Shuru
Apke Nagar Ki App…
સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS (નાર્કોટિક્સ) કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે આરોપી ઇમરાન ઉર્ફે ઇમને સલાબતપુરા વિસ્તારમાંથી પકડ્યો હતો. તે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા MD ડ્રગ્સ (મેફેડ્રોન) કેસમાં વોન્ટેડ હતો અને ધરપકડથી બચવા માટે સતત ફરાર હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ કાર્યવાહી સુરત પોલીસની "નો ડ્રગ્સ ઇન સુરત સિટી" ઝુંબેશ હેઠળ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય શહેરમાંથી નશીલા પદાર્થોના વ્યવસાયને નાબૂદ કરવાનો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
प्रमोद सिंह परमार
સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS (નાર્કોટિક્સ) કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે આરોપી ઇમરાન ઉર્ફે ઇમને સલાબતપુરા વિસ્તારમાંથી પકડ્યો હતો. તે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા MD ડ્રગ્સ (મેફેડ્રોન) કેસમાં વોન્ટેડ હતો અને ધરપકડથી બચવા માટે સતત ફરાર હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ કાર્યવાહી સુરત પોલીસની "નો ડ્રગ્સ ઇન સુરત સિટી" ઝુંબેશ હેઠળ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય શહેરમાંથી નશીલા પદાર્થોના વ્યવસાયને નાબૂદ કરવાનો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
More news from ગુજરાત and nearby areas
- સુરતમાં વેસ્ટ એક્સપ્રેસના AC કોચમાંથી લાવારિસ બેગમાંથી ₹2.42 લાખની કિંમતનો ચરસનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. 'મિશન સેફ સ્ટેશન' અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન આ બેગની તલાશી લેવાતા માદક પદાર્થની તસ્કરીનો મોટો ખુલાસો થયો હતો. જોકે, આ ઘટનામાં તસ્કર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ અને સંબંધિત એજન્સીઓ આરોપીને શોધવા માટે તપાસ ચલાવી રહી છે.1
- રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી સરળતાથી પહોંચાડવાના હેતુથી પલસાણા તાલુકામાં 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરો દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ દ્વારા નાગરિકોને યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે, સાથે જ સ્થળ પર જ અરજીઓ સ્વીકારી લાભાર્થીઓને જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે. પલસાણા તાલુકામાં કુલ ત્રણ સ્થળોએ આ જન કલ્યાણ શિબિર યોજવાનું આયોજન કરાયું છે. પલસાણાના મામલતદાર મુકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, પ્રથમ શિબિર કારેલી ગામે સફળતાપૂર્વક યોજાઈ હતી. બીજી શિબિર 18 જૂનના રોજ પલસાણા પ્રાથમિક શાળામાં યોજાશે, અને ત્રીજી તથા અંતિમ શિબિર 20 જૂનના રોજ વરેલી પ્રાથમિક શાળામાં યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે શિબિરોમાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપે છે, અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરીને પાત્ર લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળે તે માટે કામગીરી થઈ રહી છે. મામલતદાર મુકેશ પટેલે ગ્રામજનોને જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ અશ્વિનીબેન નિકુંજસિંહ વાંસીયાએ જણાવ્યું હતું કે, આ જન કલ્યાણ શિબિર અંતર્ગત તાલુકાના કુલ 18 ગામોને આવરી લેવામાં આવ્યા છે. કારેલી ગામે યોજાયેલી પ્રથમ શિબિરમાં સરકારની 57થી વધુ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી અને પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ લાભ મળે તે માટે વ્યવસ્થા કરાઈ હતી. શિબિર દરમિયાન આવકના દાખલા, જાતિના દાખલા, આધાર આધારિત સેવાઓ, સામાજિક સુરક્ષા યોજનાઓ, મહિલા અને બાળ વિકાસ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, પેન્શન સહિત વિવિધ વિભાગોની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. કારેલી ખાતે યોજાયેલી પ્રથમ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી યોજનાઓની માહિતી મેળવી ઉત્સાહપૂર્વક અરજી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આયોજકો દ્વારા આગામી શિબિરોમાં પણ વધુમાં વધુ લોકો હાજરી આપે તેવી અપીલ કરવામાં આવી છે. આ શિબિરમાં પલસાણા મામલતદાર મુકેશભાઈ વી. પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહભાઈ બી. પરમાર, સી.ડી.પી.ઓ. સેજલબેન ઇટાલીયા, જિલ્લા પંચાયત સભ્ય, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ મોહનભાઈ આહીર, તાલુકા સંગઠન પ્રમુખ કૃણાલભાઈ પટેલ, ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ, પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનીબેન નિકુંજસિંહ વાંસીયા સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS (નાર્કોટિક્સ) કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે આરોપી ઇમરાન ઉર્ફે ઇમને સલાબતપુરા વિસ્તારમાંથી પકડ્યો હતો. તે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા MD ડ્રગ્સ (મેફેડ્રોન) કેસમાં વોન્ટેડ હતો અને ધરપકડથી બચવા માટે સતત ફરાર હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ કાર્યવાહી સુરત પોલીસની "નો ડ્રગ્સ ઇન સુરત સિટી" ઝુંબેશ હેઠળ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય શહેરમાંથી નશીલા પદાર્થોના વ્યવસાયને નાબૂદ કરવાનો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- સુરત મહાનગરપાલિકા પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાના ધમકીભર્યા ઈ-મેઇલ મળતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમોને પણ બોલાવવામાં આવી છે, અને હાલ સમગ્ર મહાનગરપાલિકા પરિસરમાં સઘન તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જોકે, હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની સત્તાવાર માહિતી સામે આવી નથી. બોમ્બ મૂકવામાં આવ્યો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર હાજર રહી તપાસની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઉપરાંત, પોલીસે ધમકીભર્યા ઈ-મેઇલના સ્ત્રોત અંગે પણ તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ વિગતો સ્પષ્ટ થઈ શકશે.1
- સુરત જિલ્લાના કવાસ ગામ અને ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ઇચ્છાપોર પોલીસે સઘન કોમ્બિંગ અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન, નિયમોનું ઉલ્લંઘન કરતી અને ગેરકાયદેસર રીતે કાળા કાચ લગાવેલી અનેક ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આવા વાહનોના કાળા કાચ ઉતરાવી લીધા હતા અને વાહનચાલકોને કાયદાનું પાલન કરવા સૂચના આપી હતી. ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની આ કામગીરી પ્રશંસનીય રહી હતી.1
- સુરત જિલ્લાના હાથોડા ગામે પોલીસ પર હુમલો કરવાના આરોપસર આઠ આરોપીઓને LCB પોલીસે ઝડપી પાડ્યા છે. આ કેસમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.1
- સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે, જેમાં મહાનગરપાલિકાની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં મહાનગરપાલિકાના કાર્યભાર પ્રત્યે નારાજગી પ્રવર્તી રહી છે.1