શ્રી સરસ્વતી વિદ્યામંદિર, કાલોલ ખાતે ધોરણ-10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર, કાલોલ ખાતે એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા આપનાર ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય રીતેશભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે ધોરણ-9ના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને ધોરણ-10ના વિદ્યાર્થીઓએ શાળા પ્રત્યેના પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમના અંતે તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઝળહળતી સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધો.10ના વર્ગ શિક્ષક વિપીનભાઇ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું.

- કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.1
- Post by Jasmin B Shah1
- કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.4
- Post by Janshe Gujarat1
- Post by Dabhoi_Attractions1
- ગોધર તાલુકામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. તાલુકાના નસીકપુર સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ હળવું કમોસમી વરસાદનું જાગતું વર્ષયુ હતું. ખેતરોમાં ઘઉં મકાઈ ચણા સહિત ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર થયેલા છે તેવામાં વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદી જાપતાને લઇ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે વહેલી સવારે સામાન્ય ઝાપટું પડ્યા બાદ વરસાદી છાંટા બંધ થઈ ચૂક્યા હતા.1
- Post by Salman moravala1
- Post by Jasmin B Shah1