સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આ ઉજવણી કરવામાં આવી, જેમાં વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉજવાયેલા યોગ દિનનું જીવંત પ્રસારણ પણ સૌએ રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ સંબોધન કરતાં જણાવ્યું કે, ૨૧મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવાનો સંપૂર્ણ શ્રેય આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે, જેમણે દુનિયાને યોગનું મહત્વ સમજાવ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રીની નિરાશાહીનતા અને અથાગ શક્તિ યોગને કારણે જ શક્ય બની છે. શ્રી શિહોરાએ ભારપૂર્વક જણાવ્યું કે યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે આત્માને પણ તંદુરસ્ત રાખે છે, આધ્યાત્મિક જીવન તરફ દોરી જાય છે અને મગજને સકારાત્મક વિચારોથી પ્રફુલ્લિત રાખે છે. તેમણે પ્રાચીન ઋષિમુનિઓના ઉદાહરણ આપીને યોગને દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાનો અનુરોધ કર્યો. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ઝીલીને માત્ર એક દિવસ નહીં, પરંતુ દરરોજ નિયમિતપણે યોગ અને પ્રાણાયામ કરીને શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે સૌને અપીલ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં યોગ કો-ઓર્ડીનેટર સુશ્રી મોનિકા ચુડાસમાએ મંચ સંચાલન કર્યું હતું. તેમણે કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત ઉપસ્થિત સૌને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવીને સ્વસ્થ અને નશામુક્ત જીવનનો સંકલ્પ લેવડાવ્યો. આ ઉજવણીમાં જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.કે. જાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેક્ટર શ્રી વી.ડી. સાકરીયા, પ્રાંત અધિકારી શ્રી મેહુલ ભરવાડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા રમત અધિકારી શ્રી બળવંતસિંહ ચૌહાણ સહિત જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.
સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આ ઉજવણી કરવામાં આવી, જેમાં વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉજવાયેલા યોગ દિનનું જીવંત પ્રસારણ પણ સૌએ રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ સંબોધન કરતાં જણાવ્યું
કે, ૨૧મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવાનો સંપૂર્ણ શ્રેય આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે, જેમણે દુનિયાને યોગનું મહત્વ સમજાવ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રીની નિરાશાહીનતા અને અથાગ શક્તિ યોગને કારણે જ શક્ય બની છે. શ્રી શિહોરાએ ભારપૂર્વક જણાવ્યું કે યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે આત્માને પણ તંદુરસ્ત રાખે છે, આધ્યાત્મિક જીવન તરફ દોરી જાય છે અને મગજને સકારાત્મક વિચારોથી પ્રફુલ્લિત રાખે
છે. તેમણે પ્રાચીન ઋષિમુનિઓના ઉદાહરણ આપીને યોગને દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાનો અનુરોધ કર્યો. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને ઝીલીને માત્ર એક દિવસ નહીં, પરંતુ દરરોજ નિયમિતપણે યોગ અને પ્રાણાયામ કરીને શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે સૌને અપીલ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં યોગ કો-ઓર્ડીનેટર સુશ્રી મોનિકા ચુડાસમાએ મંચ સંચાલન કર્યું હતું. તેમણે કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત ઉપસ્થિત સૌને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવીને સ્વસ્થ
અને નશામુક્ત જીવનનો સંકલ્પ લેવડાવ્યો. આ ઉજવણીમાં જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.કે. જાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેક્ટર શ્રી વી.ડી. સાકરીયા, પ્રાંત અધિકારી શ્રી મેહુલ ભરવાડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા રમત અધિકારી શ્રી બળવંતસિંહ ચૌહાણ સહિત જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.
- મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા એક અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં જેતપર ગામના ખેડૂતોની સાથે અન્ય ગામોથી પધારેલા ખેડૂતો પણ જોડાયા હતા.1
- પાટણ એલસીબી પોલીસે દેલમાલ ગામેથી નકલી નોટો સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે.1
- રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં વિવિધ યોજનાઓ હેઠળ થઈ રહેલા લોકહિતના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે હવે મનુષ્યના અંતિમ વિશ્રામ સ્થાન સમા એકમાત્ર સ્મશાનગૃહને પણ ભ્રષ્ટાચારથી બાકાત ન રાખવામાં આવ્યું હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા કુંભારવાડા વિસ્તાર પાસે આવેલા આ સ્મશાનગૃહમાં હાલ સમારકામનું કામ ચાલી રહ્યું છે, જેમાં સ્ટ્રીટ લાઇટ માટે બનાવવામાં આવી રહેલા કોંક્રિટના કામમાં નબળી ગુણવત્તાની રેતી, સિમેન્ટ, બેલા અને લોખંડનો ઉપયોગ થતો હોવાના ગંભીર આક્ષેપો છે. અગાઉ પણ ધોરાજીમાં રોડ-રસ્તા (આરસીસી રોડ અને ડામર રોડ) સહિત ગ્રાન્ટમાંથી થયેલા અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો ઉઠ્યા હતા. ત્યારે તંત્ર સફાળું જાગ્યું અને ભૂલો સુધારવાનો પ્રયાસ પણ થયો, પરંતુ કોઈ પક્ષના નેતાઓ કે આગેવાનો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી અને જવાબદારો સામે કોઈ પગલાં લેવાયા ન હતા. હવે તો કૈલાશ ધામ ગણાતા સ્મશાનગૃહમાં પણ ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી દેવામાં આવી હોવાનું લાગી રહ્યું છે, જેના પર ધોરાજીના જવાબદાર તંત્ર, કોન્ટ્રાક્ટર અને રાજકીય આગેવાનો કેમ ચૂપ છે તે એક મોટો સવાલ છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે ધોરાજીમાં આ બાબતે વ્યવસ્થિત રીતે અને પારદર્શી કામગીરી થાય અને સ્મશાનગૃહ જેવા સ્થળને તો ભ્રષ્ટાચારથી મુક્ત રાખીને સારું કામ કરવામાં આવે.4
- કડી તાલુકા અને શહેરી વિસ્તારમાં છેલ્લા દસ દિવસમાં બનેલી અલગ-અલગ ચાર હત્યાઓની ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો હતો. કડી શહેરમાં વધતી જતી ગુનાખોરી અને હત્યાઓ મામલે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી, જેના અનુસંધાને જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. શનિવારે સાંજે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરમાં એક વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત કડી ડિવિઝનના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના નેતૃત્વ હેઠળ જિલ્લાના 10 પીઆઈ, 17 પીએસઆઈ અને 100 થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા દ્વારા કડી શહેરમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સાંજે પોલીસનો આ મોટો કાફલો રસ્તાઓ પર ઉતરી આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સંયુક્ત પોલીસ ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ પણ કર્યું હતું, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અને શંકાસ્પદ જણાતા 10 થી વધુ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસે નાગરિકોને ખાતરી આપી હતી કે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા કે કાયદો હાથમાં લેનાર તત્વો સામે આગામી દિવસોમાં પણ આવી જ રીતે કડક ઝુંબેશ ચલાવવામાં આવશે. આ પોલીસ કાર્યવાહીથી કડીની જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત, મોકાસણ ગામે થયેલ આધેડ મજૂરની હત્યાના બે આરોપીઓને કડી પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોકાસણ ગામના ઠાકોર વાસમાં રહેતા 55 વર્ષીય પ્રતાપજી મોહનજી ઠાકોર કડિયા કામ કરીને ગુજરાન ચલાવતા હતા. 17 જૂન 2026 ના રોજ બપોરના આશરે ચાર વાગ્યે ગામમાં ડેરી પાસે વડલા નીચે ગામના જ ઘનશ્યામભાઈ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલે પૈસાની લેવડદેવડ બાબતે તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઘનશ્યામભાઈ પટેલે પ્રતાપજી પર ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતા પ્રતાપજીને તાત્કાલિક કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલ, ત્યાંથી ગાંધીનગર અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. કડી પોલીસે બંને વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.1
- આજે સમગ્ર દેશમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે બોટાદ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ યોગ દિવસની વિશેષ ઉજવણીનું આયોજન કરાયું હતું. બોટાદ શહેરની સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અવસરે સૌએ યોગના મહત્વ અંગે સંદેશ આપી યોગના ફાયદાઓ પર ભાર મૂક્યો હતો.1
- હળવદના તક્ષશિલા સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં યોગ, આસન, પ્રાણાયામ અને સૂર્યનમસ્કારનું પ્રદર્શન યોજાયું હતું. શાળાના યોગ ટ્રેનર વિવેકભાઈ સિંધવ અને યાજ્ઞિકભાઈએ વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનોનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે સૂર્યનમસ્કારના “ૐ મિત્રાય નમઃ” થી “ૐ ભાસ્કરાય નમઃ” સુધીના 12 મંત્રોનું મહત્વ સમજાવ્યું અને દરરોજ ઓછામાં ઓછો એક રાઉન્ડ સૂર્યનમસ્કાર કરવાની પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં હોસ્ટેલમાં રહેતા 409 વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉજવણી દરમિયાન, સૂર્યનમસ્કારને માત્ર એક કસરત તરીકે જ નહીં, પરંતુ સૂર્ય ઉપાસના અને સ્વસ્થ જીવનશૈલીના અભિન્ન અંગ તરીકે પણ સમજાવવામાં આવ્યું હતું.1
- ગોંડલ શહેરના જામવાડી GIDC વિસ્તારમાં આવેલી 'મિસરી સ્પાઈસીસ' નામની ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભેળસેળની શંકાના આધારે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન આશરે 79,900 કિલો મસાલા, લોટ અને પામતેલ સહિત કુલ ₹1.90 કરોડનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ધાણા પાવડર, મરચું પાવડર, હળદર, ચોખા અને મકાઈનો લોટ જેવો જથ્થો ઝડપાયો હતો. ફેક્ટરી પાસે જરૂરી માન્ય લાયસન્સ ન હોવાનું પણ સામે આવ્યું છે. અધિકારીઓએ આ જથ્થાના નમૂનાઓ લઈ લેબમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, બે દિવસ પહેલાં પણ જામવાડી GIDCની 'સત્યમ મસાલા' ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને કાર્યવાહી કરી હતી.4
- બોટાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં 75 હજારથી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. જિલ્લામાં કુલ 250થી વધુ સ્થળોએ આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.1
- અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામે નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ લોહિયાળ ઝડપમાં ગામના મહિલા સરપંચના પતિ ભીખાભાઈ અને તેમના પુત્ર મયુરભાઈ પર કેટલાક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ભીખાભાઈ ગામના મહિલા સરપંચના પતિ છે, જ્યારે તેમના પુત્ર મયુરભાઈના પત્ની તાલુકા પંચાયતના ડેલીગેટ સભ્ય છે. આ હિંસક ઝડપ દરમિયાન બંને પક્ષે સામસામે પથ્થરમારો અને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભીખાભાઈ અને મયુરભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે સામા પક્ષે પણ બે લોકોને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. બનાવની જાણ થતાં જ ચાંગોદર પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે બંને પક્ષો દ્વારા એકબીજા વિરુદ્ધ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ સામસામે ગુનો નોંધાવવામાં આવ્યો છે.4