ આ સમગ્ર મામલે કેટલી ગંભીરતા દાખવે છે અને નિર્દોષ વિદ્યાર્થીને ન્યાય મળે છે કે નહીં. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ2
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લાના ધોરાજી માં હાર્દ સમા વિસ્તાર માં આખલા યુદ્ધ ધોરાજી નાં હાર્દ સમા વિસ્તાર એટલે કે શાહજી હોલ થી અવેડા ચોક વચ્ચે હિરપરા વાડી જવાનાં રસ્તે સવારે જ આખલા યુદ્ધ સર્જાયું આ જેતપુર રોડ પર મુખ્યત્વે જુનાગઢ થી જામનગર જવા માટે મુખ્ય રસ્તો છે અને અસંખ્ય વાહનો ની અવરજવર અને અહીં અસંખ્ય દુકાનો આવેલી છે અહીં હોસ્પિટલ પણ આવેલી છે અને આજ માર્ગ પર વિધાર્થીઓ ની અને રાહદારીઓ ની અવરજવર થતી હોય છે આ આખલા યુદ્ધ થી લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને દુકાન ધારકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા2
- રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે આખલા લડતાં ટ્રાફિક જામના દ્રશ્યો આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે બે આખલા જાહેરમાં લડતાં વાહન વ્યવહાર થંભી ગયો લોકો માં પણ નાસભાગ મચી ગઇ હતી અવારનવાર બસ સ્ટેશન પાસે આખલા યુધ્ધ થતાં હોય છે રાહદારીઓ ને ચાલવું મુશ્કેલ બની જાય છે હાઈવે પર ધણી વખત આખલા યુધ્ધ થતાં હોય છે ત્તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી2
- સાબરકાંઠા ઈરાન અમેરિકા ઈઝરાયિલ ના યુદ્ધ ની જવાળા સાબરકાંઠા ના સીરામીક ઉદ્યોગ ne દઝાડી રહી છે1
- ગાંધીધામમાં 'જનતા રેડ' મામલે ચાલી રહેલા ભારે વિવાદ અને પક્ષના નેતાઓની ધરપકડ વચ્ચે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ભંગાણ સર્જાયું છે ગાંધીધામ શહેર પ્રમુખ રાજુભાઈ લાખાણીએ પૂર્વ કચ્છ પ્રમુખ ડૉ. કાયનાત અંસારી અને મહામંત્રી નિલેશ મહેતાને પત્ર લખીને પોતાના પદ અને પક્ષના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. લાખાણીએ રાજીનામા પાછળ નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવ્યું છે અને જણાવ્યું છે કે સ્વાસ્થ્યને કારણે તેઓ પક્ષને પૂરતો સમય આપી શકતા નથી. જોકે, રાજકીય આલમમાં એવી ચર્ચા છે કે 'જનતા રેડ' બાદ સર્જાયેલી પોલીસ કાર્યવાહી અને વિવાદોના વંટોળ વચ્ચે આ રાજીનામું પડતા 'આપ'ના સ્થાનિક સંગઠનમાં સોપો પડી ગયો છે.1
- જામજોધપુર તાલુકાના મોટી ભરડ ગામમાં ઘણા દાયકાથી એસટી બસ આવી જ ન હોય અને ગ્રામ્ય જનોને અવરજવર માટે તકલીફ પડતી હોય તેવા કપરા સમયમાં મોટી ભરડ ગ્રામ પંચાયતના યુવા સરપંચ આસિફભાઇ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ને ગામ સુધી એસટી બસ પહોંચાડી પોતાનું પ્રતિનિધિત્વ બખૂબીથી નિભાવ્યું છે તેમ જ એસટી બસની ટિકિટ લઈ ને પ્રથમ મુસાફર બન્યા હતા તેમજ ગ્રામ્ય જનોમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો1
- Post by Siddharth news1