logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પાલનપુર સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી *શિયાળના શિકાર અને અવશેષોના વેપારના કેસમાં આરોપીની જામીન અરજી ફગાવી દેતી પાલનપુરની સેસન્સ કોર્ટ* ____________ *દાંતા પૂર્વ રેન્જમાં શિયાળ શિકાર પ્રકરણ: વન વિભાગે નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ કોર્ટે આરોપીને જેલ હવાલે રાખવા આદેશ કરાયો* બનાસકાંઠા વન્યપ્રાણી વિભાગ હેઠળની દાંતા પૂર્વ રેન્જમાં નોંધાયેલા શિયાળના શિકાર અને તેના અવશેષોના ગેરકાયદેસર વેપારના ગંભીર કેસમાં નામદાર સેકન્ડ એડિશનલ સેસન્સ જજ શ્રી કાનાણીની કોર્ટે આરોપીની જામીન અરજી ના મંજૂર કરી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, વન્યજીવોની હત્યા એ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ પર્યાવરણીય સંતુલન સામેનો ગંભીર પ્રહાર અને સમાજ પર વ્યાપક અસર કરતો ગુનો છે. ઘટનાની વિગત મુજબ, દાંતા પૂર્વ રેન્જમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ અને સુધારા અધિનિયમ-૨૦૨૨ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં તપાસનીશ અધિકારી અને પરિક્ષેત્ર વન અધિકારી શ્રી વી.એલ. ચૌધરી દ્વારા સઘન તપાસ હાથ ધરી વન્યપ્રાણીઓના અવશેષોના વેપાર સાથે જોડાયેલા આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, તા. ૨૭/૦૧/૨૦૨૬ના રોજ મે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ, દાંતા ખાતે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આરોપી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૪૮૩ હેઠળ જામીન મેળવવા માટે પાલનપુરની સેસન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી તા. ૧૮/૦૨/૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવતા, નામદાર કોર્ટે વન્યજીવોને પ્રકૃતિની અમૂલ્ય સંપત્તિ ગણાવી આ ગુનાની ગંભીરતાને ધ્યાને લીધી હતી. સરકારી પક્ષની દલીલો અને વન વિભાગ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખી, નામદાર જજ શ્રી કાનાણીએ આરોપીની જામીન અરજી ફગાવી દઈ તેને જેલ હવાલે રાખવાનો મક્કમ આદેશ કર્યો છે તેમ પરિક્ષેત્ર વન અધિકારીશ્રી દાંતા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. ***

5 hrs ago
user_Jagdish soni
Jagdish soni
પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
5 hrs ago
a1ca0228-89b1-4e73-9d1e-ef0b632b7d73

More news from ગુજરાત and nearby areas
  • દિયોદર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ વાવ થરાદ જિલ્લાના દિયોદર ખાતે આજે દશાબ્દી મહોત્સવ ને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં દિયોદર શ્રી સ્વામિનારાયણ મંદિરના દશ વર્ષ પૂર્ણ થતા હોઈ સ્વામિનારાયણ મંદિર ખાતે દશાબ્દી મહોત્સવ એવમ શાકોત્સવ અંતગર્ત શ્રીમંદ્ રામચરિત્ર માનસ પંચદિનાત્મક કથા ના આયોજન ને લઈ પ્રેસના માધ્યમ થી માહિતી અપાઈ હતી જેમાં આગામી 25 /2/2026 ના રોજ આ મહોત્સવ નો પ્રારંભ થશે અને તા 1/3/2026 ના રોજ પૂર્ણાહુતિ થશે જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ પ્રસંગો યોજાશે જેમાં પ્રથમ વખત આ મહોત્સવ માં નેત્રમણી નેત્રયજ્ઞ, સ્તન કેન્સર જાગૃતિ અભિયાન તેમજ નિશુલ્ક આયુષ નિદાન સારવાર કેમ્પ નું પણ આયોજન થશે....
    1
    દિયોદર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ 
વાવ થરાદ જિલ્લાના દિયોદર ખાતે આજે દશાબ્દી મહોત્સવ ને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં દિયોદર શ્રી સ્વામિનારાયણ મંદિરના દશ વર્ષ પૂર્ણ થતા હોઈ સ્વામિનારાયણ મંદિર ખાતે દશાબ્દી મહોત્સવ એવમ શાકોત્સવ અંતગર્ત શ્રીમંદ્ રામચરિત્ર માનસ પંચદિનાત્મક કથા ના આયોજન ને લઈ પ્રેસના માધ્યમ થી માહિતી અપાઈ હતી જેમાં આગામી 25 /2/2026 ના રોજ આ મહોત્સવ નો પ્રારંભ થશે અને તા 1/3/2026 ના રોજ પૂર્ણાહુતિ થશે જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ પ્રસંગો યોજાશે જેમાં પ્રથમ વખત આ મહોત્સવ માં નેત્રમણી નેત્રયજ્ઞ, સ્તન કેન્સર જાગૃતિ અભિયાન તેમજ નિશુલ્ક આયુષ નિદાન સારવાર કેમ્પ નું પણ આયોજન થશે....
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • દિયોદર સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ: પંચદિવસીય રામચરિત માનસ કથાનું આયોજન બળદેવ બારોટ | દિયોદર દિયોદર ખાતે સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ અને શાકોત્સવ અંતર્ગત શ્રીમદ રામચરિત માનસ પંચદિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી શરૂ થશે. આ અંગેની માહિતી આપવા માટે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૩૬ ના રોજ બુધવારે સાંજે ૬:૩૦ વાગ્યે સ્વામિનારાયણ મંદિર, દશામાં મંદિર સામે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દિયોદર તાલુકાના મિત્રો અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ટ્રસ્ટીઓમાં તપસ્વી દિલીપભાઈ ઠક્કર, ભરતભાઈ અખાણી, શૈલેષભાઈ ઠક્કર અને સોમાભાઈ જોશીનો સમાવેશ થાય છે. તેમની સાથે દિયોદર શહેરના સ્વામિનારાયણ મંદિરના ભક્તો પણ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદમાં કથા દરમિયાન આયોજિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતીઆપવામાં આવી હતી. જેમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ, નેત્રદાન કેમ્પ, તેમજ આયુષ, હોમિયોપેથી અને એલોપેથી સર્વરોગ નિદાન કેમ્પનો સમાવેશ થાય છે. કથાનો પ્રારંભ ૨૫ ફેબ્રુઆરીએ થશે અને તે દરરોજ બપોરે ૩ થી ૬ વાગ્યે તેમજ રાત્રે ૯ થી ૧૨ વાગ્યે યોજાશે. ભવિક ભક્તો માટે સાંજે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
    4
    દિયોદર સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ: પંચદિવસીય રામચરિત માનસ કથાનું આયોજન
બળદેવ બારોટ | દિયોદર
દિયોદર ખાતે સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ અને શાકોત્સવ અંતર્ગત શ્રીમદ રામચરિત માનસ પંચદિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી શરૂ થશે.
આ અંગેની માહિતી આપવા માટે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૩૬ ના રોજ બુધવારે સાંજે ૬:૩૦ વાગ્યે સ્વામિનારાયણ મંદિર, દશામાં મંદિર સામે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દિયોદર તાલુકાના મિત્રો અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત ટ્રસ્ટીઓમાં તપસ્વી દિલીપભાઈ ઠક્કર, ભરતભાઈ અખાણી, શૈલેષભાઈ ઠક્કર અને સોમાભાઈ જોશીનો સમાવેશ થાય છે. તેમની સાથે દિયોદર શહેરના સ્વામિનારાયણ મંદિરના ભક્તો પણ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદમાં કથા દરમિયાન આયોજિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતીઆપવામાં આવી હતી. જેમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ, નેત્રદાન કેમ્પ, તેમજ આયુષ, હોમિયોપેથી અને એલોપેથી સર્વરોગ નિદાન કેમ્પનો સમાવેશ થાય છે.
કથાનો પ્રારંભ ૨૫ ફેબ્રુઆરીએ થશે અને તે દરરોજ બપોરે ૩ થી ૬ વાગ્યે તેમજ રાત્રે ૯ થી ૧૨ વાગ્યે યોજાશે. ભવિક ભક્તો માટે સાંજે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • વાવ–થરાદ: થરાદ–લાખણી હાઈવે પર છેલ્લા કેટલાક મહિનાથી માર્ગ સુધારણા કામગીરી ચાલી રહી છે, પરંતુ કામની ગોકળ ગતિને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય માર્ગ તરીકે ઓળખાતો આ હાઈવે થરાદથી લાખણી જોડતો મહત્વપૂર્ણ રસ્તો છે, જ્યાં રોજબરોજ સૈંકડો નાના–મોટા વાહનો અવરજવર કરે છે. માહિતી મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર રોડ એકસાથે ખોદી નાખવામાં આવ્યો છે. માર્ગ પર મોટા કપચા નાખવામાં આવતા વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ધૂળની ડમરીઓ ઉડતા પાછળથી આવતા વાહનચાલકોને દેખાતું નથી, જેના કારણે અકસ્માતની ભીતિ વધી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે સ્થિતિ વધુ જોખમી બની જાય છે. સ્થાનિક રાહદારીઓ અને વેપારીઓનું કહેવું છે કે નિયમ મુજબ એક બાજુનો માર્ગ પૂર્ણ કર્યા બાદ બીજી બાજુ કામગીરી થવી જોઈએ, પરંતુ અહીં આખો હાઈવે એકસાથે ખોદી નાખતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દર્દીઓ, શાળા–કોલેજના વિદ્યાર્થીઓ અને દૈનિક અવરજવર કરતા કામદારો માટે હાલની સ્થિતિ અસહ્ય બની ગઈ છે. આ અંગે સામાજિક આગેવાન પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું કે તંત્રએ તાત્કાલિક ધ્યાન આપી કામગીરી ઝડપથી પૂર્ણ કરાવવી જોઈએ. માર્ગ સલામતી માટે જરૂરી સૂચના બોર્ડ, પાણી છંટકાવ અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. હવે જોવાનું રહ્યું કે સંબંધિત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી હાથ ધરાશે કે નહીં, કે પછી વાહનચાલકોને આ ગોકળગતિની સજા હજુ સહન કરવી પડશે?
    4
    વાવ–થરાદ:
થરાદ–લાખણી હાઈવે પર છેલ્લા કેટલાક મહિનાથી માર્ગ સુધારણા કામગીરી ચાલી રહી છે, પરંતુ કામની ગોકળ ગતિને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય માર્ગ તરીકે ઓળખાતો આ હાઈવે થરાદથી લાખણી જોડતો મહત્વપૂર્ણ રસ્તો છે, જ્યાં રોજબરોજ સૈંકડો નાના–મોટા વાહનો અવરજવર કરે છે.
માહિતી મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર રોડ એકસાથે ખોદી નાખવામાં આવ્યો છે. માર્ગ પર મોટા કપચા નાખવામાં આવતા વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ધૂળની ડમરીઓ ઉડતા પાછળથી આવતા વાહનચાલકોને દેખાતું નથી, જેના કારણે અકસ્માતની ભીતિ વધી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે સ્થિતિ વધુ જોખમી બની જાય છે.
સ્થાનિક રાહદારીઓ અને વેપારીઓનું કહેવું છે કે નિયમ મુજબ એક બાજુનો માર્ગ પૂર્ણ કર્યા બાદ બીજી બાજુ કામગીરી થવી જોઈએ, પરંતુ અહીં આખો હાઈવે એકસાથે ખોદી નાખતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દર્દીઓ, શાળા–કોલેજના વિદ્યાર્થીઓ અને દૈનિક અવરજવર કરતા કામદારો માટે હાલની સ્થિતિ અસહ્ય બની ગઈ છે.
આ અંગે સામાજિક આગેવાન પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું કે તંત્રએ તાત્કાલિક ધ્યાન આપી કામગીરી ઝડપથી પૂર્ણ કરાવવી જોઈએ. માર્ગ સલામતી માટે જરૂરી સૂચના બોર્ડ, પાણી છંટકાવ અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
હવે જોવાનું રહ્યું કે સંબંધિત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી હાથ ધરાશે કે નહીં, કે પછી વાહનચાલકોને આ ગોકળગતિની સજા હજુ સહન કરવી પડશે?
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • Post by Yusuf Bahai
    1
    Post by Yusuf Bahai
    user_Yusuf Bahai
    Yusuf Bahai
    Video Creator પાટણ, પાટણ, ગુજરાત•
    19 hrs ago
  • રણાસણ રેપડી માતાજી મંદિરે મહાશિવરાત્રી ૨ મહોત્સવમાં મહાલઘુરૂદ્ર યજ્ઞ, કાલ ભૈરવ યજ્ઞ, ભંડારા અને ભજન-સત્સંગ સહિતના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં આવેલ રેપડી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ દરમિયાન શિવ ગોરખ અઘોર અખાડા દ્વારા આયોજિત મહાશિવરાત્રી ૨ મહોત્સવ તથા મહા લઘુરૂદ્ર યજ્ઞ હવે સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં હજારો ભક્તો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેના કારણે ગોરખ ધુણા ખાતે પ્રભુનાથજી ગિરનારી બાપાની સમાધિ પાસે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં મહા લઘુરૂદ્ર યજ્ઞનો આરંભ પ્રથમ દિવસે સવારે ૯ વાગ્યે થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે સાધુ-સંતો તથા મહેમાનો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તે જ દિવસે રાત્રે ૯ વાગ્યે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોને ભક્તિરસનો અનુભવ થયો હતો. છેલ્લા દિવસે સાંજે ૪ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર મહોત્સવનું સમાપન થયું હતું. આ મહોત્સવમાં કાલ ભૈરવ યજ્ઞ, પ્રભુનાથજીની સમાધિ તિથિ તથા અઘોરી બાપુના ધુણા સાથે જોડાયેલા તમામ પરંપરાગત વિધિ-વિધાનો પણ સંપન્ન થયા હતા. આયોજનમાં અઘોરી યોગી સાગરનાથ બાપુએ અધ્યક્ષ/પ્રમુખ તરીકે, સાવરીયા શેઠે સનરક્ષક તરીકે અને એડવોકેટ હાર્દિક પટેલ હીરાનાથે ઉપાધ્યક્ષ તરીકે મુખ્ય જવાબદારી નિભાવી હતી. યોગી બાબા સાગરનાથજી તથા માતાજી નિર્મલનાથજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
    1
    રણાસણ રેપડી માતાજી મંદિરે મહાશિવરાત્રી ૨ મહોત્સવમાં મહાલઘુરૂદ્ર યજ્ઞ, કાલ ભૈરવ યજ્ઞ, ભંડારા અને ભજન-સત્સંગ સહિતના તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામમાં આવેલ રેપડી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ દરમિયાન શિવ ગોરખ અઘોર અખાડા દ્વારા આયોજિત મહાશિવરાત્રી ૨ મહોત્સવ તથા મહા લઘુરૂદ્ર યજ્ઞ હવે સમાપ્ત થઈ ગયો છે. આ ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમમાં હજારો ભક્તો, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેના કારણે ગોરખ ધુણા ખાતે પ્રભુનાથજી ગિરનારી બાપાની સમાધિ પાસે ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં મહા લઘુરૂદ્ર યજ્ઞનો આરંભ પ્રથમ દિવસે સવારે ૯ વાગ્યે થયો હતો. કાર્યક્રમના બીજા દિવસે સાધુ-સંતો તથા મહેમાનો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તે જ દિવસે રાત્રે ૯ વાગ્યે ભજન-સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તોને ભક્તિરસનો અનુભવ થયો હતો. છેલ્લા દિવસે સાંજે ૪ વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે સમગ્ર મહોત્સવનું સમાપન થયું હતું.
આ મહોત્સવમાં કાલ ભૈરવ યજ્ઞ, પ્રભુનાથજીની સમાધિ તિથિ તથા અઘોરી બાપુના ધુણા સાથે જોડાયેલા તમામ પરંપરાગત વિધિ-વિધાનો પણ સંપન્ન થયા હતા. આયોજનમાં અઘોરી યોગી સાગરનાથ બાપુએ અધ્યક્ષ/પ્રમુખ તરીકે, સાવરીયા શેઠે સનરક્ષક તરીકે અને એડવોકેટ હાર્દિક પટેલ હીરાનાથે ઉપાધ્યક્ષ તરીકે મુખ્ય જવાબદારી નિભાવી હતી. યોગી બાબા સાગરનાથજી તથા માતાજી નિર્મલનાથજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    5 hrs ago
  • ઇડર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા સમ્યક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કુકડિયાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ સપ્તાહ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શ્રી હીરાલાલ હોલ, ઇડર ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે અશ્વિનભાઈ પટેલ (પ્રમુખ, ઉત્તર સાબરકાંઠા કેળવણી મંડળ) હાજર રહ્યા હતા.ત્યારે આ પ્રસંગે બહોળી સંખ્યામાં માતૃભાષા પ્રેમીઓ અને સાહિત્ય રસિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાવ્ય પઠનનો રસા સ્વાદ માણ્યો હતો
    1
    ઇડર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા સમ્યક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કુકડિયાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ સપ્તાહ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શ્રી હીરાલાલ હોલ, ઇડર ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે અશ્વિનભાઈ પટેલ (પ્રમુખ, ઉત્તર સાબરકાંઠા કેળવણી મંડળ) હાજર રહ્યા હતા.ત્યારે આ પ્રસંગે બહોળી સંખ્યામાં માતૃભાષા પ્રેમીઓ અને સાહિત્ય રસિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાવ્ય પઠનનો રસા સ્વાદ માણ્યો હતો
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • પોશીના તાલુકાના લાંબડીયા ગામે રામદેવ મહિલા મંડળની બહેનો દ્વારા રામદેવપીર ની મંડળીનું આયોજન કરવામાં આવતાં જશવંતપુરા ગામની રામદેવપીર મંડળી દ્વારા લાંબડીયા ગામે ત્રણ દિવસ સુધી બાબા રામદેવનું આખ્યાન યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી આ મંડળીને નિહાળી બાબા રામદેવ પ્રત્યે પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરેલ ત્રીજા દિવસે આખ્યાન પૂરું થતાં ગામ લોકો દ્વારા રામદેવપીર મંડળી નો આભાર પ્રગટ કરીને વિદાય આપવામાં આવેલ.
    1
    પોશીના તાલુકાના લાંબડીયા ગામે રામદેવ મહિલા મંડળની બહેનો દ્વારા રામદેવપીર ની મંડળીનું આયોજન કરવામાં આવતાં જશવંતપુરા ગામની રામદેવપીર મંડળી દ્વારા લાંબડીયા ગામે ત્રણ દિવસ સુધી બાબા રામદેવનું આખ્યાન યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી આ મંડળીને નિહાળી બાબા રામદેવ પ્રત્યે પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરેલ ત્રીજા દિવસે આખ્યાન પૂરું થતાં ગામ લોકો દ્વારા રામદેવપીર મંડળી નો આભાર પ્રગટ કરીને વિદાય આપવામાં આવેલ.
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    11 hrs ago
  • દિયોદર સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ: પંચદિવસીય રામચરિત માનસ કથાનું આયોજન બળદેવ બારોટ | દિયોદર દિયોદર ખાતે સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ અને શાકોત્સવ અંતર્ગત શ્રીમદ રામચરિત માનસ પંચદિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી શરૂ થશે. આ અંગેની માહિતી આપવા માટે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૩૬ ના રોજ બુધવારે સાંજે ૬:૩૦ વાગ્યે સ્વામિનારાયણ મંદિર, દશામાં મંદિર સામે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દિયોદર તાલુકાના મિત્રો અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ટ્રસ્ટીઓમાં તપસ્વી દિલીપભાઈ ઠક્કર, ભરતભાઈ અખાણી, શૈલેષભાઈ ઠક્કર અને સોમાભાઈ જોશીનો સમાવેશ થાય છે. તેમની સાથે દિયોદર શહેરના સ્વામિનારાયણ મંદિરના ભક્તો પણ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદમાં કથા દરમિયાન આયોજિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતીઆપવામાં આવી હતી. જેમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ, નેત્રદાન કેમ્પ, તેમજ આયુષ, હોમિયોપેથી અને એલોપેથી સર્વરોગ નિદાન કેમ્પનો સમાવેશ થાય છે. કથાનો પ્રારંભ ૨૫ ફેબ્રુઆરીએ થશે અને તે દરરોજ બપોરે ૩ થી ૬ વાગ્યે તેમજ રાત્રે ૯ થી ૧૨ વાગ્યે યોજાશે. ભવિક ભક્તો માટે સાંજે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
    4
    દિયોદર સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ: પંચદિવસીય રામચરિત માનસ કથાનું આયોજન
બળદેવ બારોટ | દિયોદર
દિયોદર ખાતે સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ અને શાકોત્સવ અંતર્ગત શ્રીમદ રામચરિત માનસ પંચદિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી શરૂ થશે.
આ અંગેની માહિતી આપવા માટે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૩૬ ના રોજ બુધવારે સાંજે ૬:૩૦ વાગ્યે સ્વામિનારાયણ મંદિર, દશામાં મંદિર સામે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં દિયોદર તાલુકાના મિત્રો અને સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત ટ્રસ્ટીઓમાં તપસ્વી દિલીપભાઈ ઠક્કર, ભરતભાઈ અખાણી, શૈલેષભાઈ ઠક્કર અને સોમાભાઈ જોશીનો સમાવેશ થાય છે. તેમની સાથે દિયોદર શહેરના સ્વામિનારાયણ મંદિરના ભક્તો પણ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદમાં કથા દરમિયાન આયોજિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતીઆપવામાં આવી હતી. જેમાં સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ, નેત્રદાન કેમ્પ, તેમજ આયુષ, હોમિયોપેથી અને એલોપેથી સર્વરોગ નિદાન કેમ્પનો સમાવેશ થાય છે.
કથાનો પ્રારંભ ૨૫ ફેબ્રુઆરીએ થશે અને તે દરરોજ બપોરે ૩ થી ૬ વાગ્યે તેમજ રાત્રે ૯ થી ૧૨ વાગ્યે યોજાશે. ભવિક ભક્તો માટે સાંજે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.