Shuru
Apke Nagar Ki App…
પોરબંદર કીર્તિમંદિર વિસ્તારમાં ગુમ થયેલ ત્રણ મોબાઇલ પોલીસ દ્વારા શોધી કાઢી માલિકોને પરત આપવામાં આવ્યા
Siddharth news
પોરબંદર કીર્તિમંદિર વિસ્તારમાં ગુમ થયેલ ત્રણ મોબાઇલ પોલીસ દ્વારા શોધી કાઢી માલિકોને પરત આપવામાં આવ્યા
More news from Gujarat and nearby areas
- *પોરબંદર તાલુકાના ભડ ગામના સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડની કામગીરી સુગમ બનતા લાભાર્થીએ સરકારનો આભાર માન્યો* ૦૦૦ *સેવાસેતુ કાર્યક્રમ થકી મારું કામ ખૂબ જ ઝડપથી અને તાત્કાલિક થયુ - શ્રી ભરતભાઈ વાળા (સ્થાનિક લાભાર્થી)* ૦૦૦ પોરબંદર.તા.૧૦; પોરબંદર તાલુકાના ભડ ગામ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અનેક નાગરિકોને તેમના ઘરઆંગણે જ સરકારી સેવાઓનો લાભ મળ્યો હતો. આ કાર્યક્રમમાં ભડ ગામના જ રહેવાસી શ્રી ભરતભાઈ વાળા એ પણ પોતાનું રેશનકાર્ડને લગતું કામ કરાવ્યું હતું. પોતાનો પ્રતિભાવ આપતા ભરતભાઈએ જણાવ્યું હતું કે, "અમારા ગામમાં જ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન થવાથી મારે રેશનકાર્ડના કામ માટે બહાર ક્યાંય ધક્કા ખાવા પડ્યા નથી. અહીં મારું કામ ખૂબ જ ઝડપથી અને તાત્કાલિક થઈ ગયું છે." વધુમાં તેમણે વહીવટી તંત્ર અને સરકારના આ પ્રયાસની પ્રશંસા કરતા કહ્યું કે, સેવાસેતુને કારણે સામાન્ય માણસનો સમય અને શક્તિ બચે છે અને ઘરઆંગણે જ વિનામૂલ્યે કામગીરી પૂર્ણ થાય છે. નોંધનીય છે કે આ સેવાસેતુ કાર્યક્રમમાં ભડ સહિત ગરેજ, ચિકાસા, નવીબંદર, કેશોદ (લુશાળા), મિત્રાળા, એરંડા અને દેળોદર ગામોના અનેક લોકોએ આવકના દાખલા, આધાર કાર્ડ સુધારા, રેશનકાર્ડ અને લગ્ન નોંધણી જેવી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. વહીવટી તંત્રના સુચારૂ આયોજનને કારણે લોકોને સુગમ સુવિધા ઉપલ્બધ થઈ હતી.1
- Post by Siddharth news1
- હાલમાં થોડાજ દિવસો પૂર્વે માંગરોળ તાલુકાના બામણવાડા ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના હજુ શમતી પણ નથી ત્યાં કેશોદ શહેરમાં પણ આવો જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ કેશોદ ના એરપોર્ટ રોડ પર આવેલ પરફેક્ટ એજ્યુકેશન એકેડમીમાં ફરજ બજાવતા શિક્ષક નિકુંજ સાહેબ દ્વારા ધોરણ-૮માં ભણતા વિદ્યાર્થીને નિર્દયી રીતે માર મારવામાં આવ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. મળતી માહિતી મુજબ લેક્ચર શરૂ થાય તે પહેલાં જ શિક્ષક નિકુંજ સાહેબ ક્લાસરૂમમાં પ્રવેશી ગયા હતા અને કોઈ ખાસ કારણ વગર જ વિદ્યાર્થી પર પોતાની દાઝ ઉતારતા હોય તેમ માર માર્યો હોવાની વાત સામે આવી રહી છે. શિક્ષક દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો અને બાદમાં સ્કૂલની ઓફિસમાં જઈ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે સ્કૂલ સંચાલન તરફથી કોઈ ગંભીરતા દાખવવામાં આવી ન હતી અને ફરિયાદ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. ત્યારબાદ વિદ્યાર્થી ઘરે જઈ પોતાના માતા-પિતાને ઘટના અંગે માહિતી આપતા પેરેન્ટ્સ તરત જ સ્કૂલમાં પહોંચ્યા હતા. જોકે ત્યાં પણ સંચાલકો તરફથી સંતોષકારક જવાબ ન મળતા આખરે બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બાળકની સારવાર બાદ પેરેન્ટ્સ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવા તરફ પગલાં ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાએ ફરી એકવાર સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. મીડિયા દ્વારા સ્કૂલ સંચાલક જયેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આરોપી શિક્ષકને સ્કૂલમાંથી છૂટા કરવામાં આવેલ છે પરંતુ પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી પર હાથ ઉઠાવ્યા બાદ માત્ર શિક્ષકને છૂટા કરવાથી જ મામલો પૂરું થઈ જાય કે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી થશે? વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાં કેટલીક શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વર્તન થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જે શિક્ષણ પ્રણાલી માટે શરમજનક બાબત ગણાય. શિક્ષણ આપવાની જગ્યાએ વિદ્યાર્થીઓ પર હાથ ઉઠાવવાની માનસિકતા ક્યારેય સ્વીકાર્ય નથી. હવે જોવું રહ્યું કે પોલીસ અને શિક્ષણ વિભાગ આ સમગ્ર મામલે કેટલી ગંભીરતા દાખવે છે અને નિર્દોષ વિદ્યાર્થીને ન્યાય મળે છે કે નહીં. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ2
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં માર્કેટીંગ યાર્ડ માં ખુલ્લી બજાર માં ઘઉ નાં ભાવ યોગ્ય ન મળતાં ખેડૂતો અસંતુષ્ટ : વિઓ : ધોરાજી તાલુકાના પંથકના ખેડૂતો એ પોતાના ખેતરમાં સારી અપેક્ષા એ ખેતર માં ઘઉ નું વાવેતર કરવામાં આવ્યું હોય મોંધા ભાવના જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ને મોંઘુ બિયારણ અને ખાતર અને તનતોડ મહેનત કરી અને સારૂં વાવેતર થાય અને સારો ભાવ મળે તે માટે ઘઉં નું વાવેતર કરવામાં આવેલ પણ જ્યારે ઘઉં પાકી નેં તૈયાર થયા બાદ ઘઉં લઈને ધોરાજી ના માર્કેટીંગ યાર્ડ ખાતે પોતાની જણસી કે ઓ ઘઉં ધોરાજી માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા બાદ જ્યારે ખુલ્લી બજાર માં હરરાજી બોલાવવામાં આવે છે ત્યારે ઘઉં ના એક મણ નો ભાવ ચારસો કે ચારસો પચાસ રૂપિયા પેટે ભાવ મળતાં ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવે છે અને ખેડૂતો માટે પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય છે ખેડૂતો ની ચિંતા માં વધારો જોવા મળી છે સરકારે યોગ્ય સમયે જણસી ની ખરીદી કરવી જોઈએ અને ખેડૂતો ને જણસી નાં ભાવ પણ યોગ્ય મળવા જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ જણસી બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવે છે પણ ખેડૂતો ને જે જણસી નાં પોક્ષણભાવ નથી મળતા તેથી ખેડૂતો માં નારાજગી જોવા મળી રહી છે : બાઈટ ૧ કિશોર ભાઇ હિરપરા ખેડૂત ધોરાજી બાઈટ ૨ સંજય ભાઇ ઠુમ્મર ખેડૂત ધોરાજી સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી2
- રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે આખલા લડતાં ટ્રાફિક જામના દ્રશ્યો આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે બે આખલા જાહેરમાં લડતાં વાહન વ્યવહાર થંભી ગયો લોકો માં પણ નાસભાગ મચી ગઇ હતી અવારનવાર બસ સ્ટેશન પાસે આખલા યુધ્ધ થતાં હોય છે રાહદારીઓ ને ચાલવું મુશ્કેલ બની જાય છે હાઈવે પર ધણી વખત આખલા યુધ્ધ થતાં હોય છે ત્તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી2
- સાબરકાંઠા ઈરાન અમેરિકા ઈઝરાયિલ ના યુદ્ધ ની જવાળા સાબરકાંઠા ના સીરામીક ઉદ્યોગ ne દઝાડી રહી છે1
- ગાંધીધામમાં 'જનતા રેડ' મામલે ચાલી રહેલા ભારે વિવાદ અને પક્ષના નેતાઓની ધરપકડ વચ્ચે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ભંગાણ સર્જાયું છે ગાંધીધામ શહેર પ્રમુખ રાજુભાઈ લાખાણીએ પૂર્વ કચ્છ પ્રમુખ ડૉ. કાયનાત અંસારી અને મહામંત્રી નિલેશ મહેતાને પત્ર લખીને પોતાના પદ અને પક્ષના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. લાખાણીએ રાજીનામા પાછળ નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવ્યું છે અને જણાવ્યું છે કે સ્વાસ્થ્યને કારણે તેઓ પક્ષને પૂરતો સમય આપી શકતા નથી. જોકે, રાજકીય આલમમાં એવી ચર્ચા છે કે 'જનતા રેડ' બાદ સર્જાયેલી પોલીસ કાર્યવાહી અને વિવાદોના વંટોળ વચ્ચે આ રાજીનામું પડતા 'આપ'ના સ્થાનિક સંગઠનમાં સોપો પડી ગયો છે.1
- Post by Siddharth news1