logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું *ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું* *૨૬ એપ્રિલ સુધી ખેડૂતો ખેતીના સાધનો અને અન્ય ઘટકો માટે ઓનલાઈન અરજી કરી શકશે* *મહેસાણા,૧ એપ્રિલ ૨૦૨૬* વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે 'આઈ ખેડૂત' (i-Khedut) પોર્ટલ તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા.૨૬/૦૪/૨૦૨૬ સુધી ખેડૂતો માટે ઓનલાઈન અરજી કરવા ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો ખેતીકામમાં ઉપયોગી એવા વિવિધ સાધનો અને સુવિધાઓ પર સહાય મેળવવા માટે આ નિર્ધારિત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજના હેઠળ કુલ ૪૨ જેટલા વિવિધ ઘટકો માટે સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં મુખ્યત્વે કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, તમામ પ્રકારના હેરો અને પ્લાઉ, પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), માલ વાહક વાહન, પમ્પ સેટ્સ, પાક સંરક્ષણ સાધનો અને સ્માર્ટફોન જેવી ખરીદી પર આર્થિક સહાયનો સમાવેશ થાય છે. અરજી કરવા માટે ખેડૂતોએ પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન માટે આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર પર મળેલ OTP અથવા બાયોમેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરી નોંધણી કરવાની રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત, મહેસાણાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

19 hrs ago
user_BABA SAIYAD
BABA SAIYAD
Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
19 hrs ago
d2ca1782-668c-4483-bebc-a7683093e152

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું *ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું* *૨૬ એપ્રિલ સુધી ખેડૂતો ખેતીના સાધનો અને અન્ય ઘટકો માટે ઓનલાઈન અરજી કરી શકશે* *મહેસાણા,૧ એપ્રિલ ૨૦૨૬* વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે 'આઈ ખેડૂત' (i-Khedut) પોર્ટલ તા.૨૭/૦૩/૨૦૨૬ થી તા.૨૬/૦૪/૨૦૨૬ સુધી ખેડૂતો માટે ઓનલાઈન અરજી કરવા ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો ખેતીકામમાં ઉપયોગી એવા વિવિધ સાધનો અને સુવિધાઓ પર સહાય મેળવવા માટે આ નિર્ધારિત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજના હેઠળ કુલ ૪૨ જેટલા વિવિધ ઘટકો માટે સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં મુખ્યત્વે કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, તમામ પ્રકારના હેરો અને પ્લાઉ, પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), માલ વાહક વાહન, પમ્પ સેટ્સ, પાક સંરક્ષણ સાધનો અને સ્માર્ટફોન જેવી ખરીદી પર આર્થિક સહાયનો સમાવેશ થાય છે. અરજી કરવા માટે ખેડૂતોએ પોર્ટલ પર આધાર ઓથેન્ટિકેશન માટે આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર પર મળેલ OTP અથવા બાયોમેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરી નોંધણી કરવાની રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત, મહેસાણાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

More news from ગુજરાત and nearby areas
  • બહુચરાજી મેળામાં યાત્રાળુઓ માટે સેવા કેમ્પોનું આયોજન મહેસાણા, ૧ એપ્રિલ ૨૦૨૬ પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ મેળામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે આવે છે. આવા યાત્રાળુઓની સુવિધા માટે રસ્તામાં વિવિધ સંસ્થાઓ તથા ગ્રામજનો દ્વારા વિશ્રામ, ઠંડા પાણી, છાશ, નાસ્તા અને અન્ય સેવાઓના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. મહેસાણા અને મોઢેરા તરફથી આવતા યાત્રાળુઓ માટે કાલરી ખાતે નર્મદેશ્વર મહાદેવ જય શ્રી બહુચર કેમ્પ દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં યાત્રાળુઓને નાસ્તો તથા ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બલોલથી બહુચરાજી વચ્ચેના રસ્તા પર કસલપુરા યુવક મંડળ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યાત્રાળુઓ માટે ચા-નાસ્તો, પીવાનું પાણી અને બરફના ગોલા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યાત્રાળુઓ આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને તેમની યાત્રા વધુ સુગમ બની રહી છે. આવા સ્વયંસેવકો અને સંસ્થાઓના પ્રયાસોને કારણે બહુચરાજીના મેળામાં ભક્તોને ધાર્મિક આસ્થા સાથે સારી સુવિધાઓ મળી રહે છે.
    1
    બહુચરાજી મેળામાં યાત્રાળુઓ માટે સેવા કેમ્પોનું આયોજન
મહેસાણા, ૧ એપ્રિલ ૨૦૨૬
પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ મેળામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શનાર્થે આવે છે. આવા યાત્રાળુઓની સુવિધા માટે રસ્તામાં વિવિધ સંસ્થાઓ તથા ગ્રામજનો દ્વારા વિશ્રામ, ઠંડા પાણી, છાશ, નાસ્તા અને અન્ય સેવાઓના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.
મહેસાણા અને મોઢેરા તરફથી આવતા યાત્રાળુઓ માટે કાલરી ખાતે નર્મદેશ્વર મહાદેવ જય શ્રી બહુચર કેમ્પ દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં યાત્રાળુઓને નાસ્તો તથા ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત બલોલથી બહુચરાજી વચ્ચેના રસ્તા પર કસલપુરા યુવક મંડળ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યાત્રાળુઓ માટે ચા-નાસ્તો, પીવાનું પાણી અને બરફના ગોલા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યાત્રાળુઓ આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે અને તેમની યાત્રા વધુ સુગમ બની રહી છે.
આવા સ્વયંસેવકો અને સંસ્થાઓના પ્રયાસોને કારણે બહુચરાજીના મેળામાં ભક્તોને ધાર્મિક આસ્થા સાથે સારી સુવિધાઓ મળી રહે છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    4 hrs ago
  • સાબરકાંઠા જિલ્લામાં વિકાસની દિશામાં આજે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ખેડબ્રહ્માથી અસારવા વાયા હિંમતનગર સુધી નવી બ્રોડગેજ રેલવે સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન Narendra Modi દ્વારા વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યારે નવી બ્રોડગેજ ઈલેક્ટ્રિક રેલવે લાઈન પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન Narendra Modiએ વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરી, જેને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવી સેવા શરૂ થતાં જ મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા ઉમટી પડ્યા હતા અને પ્રથમ ટ્રેન ખેડબ્રહ્માથી અસારવા માટે રવાના થઈ હતી. આ પ્રસંગે ખેડબ્રહ્મામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ શોભનાબેન બારૈયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી રેલવે સેવા આદિવાસી વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ નાના અંબાજી જતા યાત્રાળુઓને પણ મોટો લાભ મળશે. આ રીતે, નવી રેલવે સેવા સાબરકાંઠા જિલ્લામાં પરિવહન સુવિધાઓને મજબૂત બનાવતી વિકાસના નવા દ્વાર ખોલી રહી છે. આ નવી ટ્રેન સેવા વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
    1
    સાબરકાંઠા જિલ્લામાં વિકાસની દિશામાં આજે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ખેડબ્રહ્માથી અસારવા વાયા હિંમતનગર સુધી નવી બ્રોડગેજ રેલવે સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન Narendra Modi દ્વારા વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરવામાં આવી
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યારે નવી બ્રોડગેજ ઈલેક્ટ્રિક રેલવે લાઈન પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન Narendra Modiએ વર્ચ્યુઅલ લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરી, જેને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવી સેવા શરૂ થતાં જ મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા ઉમટી પડ્યા હતા અને પ્રથમ ટ્રેન ખેડબ્રહ્માથી અસારવા માટે રવાના થઈ હતી. આ પ્રસંગે ખેડબ્રહ્મામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ શોભનાબેન બારૈયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી રેલવે સેવા આદિવાસી વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ નાના અંબાજી જતા યાત્રાળુઓને પણ મોટો લાભ મળશે. આ રીતે, નવી રેલવે સેવા સાબરકાંઠા જિલ્લામાં પરિવહન સુવિધાઓને મજબૂત બનાવતી વિકાસના નવા દ્વાર ખોલી રહી છે. આ નવી ટ્રેન સેવા વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    5 hrs ago
  • આપ જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપ્યું ધારદાર નિવેદન આમ આદમી પાર્ટીના નેતા ઈશ્વરદાન ગઢવીના અટકાયત બાબતે જિલ્લા પ્રમુખે આપ્યું નિવેદન
    1
    આપ જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપ્યું ધારદાર નિવેદન આમ આદમી પાર્ટીના નેતા ઈશ્વરદાન ગઢવીના અટકાયત બાબતે જિલ્લા પ્રમુખે આપ્યું નિવેદન
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    17 hrs ago
  • મહાઆરતી હનુમાન જન્મોત્સવ ૦૨/૦૪/૨૦૨૬
    1
    મહાઆરતી હનુમાન જન્મોત્સવ
૦૨/૦૪/૨૦૨૬
    user_ILESH PATEL
    ILESH PATEL
    AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    3 hrs ago
  • ડભોડીયા હનુમાન મંદિરે જન્મોત્સવની ભવ્ય ઉજવણી, ફૂલો અને રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું #જન્મોત્સવ #hanumandada #dabhodiyahanuman #sanatandharma #atthistimegandhinagar
    1
    ડભોડીયા હનુમાન મંદિરે જન્મોત્સવની ભવ્ય ઉજવણી, ફૂલો અને રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું #જન્મોત્સવ #hanumandada #dabhodiyahanuman #sanatandharma #atthistimegandhinagar
    user_AAPNU DEHGAM
    AAPNU DEHGAM
    Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    8 hrs ago
  • Post by Nareandrasinh Rathod
    1
    Post by Nareandrasinh Rathod
    user_Nareandrasinh Rathod
    Nareandrasinh Rathod
    Salesperson વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • સાબરકાંઠા... હિંમતનગર નજીક આગિયોલ ગામ પાસે જેટકો સબસ્ટેશન પાસે ખેતરમાં અચાનક આગ લાગી.... આગ ઝડપથી ફેલાતાં સબસ્ટેશનને જોખમ ઊભું થતા રહી ગયું... હિંમતનગર ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો.... ફાયર ટીમની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના તળી..
    1
    સાબરકાંઠા...
હિંમતનગર નજીક આગિયોલ ગામ પાસે જેટકો સબસ્ટેશન પાસે ખેતરમાં અચાનક આગ લાગી....
આગ ઝડપથી ફેલાતાં સબસ્ટેશનને જોખમ ઊભું થતા રહી ગયું...
હિંમતનગર ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો....
ફાયર ટીમની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના તળી..
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.