દિયોદર જેતડા હાઈવે પર રાટીલા ગામની સીમમાંથી સબસીડી વાળું શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો: SOG પોલીસે ટ્રક જપ્ત કરી, કુલ ₹24 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો બળદેવ ટી બારોટ | દિયોદર બનાસકાંઠા જિલ્લાના દિયોદર-જેતડા હાઈવે પરથી એસ.ઓ.જી. પોલીસે શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹24.04 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. જિલ્લામાં યુરિયા ખાતરની અછત વચ્ચે કાળાબજારીની આશંકા સેવાઈ રહી છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, થરાદ-વાવ જિલ્લા એસ.ઓ.જી. પોલીસને દિયોદર-જેતડા હાઈવે પર રાટીલા ગામની સીમમાંથી સબસિડીવાળું શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલો ટ્રક પસાર થવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને RJ 19 GH 5681 નંબરના ટ્રકને રોકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેતીવાડી અધિકારીને પણ સાથે રાખવામાં આવ્યા હતા.ટ્રકનાડ્રાઈવરની પૂછપરછ કરતા તેનું નામ અબ્દુલખાન દિલાવરખાન (રહે. રાવડી, તા. ફાતેગઢ, જિ. જેસલમેર) હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ શંકાસ્પદ યુરિયા રાટીલા ગામની સીમમાં નાયરા પેટ્રોલિયમ પાસે આવેલા બજરંગ ખાતર ડેપો ખાતેથી લોડ કરવામાં આવ્યું હતું.ટ્રકમાંથી કુલ 777 બેગ શંકાસ્પદ યુરિયા ખાતર મળી આવ્યું હતું, જેની કિંમત આશરે ₹13.98 લાખ થાય છે. યુરિયા અને ટ્રક સહિત કુલ ₹24,04,600 નો મુદ્દામાલ દિયોદર પોલીસ મથકે લાવી સીઝ કરવામાં આવ્યો હતો. ડ્રાઈવરે પ્રાથમિક તપાસમાં આ યુરિયા હૈદરાબાદ લઈ જવાનો હોવાનું જણાવ્યું હતું.એસ.ઓ.જી. પી.આઈ. એ.જી. રબારીએ પત્રકાર પરિષદ યોજીને આ અંગેની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. દિયોદર સહિત સમગ્ર જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે, ત્યારે આ શંકાસ્પદ જથ્થો ઝડપાતા યુરિયાની કાળાબજારી થતી હોવાની આશંકાને વધુ વેગ મળ્યો છે.

- પોણા બે વર્ષ પછી કડક ચુકાદો : વિજાપુર હસ્નાપુરમાં મહિલા હત્યા, બે આરોપીને આજીવન જેલ વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પોણા બે વર્ષ અગાઉ મજૂરીના પૈસાની વસૂલાતને લઈને થયેલી તકરારમાં ઉશ્કેરાઈને બે શખ્સોએ આધેડ મહિલાના માથામાં લાકડાનો મરણતોલ ફટકો મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓને મહેસાણા સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો છે. સાથે જ પ્રત્યેક આરોપીને રૂપિયા ૧.૧૦ લાખનો દંડ પણ લગાવ્યો છે. ઘટનાની વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના મારગળા ગામના વતની સુભાષ રાકેશભાઈ ભાભોરે લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની માતા લલિબેન, પત્ની અરૂણા સહિત પરિવારના અન્ય સભ્યો અને બીજા મળીને કુલ ૧૪ મજૂરો સાથે વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં ભરતભાઈ પટેલના ખેતરમાં ઘઉંની કાપણી માટે આવ્યા હતા. બધા જ મજૂરો ખેતરના કૂવા પાસે રહેતા હતા. તા. ૧-૪-૨૦૨૪ના રોજ રાત્રે મજૂરી માટે આવેલા રાજુ બાબુભાઈ બારીયા (રહે. સાગડાપાડા, તા. ફતેપુરા, દાહોદ) અને કમલેશ કાંતીભાઈ ગરાસિયા (મૂળ વતની ગણેશપુર, બાસવાડા, રાજસ્થાન)એ સુભાષભાઈ પાસે મજૂરીના પૈસા માગ્યા હતા. સુભાષભાઈએ પૈસા આપવાની વાત ટાળતાં તકરાર વધી ગઈ હતી. ત્યારે લલિબેન (૪૫) ગાળો બોલવાની ના પાડતાં કમલેશ ગરાસિયા ઉશ્કેરાઈ ગયો અને નજીક પડેલું લાકડું ઉઠાવીને તેમના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. જેનાથી લલિબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. લાડોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. આ કેસની સુનાવણી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રી સમક્ષ ચાલી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ૧૮ સાક્ષીઓની જુબાની અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે આ તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. સાથે જ ભોગ બનેલી મહિલાના વારસદારોને દંડની રકમમાંથી રૂપિયા બે લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો.1
- ખેડબ્રહ્માની હરણાવ નદીમાંથી મળી લાશ, મૃતકની તપાસ ધરાઈ હાથ1
- જિલ્લા સમેત પોશીના તાલુકામાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બપોર પછી ગરમીના લીધે બજારોમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે ત્યારે પોશીના તાલુકામાં આવેલ અને કુદરતી વાતાવરણની વચ્ચે મનને શાંતિ આપતું તાલુકાનું લાખીયા તળાવ આંખોને ઠંડક આપી રહ્યું છે તાલુકામાં આવેલ અમુક તળાવોમાં ચોમાસામાં સારા વરસાદને લઈ પાણીનો સંગ્રહ થયો હોય જો કાળજાળ ગરમીમાં સિંચાઈ વિભાગના આ તળાવોમાં રહેલું પાણી માનવીની સાથે પશુ પંખીને પણ ગરમી માંથી રાહત આપી રહ્યા છે.1
- હળવદના ત્રણ આગેવાનોને મોરબી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાતા હળવદમાં આનંદનો માહોલ સર્જાયો હતો. સરા નાકે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઢોલ-નગારા વગાડી, ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. નવી જાહેર થયેલી ટીમમાં હિમાંશુભાઈ જયેન્દ્રકુમાર મહેતા ને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તથા ઘનશ્યામભાઈ કાનજીભાઈ પરમાર અને આમીનભાઈ ભટ્ટીને જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકથી કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નો ઉકેલવામાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી આશા આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- ખેરોજ થી લાંબડીયા બની રહેલ નવીન ડામર રોડ પર ઉડી રહેલ ધૂળની ડમરીઓના લીધે વાહન ચાલકો પરેશાન ખેડબ્રહ્મા આર એન્ડ બી સ્ટેટ દ્વારા હાલમાં ખેરોજથી લાબડીયા તરફ બનાવવામાં આવી રહેલ નવીનડામર રોડ તેમજ આ રોડ ઉપર કટીંગ કરીને નાખવામાં આવેલ મેટલ બાદ જવાબદાર એજન્સી દ્વારા અહીંયા પાણીનો કોઈ જ છંટકાવ કરવામાં ન આવતા રોડ પર વાહનોની અવરજવરને લઈ ઉડી રહેલ દષ્ટના રીતે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.1
- Post by D P1
- ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ બની રાજ્યની પ્રથમ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ1
- પોશીના તાલુકાના ગુણભાખરી ગામે અગામી તારીખ 17 અને 18. 3 2026 સુધી યોજાતા ચિત્ર વિચિત્રના મેળાના આયોજનને લઈ પોશીના મામલતદાર કચેરી ખાતે મીટીંગ યોજવામાં આવેલ જેમાં મેળામાં આવતા લોકો માટે પીવાનું પાણી લાઈટ પોલીસ બંદોબસ્ત એસટી બસની સુવિધા રોડ રસ્તા રીપેરીંગ માટે જે તે તંત્રને કામગીરી સોંપવામાં આવેલ આ વિસ્તારની સાથે રાજસ્થાન બનાસકાંઠા સમેત ગુજરાત ભરમાંથી લોકો મેળામાં આવતા હોય ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મેળાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે1
- પોશીના તાલુકામાં કાળજાળ ગરમીની વચ્ચે શીતળતા આપી રહેલ સિંચાઈના તળાવો જિલ્લા સમેત પોશીના તાલુકામાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બપોર પછી ગરમીના લીધે બજારોમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે ત્યારે પોશીના તાલુકામાં આવેલ અને કુદરતી વાતાવરણની વચ્ચે મનને શાંતિ આપતુ તાલુકાનુ લાખીયા તળાવ આંખોને ઠંડક આપી રહ્યું છે તાલુકામાં આવેલ અમુક તળાવોમાં ચોમાસામાં સારા વરસાદને લઈ પાણીનો સંગ્રહ થયો હોય જો કાળજાળ ગરમીમાં સિંચાઈ વિભાગના આ તળાવમાં રહેલું પાણી માનવીની સાથે પશુ પંખીને પણ ગરમીમાંથી રાહત આપી રહ્યા છે1