મહેસાણાવ: સેઢાવી ગામમાં ખેડૂતને બાંધી ભેંસ અને રોકડની લૂંટ ચલાવનાર ૪ શખ્સો ગણતરીના કલાકોમાં ગિરફ્તાર લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારના જૂની સેઢાવી ગામે રાત્રિના સમયે ખેતરમાં ઊંઘી રહેલા ખેડૂતને છરી બતાવી, દોરડાથી બાંધીને રોકડ તથા ભેંસની લૂંટ ચલાવનાર ૪ અસામીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. જૂની સેઢાવી (હાડવી રોડ) ખાતે રહેતા રતુજી ભગાજી વાઘેલા પોતાના ખેતરમાં રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન ચાર અજાણ્યા શખ્સોએ આવી તેમને છરી બતાવી ધમકાવ્યા હતા. આરોપીઓએ ખેડૂતના ખિસ્સામાંથી ૧૨,૦૦૦ની રોકડ રકમ કાઢી લીધી હતી અને તેમને દોરડા વડે બાંધી ખેતરમાં મૂકી દીધા હતા. ત્યારબાદ ખેતરમાં બાંધેલી ૫૦,૦૦૦ની કિંમતની ભેંસને પિકઅપ ડાલામાં ભરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે રતુજી વાઘેલાએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈ ગાંધીનગર વિભાગના આઈજીપી વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા એસ.પી. હિમાંશુ સોલંકી અને ડીવાયએસપી મિલાપ પટેલની સૂચનાથી લાંઘણજ પી.આઈ. એ.એમ. ગેલોતના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.કે. તુવર અને સ્ટાફ તપાસમાં જોડાયા હતા. તપાસ દરમિયાન અ.પો.કો. મહેન્દ્રસિંહ ભીખાજી અને અ.પો.કો. નરેન્દ્રસિંહ કલ્યાણસિંહને બાતમી મળી હતી કે ગુનામાં વપરાયેલ પિકઅપ ડાલુ તથા લૂંટેલી ભેંસ સાથે ચારેય આરોપીઓ મંડાલી ગામની સીમમાં આવેલ મૌસીનખાનના ખેતરમાં બેઠેલા છે. પોલીસે તુરંત જ દરોડો પાડીને ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ: ૧. રવીન્દ્રસિંહ ચંદુજી ચાવડા (રહે. જૂની સેઢાવી, તા.જી. મહેસાણા) ૨. ચંદુજી નાથાજી ચાવડા (રહે. જૂની સેઢાવી, તા.જી. મહેસાણા) ૩. જીતેન્દ્રસિંહ પરથીજી ચાવડા (રહે. જૂની સેઢાવી, તા.જી. મહેસાણા) ૪. સમીરશા અબ્દુલશા દીવાન (રહે. નંદાસણ, તા.જી. મહેસાણા) કબજે કરેલ મુદ્દામાલ: * રોકડ રકમ -:૨૦૦૦ * ૧ ભેંસ (કિંમત ૫૦,૦૦૦/-) * ૧ પિકઅપ ડાલુ (કિંમત 3,00 , 000/-) લાંઘણજ પોલીસે ગણતરીના કલાકોમાં આ અણઉકેલાયેલ ગુનાનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ રિકવર કરીને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- બનાસડેરીની વાર્ષિક સાધારણ સભા સણાદર ડેરી ખાતે યોજાઈ હતી. સણાદર બનાસડેરી ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ભાવ વધારા મુદે કરી મહત્વની વાત જેમાં ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે રક્ષાબંધન નિમિત્તે પશુપાલક મહીલાઓને અભિનંદન પાઠવ્યા1
- બનાસ ડેરી દ્વારા સર્વોચ્ચ ભાવવધારાની જાહેરાતથી હર્ષોલ્લાસ, પશુપાલક બહેનોએ ચેરમેન શંકરભાઈ ચૌધરીને બાંધી રાખડી પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા ઐતિહાસિક ભાવવધારાની જાહેરાત કરવામાં આવતાં બૃહદ બનાસકાંઠા જિલ્લાની પશુપાલક બહેનોમાં દિવાળી જેવો ઉત્સાહ છવાયો છે. ગુજરાતની તમામ સહકારી ડેરીઓ કરતાં વધુ ભાવવધારો મળતા ગ્રામીણ મહિલાઓની આર્થિક સમૃદ્ધિને નવું બળ મળ્યું છે. રક્ષાબંધન પૂર્વે મળેલી આ અનમોલ ભેટ બદલ હર્ષ અને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જિલ્લાભરની પશુપાલક બહેનોએ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને સ્નેહપૂર્વક રાખડી બાંધી હતી અને પશુપાલકોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય બદલ સંસ્થાના નેતૃત્વ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી પ્રગટ કરી હતી.1
- લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત લાખણી તાલુકાના સરપંચોએ આવેદનપત્ર આપી 16મા નાણાપંચમાં ગ્રામ પંચાયતોની સત્તા યથાવત રાખવા માંગ કરી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસના કામ કરવાની સત્તા પંચાયત હસ્તક રાખવા રજૂઆત વાવ થરાદ જીલ્લાના લાખણી તાલુકાના સરપંચોએ મામલતદાર કચેરી એ આવેદન પત્ર આપી 15 માં નાણાંપંચ મુજબ 16 માં નાણાંપંચ માં વિકાસ કામોનું આયોજન અને કામગીરી પંચાયત હસ્તક રાખવા માંગ કરવામાં આવી છે.સરકાર દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના આયોજનમાં છ લાખથી વધુની રકમના કામો અંગે જે જોગવાઈ અને આયોજનની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી રહી છે, તેવી જ જોગવાઈ ગ્રામ પંચાયતના 16મા નાણાપંચના આયોજનમાં પણ લાગુ કરવાની વિચારણા ચાલી રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ જોગવાઈ ગ્રામ પંચાયતો માટે લાગુ ન કરવામાં આવે અને 15મા નાણાપંચની જેમ જ સરપંચ તથા ગ્રામ પંચાયતને વિકાસના કામોના આયોજન અને અમલીકરણ કામ કરવાની સત્તા યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના વિસ્તારમાં સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને ગ્રામજનોની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. અનેક ગામોમાં વિવિધ સમાજના મહોલ્લા તથા વિસ્તારોમાં એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીના નાના-મોટા અત્યંત જરૂરી વિકાસ કામોની જરૂરિયાત રહે છે. જેમાં ગટર લાઇન, પાણીની ટાંકી, કમ્પાઉન્ડ વોલ, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ સહિતના કામોનો સમાવેશ થાય છે. સરપંચો અને ગ્રામ પંચાયતના આગેવાનોના જણાવ્યા મુજબ, જો 16મા નાણાપંચમાં છ લાખથી વધુના કામોનું આયોજન કરવાની જોગવાઈ લાગુ કરવામાં આવશે તો ગ્રામ પંચાયતને મળતી મૂળ વિકાસ ગ્રાન્ટમાંથી એક ગામમાં માત્ર બે થી ત્રણ જેટલા કામો જ હાથ ધરી શકાશે. પરિણામે ગામના વિવિધ સમાજના મહોલ્લા અને વિસ્તારોમાં જરૂરી નાના વિકાસ કામો લાંબા સમય સુધી થઈ શકશે નહીં અને ગામના સર્વાંગી તથા સંતુલિત વિકાસને અસર થવાની શક્યતા છે. સરપંચોના જણાવ્યા મુજબ, “16મા નાણાપંચમાં 15મા નાણાપંચ મુજબ જ ગ્રામ પંચાયત અને સરપંચ ને વિકાસ કામોના આયોજન તથા કામગીરીની સત્તા યથાવત રાખવામાં આવે.અને છ લાખથી વધુના કામોની જોગવાઈ ગ્રામ પંચાયતો પર લાદવામાં ન આવે. આ માંગણી અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને અગાઉની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે તો સરપંચો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.4
- રક્ષાબંધન,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1
- પૂનમના પવિત્ર દિવસે ઢીમા ધામમાં ભક્તોની ભારે ભીડથી ધામ ગુંજી ઉઠ્યું ઢીમા: વાવ-થરાદ જિલ્લાના ઢીમા ખાતે શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે મીની દ્વારકા તરીકે પ્રસિદ્ધ ઢીમા ધામમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. રક્ષાબંધન અને પૂનમનો પવિત્ર સંયોગ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઢીમા ધામ ખાતે દર્શન માટે ઉમટી પડ્યા હતા. ઢીમા ધામમાં આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર ધામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. પૂનમના દિવસે દૂર-દૂરથી આવતા ભક્તોના કારણે ઢીમા ધામમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. રક્ષાબંધન પર્વ અને શ્રાવણ પૂનમ નિમિત્તે ઢીમા ધામમાં ભક્તોની વિશેષ હાજરીએ ધામને જાણે ભક્તિસાગરમાં ફેરવી દીધું હતું. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.4
- ભીમ આર્મી ચીફ અધ્યક્ષ કમલેશ ધવલે મોરીખા મડર કેશમાં હજુ સુધી ન્યાય ના મળતાં સમગ્ર ભારતના નાગરિકો ને આપ્યો એક સંદેસ. અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ1
- વાવ-થરાદમાં દલિત યુવકની હત્યા બાદ પરિવારે કહ્યું આરોપી ખુલ્લા ફરે છે ક્યારે પકડશો1
- Post by Ramesh Chaudhary1