સુરત ગ્રામ્ય એલસીબીએ કડોદરા GIDC પોલીસ મથકની હદમાં, ચલથાણ ગામ નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર મોટી કાર્યવાહી કરી છે. એક ટેમ્પામાં ખાસ બનાવેલા ચોર ખાનામાં સંતાડીને સેલવાસથી ભાવનગર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ ₹10,50,780ના મુદ્દામાલ સાથે ટેમ્પાના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ કામગીરી રાજ્યમાં ગેરકાયદે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકના નિર્દેશ મુજબ 25 જૂનથી 30 જૂન 2026 દરમિયાન ચાલી રહેલી વિશેષ પ્રોહિબિશન ડ્રાઈવના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ચલથાણ રાજહંસ ટ્રાન્સપોર્ટ નગર સામે નાકાબંધી ગોઠવી GJ-19-Z-3764 નંબરના અશોક લેલેન્ડ "બડા દોસ્ત" ટેમ્પાને રોકી તપાસ કરતાં તેના ડાલા નીચે બનાવેલા ગુપ્ત ચોર ખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં પ્રશાંત ઉર્ફે કાળુ મનુભાઈ ભંભાણા (ઉ.વ. 27) અને ફનીત દિલીપભાઈ સોધાતર (ઉ.વ. 30)નો સમાવેશ થાય છે. જ્યારે સેલવાસથી દારૂ ભરાવનાર ભીમો અને ભાવનગર જિલ્લાના બોરડી ગામના નાગજીભાઈ શામજીભાઈ મકવાણાને વોન્ટેડ જાહેર કરાયા છે. તપાસમાં ટેમ્પા ચાલક સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 283 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹5,25,380), ટેમ્પો (₹5 લાખ), બે મોબાઇલ ફોન, રોકડ રકમ તથા લિક્વિડ ડિટરજન્ટ ભરેલા 21 કેરબાઓ સહિત કુલ ₹10,50,780નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટેમ્પા સહિતનો સમગ્ર મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને કેસ કડોદરા GIDC પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર સફળ કામગીરી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી.

- સુરત ગ્રામ્ય એલસીબીએ કડોદરા GIDC પોલીસ મથકની હદમાં, ચલથાણ ગામ નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર મોટી કાર્યવાહી કરી છે. એક ટેમ્પામાં ખાસ બનાવેલા ચોર ખાનામાં સંતાડીને સેલવાસથી ભાવનગર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ ₹10,50,780ના મુદ્દામાલ સાથે ટેમ્પાના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ કામગીરી રાજ્યમાં ગેરકાયદે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકના નિર્દેશ મુજબ 25 જૂનથી 30 જૂન 2026 દરમિયાન ચાલી રહેલી વિશેષ પ્રોહિબિશન ડ્રાઈવના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ચલથાણ રાજહંસ ટ્રાન્સપોર્ટ નગર સામે નાકાબંધી ગોઠવી GJ-19-Z-3764 નંબરના અશોક લેલેન્ડ "બડા દોસ્ત" ટેમ્પાને રોકી તપાસ કરતાં તેના ડાલા નીચે બનાવેલા ગુપ્ત ચોર ખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં પ્રશાંત ઉર્ફે કાળુ મનુભાઈ ભંભાણા (ઉ.વ. 27) અને ફનીત દિલીપભાઈ સોધાતર (ઉ.વ. 30)નો સમાવેશ થાય છે. જ્યારે સેલવાસથી દારૂ ભરાવનાર ભીમો અને ભાવનગર જિલ્લાના બોરડી ગામના નાગજીભાઈ શામજીભાઈ મકવાણાને વોન્ટેડ જાહેર કરાયા છે. તપાસમાં ટેમ્પા ચાલક સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 283 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹5,25,380), ટેમ્પો (₹5 લાખ), બે મોબાઇલ ફોન, રોકડ રકમ તથા લિક્વિડ ડિટરજન્ટ ભરેલા 21 કેરબાઓ સહિત કુલ ₹10,50,780નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટેમ્પા સહિતનો સમગ્ર મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને કેસ કડોદરા GIDC પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર સફળ કામગીરી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી.1
- સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક બેદરકાર ડમ્પરના કારણે થયેલા ગંભીર અકસ્માતમાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલે પોલીસે તાત્કાલિક અને મોટી કાર્યવાહી કરીને અકસ્માત સર્જનાર બેદરકાર ડમ્પર ચાલકની ધરપકડ કરી લીધી છે.1
- સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસે એક મોટી સફળતા મેળવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા છેલ્લા 18 વર્ષથી ફરાર ચાલી રહેલા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.1
- કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધિત ગુનાઓ આચરનાર આરોપી ઓમ વાંસફોડીયાની કડોદરા GIDC પોલીસે પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરી છે. પોલીસે આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે.1
- સુરત જિલ્લાના ચલથાણ ગામના ભરતનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ચાલી રહેલા ગટર લાઇનના કામ અંગે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હાલની ગટર લાઇન બદલવાની કોઈ ખાસ જરૂરિયાત નહોતી અને માત્ર ગટરમાંથી કચરો કાઢીને સફાઈ કરવામાં આવી હોત તો પણ સમસ્યાનો ઉકેલ આવી જાત. આ 'બિનજરૂરી' કામ માટે સમગ્ર રસ્તો તોડી પાડવામાં આવ્યો હોવાથી લોકોમાં નગરપાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું સમારકામ સમયસર અને ગુણવત્તાપૂર્વક થશે કે કેમ. જો રસ્તાનું યોગ્ય પુનઃનિર્માણ નહીં થાય તો લોકોને આવનજાવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ સમગ્ર મામલે તપાસ કરીને જો કામ ખરેખર જરૂરી ન હોય તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની અને રસ્તાનું ગુણવત્તાસભર પુનઃનિર્માણ કરવાની માંગ કરી છે.1
- સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું.1
- સુરતમાં DCP પોલીસ સ્ટેશન સામે આવેલી એક જૂની ઇમારતની છત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં એક વૃદ્ધ અંધ વ્યક્તિ સહિત 5 થી 6 લોકોને ફાયર બ્રિગેડ દ્વારા સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા.1
- સુરતના ઉધના રેલવે સ્ટેશન પર યાત્રીઓ સાથે ગેરવર્તણૂકના આક્ષેપોને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોએ અનેક સવાલો ઉભા કર્યા છે. આ વીડિયોમાં યાત્રીઓ સાથે મારપીટ અને ગેરવર્તણૂક થઈ હોવાના આરોપો વચ્ચે પોલીસની કામગીરી પર પણ પ્રશ્નાર્થ મૂકવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાની સત્યતા શું છે, તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.1