ચોટીલા ડેપોના ડ્રાઈવર-કંડક્ટરે રસ્તામાં મળેલ ₹9.50 લાખનું સોનું પરત કરી પ્રમાણિકતા મહેકાવી ચોટીલા ડેપોના ડ્રાઈવર-કંડક્ટરે રસ્તામાં મળેલ ₹9.50 લાખનું સોનું પરત કરી પ્રમાણિકતા મહેકાવી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના કર્મચારીઓ પોતાની ફરજની સાથે સાથે માનવતા અને પ્રમાણિકતાના કિસ્સાઓમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો ચોટીલા ડેપોના રૂટ પર જોવા મળ્યો છે, જ્યાં બસના ડ્રાઈવર અને કંડક્ટરે નૈતિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજરોજ ચોટીલા ડેપોની નલિયા-રાજકોટ-ચોટીલા રૂટની બસ માંડવી ડેપો નજીક પહોંચી હતી. આ બસમાં ફરજ બજાવતા કંડક્ટર શ્રી દશરથભાઈ કલોતરા (બેજ નંબર 77) ને બસમાંથી એક પાકીટ મળી આવ્યું હતું. આ પાકીટ તપાસતા તેમાં અંદાજે 7 તોલા સોનાના દાગીના મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે ₹9,50,000/- જેટલી થવા જાય છે. પાકીટ મળતા જ કંડક્ટર દશરથભાઈએ નૈતિકતા દાખવી તુરંત જ બસના ડ્રાઈવર શ્રી ડી.ડી. જાદવ (બેજ નંબર 10710) ને આ બાબતે જાણ કરી હતી. બંને કર્મચારીઓએ તાત્કાલિક નિર્ણય લઈ બસને માંડવી ડેપો ખાતે લઈ ગયા હતા. ત્યાં ડેપોના ટી.સી. (Traffic Controller) ની હાજરીમાં મૂળ માલિકની પૂરેપૂરી ખરાઈ કરવામાં આવી હતી. જે મુસાફર બહેનનું આ પાકીટ ખોવાયું હતું, તેમને તમામ દાગીના સાથેનું પાકીટ સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યું હતું. પોતાની જીવનભરની મૂડી સમાન દાગીના પરત મળતા તે મહિલા મુસાફર ભાવુક થઈ ગયા હતા. મુસાફર દ્વારા આભાર વ્યક્ત કરાયો પોતાનું કિંમતી સોનું પરત મેળવી મુસાફર બહેને બંને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, "આજના જમાનામાં પણ એસ.ટી. નિગમમાં આપના જેવા પ્રમાણિક અને ફરજ નિષ્ઠ કર્મચારીઓ છે, તેના કારણે જ સામાન્ય જનતા સરકારી બસોમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે." નિગમ અને ડેપોનું ગૌરવ વધાર્યું આ ઉમદા કાર્ય દ્વારા દશરથભાઈ કલોતરા અને ડી.ડી. જાદવે માત્ર ચોટીલા ડેપોનું જ નહીં, પરંતુ સમગ્ર GSRTC નિગમની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવી દીધા છે. સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકો દ્વારા આ બંને "કર્તવ્યનિષ્ઠ સારથિઓ" પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
ચોટીલા ડેપોના ડ્રાઈવર-કંડક્ટરે રસ્તામાં મળેલ ₹9.50 લાખનું સોનું પરત કરી પ્રમાણિકતા મહેકાવી ચોટીલા ડેપોના ડ્રાઈવર-કંડક્ટરે રસ્તામાં મળેલ ₹9.50 લાખનું સોનું પરત કરી પ્રમાણિકતા મહેકાવી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના કર્મચારીઓ પોતાની ફરજની સાથે સાથે માનવતા અને પ્રમાણિકતાના કિસ્સાઓમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો ચોટીલા ડેપોના રૂટ પર જોવા મળ્યો છે, જ્યાં બસના ડ્રાઈવર અને કંડક્ટરે નૈતિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજરોજ ચોટીલા ડેપોની નલિયા-રાજકોટ-ચોટીલા રૂટની બસ માંડવી ડેપો નજીક પહોંચી હતી. આ બસમાં ફરજ બજાવતા કંડક્ટર શ્રી દશરથભાઈ કલોતરા (બેજ નંબર 77) ને બસમાંથી એક પાકીટ મળી આવ્યું હતું. આ પાકીટ તપાસતા તેમાં અંદાજે 7 તોલા સોનાના દાગીના મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે ₹9,50,000/- જેટલી થવા જાય છે. પાકીટ મળતા જ કંડક્ટર દશરથભાઈએ નૈતિકતા દાખવી તુરંત જ બસના ડ્રાઈવર શ્રી ડી.ડી. જાદવ (બેજ નંબર 10710) ને આ બાબતે જાણ કરી હતી. બંને કર્મચારીઓએ
તાત્કાલિક નિર્ણય લઈ બસને માંડવી ડેપો ખાતે લઈ ગયા હતા. ત્યાં ડેપોના ટી.સી. (Traffic Controller) ની હાજરીમાં મૂળ માલિકની પૂરેપૂરી ખરાઈ કરવામાં આવી હતી. જે મુસાફર બહેનનું આ પાકીટ ખોવાયું હતું, તેમને તમામ દાગીના સાથેનું પાકીટ સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યું હતું. પોતાની જીવનભરની મૂડી સમાન દાગીના પરત મળતા તે મહિલા મુસાફર ભાવુક થઈ ગયા હતા. મુસાફર દ્વારા આભાર વ્યક્ત કરાયો પોતાનું કિંમતી સોનું પરત મેળવી મુસાફર બહેને બંને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, "આજના જમાનામાં પણ એસ.ટી. નિગમમાં આપના જેવા પ્રમાણિક અને ફરજ નિષ્ઠ કર્મચારીઓ છે, તેના કારણે જ સામાન્ય જનતા સરકારી બસોમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે." નિગમ અને ડેપોનું ગૌરવ વધાર્યું આ ઉમદા કાર્ય દ્વારા દશરથભાઈ કલોતરા અને ડી.ડી. જાદવે માત્ર ચોટીલા ડેપોનું જ નહીં, પરંતુ સમગ્ર GSRTC નિગમની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવી દીધા છે. સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકો દ્વારા આ બંને "કર્તવ્યનિષ્ઠ સારથિઓ" પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
- news1
- ધ્રાંગધ્રા શહેરમાં જુગાર રમતા આરોપીઓ સામે પોલીસની મોટી કાર્યવાહી દિલ્લી દરવાજા વિસ્તારમાં ગુડદી પાસાનો જુગાર રમતા એક આરોપીને પોલીસે ઝડપ્યો છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે ₹14,100 નો મુદ્દામાલ કબજે કર્યો જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી પોલીસને મળેલી બાતમીના આધારે ઝડપી રેડ પાડીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.1
- Post by Ramesh thakor Halvad Morbi1
- સરકાર ને અપીલ કે આ કામ જલ્દી થી જલ્દી પુણૅ કરે જય માતાજી 🙏1
- Post by Motilal Solanki1
- અમદાવાદમાં નારોલ વિસ્તાર ના કોજી હોટલ ની સામે ઉભા રહેલા ટ્રાફિક પોલીસ વાળા ગાડીઓ રોકીને નેં પૈસા ઉઘરાવી રહ્યા છે #ahemdabad #narol #police #video1
- અણીયારી ટોલનાકા પાસે યુવાનની હત્યા પ્રકારના ૬ આરોપીની ધરપકડ1
- tere dar par sanam | hritik roshan| Bollywood songs #teredarparsanam #hritikroshan1