Shuru
Apke Nagar Ki App…
"ખેલકૂદ એ સુખી જીવનનો આધાર છે" - ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ કડાણા તાલુકાના દિવડા ખાતે દિવડા કોલોની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ - 2026 નો શુભારંભ વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબે કરાવ્યો. આ તકે કડાણા મંડળ મહામંત્રીશ્રી અજયપાલસિંહ ચૌહાણ,શૈલેન્દ્રસિંહ બાપુ, ભગવતસિંહ બાપુ,કાર્યકર્તાઓ, આયોજકમિત્રો અને ખેલાડીઓ હાજર રહ્યાં હતાં.
DILIPBHAI BARIA
"ખેલકૂદ એ સુખી જીવનનો આધાર છે" - ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ કડાણા તાલુકાના દિવડા ખાતે દિવડા કોલોની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ - 2026 નો શુભારંભ વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબે કરાવ્યો. આ તકે કડાણા મંડળ મહામંત્રીશ્રી અજયપાલસિંહ ચૌહાણ,શૈલેન્દ્રસિંહ બાપુ, ભગવતસિંહ બાપુ,કાર્યકર્તાઓ, આયોજકમિત્રો અને ખેલાડીઓ હાજર રહ્યાં હતાં.
More news from Gujarat and nearby areas
- SBMG હેઠળ સીગવડ તાલુકાના પહાડ ગામ ખાતે નવી ડમ્પીંગ સાઇટ માટે ખાડાની કામગીરી કરાઈ આજે તારીખ 30/03/2026 સોમવારના રોજ બપોરે 3 કલાકે આપેલ માહિતી અનુસાર SBMG યોજના હેઠળ સીગવડ તાલુકાના પહાડ ગામ ખાતે નવી ડમ્પિંગ સાઇટ માટે ખાડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગામમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે. નવી ડમ્પિંગ સાઇટ માટે ખાડો તૈયાર થવાથી ગામમાં એકત્રિત થતો કચરો યોગ્ય રીતે નિકાલ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ થશે. આ કામગીરીથી આસપાસના વિસ્તારમાં ગંદકીમાં ઘટાડો થશે અને પર્યાવરણ તેમજ જાહેર આરોગ્ય પર સકારાત્મક અસર પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.1
- મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ના. જિલ્લા પોલીસવડા આર.ડી.ડાભી ને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરો દ્વારા રેકી કરીને ખાસ કરીને બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને શાળા-કોલેજોના વેકેશન દરમિયાન મકાનો બંધ રહેતા હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું હતું કે, જો ચોરીના બનાવોને તાત્કાલિક કાબૂમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નાગરિકોની સુરક્ષા માટે લડત લડશે. કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ટીમ બનાવવી, CCTV સર્વેલન્સ મજબૂત કરવું, તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે શાળા અને કોલેજોમાં વેકેશન દરમિયાન કોમ્પ્યુટર સહિતના શૈક્ષણિક સાધનોની ચોરી અટકાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, બલવંતસિંહ રાઠોડ, રાહુલભાઈ પટેલ, કોર્પોરેટર ખાલકભાઈ, અંજુબેન, યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ , અચલ સગર, મદની મલેક,હીરાભાઈ, અમિત મકવાણા, બાલુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાનસિંહ ઠાકોર અરવલ્લી . મોં. 96385006503
- હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન મથકમાં છેલ્લા લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા બે લોકપ્રિય પોલીસ ઇન્સ્પેક્ટરોનો 30 માર્ચ સોમવારના રોજ વિદાય સમારંભ કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટાફ અને નગરના અગ્રણીઓએ બન્ને અધિકારીઓની કામગીરીને બિરદાવી તેમને ભાવભીની વિદાય આપી હતી.હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા છેલ્લા ચાર વર્ષથી હાલોલ વિસ્તારમાં પોતાની ફરજ બજાવી છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અત્યંત નિષ્પક્ષ અને નીડરતાપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત અને સ્પષ્ટ નિરાકરણ લાવી તેમણે પ્રજાનો વિશ્વાસ જીત્યો હતો. ન્યાયી વહીવટ માટે જાણીતા પી.આઈ. જાડેજા ની વિદાય વેળાએ નગરજનોમાં મિશ્ર લાગણી જોવા મળી હતી. તેવી જ રીતે, હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌધરીએ લાંબા સમયગાળા સુધી ટાઉન તેમજ રૂરલ વિસ્તારમાં પ્રશંસનીય સેવાઓ આપી છે. ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિ જાળવવા અને પોલીસ-પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.વિદાય સમારંભ દરમિયાન હાલોલ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાના નગરસેવકો અને સ્થાનીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બન્ને અધિકારીઓને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરી, સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ લોકોએ બન્ને પી.આઈ.ઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને નવી નિમણૂક માટે અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યારે આ પ્રસંગે બન્ને પોલીસ મથકના પીએસઆઈ પણ હાજર રહ્યા હતા1
- છોટાઉદેપુર : છોટાઉદેપુરના કાનાવાંટ કાછેલ ગામે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું. છોટાઉદેપુર તાલુકાના કાનાવાંટ કાછેલ ગામ ખાતે આની નદી પર નવીન બ્રીજનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે. અંદાજિત ૫.૫૩ કરોડ મંજૂર થયા છે. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે થયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશ રાઠવા, કાળુભાઈ નાયકા, ભાજપ જિલ્લા મંત્રી વિલાસબેન રાઠવા,તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો સરપંચો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.2
- 🎓 શિક્ષણધામ કે છબરડાધામ? શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની 'ભવ્ય' બેદરકારી! "B.Com સેમેસ્ટર 4ની પરીક્ષામાં સેમેસ્ટર 2નું પેપર – શિક્ષણ જગતની એક શરમજનક ઘટના." ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં જ્યારે પણ લાગે કે હવે સુધારો થશે, ત્યારે જ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ પોતાના 'અનોખા છબરડા' દ્વારા સાબિત કરી દે છે કે – "અમે નહીં સુધરીએ!" 📍 ઘટનાનો ઘટનાક્રમ: સત્તાધીશોની ઊંઘ અને વિદ્યાર્થીઓની પીડા ગઈકાલે બિઝનેસ મેનેજમેન્ટના પેપરમાં જે જોવા મળ્યું તે કોઈ સામાન્ય ભૂલ નથી. સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓને જ્યારે સેમેસ્ટર 2 ના પ્રશ્નો પીરસવામાં આવ્યા, ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું યુનિવર્સિટીમાં બેઠેલા બાબુઓને '2' અને '4' વચ્ચેનો તફાવત પણ ખબર નથી ?❓ એક કલાકનો વેડફાટ: વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો ત્યારે એક કલાક પછી પેપર બદલાયું. આ એક કલાક દરમિયાન વિદ્યાર્થીઓની જે માનસિક સ્થિતિ થઈ, તેનો જવાબદાર કોણ ?❓ 📌કરોડોની ગ્રાન્ટ અને ફી, પરંતુ શૂન્ય વ્યવસ્થા: વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફીના નામે તગડી રકમ વસૂલતી યુનિવર્સિટી એક સાચું પેપર સેટ કરવામાં પણ લાચાર છે ? 🚫તંત્રને સીધા સવાલો: આ લોકશાહી છે કે શાસકોની મનમાની? ❓પેપર સેટરની લાયકાત શું?: જે વ્યક્તિ સેમેસ્ટર 4 ના અભ્યાસક્રમને બદલે સેમેસ્ટર 2 નું પેપર પકડાવી દે, શું તેને 'શિક્ષક' કહેવો જોઈએ? આવા બિનજવાબદાર લોકોને શા માટે હજુ સુધી બચાવવામાં આવે છે? ❓મોડરેટરની ગેરહાજરી કે મીલીભગત?: નિયમ મુજબ પેપર સેટ થયા પછી 'સબ્જેક્ટ એક્સપર્ટ' દ્વારા તેને વેરિફાય કરવાનું હોય છે. તો શું આ એક્સપર્ટ્સ માત્ર સહીઓ કરવા અને માનદ વેતન લેવા માટે જ બેઠા છે? ❓કાયમી પરીક્ષા નિયામકની ખોટ: યુનિવર્સિટીમાં પરીક્ષા નિયામકની આ ઘોર બેદરકારી છે શું આવા પરીક્ષા નિયામકના ભરોસે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાડવું એ જ નવી શિક્ષણ નીતિ છે ? 📌"ધન્ય છે એ પેપર સેટરને અને ધન્ય છે એ સીસ્ટમને, જેમને એ પણ ખબર નથી કે જે વિદ્યાર્થી સેમેસ્ટર 2 પાસ કરીને 4 માં આવ્યો છે, તેને ફરી એ જ જૂનું ભાણું પીરસવું એ મજાક નહીં પણ ગુનો છે!" 📌આ એક પ્રકારની બૌદ્ધિક આતંકવાદ જેવી સ્થિતિ છે. વિદ્યાર્થી મહેનત કરીને પરીક્ષાખંડમાં જાય અને ત્યાં તેને ખબર પડે કે યુનિવર્સિટીના સત્તાધીશો નશામાં છે કે ઘોર નિદ્રામાં! શું આ અધિકારીઓને UGC ના કડક નિયમોનો ડર નથી? ✅અમારી સ્પષ્ટ માંગણીઓ અને સુધારાના સૂચનો: માત્ર 'સોરી' કહેવાથી કે પેપર બદલવાથી વાત પૂરી થતી નથી. સિસ્ટમમાં ધરખમ ફેરફારની જરૂર છે: 🚫કડક આર્થિક દંડ: જે પેપર સેટરે આ છબરડો કર્યો છે તેને UGC ના નિયમો મુજબ તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આર્થિક દંડ ફટકારવામાં આવે. 🚫સબ્જેક્ટ એક્સપર્ટ દ્વારા ક્રોસ-ચેકિંગ: દરેક પેપર પ્રિન્ટિંગમાં જાય તે પહેલાં ઓછામાં ઓછા બે વિષય નિષ્ણાતો (Moderators) પાસે તેને ફરજિયાત ક્રોસ-ચેક કરાવવામાં આવે. જો પેપરમાં ભૂલ નીકળે તો મોડરેટર પર પણ કાયદેસરની કાર્યવાહી થાય. 🚫કોમ્યુનિકેશન ગેપ દૂર કરો: યુનિવર્સિટી અને કોલેજો વચ્ચેના સંવાદના અભાવે હંમેશા ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓ ભોગ બને છે. આ ડિજિટલ યુગમાં પણ જો પેપર બદલવામાં એક કલાક લાગતો હોય, તો એ વહીવટી નિષ્ફળતાની ચરમસીમા છે. 🚫કાયમી નિમણૂક: પરીક્ષા વિભાગમાં લાયક અને કાયમી અધિકારીઓની નિમણૂક કરો, નિવૃત્ત કે ઇન્ચાર્જ લોકોના ભરોસે યુનિવર્સિટી ચલાવવાનું બંધ કરો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGW) અને એમ.એમ. ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કાલોલની આ ઘટના માત્ર એક 'ટેકનિકલ ભૂલ' નથી, પણ શિક્ષણના નામે ચાલતા તમાશાનું જીવંત ઉદાહરણ છે. હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતી આ યુનિવર્સિટીની બેદરકારી છે.વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટીની કમાણીનું સાધન નથી, પણ દેશનું ભવિષ્ય છે. જો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોતાની કાર્યશૈલી નહીં સુધારે, તો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનો આ રોષ આંદોલનનું સ્વરૂપ લેશે અને તેની જવાબદારી સંપૂર્ણપણે યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. "જાગો યુનિવર્સિટી જાગો, નહિતર તાળાં મારો!"2
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- દાહોદમાં કોંગ્રેસ દ્રારા પાલિકા ચોક ખાતે ધરણા યોજવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીને રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના હોદ્દેદારો નનામી કાઢી વિરોધ કરી રજુઆત કરવા પહોંચ્યા હતા1
- SBMG યોજના હેઠળ દાહોદ તાલુકાના નાની ખરજ ગામમાં નવી ડમ્પિંગ સાઈટ માટે કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 30/03/2026 સોમવારના રોજ બપોરે 2 કલાકે આપેલ માહિતી અનુસાર ગામમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે નવા ડમ્પિંગ સ્થળે ખાડો ખોદવામાં આવ્યો છે. આ ખાડામાં તાડપત્રી પાથરીને જૂની ડમ્પિંગ સાઈટ પરનો તમામ કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કચરાને યોગ્ય રીતે સંભાળવા માટે ઉપરથી પણ તાડપત્રી પાથરવામાં આવી છે, જેથી પર્યાવરણ પર તેની અસર ઓછી થાય અને ગંદકી ફેલાતી અટકે. આ કામગીરીથી ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.1
- મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ના. જિલ્લા પોલીસવડા આર.ડી.ડાભી ને આવેદનપત્ર આપી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે છેલ્લા કેટલાક સમયથી મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરો દ્વારા રેકી કરીને ખાસ કરીને બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને શાળા-કોલેજોના વેકેશન દરમિયાન મકાનો બંધ રહેતા હોવાથી ચોરીના બનાવોમાં વધારો થતો હોવાનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું હતું કે, જો ચોરીના બનાવોને તાત્કાલિક કાબૂમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને નાગરિકોની સુરક્ષા માટે લડત લડશે. કોંગ્રેસ દ્વારા પોલીસ સમક્ષ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવું, ચોરીના ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ટીમ બનાવવી, CCTV સર્વેલન્સ મજબૂત કરવું, તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે શાળા અને કોલેજોમાં વેકેશન દરમિયાન કોમ્પ્યુટર સહિતના શૈક્ષણિક સાધનોની ચોરી અટકાવવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, બલવંતસિંહ રાઠોડ, રાહુલભાઈ પટેલ, કોર્પોરેટર ખાલકભાઈ, અંજુબેન, યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ , અચલ સગર, મદની મલેક,હીરાભાઈ, અમિત મકવાણા, બાલુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાનસિંહ ઠાકોર અરવલ્લી . મોં. 96385006504