logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધ્રાંગધ્રા નગરપાલિકાના સત્તાધિશો અને GUDC વિભાગની અણઆવડત અને તઘલખી શાસનને કારણે સ્થાનિક રહીશો સતત હાલાકી ભોગવી રહ્યા છે. આ અણઘડ વહીવટનો વધુ એક કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે શહેરમાં પૌરાણિક અને જર્જરિત પાણીની ટાંકીનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું હતું. સરકારની નવી ટાંકી બનાવવાની યોજના અંતર્ગત શુક્રવારે મોડી સાંજે દિલ્હી દરવાજા બહાર આવેલી સબ જેલ પાસે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડિમોલેશન દરમિયાન કોઈ યોગ્ય સાવચેતી રાખવામાં ન આવતા જર્જરિત પાણીની ટાંકી બાજુમાં આવેલી સોની સમાજની વાડી પર ધરાશાયી થઈ હતી, જેના કારણે વાડીને મોટું નુકસાન થયું છે. બનાવની જાણ થતા જ સોની સમાજના આગેવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે આ સમગ્ર ઘટના માટે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશોની અણઆવડત અને બેદરકારીને સ્પષ્ટપણે જવાબદાર ઠેરવી છે.

6 hrs ago
user_Sunny Vaghela
Sunny Vaghela
Advertising agency ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
6 hrs ago
a37771aa-8866-4c77-a379-68e1e8aa2e66

ધ્રાંગધ્રા નગરપાલિકાના સત્તાધિશો અને GUDC વિભાગની અણઆવડત અને તઘલખી શાસનને કારણે સ્થાનિક રહીશો સતત હાલાકી ભોગવી રહ્યા છે. આ અણઘડ વહીવટનો વધુ એક કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે શહેરમાં પૌરાણિક અને જર્જરિત પાણીની ટાંકીનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું હતું. સરકારની નવી ટાંકી બનાવવાની યોજના અંતર્ગત શુક્રવારે મોડી સાંજે દિલ્હી દરવાજા બહાર આવેલી સબ જેલ પાસે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડિમોલેશન દરમિયાન કોઈ યોગ્ય સાવચેતી રાખવામાં ન આવતા જર્જરિત પાણીની ટાંકી બાજુમાં આવેલી સોની સમાજની વાડી પર ધરાશાયી થઈ હતી, જેના કારણે વાડીને મોટું નુકસાન થયું છે. બનાવની જાણ થતા જ સોની સમાજના આગેવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે આ સમગ્ર ઘટના માટે નગરપાલિકાના જવાબદાર સત્તાધીશોની અણઆવડત અને બેદરકારીને સ્પષ્ટપણે જવાબદાર ઠેરવી છે.

More news from ગુજરાત and nearby areas
  • મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આગામી અષાઢી બીજ તહેવાર પહેલાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે. આ અંગે હળવદથી અહેવાલકર્તા રમેશ ઠાકોર દ્વારા વિગતો આપવામાં આવી છે.
    1
    મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આગામી અષાઢી બીજ તહેવાર પહેલાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે. આ અંગે હળવદથી અહેવાલકર્તા રમેશ ઠાકોર દ્વારા વિગતો આપવામાં આવી છે.
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    53 min ago
  • મોરબીમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ PGVCL તંત્રની લાલિયાવાડી અને બેદરકારી સામે આવી છે. અહીં જેતપર રોડ પર લગાવેલા વીજપોલ સામાન્ય પવનમાં પણ જોરથી ડોલી રહ્યા છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ઊભી થયેલી આ પરિસ્થિતિના કારણે અહીંના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે.
    1
    મોરબીમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ PGVCL તંત્રની લાલિયાવાડી અને બેદરકારી સામે આવી છે. અહીં જેતપર રોડ પર લગાવેલા વીજપોલ સામાન્ય પવનમાં પણ જોરથી ડોલી રહ્યા છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં જ ઊભી થયેલી આ પરિસ્થિતિના કારણે અહીંના ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે.
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    1 hr ago
  • અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ઓતારિયા ગામમાં છેલ્લા સાત વર્ષથી મોબાઇલ ટાવર અને નેટવર્કની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. નેટવર્કના અભાવને કારણે ગ્રામજનોનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને કટોકટીના સમયે 108 સેવા મેળવવી પણ મુશ્કેલ બની રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગામમાં પંચાયત, પોસ્ટ ઓફિસ અને ભાલ સેવા સમિતિ જેવી અનેક સંસ્થાઓ ડિજિટલ માધ્યમથી કામગીરી કરે છે, પરંતુ નેટવર્કની અછતને લીધે આ તમામ સેવાઓ ખોરવાઈ ગઈ છે. આ સમસ્યાને કારણે બેંકમાં ડિજિટલ ખાતાં ખોલાવવા, ઓનલાઇન એન્ટ્રી કરવી તેમજ સરકારી પોર્ટલ પરની કામગીરીમાં સતત વિલંબ થઈ રહ્યો છે. ગ્રામજનોએ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.
    1
    અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના ઓતારિયા ગામમાં છેલ્લા સાત વર્ષથી મોબાઇલ ટાવર અને નેટવર્કની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. નેટવર્કના અભાવને કારણે ગ્રામજનોનું જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને કટોકટીના સમયે 108 સેવા મેળવવી પણ મુશ્કેલ બની રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગામમાં પંચાયત, પોસ્ટ ઓફિસ અને ભાલ સેવા સમિતિ જેવી અનેક સંસ્થાઓ ડિજિટલ માધ્યમથી કામગીરી કરે છે, પરંતુ નેટવર્કની અછતને લીધે આ તમામ સેવાઓ ખોરવાઈ ગઈ છે. આ સમસ્યાને કારણે બેંકમાં ડિજિટલ ખાતાં ખોલાવવા, ઓનલાઇન એન્ટ્રી કરવી તેમજ સરકારી પોર્ટલ પરની કામગીરીમાં સતત વિલંબ થઈ રહ્યો છે. ગ્રામજનોએ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
  • સિદ્ધપુરમાં ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક પરંપરાનું પ્રતિક ગણાતી ભગવાન ગોવિંદ માધવની 83મી રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે સિદ્ધપુર પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા માર્ગ પર ભવ્ય ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગમાર્ચ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ અસામાજિક તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે. આ ફ્લેગમાર્ચમાં પાટણ ડીવાયએસપી, સિદ્ધપુર ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, જીઆરડી, હોમગાર્ડ અને અન્ય સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ફ્લેગમાર્ચ ગોવિંદ માધવ મંદિરથી પ્રારંભ થઈને ખારપાડાનો મહાડ, મંડી બજાર, નિશાળ ચકલો, પથ્થરપુર, ખીલા તરવાડો, આલવાનો ચોક, વેદવાળાનો મહાડ, કાલા ભટ્ટનો મહાડ, પસવાદલ પોલ, રુદ્ર મહાલય, મંડી બજાર અને સરસ્વતી નદી વિસ્તાર સહિતના સમગ્ર નિર્ધારિત રૂટ પરથી પસાર થઈને ફરી ગોવિંદ માધવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. સંપૂર્ણ ચાંદીના ભવ્ય રથમાં નીકળતી ભગવાન ગોવિંદ માધવની આ નગરયાત્રા દેશભરમાં અનોખું સ્થાન ધરાવે છે અને તે ભારતની આવી એકમાત્ર રથયાત્રા હોવાનું માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સતત પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, ભાઈચારો અને પરસ્પર સૌહાર્દ જાળવીને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
    2
    સિદ્ધપુરમાં ધાર્મિક આસ્થા અને ઐતિહાસિક પરંપરાનું પ્રતિક ગણાતી ભગવાન ગોવિંદ માધવની 83મી રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે સિદ્ધપુર પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા માર્ગ પર ભવ્ય ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગમાર્ચ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ અસામાજિક તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે.

આ ફ્લેગમાર્ચમાં પાટણ ડીવાયએસપી, સિદ્ધપુર ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, જીઆરડી, હોમગાર્ડ અને અન્ય સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ફ્લેગમાર્ચ ગોવિંદ માધવ મંદિરથી પ્રારંભ થઈને ખારપાડાનો મહાડ, મંડી બજાર, નિશાળ ચકલો, પથ્થરપુર, ખીલા તરવાડો, આલવાનો ચોક, વેદવાળાનો મહાડ, કાલા ભટ્ટનો મહાડ, પસવાદલ પોલ, રુદ્ર મહાલય, મંડી બજાર અને સરસ્વતી નદી વિસ્તાર સહિતના સમગ્ર નિર્ધારિત રૂટ પરથી પસાર થઈને ફરી ગોવિંદ માધવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.

સંપૂર્ણ ચાંદીના ભવ્ય રથમાં નીકળતી ભગવાન ગોવિંદ માધવની આ નગરયાત્રા દેશભરમાં અનોખું સ્થાન ધરાવે છે અને તે ભારતની આવી એકમાત્ર રથયાત્રા હોવાનું માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સતત પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, ભાઈચારો અને પરસ્પર સૌહાર્દ જાળવીને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    6 min ago
  • બોટાદ જિલ્લાના ઢસા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ તબીબી સેવાનું ઉદાહરણ પૂરું પાડતાં પીપળવા (લાઠી) ગામના વાડી વિસ્તારમાં જ એક સગર્ભા મહિલાની સફળ નોર્મલ પ્રસૂતિ કરાવી છે. આજે સવારે આશરે ૧૧:૩૫ વાગ્યે મહિલાની ગંભીર સ્થિતિ અંગે ૧૦૮ ઇમરજન્સી સેવામાં કોલ મળતા જ ઇ.એમ.ટી. જયેશભાઈ વાળા અને પાયલોટ અબ્બાસભાઈ મહેતર વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સગર્ભાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી અને પ્રસૂતિની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાથી તેને હોસ્પિટલ લઈ જવી જોખમી જણાતા ટીમે સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. ૧૦૮ના ઈઆરસીપી (ERCP) ડૉ. મહેશના સતત માર્ગદર્શન હેઠળ ઇ.એમ.ટી. જયેશભાઈ વાળાએ પોતાની તાલીમ અને અનુભવનો ઉપયોગ કરી સફળતાપૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવી હતી. એમ્બ્યુલન્સમાં રહેલી ડિલિવરી કિટ અને આધુનિક તબીબી સાધનોની મદદથી માતા અને નવજાત શિશુને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ચાવંડ પીએચસી ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કર્યા હતા. મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને આવેલી ૧૦૮ની ટીમને કારણે બંનેના જીવ બચી જતાં પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે આ સેવાને સાચા અર્થમાં 'જીવનદાયી સેવા' ગણાવી હતી. આ પ્રશંસનીય કામગીરી બદલ બોટાદ જિલ્લાના યુનિટ હેડ યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકીએ ૧૦૮ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
    4
    બોટાદ જિલ્લાના ઢસા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ તબીબી સેવાનું ઉદાહરણ પૂરું પાડતાં પીપળવા (લાઠી) ગામના વાડી વિસ્તારમાં જ એક સગર્ભા મહિલાની સફળ નોર્મલ પ્રસૂતિ કરાવી છે. આજે સવારે આશરે ૧૧:૩૫ વાગ્યે મહિલાની ગંભીર સ્થિતિ અંગે ૧૦૮ ઇમરજન્સી સેવામાં કોલ મળતા જ ઇ.એમ.ટી. જયેશભાઈ વાળા અને પાયલોટ અબ્બાસભાઈ મહેતર વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સગર્ભાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી અને પ્રસૂતિની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાથી તેને હોસ્પિટલ લઈ જવી જોખમી જણાતા ટીમે સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.

૧૦૮ના ઈઆરસીપી (ERCP) ડૉ. મહેશના સતત માર્ગદર્શન હેઠળ ઇ.એમ.ટી. જયેશભાઈ વાળાએ પોતાની તાલીમ અને અનુભવનો ઉપયોગ કરી સફળતાપૂર્વક નોર્મલ પ્રસૂતિ કરાવી હતી. એમ્બ્યુલન્સમાં રહેલી ડિલિવરી કિટ અને આધુનિક તબીબી સાધનોની મદદથી માતા અને નવજાત શિશુને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ચાવંડ પીએચસી ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને સંપૂર્ણપણે સ્વસ્થ જાહેર કર્યા હતા. મુશ્કેલ સમયમાં દેવદૂત બનીને આવેલી ૧૦૮ની ટીમને કારણે બંનેના જીવ બચી જતાં પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે આ સેવાને સાચા અર્થમાં 'જીવનદાયી સેવા' ગણાવી હતી. આ પ્રશંસનીય કામગીરી બદલ બોટાદ જિલ્લાના યુનિટ હેડ યુવરાજસિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકીએ ૧૦૮ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • સુરેન્દ્રનગરમાં વર્ષ 1880માં બ્રિટિશ શાસન દરમિયાન નિર્મિત પૌરાણિક અને ઐતિહાસિક બિલ્ડીંગોના વિકાસ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાય દ્વારા આ જર્જરિત ઇમારતોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ડેવલોપમેન્ટ માટેનો પ્લાન અને નકશો તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કંપનીના કોન્ટ્રાક્ટરોને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઐતિહાસિક બિલ્ડીંગોને તોડી પાડવાને બદલે તેનું નવ નિર્માણ કરીને તેને ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવાયો છે, જેથી આ હેરિટેજ ઇમારતોનું જતન થઈ શકે. આ ડેવલોપમેન્ટ બાદ પોલીસ અધિકારીઓ દ્વારા આ બિલ્ડીંગોનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાયના હસ્તે ભૂમિપૂજન પણ સંપન્ન થયું છે, જેની માહિતી સુરેન્દ્રનગર હેડક્વાર્ટરના DySP પાર્થ પરમારે આપી હતી.
    1
    સુરેન્દ્રનગરમાં વર્ષ 1880માં બ્રિટિશ શાસન દરમિયાન નિર્મિત પૌરાણિક અને ઐતિહાસિક બિલ્ડીંગોના વિકાસ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાય દ્વારા આ જર્જરિત ઇમારતોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ડેવલોપમેન્ટ માટેનો પ્લાન અને નકશો તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કંપનીના કોન્ટ્રાક્ટરોને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ ઐતિહાસિક બિલ્ડીંગોને તોડી પાડવાને બદલે તેનું નવ નિર્માણ કરીને તેને ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવાયો છે, જેથી આ હેરિટેજ ઇમારતોનું જતન થઈ શકે. આ ડેવલોપમેન્ટ બાદ પોલીસ અધિકારીઓ દ્વારા આ બિલ્ડીંગોનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈ.જી. નિરલિપ્ત રાયના હસ્તે ભૂમિપૂજન પણ સંપન્ન થયું છે, જેની માહિતી સુરેન્દ્રનગર હેડક્વાર્ટરના DySP પાર્થ પરમારે આપી હતી.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    21 hrs ago
  • સુરેન્દ્રનગરમાં પેરોલ ફલો સ્ક્વોડની ટીમે ટાગોર બાગ વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષથી ફરાર પોક્સો કેસના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ મૂળી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. તેમજ પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો હતો અને તે એક વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના નિર્દેશ હેઠળ પેરોલ ફલો સ્ક્વોડે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, ટીમે બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ તાલુકાના બિયોકના રહેવાસી પરેશભાઈ રૂપસિંહભાઈ લુહારને સુરેન્દ્રનગરના ટાગોર બાગમાંથી દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ અને કાર્યવાહી માટે મૂળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ બી.એચ. સિગરખિયા, પીએસઆઈ એન.એ. રાયમા અને પીએસઆઈ આર.જે. ગોહિલ સહિત પેરોલ ફલો સ્ક્વોડની ટીમે આરોપીને પકડી પાડ્યો હતો.
    1
    સુરેન્દ્રનગરમાં પેરોલ ફલો સ્ક્વોડની ટીમે ટાગોર બાગ વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષથી ફરાર પોક્સો કેસના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ મૂળી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. તેમજ પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો હતો અને તે એક વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના નિર્દેશ હેઠળ પેરોલ ફલો સ્ક્વોડે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, ટીમે બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ તાલુકાના બિયોકના રહેવાસી પરેશભાઈ રૂપસિંહભાઈ લુહારને સુરેન્દ્રનગરના ટાગોર બાગમાંથી દબોચી લીધો હતો.

પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ અને કાર્યવાહી માટે મૂળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ બી.એચ. સિગરખિયા, પીએસઆઈ એન.એ. રાયમા અને પીએસઆઈ આર.જે. ગોહિલ સહિત પેરોલ ફલો સ્ક્વોડની ટીમે આરોપીને પકડી પાડ્યો હતો.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.