Shuru
Apke Nagar Ki App…
નાગરિકોને પાયાની તથા માળખાકીય સુવિધા પૂરી પાડવાના સર્વોચ્ચ લક્ષ્ય સાથે આજે જસદણ-વિંછીયા વિધાનસભા વિસ્તારમાં અંદાજિત રકમ ₹85.97 લાખના ખર્ચે નિર્માણ થનાર કોઠી ગામે સી.સી. રોડ તેમજ ગઢડીયા(જામ) ગામે સુવિધાપથ રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તથા ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Dhaenoj Sagar
નાગરિકોને પાયાની તથા માળખાકીય સુવિધા પૂરી પાડવાના સર્વોચ્ચ લક્ષ્ય સાથે આજે જસદણ-વિંછીયા વિધાનસભા વિસ્તારમાં અંદાજિત રકમ ₹85.97 લાખના ખર્ચે નિર્માણ થનાર કોઠી ગામે સી.સી. રોડ તેમજ ગઢડીયા(જામ) ગામે સુવિધાપથ રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તથા ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
More news from ગુજરાત and nearby areas
- હળવદ શહેરમાં શ્રી રામ સમિતિ દ્વારા ચાર દિવસીય ભવ્ય રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે શહેર અને તાલુકાના શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણ બની રહેશે. રામોત્સવના અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ભાગ લેશે. તેમજ લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ દ્વારા ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમની વિશેષતા રહેશે. આ ઉપરાંત સખી મંડળ દ્વારા રામધૂન તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ સર્જાશે. હળવદ શહેર તથા તાલુકાની તમામ જનતાને આ ભવ્ય રામોત્સવમાં સહભાગી થવા શ્રી રામ સમિતિ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શક્તા, સંવેદનશીલતા તથાજવાબદારીપણા બાબતને રાજ્ય સરકાર દ્વારા હાર્દ સમાન ગણવામાં આવે છે સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના ઘર સુધી પહોંચે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામની સરકારી પ્રાથમિક શાળા કલસ્ટર-૨ "સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય)” કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સાળંગપુર, કુંડળ, બેલા, ટીંબલા,રેફડા, ખાંભડા, ચાચરીયા, રામપરા, ખમીદાણા, નવા નાવડા, જુના નાવડા સહિતના ગામોના ગ્રામજનોએ લાભ લીધો હતો સેવાતુ કાર્યક્રમમાં સરકારની રેશનકાર્ડ સબંધીત સેવાઓ, આધાર કાર્ડ સંબંધીત સેવાઓ, પીએમ જન આરોગ્ય યોજના સંબંધિત સેવાઓ, ગંગા સ્વરૂપા સહાય યોજનાની સેવાઓ, આવક જાતિના પ્રમાણપત્ર, જન્મ મરણ પ્રમાણપત્ર, વિગેરે સેવાઓનો લાભ આપવામાં આવ્યો. સેવાસેતુ કાર્યક્રમ હેઠળ કુલ ૨૧૮૦ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એસ.વી ચૌધરી, મામલતદાર એચ.એસ.જાડેજા, તાલુકા વિકાસ અધિકારી, કે.બી. પટેલ, અગ્રણી વિરેન્દ્રભાઈ ખાચર, વિજયભાઈ ખાચર, છનાભાઈ પરમાર, સરપંચ શરદભાઈ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Vopul luhar1
- માંગરોળ શહેર મુકામે સમસ્ત સિંધી સમાજ દ્વારા ભગવાન ઝુલેલાલ જન્મ જયંતીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલમય પ્રસંગે માણાવદર-માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાએ ખાસ ઉપસ્થિત રહી સિંધી સમાજના ભાઈ-બહેનો સાથે ઉત્સવનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ સમાજના આગેવાનો સાથે મળી ભગવાન ઝુલેલાલની પૂજા-અર્ચના કરી હતી અને સૌના સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર માંગરોળમાં આનંદ, ભક્તિ અને સામાજિક એકતાના સુંદર માહોલ વચ્ચે આ ઉત્સવ સંપન્ન થયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.1
- Post by Sundarlal dedaniya8
- Post by પત્રકાર1
- જાફરાબાદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ની કરવાં માં આવી ઉજવણી1
- બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં લાવેલ ઈજાગ્રસ્ત વ્યક્તિ ગંભીર જણાતા વધુ સારવાર માટે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાથી ભાવનગર ખાતે રીફર કરવામાં આવેલ છે ભુપતભાઈ ગીરજાશંકર વ્યાસ ઉંવ 45 ફેક્ટરી માલિક કે જેને સારવાર વધુ અર્થે ખસેડાયા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Vopul luhar1