logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ,LPG ઉપલબ્ધ છે *મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ* *** *જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ* *** *મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬* મહેસાણા જિલ્લામાં વિવિધ ઓઇલ માર્કેટીંગ કંપનીઓને સંલગ્ન ગેસ એજન્સી ધારકોની કલેકટરશ્રી એસ.કે.પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટરશ્રી જે.કે.જેગોડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. મહેસાણા જિલ્લાના ૧૦ તાલુકામાં આવેલી કુલ ૩૮ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ આ બેઠકમાં જોડાયા હતા. જેમાં HPCL ની ૧૬, IOCL ની ૧૧ અને BPCL ની ૧૧ ગેસ એજન્સીઓનો સમાવેશ થાય છે. બેઠકમાં IOCL, HPCL અને BPCL ના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારની સૂચનાઓને અનુસરી મહેસાણા જિલ્લામાં LPG સિલિન્ડરોનો બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી ન થાય તેની તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન માટે તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. બેઠક દરમિયાન ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં LPG સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ અને નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ ગ્રાહકોને પૂરતો જથ્થો સમયસર મળી રહે તે માટે ગેસ એજન્સીઓએ ખાસ ધ્યાન રાખવા જણાવાયું હતું. આ બેઠકમાં ઓનલાઇન માધ્યમથી જોડાયેલા તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર (પુરવઠા) તથા નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ ગેસ એજન્સીઓની બેઠક યોજી દૈનિક ધોરણે ડિમાન્ડ અને સપ્લાયનું સઘન મોનીટરીંગ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ગેસ એજન્સીઓની નિયમિત તપાસ કરવા તેમજ ગેરરીતિના કિસ્સાઓમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી હતી. સંબંધિત સેલ્સ ઓફિસરો દ્વારા જણાવાયું હતું કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કોઇ અછત નથી. કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ સંબંધિત ઓઇલ માર્કેટીંગ કંપનીઓ કામગીરી કરશે. હાલના સંજોગોમાં ડિલિવરી સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી સામાન્ય જનતાને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે અને સામાન્ય જનતાને કોઇ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા પણ જાહેર જનતાને આ બાબતે ચિંતા ન કરવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તમામ મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ***

3 hrs ago
user_Bhavin Bhavsar Reporter
Bhavin Bhavsar Reporter
Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
3 hrs ago
2f65ee9b-a171-4a2e-8736-0ab7bffb7dde

મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ,LPG ઉપલબ્ધ છે *મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ* *** *જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ* *** *મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬* મહેસાણા જિલ્લામાં વિવિધ ઓઇલ માર્કેટીંગ કંપનીઓને સંલગ્ન ગેસ એજન્સી ધારકોની કલેકટરશ્રી એસ.કે.પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટરશ્રી જે.કે.જેગોડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. મહેસાણા જિલ્લાના ૧૦ તાલુકામાં આવેલી કુલ ૩૮ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ આ બેઠકમાં જોડાયા હતા. જેમાં HPCL ની ૧૬, IOCL ની ૧૧ અને BPCL ની ૧૧ ગેસ એજન્સીઓનો સમાવેશ થાય છે. બેઠકમાં IOCL, HPCL અને BPCL ના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારની સૂચનાઓને અનુસરી મહેસાણા જિલ્લામાં LPG સિલિન્ડરોનો બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી ન થાય તેની તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે હાલના તબક્કે

0ada1332-bf9a-4401-9db7-5441213a6271

મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન માટે તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. બેઠક દરમિયાન ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં LPG સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ અને નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ ગ્રાહકોને પૂરતો જથ્થો સમયસર મળી રહે તે માટે ગેસ એજન્સીઓએ ખાસ ધ્યાન રાખવા જણાવાયું હતું. આ બેઠકમાં ઓનલાઇન માધ્યમથી જોડાયેલા તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર (પુરવઠા) તથા નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ ગેસ એજન્સીઓની બેઠક યોજી દૈનિક ધોરણે ડિમાન્ડ અને સપ્લાયનું સઘન મોનીટરીંગ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ગેસ એજન્સીઓની નિયમિત તપાસ કરવા તેમજ ગેરરીતિના કિસ્સાઓમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી હતી. સંબંધિત સેલ્સ ઓફિસરો દ્વારા જણાવાયું હતું કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કોઇ અછત નથી. કોમર્શિયલ ગેસ

9a7a62e4-7f83-4c78-9a75-db9abb4a5471

અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ સંબંધિત ઓઇલ માર્કેટીંગ કંપનીઓ કામગીરી કરશે. હાલના સંજોગોમાં ડિલિવરી સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી સામાન્ય જનતાને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે અને સામાન્ય જનતાને કોઇ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા પણ જાહેર જનતાને આ બાબતે ચિંતા ન કરવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તમામ મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ***

More news from Gujarat and nearby areas
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    12 hrs ago
  • મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ, ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬ મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરની કોઈ અછત નથી તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે જોડાયેલા ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડાએ અધ્યક્ષતા ભજવી હતી. આ બેઠકમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આવેલી કુલ ૩૮ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં HPCLની ૧૬, IOCLની ૧૧ અને BPCLની ૧૧ એજન્સીઓનો સમાવેશ થતો હતો. ઉપરાંત IOCL, HPCL તથા BPCLના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર બેઠકમાં ઘરેલુ LPG સિલિન્ડરોના બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી અટકાવવા માટે કડક તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરોએ જણાવ્યું હતું કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કોઈ અછત નથી અને કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ કંપનીઓ કાર્યરત રહેશે. ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ તથા નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી કરવા તેમજ પૂરતો જથ્થો સમયસર પહોંચાડવા માટે ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ઓનલાઇન માધ્યમથી જોડાયેલા તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર (પુરવઠા) તથા નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ ગેસ એજન્સીઓની બેઠક યોજી દૈનિક ધોરણે ડિમાન્ડ અને સપ્લાયનું સઘન મોનીટરિંગ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેસ એજન્સીઓની નિયમિત તપાસ કરવા તથા ગેરરીતિના કિસ્સાઓમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. હાલના સંજોગોમાં ડિલિવરી સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે અને જનતાને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને ચિંતા ન કરવા પણ નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તમામ મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ, ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬
મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરની કોઈ અછત નથી તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે જોડાયેલા ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડાએ અધ્યક્ષતા ભજવી હતી.
આ બેઠકમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આવેલી કુલ ૩૮ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં HPCLની ૧૬, IOCLની ૧૧ અને BPCLની ૧૧ એજન્સીઓનો સમાવેશ થતો હતો. ઉપરાંત IOCL, HPCL તથા BPCLના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર બેઠકમાં ઘરેલુ LPG સિલિન્ડરોના બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી અટકાવવા માટે કડક તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરોએ જણાવ્યું હતું કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કોઈ અછત નથી અને કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ કંપનીઓ કાર્યરત રહેશે.
ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ તથા નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી કરવા તેમજ પૂરતો જથ્થો સમયસર પહોંચાડવા માટે ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ઓનલાઇન માધ્યમથી જોડાયેલા તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર (પુરવઠા) તથા નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ ગેસ એજન્સીઓની બેઠક યોજી દૈનિક ધોરણે ડિમાન્ડ અને સપ્લાયનું સઘન મોનીટરિંગ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગેસ એજન્સીઓની નિયમિત તપાસ કરવા તથા ગેરરીતિના કિસ્સાઓમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. હાલના સંજોગોમાં ડિલિવરી સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે અને જનતાને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને ચિંતા ન કરવા પણ નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તમામ મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    39 min ago
  • વડગામ તા. સીસરાણા ગામે સરપંચ લક્ષ્મણભાઈ ઘોયા ની અધ્યક્ષતા માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
    3
    વડગામ તા. સીસરાણા ગામે સરપંચ લક્ષ્મણભાઈ ઘોયા ની અધ્યક્ષતા માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    1 hr ago
  • Post by Dr. Prince Parmar
    3
    Post by Dr. Prince Parmar
    user_Dr. Prince Parmar
    Dr. Prince Parmar
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • Post by संदीप नंदकिशोर सिसोदिया
    1
    Post by संदीप नंदकिशोर सिसोदिया
    user_संदीप नंदकिशोर सिसोदिया
    संदीप नंदकिशोर सिसोदिया
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Photographer વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર
    1
    આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.