Shuru
Apke Nagar Ki App…
બનાસકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ નું નિવેદન..... બનાસકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ નું નિવેદન..... ૩૧ માર્ચ એટલે આવતી કાલે PM નરેન્દ્ર મોદી સાહેબ વાવ થરાદ જિલ્લાના આવી રહ્યા છે તને લઈને માંગીલાલ પટેલ ની માંગ.... રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-7046183840
Kiran chaudhary
બનાસકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ નું નિવેદન..... બનાસકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ નું નિવેદન..... ૩૧ માર્ચ એટલે આવતી કાલે PM નરેન્દ્ર મોદી સાહેબ વાવ થરાદ જિલ્લાના આવી રહ્યા છે તને લઈને માંગીલાલ પટેલ ની માંગ.... રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-7046183840
More news from ગુજરાત and nearby areas
- વાવ થરાદ.. વાવ થરાદમાં વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા વિવાદ ઉગ્ર શિક્ષકોને ફરજિયાત હાજરીના આદેશ સામે ઉઠ્યો સવાલ.. શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર... મહિલા શિક્ષકોને વહેલી સવારે હાજર રહેવા આદેશ સરકારી બસમાં મુસાફરી કરાવવાનો પણ નિર્દેશ.. હાજર ન રહે તો ફરજિયાત રજા લેવી પડશે આદેશ સામે શિક્ષકોમાં અસંતોષનો માહોલ.. શિક્ષણ છોડાવી કાર્યક્રમમાં મોકલાતા પ્રશ્નો ઉઠ્યા વિદ્યાર્થીઓના ભણતર પર અસર થવાની ચિંતા.. શિક્ષકોનો ઉપયોગ ઇવેન્ટ મેનેજમેન્ટ માટે નહીં થાય” શિક્ષણ વિભાગને તાત્કાલિક આદેશ પાછો ખેંચવાની માંગ..1
- બનાસકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ નું નિવેદન..... ૩૧ માર્ચ એટલે આવતી કાલે PM નરેન્દ્ર મોદી સાહેબ વાવ થરાદ જિલ્લાના આવી રહ્યા છે તને લઈને માંગીલાલ પટેલ ની માંગ.... રિપોર્ટર કિરણ ચૌધરી વાવ-થરાદ મોં:-70461838401
- पागल व्यक्ति ने पधारो1
- દિયોદર તાલુકાના વખા ગામે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થ ઉમટ્યા •વર્ષો જૂના મંદિરે કાર્યક્રમમાં માતાજીને ધ્વજા રોહન કરાયું ચૈત્ર મહિનામાં ભક્તો દ્વારા માતાજી ની આરાધના સાથે ભવ્ય ઉત્સવ ઉજવતા હોય છે જેમાં દિયોદર તાલુકાના વખા ગામે વર્ષો જૂના શ્રી જોગણી માતાજી ના મંદિરે ત્રણ ગામો ની ભવ્ય રમેલ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ચૌત્ર સુદ ૧૧ ને રવિવારે સાંજે હજારો ની સંખ્યામાં ભક્તો ની હાજરીમાં ભવ્ય રમેલ યોજાયેલ જેમાં રમેલ માં ઉપસ્થિત ભુવાજીઓ ને યુવક મંડળ દ્વારા કુમકુમ તિલક કરી શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ રમેલ માં ભુવાજી ઓ દ્વારા આશિર્વચન પાઠવવામાં આવેલ અને સોમવારે વહેલી સવારે તેલફૂલ નું પણ આયોજન થયેલ જેમાં વખા, ગોળીયા,નવા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા આ ઉત્સવ માં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવેલ આ પ્રસંગે પ્રદીપભાઈ શાહ,ચીનુભાઈ ઠાકોર ,મંદિર ના ભુવાજી જગદીશભાઈ ઠાકોર,બળવંતજી ઠાકોર ,શંભુજી ઠાકોર,માલાભાઈ પટેલ,દિનેશભાઈ માળી,પાબુજી ઠાકોર ગોદા,તેમજ જોગમાયા યુવક મંડળ ના સભ્યો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ1
- Post by BANAS TV HD1
- Post by Thakor Suresh1
- ગોલપ ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ગંદા-ખારા પાણીનો ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ.. કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ વીજ ચોરી કરાતી હોવા છતાં GEB વિભાગ મૌન.. રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ સરહદી સુઈગામ તાલુકાના અંતરિયાળ ગોલપ ગામે નિર્માણ પામી રહેલા આયુષ્યમાન ભારત આરોગ્ય કેન્દ્રના મકાનના બાંધકામમાં નજીકમાં આવેલ ખારા પાણીના તળાવમાંથી મોટર મારફતે પાણી ખેંચી તેનો ચણતર કામમાં ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે, સાથે જ ખુલ્લેઆમ વીજચોરી કરી લાઇટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવા છતાં GEB વિભાગ મૌન હોઈ ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. એક તરફ સરકાર આરોગ્ય સુવિધાઓ મજબૂત બનાવવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ બાંધકામની ગુણવત્તા અને નિયમોને લઈ શંકા ઊભી થઈ રહી છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ સુઈગામ તાલુકાના અંતરિયાળ ગોલપ ગામમાં લાખોના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના મકાનનું કામ કરવામાં આવી રહ્યું છે, જે મકાનના બાંધકામમાં વપરાતું પાણી બાજુમાં આવેલા ખારા પાણીના તળાવમાંથી લેવાઈ રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ પાણી ગંદુ, દુર્ગંધયુક્ત અને ખારાશ ધરાવતું જણાઈ છે. નિષ્ણાતો મુજબ આવા પાણીનો ઉપયોગ બાંધકામમાં કરવામાં આવે તો મકાનની મજબૂતી અને ટકાઉપણું ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ શકે છે. બીજી તરફ, બાંધકામ કરતી એજન્સી / કોન્ટ્રાક્ટર દ્વારા વીજળી માટે વીજબોલ પરથી બિનકાયદેસર રીતે વાયર ખેંચીને કનેક્શન લેવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. જવાબદાર GEB વિભાગ દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ના હોઈ કોન્ટ્રાકટર કોઇપણ જાતના ભય વગર ખુલ્લેઆમ વીજચોરી આચરી રહ્યો છે, વિચારવા જેવી વાત એ છે કે, સામાન્ય ગરીબ નાગરિકનું થોડુંપણ વીજ બિલ બાકી રહે તો વિજ વિભાગ તરત જ કડક કાર્યવાહી કરી વીજ પુરવઠો બંધ કરી દે છે. ત્યારે આ પ્રકારની ખુલ્લી વીજ ચોરી સામે જવાબદાર અધિકારીઓ શું કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું છે. સ્થાનિક લોકોમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ બાંધકામની ગુણવત્તા તથા ગેરરીતિઓની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી રહ્યા છે. સરકારના વિકાસના દાવાઓ વચ્ચે ગોલપ ગામે ચાલી રહેલા આ બાંધકામ પર ઊઠેલા પ્રશ્નો તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.2
- *વાવ-થરાદ જિલ્લાના નાણીમાં વડાપ્રધાન મોદીનું આગમન: 19,800 કરોડના વિકાસ કાર્યો સાથે વાવ-થરાદમાં ઉત્સાહનો માહોલ* *વાવ-થરાદને નવી ઓળખ અને વિકાસનો વેગ આપનાર વડાપ્રધાનનું નાણી ગામ હાર્દિક સ્વાગત કરે છે: પાંચાભાઈ દેસાઈ* *વડાપ્રધાનના આગમનથી નાણી સહિત સમગ્ર વિસ્તાર વિકાસના નવા માર્ગે આગળ વધશે: રમેશભાઈ રબારી* ઉત્તર ગુજરાતના પ્રવાસે આવેલા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૩૧ માર્ચે વાવ-થરાદ જિલ્લાના નાણી ગામ ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કરશે. આ કાર્યક્રમને લઈને સમગ્ર વાવ-થરાદ જિલ્લો તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તાર તરીકે ઓળખાતા વાવ-થરાદને જિલ્લાનું સ્વરૂપ મળતા અહીંના લોકોમાં નવી ઓળખ અને વિકાસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. અગાઉ સરકારી કામકાજ માટે લોકોને પાલનપુર સુધી જવું પડતું હતું, પરંતુ નવા જિલ્લાની રચનાથી સ્થાનિક સ્તરે જ સુવિધાઓ ઉપલબ્ધ થતાં લોકોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પ્રધાનમંત્રીશ્રીના આગમનને લઈને નાણી ગામ સહિત સમગ્ર વિસ્તારમાં સ્વાગતની તજવીજ જોરશોરથી ચાલી રહી છે. ગામલોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ પ્રધાનમંત્રીશ્રીને આવકારવા આતુર છે. પ્રધાનમંત્રીશ્રીના આગમનને લઈને વાવ-થરાદ જિલ્લો ઉત્સાહ અને ગૌરવની લાગણીઓથી છલકાઈ રહ્યો છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વાવ-થરાદ જિલ્લામાં પધારી રહ્યા છે તે અમારા માટે ગૌરવની વાત છે. નાણી ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ખુબ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ટૂંકા સમયગાળામાં અમારા વિસ્તારને જિલ્લાનું સ્વરૂપ આપી ‘વાવ-થરાદ’ તરીકે નવી ઓળખ આપી, તેમજ એરપોર્ટ જેવી મહત્વપૂર્ણ સુવિધા ફાળવી અને અનેક વિકાસ કાર્યોને ગતિ આપી, જેના માટે અમે તેમના આભારી છીએ. નાણી ગામના સર્વે આગેવાનો અને ગ્રામજનો તરફથી અમે વડાપ્રધાનશ્રીનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સમગ્ર ગામ હર્ષોલ્લાસથી તેમની આવકાર માટે તૈયાર છે અને આજે અહીં એક ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 31 માર્ચ 2026ના રોજ નાણી એરફોર્સ મુકામે આવી વિશાળ જનસભાને સંબોધવા જઈ રહ્યા છે, તે અમારા માટે ગૌરવની વાત છે. નવી રચાયેલ વાવ-થરાદ જિલ્લાને વિકાસના નવા આયામ આપતા અંદાજે 19,800 કરોડના વિવિધ વિકાસકાર્યોના ઉદ્ઘાટન અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે, જે સમગ્ર વિસ્તારમાં પ્રગતિનો નવો માર્ગ ખોલશે. નાણી ગામ સહિત આજુબાજુના તમામ ગામોના લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. અમે સમગ્ર ગામજનો તરફથી વડાપ્રધાનશ્રીનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ વિકાસ યાત્રા અમારા વિસ્તારને વધુ આગળ લઈ જશે.1