Shuru
Apke Nagar Ki App…
આમ આદમી પાર્ટી (AAP) ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 લોકોને વર્ષ 2023ના ફોરેસ્ટ ઓફિસર સાથેની ઝપાઝપી અને કથિત હુમલાના કેસમાં કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદા પર છોટાઉદેપુર AAP ના જાણીતા આદિવાસી નેતા વિનુ રાઠવાએ ભાજપ સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમની આ પ્રતિક્રિયા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે.
E Kranti News
આમ આદમી પાર્ટી (AAP) ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 લોકોને વર્ષ 2023ના ફોરેસ્ટ ઓફિસર સાથેની ઝપાઝપી અને કથિત હુમલાના કેસમાં કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદા પર છોટાઉદેપુર AAP ના જાણીતા આદિવાસી નેતા વિનુ રાઠવાએ ભાજપ સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમની આ પ્રતિક્રિયા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે.
More news from ગુજરાત and nearby areas
- આમ આદમી પાર્ટી (AAP) ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 લોકોને વર્ષ 2023ના ફોરેસ્ટ ઓફિસર સાથેની ઝપાઝપી અને કથિત હુમલાના કેસમાં કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદા પર છોટાઉદેપુર AAP ના જાણીતા આદિવાસી નેતા વિનુ રાઠવાએ ભાજપ સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમની આ પ્રતિક્રિયા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે.1
- હાલોલ નગરમાં મોહરમ પર્વને લઈ છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજીયા શણગારવામાં આવી રહ્યા છે. આગામી શુક્રવાર, ૨૬ જૂનના રોજ મોહરમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હિજરી સંવત મુજબ, મોહરમ ઇસ્લામનો પ્રથમ માસ છે, અને આ પર્વ ઇસ્લામ ધર્મના સ્થાપક પેગંબર હજરત મોહમદ સાહેબના દોહિત્ર પુત્ર ઇમામ હુસેનની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. ઇમામ હુસેનની યાદમાં નગરની મસ્જિદોમાં જીક્ર શરીફ અને મિલાદ શરીફના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, જેને લઈ નગરમાં ઠેર ઠેર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉજવણીના ભાગરૂપે, આગામી શુક્રવાર, ૨૬ જૂનના રોજ બપોરે નગરના હુસેની ચોક કસ્બા ખાતેથી હાલોલ નગરના તમામ તાજીયા એકત્રિત થઈ એક ભવ્ય ઝુલુસ નીકળશે. આ ઝુલુસનું સમાપન કાદરી મોહલ્લા ખોખર ફળિયા ખાતે કરવામાં આવશે. ત્યારબાદ, કાદરી મોહલ્લા દ્વારા નિયાઝનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટશે. છેલ્લા બે દિવસથી નગરના વિવિધ તાજીયાનું આગમન થતાં મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને નગરના મુસ્લિમ વિસ્તારોમાં રોશનીનો શણગાર પણ કરવામાં આવ્યો છે.1
- ખેડા જિલ્લાના ઠાસરામાં SMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન, SMC ટીમે 81 પેટી દારૂ અને ત્રણ વાહનો જપ્ત કર્યા હતા. આ ઓપરેશનમાં બે આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.1
- દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની વાલાગોટા પી.એમ. શ્રી પ્રાથમિક શાળા ખાતે 23 જૂન, 2026, મંગળવારના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં કન્યા કેળવણી મહોત્સવ, પ્રગતિનો પ્રવેશોત્સવ અને નવીન ઓરડાઓના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમની અધ્યક્ષતા દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં દીકરીઓ અને નાના બાળકોને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ અપાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, સાથે જ શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે હેતુથી શાળાના 6 નવા ઓરડાઓનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓના આવાગમનને સરળ બનાવવા માટે નવી બસ સેવાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા માટે અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળા પરિવાર, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.1
- રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોને સંડોવતા એક કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. જંગલ ખાતાની જમીનના વિવાદ સંબંધિત એક મામલામાં વન અધિકારી પર હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.1
- રાજ્વીરસિંહ સિંધા પર થયેલા જીવલેણ હુમલાના કેસની તપાસના ભાગરૂપે, પોલીસે ઘટના સ્થળે ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન પોલીસ સાથે બે આરોપીઓ પણ હાજર હતા.1
- ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સજા સંબંધી આદેશ વડોદરા મધ્ય જેલ ખાતે રવાના કરવામાં આવ્યા છે.1