logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોટાદ જિલ્લાના સારંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ભવ્ય ત્યાંથી યોજાયો ફુલદોલ ઉત્સવ તીર્થધામ સારંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો ફૂલદોલ રંગોત્સવ ૭૫૦૦૦ જેટલાં હરિભક્તો કેસૂડાની રંગવર્ષાની સાથે ભક્તિના શાશ્વત રંગોથી રંગાયા બોટાદ જિલ્લાના સારંગપુરમાં તા: ૮ માર્ચ, ૨૦૨૬, રવિવારના રોજ તીર્થધામ સારંગપુર ખાતે પ. પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં ફૂલદોલ રંગોત્સવ (પુષ્પદોલોત્સવ) ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પ્રતિ વર્ષ ફૂલદોલનો ઉત્સવ સારંગપુરમાં ધામધૂમપૂર્વક ઊજવતાં એ જ પરંપરા પ. પૂ. મહંત સ્વામી મહારાજે જાળવી રાખી છે. આ ઉત્સવનો લાભ લેવા પધારેલા દેશ-વિદેશના ૭૫૦૦૦ જેટલાં આબાલવૃદ્ધ હરિભક્તો-ભાવિકોથી બી.એ.પી.એસ. સારંગપુર મંદિરનું વિશાળ પરિસર અને બી.એ.પી.એસ. વિદ્યામંદિરના વિશાળ પ્રાંગણમાં રચવામાં આવેલ ઉત્સવ સ્થળ ઊભરાઈ ગયું હતું. સભા-પ્રવેશ વખતે તમામ હરિભક્તોને પ્રસાદરૂપે ફૂડપેકેટ આપવામાં આવ્યા હતા. આ ઉત્સવ માટે 7.5 લાખ ચોરસ ફૂટ જમીન પર વિશાળ સભામંડપ અને ઉત્સવને અનુરૂપ 125 ફૂટ લાંબો, 40 ફૂટ પહોળો અને 40 ફૂટ ઊંચો ભવ્ય મુખ્ય મંચ બનાવવામાં આવ્યો હતો. મંચની પિછવાઈમાં ભગવાન સ્વામિનારાયણ અને તેઓની આધ્યાત્મિક ગુણાતીત ગુરૂપરંપરાની તેમજ રંગોત્સવની સ્મૃતિ કરાવતાં દ્રશ્યો અત્યંત દર્શનીય હતા. ‘રંગો રંગો મહંતજી રંગો’ થીમ અંતર્ગત યોજાયેલ પુષ્પદોલોત્સવની મુખ્ય સભાની શરૂઆત સાંજે ૪:૪૫ વાગ્યે સંગીતજ્ઞ સંતો અને યુવકોએ રંગોત્સવના પ્રાસંગિક પદો ગાઈને કરાવી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન, કાર્યો, પ્રભાવ અને સંદેશને આ કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ પુષ્પદોલોત્સવ ઉત્સવનો મર્મ ઘૂંટાવતા કહ્યું કે સૌએ ભગવાનના રંગે, ભક્તિના રંગે રંગાવાનું છે. ‘સત્પુરુષ પવિત્ર કરે છે’, ‘‘સત્પુરુષ પરમાત્મા સાથે જોડે છે’ અને ‘સત્પુરુષ પરમપદ આપે છે’ આ ત્રણ થીમ અંતર્ગત સંસ્થાના વિદ્વાન સંતો પૂ. આત્મતૃપ્ત સ્વામી, પૂ. ભદ્રેશ સ્વામી, પૂ. આનંદસ્વરૂપ સ્વામી તેમજ વરિષ્ઠ સંતો પૂ. ઈશ્વરચરણ સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી અને પૂ. કોઠારી સ્વામી દ્વારા હૃદયસ્પર્શી, પ્રેરણાદાયી અને મનનીય પ્રવચનો રજૂ કરવામાં આવ્યા હતા. સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. ડૉક્ટર સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પ.પૂ. મહંતસ્વામી મહારાજે રંગોત્સવ પર્વે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ‘આપણે આ સમૈયો કરીએ છીએ, એનું કારણ જ એ છે કે અંતઃકરણ શુદ્ધ કરવું. બધાને અંતઃ કરણ શુદ્ધ કરીને ભક્તિનો રંગ ચઢાવવાનો છે. અંતરમાં એક ભગવાન સિવાય બીજું કાંઈ ન રહે એ રીતે અંતર રંગવાનું છે.’ ઉત્સવની ચરમસીમારૂપે, પ.પૂ. મહંત સ્વામી મહારાજે અક્ષર-પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓનું પૂજન કર્યું હતું અને રંગોત્સવનો પ્રારંભ કર્યો હતો. ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તોએ આરતી અર્ઘ્ય અર્પણ કર્યા બાદ મહંત સ્વામી મહારાજે બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો પર રંગવર્ષા કરી હતી, તેમજ સંતોએ કલાત્મક પુષ્પહાર દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજને વધાવ્યા હતા. ત્યારબાદ પ.પૂ. મહંત સ્વામી મહારાજે અગ્ર મંચ પર લગાવેલી પિચકારીઓમાંથી સુગંધથી મઘમઘતા કેસૂડાના કેસરી જળની ધારાઓ દ્વારા હજારો હરિભક્તો, સંતો, પાર્ષદો, સાધકોને રંગવર્ષા દ્વારા તરબોળ કર્યા હતા. પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને સંતો-હરિભક્તોના કુશળ આયોજનથી આજનો ઉત્સવ ભવ્યતાથી સંપન્ન થયો હતો. આ વિરાટ આયોજનને સફળ બનાવવા ૩૦ જેટલા સેવાવિભાગોમાં ૫૦૦૦ સ્વયંસેવક-સેવિકાઓએ સેવા કરી હતી. રિપોર્ટર અજય પરમાર રાણપુર

1 day ago
user_Ajay Parmar
Ajay Parmar
બોટાદ, બોટાદ, ગુજરાત•
1 day ago
546af290-a312-41fd-9d6b-efc8ae4c013d

બોટાદ જિલ્લાના સારંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ભવ્ય ત્યાંથી યોજાયો ફુલદોલ ઉત્સવ તીર્થધામ સારંગપુરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો ફૂલદોલ રંગોત્સવ ૭૫૦૦૦ જેટલાં હરિભક્તો કેસૂડાની રંગવર્ષાની સાથે ભક્તિના શાશ્વત રંગોથી રંગાયા બોટાદ જિલ્લાના સારંગપુરમાં તા: ૮ માર્ચ, ૨૦૨૬, રવિવારના રોજ તીર્થધામ સારંગપુર ખાતે પ. પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં ફૂલદોલ રંગોત્સવ (પુષ્પદોલોત્સવ) ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પ્રતિ વર્ષ ફૂલદોલનો ઉત્સવ સારંગપુરમાં ધામધૂમપૂર્વક ઊજવતાં એ જ પરંપરા પ. પૂ. મહંત સ્વામી મહારાજે જાળવી રાખી છે. આ ઉત્સવનો લાભ લેવા પધારેલા દેશ-વિદેશના ૭૫૦૦૦ જેટલાં આબાલવૃદ્ધ હરિભક્તો-ભાવિકોથી બી.એ.પી.એસ. સારંગપુર મંદિરનું વિશાળ પરિસર અને બી.એ.પી.એસ. વિદ્યામંદિરના વિશાળ પ્રાંગણમાં રચવામાં આવેલ ઉત્સવ સ્થળ ઊભરાઈ ગયું હતું. સભા-પ્રવેશ વખતે

306c6b7a-4753-43cd-8e46-a43b9555e0e6

તમામ હરિભક્તોને પ્રસાદરૂપે ફૂડપેકેટ આપવામાં આવ્યા હતા. આ ઉત્સવ માટે 7.5 લાખ ચોરસ ફૂટ જમીન પર વિશાળ સભામંડપ અને ઉત્સવને અનુરૂપ 125 ફૂટ લાંબો, 40 ફૂટ પહોળો અને 40 ફૂટ ઊંચો ભવ્ય મુખ્ય મંચ બનાવવામાં આવ્યો હતો. મંચની પિછવાઈમાં ભગવાન સ્વામિનારાયણ અને તેઓની આધ્યાત્મિક ગુણાતીત ગુરૂપરંપરાની તેમજ રંગોત્સવની સ્મૃતિ કરાવતાં દ્રશ્યો અત્યંત દર્શનીય હતા. ‘રંગો રંગો મહંતજી રંગો’ થીમ અંતર્ગત યોજાયેલ પુષ્પદોલોત્સવની મુખ્ય સભાની શરૂઆત સાંજે ૪:૪૫ વાગ્યે સંગીતજ્ઞ સંતો અને યુવકોએ રંગોત્સવના પ્રાસંગિક પદો ગાઈને કરાવી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન, કાર્યો, પ્રભાવ અને સંદેશને આ કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ પુષ્પદોલોત્સવ ઉત્સવનો મર્મ ઘૂંટાવતા કહ્યું કે સૌએ

018f74c9-ddda-4f20-8229-a436c99e2070

ભગવાનના રંગે, ભક્તિના રંગે રંગાવાનું છે. ‘સત્પુરુષ પવિત્ર કરે છે’, ‘‘સત્પુરુષ પરમાત્મા સાથે જોડે છે’ અને ‘સત્પુરુષ પરમપદ આપે છે’ આ ત્રણ થીમ અંતર્ગત સંસ્થાના વિદ્વાન સંતો પૂ. આત્મતૃપ્ત સ્વામી, પૂ. ભદ્રેશ સ્વામી, પૂ. આનંદસ્વરૂપ સ્વામી તેમજ વરિષ્ઠ સંતો પૂ. ઈશ્વરચરણ સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી અને પૂ. કોઠારી સ્વામી દ્વારા હૃદયસ્પર્શી, પ્રેરણાદાયી અને મનનીય પ્રવચનો રજૂ કરવામાં આવ્યા હતા. સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. ડૉક્ટર સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પ.પૂ. મહંતસ્વામી મહારાજે રંગોત્સવ પર્વે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ‘આપણે આ સમૈયો કરીએ છીએ, એનું કારણ જ એ છે કે અંતઃકરણ શુદ્ધ કરવું. બધાને અંતઃ કરણ શુદ્ધ કરીને ભક્તિનો રંગ ચઢાવવાનો છે. અંતરમાં એક ભગવાન સિવાય બીજું કાંઈ ન રહે એ

9eed6e91-6849-42fd-ab68-43c1c738cec6

રીતે અંતર રંગવાનું છે.’ ઉત્સવની ચરમસીમારૂપે, પ.પૂ. મહંત સ્વામી મહારાજે અક્ષર-પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓનું પૂજન કર્યું હતું અને રંગોત્સવનો પ્રારંભ કર્યો હતો. ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તોએ આરતી અર્ઘ્ય અર્પણ કર્યા બાદ મહંત સ્વામી મહારાજે બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો પર રંગવર્ષા કરી હતી, તેમજ સંતોએ કલાત્મક પુષ્પહાર દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજને વધાવ્યા હતા. ત્યારબાદ પ.પૂ. મહંત સ્વામી મહારાજે અગ્ર મંચ પર લગાવેલી પિચકારીઓમાંથી સુગંધથી મઘમઘતા કેસૂડાના કેસરી જળની ધારાઓ દ્વારા હજારો હરિભક્તો, સંતો, પાર્ષદો, સાધકોને રંગવર્ષા દ્વારા તરબોળ કર્યા હતા. પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને સંતો-હરિભક્તોના કુશળ આયોજનથી આજનો ઉત્સવ ભવ્યતાથી સંપન્ન થયો હતો. આ વિરાટ આયોજનને સફળ બનાવવા ૩૦ જેટલા સેવાવિભાગોમાં ૫૦૦૦ સ્વયંસેવક-સેવિકાઓએ સેવા કરી હતી. રિપોર્ટર અજય પરમાર રાણપુર

More news from ગુજરાત and nearby areas
  • બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચાચરિયા પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 9 માર્ચ 2026ના રોજ દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે ‘મેઘાણી વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂલકાઓ અને શિક્ષકોએ મેઘાણીજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી‌ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મેઘાણીજીના પ્રખ્યાત ગીતો અને કાવ્યો રજૂ કરી સાહિત્યરસિક વાતાવરણ સર્જ્યું હતું. “અષાઢી સાંજનાં અંબર ગાજે”, “ખમ્મા વિરાને જાવું”, “મારે ઘેર આવજે બેની”, “ભેટે ઝુલે છે તલવાર”, “ચારણકન્યા”, “છેલ્લો કટોરો ઝેરનો”, “આભમાં ઉગેલ ચાંદલો”, “આભમાં જીણી ઝબુકે વિજળી”, “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ”, “સુના સમંદરની પાળે”, “રક્ત ટપકતી સો સો ઝોળી” અને “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” જેવા જાજરમાન ગીતોથી શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું શાળાની દીકરીઓ દ્વારા “ઝાડ માથે જુમકડું” ગીત પર અભિનય પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો. આ પ્રસંગે શાળાના ઉત્સાહી સારસ્વત પ્રવીણભાઈ ખાચરે મેઘાણીજીના જીવન, સાહિત્ય અને તેમની રચનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સાથે જ મેઘાણીજીના જીવનના પ્રેરક પ્રસંગો તથા સૌરાષ્ટ્રની રસધાર વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારના સહિયારા પ્રયાસોથી સાહિત્યની દુનિયાના કોહિનૂર સમાન ઝવેરચંદ મેઘાણીજીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકસાહિત્યના મહાન સર્જકને સાચા અર્થમાં વંદના કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચાચરિયા પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ 9 માર્ચ 2026ના રોજ દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે ‘મેઘાણી વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂલકાઓ અને શિક્ષકોએ મેઘાણીજીના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી‌ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મેઘાણીજીના પ્રખ્યાત ગીતો અને કાવ્યો રજૂ કરી સાહિત્યરસિક વાતાવરણ સર્જ્યું હતું. “અષાઢી સાંજનાં અંબર ગાજે”, “ખમ્મા વિરાને જાવું”, “મારે ઘેર આવજે બેની”, “ભેટે ઝુલે છે તલવાર”, “ચારણકન્યા”, “છેલ્લો કટોરો ઝેરનો”, “આભમાં ઉગેલ ચાંદલો”, “આભમાં જીણી ઝબુકે વિજળી”, “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ”, “સુના સમંદરની પાળે”, “રક્ત ટપકતી સો સો ઝોળી” અને “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” જેવા જાજરમાન ગીતોથી શાળાનું પરિસર ગુંજી ઉઠ્યું હતું શાળાની દીકરીઓ દ્વારા “ઝાડ માથે જુમકડું” ગીત પર અભિનય પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો.
આ પ્રસંગે શાળાના ઉત્સાહી સારસ્વત પ્રવીણભાઈ ખાચરે મેઘાણીજીના જીવન, સાહિત્ય અને તેમની રચનાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. સાથે જ મેઘાણીજીના જીવનના પ્રેરક પ્રસંગો તથા સૌરાષ્ટ્રની રસધાર વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
શાળાના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારના સહિયારા પ્રયાસોથી સાહિત્યની દુનિયાના કોહિનૂર સમાન ઝવેરચંદ મેઘાણીજીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા લોકસાહિત્યના મહાન સર્જકને સાચા અર્થમાં વંદના કરવામાં આવી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • *પ્રેસનોટ* *બોટાદ ધારાસભ્યશ્રીની સફળ રજૂઆત* *બોટાદ ની જનતા અને સાળંગપુર કષ્ટભંજન દેવ ના ભક્તો માટે ખુશીના સમાચાર* સાળંગપુર કષ્ટભંજનદેવ નું મંદિર અને બી.એ.પી.એસ પ્રમુખ સ્વામી નું સ્મૃતિ મંદિર ખૂબ જ પ્રખ્યાત હોવાથી ત્યાં શ્રધ્ધાળુ ભક્તો દર્શન માટે ઉમટી પડતા હોવાથી ટ્રાફિક નો પણ પ્રશ્ન રહેતો હતો પરંતુ હવે ટ્રાફિક નો પ્રશ્ન પણ હલ થશે.
    1
    *પ્રેસનોટ*
*બોટાદ ધારાસભ્યશ્રીની સફળ રજૂઆત*
*બોટાદ ની જનતા અને સાળંગપુર કષ્ટભંજન દેવ ના ભક્તો માટે ખુશીના સમાચાર*
સાળંગપુર કષ્ટભંજનદેવ નું મંદિર અને બી.એ.પી.એસ પ્રમુખ સ્વામી નું સ્મૃતિ મંદિર ખૂબ જ પ્રખ્યાત હોવાથી ત્યાં શ્રધ્ધાળુ ભક્તો દર્શન માટે ઉમટી પડતા હોવાથી ટ્રાફિક નો પણ પ્રશ્ન રહેતો હતો પરંતુ હવે ટ્રાફિક નો પ્રશ્ન પણ હલ થશે.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    1 hr ago
  • *આંગણવાડી વર્કરોનો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો, કીધું નવા મોબાઈલ અને સુવિધા વગર કામ નહીં થાય. ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર સુપરત કર્યું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ. નવા મોબાઈલ અને જરૂરિયાત સુવિધાઓ આપવામાં આવે નહિતર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. ઘણા વર્કરોના જુના મોબાઈલ બગડી ગયા છેં તો કેટલાક બહેનો પાસે સ્માર્ટ ફોન નથી. જરૂરિયાત સાધનોના અભાવે વર્કરો પર ભારે બોજ પડે છેં. સંગઠન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છેં જે જ્યાં સુધી આ સુવિધાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કામગીરી નહીં કરવામાં આવે તેમજ ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.
    1
    *આંગણવાડી વર્કરોનો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો, કીધું નવા મોબાઈલ અને સુવિધા વગર કામ નહીં થાય.
ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર સુપરત કર્યું.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ.
નવા મોબાઈલ અને જરૂરિયાત સુવિધાઓ આપવામાં આવે નહિતર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.
ઘણા વર્કરોના જુના મોબાઈલ બગડી ગયા છેં તો કેટલાક બહેનો પાસે સ્માર્ટ ફોન નથી.
જરૂરિયાત સાધનોના અભાવે વર્કરો પર ભારે બોજ પડે છેં.
સંગઠન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છેં જે જ્યાં સુધી આ સુવિધાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કામગીરી નહીં કરવામાં આવે તેમજ ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • ચિતલિયામાં માનવતા અને ગૌસેવાની મિસાલ કાયમ થઈ 30 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી, જીવ બચી જતાં લૌકોની મહેનત રંગ લાવી આટકોટ ચિતલીયા ગામે માનવતા અને ગૌસેવાની એક અદભૂત મિસાલ કાયમ થઈ હતી. ગામની સીમમાં આવેલ અંદાજે 30 ફૂટ ઊંડા કુવામાં એક ગાય અચાનક પડી જતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમને કારણે ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગાય કૂવામાં પડી હોવાની જાણ થતા જ ચિતલીયા ગામના સરપંચ અશોકભાઈ બથવાર, ગૌપ્રેમી નરેશભાઈ દરેડ સહિત ગામના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કૂવો ઊંડો હોવાથી અને તેમાં પાણી પણ વધુ હોવાથી ગાયને બહાર કાઢવી પડકારજનક હતી, જેના માટે તાત્કાલિક ભારે મશીનરીની જરૂરિયાત જણાઈ હતી. તંત્ર અને ગ્રામજનોનું સંકલન આ કપરી પરિસ્થિતિમાં જસદણ મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ વિલંબ કર્યા વગર તાત્કાલિક મશીનરીની વ્યવસ્થા કરી આપી, જેને પગલે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો અને મશીનરીને સંયુક્ત પ્રયાસોથી કલાકોની મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ગૌમાતાનો જીવ બચી જતાં હાજર લોકો એ નગરપાલિકા અને મામલદાર નો આભાર માન્યો હતો  તસવીરો કરશન બામટા આટકોટ
    4
    ચિતલિયામાં માનવતા અને ગૌસેવાની મિસાલ કાયમ થઈ 30 ફૂટ ઊંડા કૂવામાં ગાય ખાબકી, જીવ બચી જતાં લૌકોની મહેનત રંગ લાવી
આટકોટ ચિતલીયા ગામે માનવતા અને ગૌસેવાની એક અદભૂત મિસાલ કાયમ થઈ હતી. ગામની સીમમાં આવેલ અંદાજે 30 ફૂટ ઊંડા કુવામાં એક ગાય અચાનક પડી જતાં સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. જોકે, ગ્રામજનોની સમયસૂચકતા અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમને કારણે ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ગાય કૂવામાં પડી હોવાની જાણ થતા જ ચિતલીયા ગામના સરપંચ અશોકભાઈ બથવાર, ગૌપ્રેમી નરેશભાઈ દરેડ સહિત ગામના અગ્રણીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. કૂવો ઊંડો હોવાથી અને તેમાં પાણી પણ વધુ હોવાથી ગાયને બહાર કાઢવી પડકારજનક હતી, જેના માટે તાત્કાલિક ભારે મશીનરીની જરૂરિયાત જણાઈ હતી.
તંત્ર અને ગ્રામજનોનું સંકલન
આ કપરી પરિસ્થિતિમાં જસદણ મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વહીવટી અધિકારીઓએ વિલંબ કર્યા વગર તાત્કાલિક મશીનરીની વ્યવસ્થા કરી આપી, જેને પગલે રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો અને મશીનરીને સંયુક્ત પ્રયાસોથી કલાકોની મહેનત બાદ ગાયને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ગૌમાતાનો જીવ બચી જતાં હાજર લોકો એ નગરપાલિકા અને મામલદાર નો આભાર માન્યો હતો 
તસવીરો કરશન બામટા આટકોટ
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    20 hrs ago
  • Post by Dinesh Kalu bhai
    4
    Post by Dinesh Kalu bhai
    user_Dinesh Kalu bhai
    Dinesh Kalu bhai
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • ભાવનગર તાલુકાના સોડવદરા ગામેથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્ક્વોડ ભાવનગર જિલ્લામાં ડિગ્રી વગરનું દવાખાનુ આરોગ્ય સાથે છેડા કરતાં બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ચોક્કસ બાતમીના આધારે સોડવદરા ગામ તાલુકો જીલ્લો ભાવનગર રામજી મંદિર પાસે મેહુલભાઈ ધીરુભાઈ પરમાર પાસે થી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત ₹55,768 ના મુદ્દા માલ સાથે મળી આવતા મેડિકલ પ્રેક્ટિસન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી
    1
    ભાવનગર તાલુકાના સોડવદરા ગામેથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતી ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્ક્વોડ
ભાવનગર જિલ્લામાં ડિગ્રી વગરનું દવાખાનુ આરોગ્ય સાથે છેડા કરતાં બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ચોક્કસ બાતમીના આધારે સોડવદરા ગામ તાલુકો જીલ્લો ભાવનગર રામજી મંદિર પાસે મેહુલભાઈ ધીરુભાઈ પરમાર પાસે થી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત ₹55,768 ના મુદ્દા માલ સાથે મળી આવતા મેડિકલ  પ્રેક્ટિસન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    14 hrs ago
  • જિલ્લામાં ૦૮ માર્ચે જન્મ લેનારી ૧૧ નવજાત દીકરીઓના વધામણા કરાયા ગુજરાત રાજ્યની મહીલાઓ સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ સાથે તા. ૦૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની “Rights, Justice, Action for All Women and Girls” થીમ સાથે ઉજવણી અંતર્ગત આ દિવસે જન્મનાર દિકરીઓના અવતરણને હર્ષોલ્લાસથી ઉજવવાનો નિર્ણય બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો આ અભિયાન અંતર્ગત તા.૦૮/૦૩/૨૦૨૬ના રોજ 'નારી અવતરણ વધામણા' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ૧૧ જેટલી નવજાત બાળકીઓ બેબી કીટ અને માતાઓને સાડીની ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવો અને મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો રહ્યો હતો આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.જયદિપ કણઝરીયા અને પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખ કેતનભાઈ રોજેસરા, ડી.એ.શ્રી દીપકભાઈ માથુકીયા, યુનિટ ડાયરેક્ટરશ્રી લાલજીભાઈ કળથિયા જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ સહિત હોસ્પિટલના સ્ટાફે દીકરીઓને વધાવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    જિલ્લામાં ૦૮ માર્ચે જન્મ લેનારી ૧૧ નવજાત દીકરીઓના વધામણા કરાયા
ગુજરાત રાજ્યની મહીલાઓ સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ સાથે તા. ૦૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની “Rights, Justice, Action for All Women and Girls” થીમ સાથે ઉજવણી અંતર્ગત આ દિવસે જન્મનાર દિકરીઓના અવતરણને હર્ષોલ્લાસથી ઉજવવાનો નિર્ણય બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો આ અભિયાન અંતર્ગત તા.૦૮/૦૩/૨૦૨૬ના રોજ 'નારી અવતરણ વધામણા' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ૧૧ જેટલી નવજાત બાળકીઓ બેબી કીટ અને માતાઓને સાડીની ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવો અને મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો રહ્યો હતો આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.જયદિપ કણઝરીયા અને પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખ કેતનભાઈ રોજેસરા, ડી.એ.શ્રી દીપકભાઈ માથુકીયા, યુનિટ ડાયરેક્ટરશ્રી લાલજીભાઈ કળથિયા જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ સહિત હોસ્પિટલના સ્ટાફે દીકરીઓને વધાવી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.