logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં “રસ્તો નહીં તો મત નહીં” – જામણીયા ગામના 2000 લોકોનો ચૂંટણી બહિષ્કારનો એલાન ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણીયા ગામમાં વિકાસના અભાવે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા આશરે 2000 જેટલા ગ્રામજનોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. “રસ્તો નહીં તો મત નહીં”ના સૂત્ર સાથે ગામલોકોએ હવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી રસ્તો નહીં બને, ત્યાં સુધી કોઈ મતદાન નહીં કરે. આદિવાસી બહુલ જામણીયા ગામને મુખ્ય માર્ગ સાથે જોડતો લગભગ 3 કિલોમીટરનો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે. 1994માં બનેલો રસ્તો 2006માં છેલ્લે મરામત થયો હતો, ત્યારબાદ કોઈ કામ થયું નથી. દર ચોમાસામાં રસ્તો ખરાબ થઈ જતા ગામજનોને પોતે જ ખાડા પુરવા પડે છે. વરસાદી મોસમમાં તો ગામ સંપર્કવિહોણું બની જાય છે. ગામમાં માત્ર રસ્તો જ નહીં, પણ પાણી, આરોગ્ય, વીજળી અને સ્મશાન જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ ગંભીર અભાવ છે. પીવાના પાણી માટે પૂરતી વ્યવસ્થા નથી, “નલ સે જલ” યોજના હજી સુધી પહોંચી નથી. આરોગ્ય કેન્દ્રના અભાવે સગર્ભા મહિલાઓને રસ્તામાં જ પ્રસૂતિ થવાના બનાવો બને છે, જ્યારે ગંભીર બીમાર લોકો સમયસર સારવારના અભાવે જીવ ગુમાવે છે. શિક્ષણ ક્ષેત્રે પણ ગંભીર અસર પડી રહી છે. ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે 3 કિમી દૂર ચાલવું પડે છે. રસ્તાની ખરાબ હાલતને કારણે તેઓ બસ ચૂકી જાય છે અને અભ્યાસથી વંચિત રહે છે. વાંકલ બી.એ. કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રીતિ ચૌધરીએ જણાવ્યું કે, “રસ્તો ખરાબ હોવાથી ઘણી વખત કોલેજ પહોંચી શકાતું નથી, જેના કારણે ભણતર પર સીધી અસર પડે છે.” વયસ્ક આગેવાન કુંવરસી ચૌધરીએ જણાવ્યું કે, “ઘણી સરકારો આવી-ગઈ, પણ અમારી સમસ્યા યથાવત છે. 108 એમ્બ્યુલન્સ પણ સમયસર આવી શકતી નથી. હવે અમારો વિશ્વાસ તૂટી ગયો છે.” ગામના આગેવાન ભરત વસાવાએ જણાવ્યું કે, “ગામમાં કોઈ સરકારી સુવિધા નથી. રોજગાર માટે પણ લોકોને 3-4 કિમી ચાલવું પડે છે. અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ.”ગામજનોની મુખ્ય માંગણીઓમાં 3 કિમીના રસ્તાનું તાત્કાલિક નિર્માણ, નિયમિત બસ સેવા, આરોગ્ય સુવિધા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનો સમાવેશ થાય છે.ગામના વયોવૃદ્ધોથી લઈને યુવાનો સુધી સૌએ એકસૂરે જણાવ્યું કે હવે વાયદાઓ નહીં, પણ હકીકતમાં વિકાસ જોઈએ. જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો જામણીયા ગામનું ચૂંટણી બહિષ્કારનું એલાન રાજ્યમાં ચર્ચાનો વિષય બની શકે છે.

5 hrs ago
user_VIJAY VASAVA
VIJAY VASAVA
Local News Reporter નેત્રંગ, ભરૂચ, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • Post by VIJAY VASAVA
    1
    Post by VIJAY VASAVA
    user_VIJAY VASAVA
    VIJAY VASAVA
    Local News Reporter નેત્રંગ, ભરૂચ, ગુજરાત•
    5 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    17 hrs ago
  • ભરૂચમાં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન
    1
    ભરૂચમાં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
  • *सतना🅿️* कोठी थाना छेत्र बगिया में भीषण सड़क हादसा ट्रक की टक्कर से पति-पत्नी की मौत 5 वर्षिय बालक घायल4 #reels #reelsinstagram #vairal #वायरल #vairalvideo
    1
    *सतना🅿️* कोठी थाना छेत्र बगिया में भीषण सड़क हादसा ट्रक की टक्कर से पति-पत्नी की मौत 5 वर्षिय बालक घायल4 #reels #reelsinstagram #vairal #वायरल #vairalvideo
    user_Shiv Singh rajput dahiya journalist MP
    Shiv Singh rajput dahiya journalist MP
    Court reporter Dabhoi, Vadodara•
    20 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    2
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    14 hrs ago
  • सूरत के कामरेज तालुका के ओम जीआईडीसी से एक बिना डिग्री वाले डॉक्टर को गिरफ्तार किया गया लेकिन इससे क्या होगा दूसरे दिन वह डॉक्टर साहब फिर से क्लीनिक खोलकर बैठ जाएंगे और फिर से वही आदमी के जान के साथ खिलवाड़ चालू हो जाएगा पूरे पलसाना तालुका के अंदर सैकड़ो ऐसे बिना डिग्री के डॉक्टर बैठे हुए हैं
    1
    सूरत के कामरेज तालुका के ओम जीआईडीसी से एक बिना डिग्री वाले डॉक्टर को गिरफ्तार किया गया लेकिन इससे क्या होगा दूसरे दिन वह डॉक्टर साहब फिर से क्लीनिक खोलकर बैठ जाएंगे और फिर से वही आदमी के जान के साथ खिलवाड़ चालू हो जाएगा पूरे पलसाना तालुका के अंदर सैकड़ो ऐसे बिना डिग्री के डॉक्टर बैठे हुए हैं
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    23 hrs ago
  • Post by VIJAY VASAVA
    1
    Post by VIJAY VASAVA
    user_VIJAY VASAVA
    VIJAY VASAVA
    Local News Reporter નેત્રંગ, ભરૂચ, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.