કાલોલના શામળદેવી ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી: ૪૨ બહેનોને ફળ-શાકભાજી પરીરક્ષણની તાલીમ અપાઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નાયબ બાગાયત નિયામકની કચેરી, ગોધરા દ્વારા કાલોલ તાલુકાના શામળદેવી ગામ ખાતે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા વૃતિકા સ્ટાઈપેન્ડ યોજના' અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામીણ મહિલાઓને બાગાયતી પેદાશોના મૂલ્યવર્ધન દ્વારા આર્થિક રીતે સદ્ધર બનાવવાના હેતુથી 'ફળ અને શાકભાજી પરીરક્ષણ' (Value Addition) અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં બાગાયત અધિકારી જીજ્ઞાબેન પટેલ અને બાગાયત મદદનીશ રક્ષાબેન દ્વારા શામળદેવી ગામની કુલ ૪૨ જેટલી બહેનોને વિવિધ વાનગીઓ બનાવવાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં ટામેટા કેચપ, કાચા કેળાની વેફર, કાચી કેરીનું અથાણું, ગાજરનું અથાણું અને સૂકી ખારેકનું અથાણું જેવી વસ્તુઓ લાંબો સમય કેવી રીતે સાચવી શકાય તે અંગે પ્રેક્ટિકલ નિદર્શન કરાયું હતું. આ ઉપરાંત સ્વાસ્થ્યવર્ધક બીટના લાડુ, ખજૂરના લાડુ અને લીંબુ શરબત બનાવવાની રીત પણ શીખવવામાં આવી હતી. તાલીમ દરમિયાન બહેનોને માત્ર વાનગીઓ જ નહીં, પરંતુ બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓની પણ ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. બહેનો પોતાના ખેતર કે વાડાની પેદાશોમાંથી ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ તાલીમાર્થી બહેનોને યોજનાકીય માહિતી પુસ્તિકા અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાલોલના શામળદેવી ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી: ૪૨ બહેનોને ફળ-શાકભાજી પરીરક્ષણની તાલીમ અપાઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નાયબ બાગાયત નિયામકની કચેરી, ગોધરા દ્વારા કાલોલ તાલુકાના શામળદેવી ગામ ખાતે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા વૃતિકા સ્ટાઈપેન્ડ યોજના' અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામીણ મહિલાઓને બાગાયતી પેદાશોના મૂલ્યવર્ધન દ્વારા આર્થિક રીતે સદ્ધર બનાવવાના હેતુથી 'ફળ અને શાકભાજી પરીરક્ષણ' (Value Addition) અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં બાગાયત અધિકારી જીજ્ઞાબેન પટેલ અને બાગાયત મદદનીશ રક્ષાબેન દ્વારા શામળદેવી ગામની કુલ ૪૨ જેટલી બહેનોને વિવિધ વાનગીઓ બનાવવાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં ટામેટા કેચપ, કાચા
કેળાની વેફર, કાચી કેરીનું અથાણું, ગાજરનું અથાણું અને સૂકી ખારેકનું અથાણું જેવી વસ્તુઓ લાંબો સમય કેવી રીતે સાચવી શકાય તે અંગે પ્રેક્ટિકલ નિદર્શન કરાયું હતું. આ ઉપરાંત સ્વાસ્થ્યવર્ધક બીટના લાડુ, ખજૂરના લાડુ અને લીંબુ શરબત બનાવવાની રીત પણ શીખવવામાં આવી હતી. તાલીમ દરમિયાન બહેનોને માત્ર વાનગીઓ જ નહીં, પરંતુ બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓની પણ ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. બહેનો પોતાના ખેતર કે વાડાની પેદાશોમાંથી ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ તાલીમાર્થી બહેનોને યોજનાકીય માહિતી પુસ્તિકા અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા જેમાં આ ત્રણે ઈજાગ્રસ્તોને સારવાર તે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.1
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતાં જેઓને સારવાર અર્થે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતા1
- Post by Jasmin B Shah1
- Post by FM GUJARAT N1
- करोड़ की सड़क में महा-घोटाला! 🚨 विकास के नाम पर जनता की आँखों में झोंकी जा रही है धूल। देखिए कैसे भ्रष्ट अधिकारियों ने सड़क को 'खोखला' बना दिया। इन गद्दारों की संपत्ति की जांच होनी चाहिए!1
- પીઠાઈ આર એલ પટેલ એન્ડ કંપની માં આગ, લાખોનું નુકશાન કઠલાલના પીઠાઈ માં આવેલ આર એલ પટેલ એન્ડ કંપનીમાં અગમ્ય કારણોસર વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. પ્લાયવુડ બનાવતી આ કંપનીમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા લાખોનો સામાન અને ઇન્સ્ટ્રુમેન્ટ બળી ને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક કઠલાલ, કપડવંજ અને નડિયાદ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર ભારે જહમત બાદ કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.એમજીવીસીએલ દ્વારા પણ તકેદારીના ભાગરૂપે લાઈટ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.વહેલી સવારે અગમ્ય કારણોસર લાગેલી આગમાં લાખોનો માલ સામાન બળીને ખાપ થઈ ગયો. આગ લાગતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ફાયર વિભાગે આંગ ઉપર કાબુ મેળવી આગ ઓલવી દીધી હતી.આગ લાગતા કંપનીમાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- છોટાઉદેપુર એસટી ડેપો ની બસ ને નડયો અકસ્માત,, પાઇપો ભરેલી ટેલર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત,, ફેરકુવા થી પરત છોટાઉદેપુર આવી રેલી બસને સુરખેડા ગામ પાસે નડ્યો અકસ્માત,, રોડ પર અચાનક આવી ગયેલ વ્યક્તિને બચાવવા જતા સર્જાયો અકસ્માત,, અકસ્માતના પગલે બંને સાઈડ ટ્રાફિક થયો જામ,, રોડની વચ્ચે આવી ગયેલ વ્યક્તિને ઈજા થતાં 108 દ્વારા છોટાઉદેપુર દવાખાને લઈ જવામાં આવ્યો,, બસમાં સવાર પંદર જેટલા પેસેન્જરોનું અને ડ્રાઇવર અને કંડકટર નો આબાદ થયો બચાવ,, છોટાઉદેપુર અને રંગપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક છૂટો કરાવ્યો,,1
- ૧૪ કરોડના ખર્ચે ત્યાર થયેલ સદારામ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ માન્ય ઠાકોર સાહેબનાં હસ્તે .1