logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આજે તા. ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ ચીખલી તાલુકાના રૂમલા ગામ (મોહ પાડા ફળિયા) માં એક આંબા કલમની વાડીમાં આવેલા કુવામાં એક વન્ય પ્રાણી, અંદાજે એક વર્ષ જેટલી ઉંમરનું દીપડાનું માદા બચ્ચું પડી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના શ્રી રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલની વાડીમાં બની હતી. ઘટનાની જાણ થતા જ ચીખલી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગે જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે અત્યંત સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને દીપડાના બચ્ચાને કુવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યું. આ સફળ બચાવ કામગીરી બાદ સ્થાનિક લોકોએ વન વિભાગની ઝડપી અને કાર્યક્ષમ કામગીરીની ભરપૂર પ્રશંસા કરી. આ પ્રસંગે વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વન્ય પ્રાણી રહેણાંક વિસ્તાર અથવા ખેતરોમાં જોવા મળે તો તેને પકડવાનો કે હેરાન કરવાનો પ્રયાસ ન કરવો, પરંતુ તાત્કાલિક વન વિભાગને જાણ કરવી.

5 hrs ago
user_BAFAT
BAFAT
Snake Charmer ગણદેવી, નવસારી, ગુજરાત•
5 hrs ago

આજે તા. ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ ચીખલી તાલુકાના રૂમલા ગામ (મોહ પાડા ફળિયા) માં એક આંબા કલમની વાડીમાં આવેલા કુવામાં એક વન્ય પ્રાણી, અંદાજે એક વર્ષ જેટલી ઉંમરનું દીપડાનું માદા બચ્ચું પડી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના શ્રી રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલની વાડીમાં બની હતી. ઘટનાની જાણ થતા જ ચીખલી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગે જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે અત્યંત સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને દીપડાના બચ્ચાને કુવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યું. આ સફળ બચાવ કામગીરી બાદ સ્થાનિક લોકોએ વન વિભાગની ઝડપી અને કાર્યક્ષમ કામગીરીની ભરપૂર પ્રશંસા કરી. આ પ્રસંગે વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વન્ય પ્રાણી રહેણાંક વિસ્તાર અથવા ખેતરોમાં જોવા મળે તો તેને પકડવાનો કે હેરાન કરવાનો પ્રયાસ ન કરવો, પરંતુ તાત્કાલિક વન વિભાગને જાણ કરવી.

More news from ગુજરાત and nearby areas
  • સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા એક ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનાર કુલ ૧૭૦ બ્રહ્મ વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા. આ સમારોહ સુરતના અડાજણ સ્થિત 'સંસ્કાર ભારતી શાળા' ના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. સંસ્થા દ્વારા છેલ્લા ૪ વર્ષથી સતત આયોજિત થઈ રહેલા આ કાર્યક્રમમાં, વર્ષ ૨૦૨૫-૨૬ ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. સુરત શહેર અને જિલ્લામાંથી આવેલા વિદ્યાર્થીઓને કુલ ત્રણ જુદી-જુદી કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા. જેમાં ધોરણ ૧૦ ના સૌથી વધુ ૧૧૦ તેજસ્વી વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ કોમર્સના ૩૦ અને આર્ટસના ૨ વિદ્યાર્થીઓને સન્માન પત્ર એનાયત કરાયા. આ ઉપરાંત, વિજ્ઞાન પ્રવાહના ૨૧ તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર ૭ વિશેષ વિદ્યાર્થીઓ તેમજ ભરતનાટ્યમ, કરાટે, ટેબલ ટેનિસ, જિમ્નાસ્ટિક અને ચિત્રકલા જેવી સ્પેશિયલ કેટેગરીમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૧૨૨ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું, જેની સરખામણીએ આ વર્ષે સન્માનિત વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૧૭૦ થઈ છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જાણીતા નાટ્યવિદ અને અકાદમી પુરસ્કાર વિજેતા શ્રી કપિલદેવ શુક્લા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના બાળકોને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવાનો છે. આ ભવ્ય સમારોહમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને કાર્યકર્તાઓ મળીને કુલ ૪૫૦ થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપ ત્રિવેદીએ પણ કાર્યક્રમ અંગે વાત કરી હતી.
    2
    સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા એક ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનાર કુલ ૧૭૦ બ્રહ્મ વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા. આ સમારોહ સુરતના અડાજણ સ્થિત 'સંસ્કાર ભારતી શાળા' ના ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.

સંસ્થા દ્વારા છેલ્લા ૪ વર્ષથી સતત આયોજિત થઈ રહેલા આ કાર્યક્રમમાં, વર્ષ ૨૦૨૫-૨૬ ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. સુરત શહેર અને જિલ્લામાંથી આવેલા વિદ્યાર્થીઓને કુલ ત્રણ જુદી-જુદી કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા. જેમાં ધોરણ ૧૦ ના સૌથી વધુ ૧૧૦ તેજસ્વી વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ કોમર્સના ૩૦ અને આર્ટસના ૨ વિદ્યાર્થીઓને સન્માન પત્ર એનાયત કરાયા. આ ઉપરાંત, વિજ્ઞાન પ્રવાહના ૨૧ તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર ૭ વિશેષ વિદ્યાર્થીઓ તેમજ ભરતનાટ્યમ, કરાટે, ટેબલ ટેનિસ, જિમ્નાસ્ટિક અને ચિત્રકલા જેવી સ્પેશિયલ કેટેગરીમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૧૨૨ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું, જેની સરખામણીએ આ વર્ષે સન્માનિત વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૧૭૦ થઈ છે.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જાણીતા નાટ્યવિદ અને અકાદમી પુરસ્કાર વિજેતા શ્રી કપિલદેવ શુક્લા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના બાળકોને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવાનો છે. આ ભવ્ય સમારોહમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને કાર્યકર્તાઓ મળીને કુલ ૪૫૦ થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા.

આ પ્રસંગે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપ ત્રિવેદીએ પણ કાર્યક્રમ અંગે વાત કરી હતી.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત ગ્રામ્ય LCB એ કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારના ચરથાણ ગામ પાસે, નેશનલ હાઈવે-48 પર કાર્યવાહી કરી એક અશોક લેલેન્ડ ટેમ્પો (GJ-19-Z-3764) પકડી પાડ્યો હતો. પોલીસે ટેમ્પોના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે, જ્યારે ટેમ્પોમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ દારૂ સેલવાસથી ભાવનગર લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે આ કેસમાં કુલ ₹10,50,780/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે આગળની કાર્યવાહી ચાલુ છે.
    1
    સુરત ગ્રામ્ય LCB એ કડોદરા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારના ચરથાણ ગામ પાસે, નેશનલ હાઈવે-48 પર કાર્યવાહી કરી એક અશોક લેલેન્ડ ટેમ્પો (GJ-19-Z-3764) પકડી પાડ્યો હતો. પોલીસે ટેમ્પોના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે, જ્યારે ટેમ્પોમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

આ દારૂ સેલવાસથી ભાવનગર લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે આ કેસમાં કુલ ₹10,50,780/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે આગળની કાર્યવાહી ચાલુ છે.
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત ગ્રામ્ય એલસીબીએ કડોદરા GIDC પોલીસ મથકની હદમાં, ચલથાણ ગામ નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર મોટી કાર્યવાહી કરી છે. એક ટેમ્પામાં ખાસ બનાવેલા ચોર ખાનામાં સંતાડીને સેલવાસથી ભાવનગર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ ₹10,50,780ના મુદ્દામાલ સાથે ટેમ્પાના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ કામગીરી રાજ્યમાં ગેરકાયદે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકના નિર્દેશ મુજબ 25 જૂનથી 30 જૂન 2026 દરમિયાન ચાલી રહેલી વિશેષ પ્રોહિબિશન ડ્રાઈવના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ચલથાણ રાજહંસ ટ્રાન્સપોર્ટ નગર સામે નાકાબંધી ગોઠવી GJ-19-Z-3764 નંબરના અશોક લેલેન્ડ "બડા દોસ્ત" ટેમ્પાને રોકી તપાસ કરતાં તેના ડાલા નીચે બનાવેલા ગુપ્ત ચોર ખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં પ્રશાંત ઉર્ફે કાળુ મનુભાઈ ભંભાણા (ઉ.વ. 27) અને ફનીત દિલીપભાઈ સોધાતર (ઉ.વ. 30)નો સમાવેશ થાય છે. જ્યારે સેલવાસથી દારૂ ભરાવનાર ભીમો અને ભાવનગર જિલ્લાના બોરડી ગામના નાગજીભાઈ શામજીભાઈ મકવાણાને વોન્ટેડ જાહેર કરાયા છે. તપાસમાં ટેમ્પા ચાલક સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 283 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹5,25,380), ટેમ્પો (₹5 લાખ), બે મોબાઇલ ફોન, રોકડ રકમ તથા લિક્વિડ ડિટરજન્ટ ભરેલા 21 કેરબાઓ સહિત કુલ ₹10,50,780નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટેમ્પા સહિતનો સમગ્ર મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને કેસ કડોદરા GIDC પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર સફળ કામગીરી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી.
    1
    સુરત ગ્રામ્ય એલસીબીએ કડોદરા GIDC પોલીસ મથકની હદમાં, ચલથાણ ગામ નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર મોટી કાર્યવાહી કરી છે. એક ટેમ્પામાં ખાસ બનાવેલા ચોર ખાનામાં સંતાડીને સેલવાસથી ભાવનગર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ ₹10,50,780ના મુદ્દામાલ સાથે ટેમ્પાના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ કામગીરી રાજ્યમાં ગેરકાયદે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકના નિર્દેશ મુજબ 25 જૂનથી 30 જૂન 2026 દરમિયાન ચાલી રહેલી વિશેષ પ્રોહિબિશન ડ્રાઈવના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી.

એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ચલથાણ રાજહંસ ટ્રાન્સપોર્ટ નગર સામે નાકાબંધી ગોઠવી GJ-19-Z-3764 નંબરના અશોક લેલેન્ડ "બડા દોસ્ત" ટેમ્પાને રોકી તપાસ કરતાં તેના ડાલા નીચે બનાવેલા ગુપ્ત ચોર ખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં પ્રશાંત ઉર્ફે કાળુ મનુભાઈ ભંભાણા (ઉ.વ. 27) અને ફનીત દિલીપભાઈ સોધાતર (ઉ.વ. 30)નો સમાવેશ થાય છે. જ્યારે સેલવાસથી દારૂ ભરાવનાર ભીમો અને ભાવનગર જિલ્લાના બોરડી ગામના નાગજીભાઈ શામજીભાઈ મકવાણાને વોન્ટેડ જાહેર કરાયા છે. તપાસમાં ટેમ્પા ચાલક સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે કાર્યવાહી દરમિયાન 283 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹5,25,380), ટેમ્પો (₹5 લાખ), બે મોબાઇલ ફોન, રોકડ રકમ તથા લિક્વિડ ડિટરજન્ટ ભરેલા 21 કેરબાઓ સહિત કુલ ₹10,50,780નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટેમ્પા સહિતનો સમગ્ર મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને કેસ કડોદરા GIDC પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર સફળ કામગીરી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • બારડોલી ટાઉન પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં એક આરોપીને 224 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
    1
    બારડોલી ટાઉન પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં એક આરોપીને 224 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • વલસાડ જિલ્લાના નાનાપોંઢાના મોટા વહિયાળ ગામના ચીંચપાડા ફળિયામાં આવેલા શ્રી સુભાષભાઈ હરેશભાઈ ઉજાલના ઘરેથી એક જ સાપના જોડા સાથે તેના ૨૦ બચ્ચાંનું સફળતાપૂર્વક રેસ્કયૂ કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેમના રસોડામાં ઉંદરના દરમાં 'ચાકરણ' (જેને મુઢુળિયું પણ કહેવાય છે) પ્રજાતિના સાપનું એક નાનું બચ્ચું જોવા મળ્યું હતું.
    1
    વલસાડ જિલ્લાના નાનાપોંઢાના મોટા વહિયાળ ગામના ચીંચપાડા ફળિયામાં આવેલા શ્રી સુભાષભાઈ હરેશભાઈ ઉજાલના ઘરેથી એક જ સાપના જોડા સાથે તેના ૨૦ બચ્ચાંનું સફળતાપૂર્વક રેસ્કયૂ કરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેમના રસોડામાં ઉંદરના દરમાં 'ચાકરણ' (જેને મુઢુળિયું પણ કહેવાય છે) પ્રજાતિના સાપનું એક નાનું બચ્ચું જોવા મળ્યું હતું.
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    22 hrs ago
  • સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા મારવેલા પ્રોજેક્ટના બિલ્ડરોની મનમાની સામે બિલ્ડિંગના રહીશોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. રહીશો દ્વારા વારંવાર ફરિયાદો કરવા છતાં, બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની ખામીઓ સહિતની અનેક અસુવિધાઓ આજદિન સુધી દૂર કરવામાં આવી નથી. આનાથી નારાજ થયેલા મહિલાઓ અને પુરુષો સહિતના તમામ રહીશોએ હાથમાં પ્લેકાર્ડ લઈને 'હાય રે બિલ્ડર'ના નારા લગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. રહીશોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો બિલ્ડર આ મુદ્દાઓ પર ધ્યાન નહીં આપે, તો આવનારા દિવસોમાં વધુ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે. તેમણે ચેતવણી આપી કે જો બિલ્ડિંગમાં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી બિલ્ડરની રહેશે. સોસાયટીના રહીશોની મુખ્ય માંગ છે કે બિલ્ડર તાત્કાલિક ધોરણે બિલ્ડિંગની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવે.
    1
    સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા મારવેલા પ્રોજેક્ટના બિલ્ડરોની મનમાની સામે બિલ્ડિંગના રહીશોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. રહીશો દ્વારા વારંવાર ફરિયાદો કરવા છતાં, બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની ખામીઓ સહિતની અનેક અસુવિધાઓ આજદિન સુધી દૂર કરવામાં આવી નથી. આનાથી નારાજ થયેલા મહિલાઓ અને પુરુષો સહિતના તમામ રહીશોએ હાથમાં પ્લેકાર્ડ લઈને 'હાય રે બિલ્ડર'ના નારા લગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

રહીશોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો બિલ્ડર આ મુદ્દાઓ પર ધ્યાન નહીં આપે, તો આવનારા દિવસોમાં વધુ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે. તેમણે ચેતવણી આપી કે જો બિલ્ડિંગમાં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી બિલ્ડરની રહેશે. સોસાયટીના રહીશોની મુખ્ય માંગ છે કે બિલ્ડર તાત્કાલિક ધોરણે બિલ્ડિંગની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત થયો છે, જેમાં એક માતા અને તેમની માત્ર બે વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યા છે. બેફામ ગતિએ દોડતા એક ડમ્પરે તેમને અડફેટમાં લેતા આ ગમખ્વાર ઘટના બની હતી, જેમાં માતા-દીકરીનું ઘટનાસ્થળે જ કરુણ નિધન થયું. આ કરુણ અકસ્માતના કારણે સમગ્ર ભેસ્તાન વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
    1
    સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત થયો છે, જેમાં એક માતા અને તેમની માત્ર બે વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યા છે. બેફામ ગતિએ દોડતા એક ડમ્પરે તેમને અડફેટમાં લેતા આ ગમખ્વાર ઘટના બની હતી, જેમાં માતા-દીકરીનું ઘટનાસ્થળે જ કરુણ નિધન થયું. આ કરુણ અકસ્માતના કારણે સમગ્ર ભેસ્તાન વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.