વિજાપુર ખાતે 31 મે, 2026 ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે જિલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ રેલી અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ "અપીલનો પર્દાફાશ, તમાકુ અને નિકોટીનના વ્યસનનો સામનો કરો" થીમ પર આધારિત હતો. આ જનજાગૃતિ રેલી સવારે એસડીએચ વિજાપુરથી શરૂ થઈને તાલુકા પંચાયત, ખત્રી કુવા, નગરપાલિકા અને બીઆરસી ભવન સહિતના જાહેર માર્ગો પર ફરી હતી. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ અને નર્સિંગના વિદ્યાર્થીઓએ બેનર તથા પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને અને સૂત્રોચ્ચાર દ્વારા લોકોને તમાકુના દુષણથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. રેલીનું સમાપન પરત એસડીએચ ખાતે થયું હતું. આ રેલીમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ, કે.જે. પટેલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ, અર્બન વિજાપુરની આશા બહેનો, મેલ અને ફિમેલ હેલ્થ વર્કર, અર્બન હેલ્થ ઓફિસર વિજાપુર, એસટીએસ પ્રકાશ નાયી તેમજ ફિમેલ સુપરવાઈઝર ભાનુબેન સહિત મોટી સંખ્યામાં આરોગ્ય સ્ટાફ જોડાયો હતો. રેલી બાદ તાલુકા હેલ્થ કચેરી વિજાપુર ખાતે યોજાયેલા વર્કશોપમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 COTPA ની કલમ 4, 5, 6A, 6B વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે તેમણે તમાકુ અને તેની બનાવટોના સેવનથી થતા મોઢાના કેન્સર, ટીબી, લકવો, બીપી, ડાયાબિટીસ જેવા ગંભીર રોગો અંગે પણ લોકોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ તમાકુમુક્ત વિજાપુર તાલુકો બનાવવાનો સંકલ્પ લીધો હતો અને જન સમુદાયની ભાગીદારીથી લોકોને તમાકુના દુષણથી દૂર રાખવા ખાસ અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે વિજાપુર તાલુકાના 10 પીએચસી કેન્દ્રો ખાતે પણ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
વિજાપુર ખાતે 31 મે, 2026 ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે જિલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ રેલી અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ "અપીલનો પર્દાફાશ, તમાકુ અને નિકોટીનના વ્યસનનો સામનો કરો" થીમ પર આધારિત હતો. આ જનજાગૃતિ રેલી સવારે એસડીએચ વિજાપુરથી શરૂ થઈને તાલુકા પંચાયત, ખત્રી કુવા, નગરપાલિકા અને બીઆરસી ભવન સહિતના જાહેર માર્ગો પર ફરી હતી. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ અને નર્સિંગના વિદ્યાર્થીઓએ બેનર તથા પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને અને સૂત્રોચ્ચાર દ્વારા લોકોને તમાકુના દુષણથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. રેલીનું સમાપન પરત એસડીએચ ખાતે થયું હતું. આ રેલીમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ, કે.જે. પટેલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ, અર્બન વિજાપુરની આશા બહેનો, મેલ અને ફિમેલ હેલ્થ વર્કર, અર્બન હેલ્થ ઓફિસર વિજાપુર, એસટીએસ પ્રકાશ નાયી
તેમજ ફિમેલ સુપરવાઈઝર ભાનુબેન સહિત મોટી સંખ્યામાં આરોગ્ય સ્ટાફ જોડાયો હતો. રેલી બાદ તાલુકા હેલ્થ કચેરી વિજાપુર ખાતે યોજાયેલા વર્કશોપમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 COTPA ની કલમ 4, 5, 6A, 6B વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે તેમણે તમાકુ અને તેની બનાવટોના સેવનથી થતા મોઢાના કેન્સર, ટીબી, લકવો, બીપી, ડાયાબિટીસ જેવા ગંભીર રોગો અંગે પણ લોકોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ તમાકુમુક્ત વિજાપુર તાલુકો બનાવવાનો સંકલ્પ લીધો હતો અને જન સમુદાયની ભાગીદારીથી લોકોને તમાકુના દુષણથી દૂર રાખવા ખાસ અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે વિજાપુર તાલુકાના 10 પીએચસી કેન્દ્રો ખાતે પણ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
- વિજાપુર ખાતે 31 મે, 2026 ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે જિલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ રેલી અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ "અપીલનો પર્દાફાશ, તમાકુ અને નિકોટીનના વ્યસનનો સામનો કરો" થીમ પર આધારિત હતો. આ જનજાગૃતિ રેલી સવારે એસડીએચ વિજાપુરથી શરૂ થઈને તાલુકા પંચાયત, ખત્રી કુવા, નગરપાલિકા અને બીઆરસી ભવન સહિતના જાહેર માર્ગો પર ફરી હતી. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ અને નર્સિંગના વિદ્યાર્થીઓએ બેનર તથા પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને અને સૂત્રોચ્ચાર દ્વારા લોકોને તમાકુના દુષણથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. રેલીનું સમાપન પરત એસડીએચ ખાતે થયું હતું. આ રેલીમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ, કે.જે. પટેલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ, અર્બન વિજાપુરની આશા બહેનો, મેલ અને ફિમેલ હેલ્થ વર્કર, અર્બન હેલ્થ ઓફિસર વિજાપુર, એસટીએસ પ્રકાશ નાયી તેમજ ફિમેલ સુપરવાઈઝર ભાનુબેન સહિત મોટી સંખ્યામાં આરોગ્ય સ્ટાફ જોડાયો હતો. રેલી બાદ તાલુકા હેલ્થ કચેરી વિજાપુર ખાતે યોજાયેલા વર્કશોપમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 COTPA ની કલમ 4, 5, 6A, 6B વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે તેમણે તમાકુ અને તેની બનાવટોના સેવનથી થતા મોઢાના કેન્સર, ટીબી, લકવો, બીપી, ડાયાબિટીસ જેવા ગંભીર રોગો અંગે પણ લોકોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ તમાકુમુક્ત વિજાપુર તાલુકો બનાવવાનો સંકલ્પ લીધો હતો અને જન સમુદાયની ભાગીદારીથી લોકોને તમાકુના દુષણથી દૂર રાખવા ખાસ અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે વિજાપુર તાલુકાના 10 પીએચસી કેન્દ્રો ખાતે પણ વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.2
- સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અદાપુરમાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે.1
- સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ભારે ઉકળાટ બાદ આ સીઝનનો પ્રથમ વરસાદ નોંધાયો છે. આ વરસાદ ગાજવીજ સાથે પડ્યો હતો, જેણે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી.1
- પાટણ પોલીસે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત એક જનસહાર કેમ્પનું આયોજન કરીને આશરે 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કર્યો છે.1
- Post by Pooja patel1
- વડાલી શહેરમાં વાવાઝોડા સાથે વીજળીના કડાકાભડાકા વચ્ચે ભારે વરસાદ શરૂ થયો છે. રિપોર્ટર નરેન્દ્ર સિહ રાઠોડના જણાવ્યા અનુસાર, વડાલીમાં વાવાઝોડા સાથે વીજળીના કડાકા વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.3
- સુરત જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા સિનિયર એકાઉન્ટ ક્લાર્ક વિરુદ્ધ લાંચ લેવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરત ACBની ટીમે ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરતાં મહિલા કર્મચારી અને તેના કોલેજિયન પુત્રને ઝડપી પાડ્યા છે. ખેતીવાડી શાખામાં સિનિયર એકાઉન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતી રૂપલ પરેશકુમાર ટેલરે સહકર્મચારીઓના પ્રવાસ ભથ્થાં (TA) અને એલ.ટી.સી. (LTC)ના બિલો પાસ કરવા બદલ રૂ. 62,500ની લાંચની માંગણી કરી હતી. આ ફરિયાદના આધારે સુરત ACBએ ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન રૂ. 30,000ની લાંચ સ્વીકારવામાં આવતા મહિલા કર્મચારીના કોલેજિયન પુત્રને રકમ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન માતા રૂપલ ટેલરની પણ સંડોવણી સામે આવતાં તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. ACB અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકારી ફરજનો દુરુપયોગ કરીને લાંચની માંગણી કરવામાં આવી હતી. માતાની લાંચની લાલચમાં પુત્ર પણ કાયદાના સકંજામાં આવી જતાં તેનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. આ મામલે ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને લાંચ પ્રકરણ સાથે સંકળાયેલા અન્ય પાસાઓની પણ તપાસ ચાલી રહી છે. લાંચની લાલચે માતા-પુત્રને જેલના દરવાજે પહોંચાડ્યા, આ સુરત ACBનો સફળ ટ્રેપ રહ્યો છે.2
- ગાંધીનગર જિલ્લાના દહેગામ-ગાંધીનગર હાઈવે પર પસાર થઈ રહેલી એક બલેનો કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં જોતજોતામાં જ આખી કાર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી.1