logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ચોટીલામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નાયબ કલેક્ટર શ્રી એચ. ટી. મકવાણાએ ગૌશાળાની મુલાકાત લઈને વ્યવસ્થાની સમીક્ષા કરી ચોટીલા, તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૬ ચોટીલા વિસ્તારમાં હાલ સતત વરસી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા શ્રી એચ. ટી. મકવાણાએ આજે ચોટીલા ડુંગરની પાછળ પાળીયાદ રોડ પર આવેલી ગૌશાળાની સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ગૌશાળામાં આશ્રિત અંદાજે *૩૨૫* ગાયોની સુવિધાઓ અને સંભાળ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે ગાયો માટે ઉપલબ્ધ નીરણ, ઘાસચારો, પીવાના પાણી તથા અન્ય જરૂરી સુવિધાઓની તપાસ કરી હતી. ઉપરાંત, ગૌસેવા માટે ઉપલબ્ધ સેવકોની સંખ્યા અને તેમની કામગીરી અંગે પણ માહિતી મેળવી હતી. શ્રી મકવાણાએ સૂચના આપી હતી કે બીમાર અથવા નબળી ગાયોને અન્ય ગાયોથી અલગ રાખીને તેમની તાત્કાલિક પશુચિકિત્સકીય સારવાર કરવામાં આવે, જેથી કોઈપણ પ્રકારના ચેપી રોગનો ફેલાવો અટકાવી શકાય. તેમણે ગૌશાળામાં સ્વચ્છતા જળવાય, વરસાદી પાણીનો ભરાવો ન થાય, ગાયોને પૂરતો ચારો અને શુદ્ધ પીવાનું પાણી નિયમિત ઉપલબ્ધ રહે તેમજ વરસાદની સ્થિતિમાં કોઈપણ ગાયને અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી. નાયબ કલેક્ટરે ગૌશાળાના સંચાલકોને ભારે વરસાદ દરમિયાન સતત સતર્ક રહી તમામ ગાયોની નિયમિત દેખરેખ રાખવા, જરૂરિયાત મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવા તથા કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય તો તંત્રને ત્વરિત જાણ કરવા પણ સૂચના આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદની સ્થિતિમાં પશુઓની સુરક્ષા અને કલ્યાણ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

8 hrs ago
user_અજયભાઈ બોયર
અજયભાઈ બોયર
ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
8 hrs ago
9a2a04ec-1b85-4819-baa3-8ab42360b6e4

ચોટીલામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નાયબ કલેક્ટર શ્રી એચ. ટી. મકવાણાએ ગૌશાળાની મુલાકાત લઈને વ્યવસ્થાની સમીક્ષા કરી ચોટીલા, તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૬ ચોટીલા વિસ્તારમાં હાલ સતત વરસી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા શ્રી એચ. ટી. મકવાણાએ આજે ચોટીલા ડુંગરની પાછળ પાળીયાદ રોડ પર આવેલી ગૌશાળાની સ્થળ મુલાકાત

2600e5f9-25d1-401d-9681-c212331772c8

લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ગૌશાળામાં આશ્રિત અંદાજે *૩૨૫* ગાયોની સુવિધાઓ અને સંભાળ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે ગાયો માટે ઉપલબ્ધ નીરણ, ઘાસચારો, પીવાના પાણી તથા અન્ય જરૂરી સુવિધાઓની તપાસ કરી હતી. ઉપરાંત, ગૌસેવા માટે ઉપલબ્ધ સેવકોની સંખ્યા અને તેમની કામગીરી અંગે પણ માહિતી મેળવી હતી. શ્રી મકવાણાએ સૂચના આપી હતી કે બીમાર અથવા

ca6cc0f5-2f65-4e59-b3e3-dcca4f468fcb

નબળી ગાયોને અન્ય ગાયોથી અલગ રાખીને તેમની તાત્કાલિક પશુચિકિત્સકીય સારવાર કરવામાં આવે, જેથી કોઈપણ પ્રકારના ચેપી રોગનો ફેલાવો અટકાવી શકાય. તેમણે ગૌશાળામાં સ્વચ્છતા જળવાય, વરસાદી પાણીનો ભરાવો ન થાય, ગાયોને પૂરતો ચારો અને શુદ્ધ પીવાનું પાણી નિયમિત ઉપલબ્ધ રહે તેમજ વરસાદની સ્થિતિમાં કોઈપણ ગાયને અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવા સૂચનાઓ આપી

e74f9358-ef46-421e-96e4-810b6f48f136

હતી. નાયબ કલેક્ટરે ગૌશાળાના સંચાલકોને ભારે વરસાદ દરમિયાન સતત સતર્ક રહી તમામ ગાયોની નિયમિત દેખરેખ રાખવા, જરૂરિયાત મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવા તથા કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય તો તંત્રને ત્વરિત જાણ કરવા પણ સૂચના આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદની સ્થિતિમાં પશુઓની સુરક્ષા અને કલ્યાણ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

More news from ગુજરાત and nearby areas
  • લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત
    1
    લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
  • લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ
    1
    લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    11 hrs ago
  • અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર. ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર *અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.* ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર. અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો. વરસાદી પાણી ભરાયા હતા. ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
    1
    અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર.
ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર
*અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.*
ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર.
અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા 
ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી.
ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો.
વરસાદી પાણી ભરાયા હતા.
ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા... વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા...
    1
    વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા...
વડિયા ખાતે સુરવો નદીના નીરના વધામણાં કરતા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    6 hrs ago
  • બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ખાતરના વેચાણને લઈને એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. જાગૃત ખેડૂતના આક્ષેપ મુજબ યુરિયા ખાતર ખરીદવા જતા દુકાનદાર દ્વારા ફરજિયાત બીજી પ્રોડક્ટ પણ ખરીદવાની શરત મુકવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
    1
    બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ખાતરના વેચાણને લઈને એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. જાગૃત ખેડૂતના આક્ષેપ મુજબ યુરિયા ખાતર ખરીદવા જતા દુકાનદાર દ્વારા ફરજિયાત બીજી પ્રોડક્ટ પણ ખરીદવાની શરત મુકવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • ગઢડા પંથકમાં મેઘરાજાની મહેર, રામા ઘાટ ડેમમાં નવા નીર સલકાયા – ખેડૂતોમાં ખુશીનો માહોલ સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતાં ખેડૂતોમાં આગામી ખેતીની સિઝન માટે આશા જાગી છે. ડેમમાં નવા નીર આવવાથી સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે તેવી ખેડૂતોને આશા છે. વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને પ્રકૃતિ પણ હરિયાળીથી ખીલી ઉઠી છે. સ્થાનિક લોકો દ્વારા પણ મેઘરાજાની આ મહેરને આવકારવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો કૃષિ ક્ષેત્રને વધુ ફાયદો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
    1
    ગઢડા પંથકમાં મેઘરાજાની મહેર, રામા ઘાટ ડેમમાં નવા નીર સલકાયા – ખેડૂતોમાં ખુશીનો માહોલ


સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતાં ખેડૂતોમાં આગામી ખેતીની સિઝન માટે આશા જાગી છે. ડેમમાં નવા નીર આવવાથી સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે તેવી ખેડૂતોને આશા છે. વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને પ્રકૃતિ પણ હરિયાળીથી ખીલી ઉઠી છે.
સ્થાનિક લોકો દ્વારા પણ મેઘરાજાની આ મહેરને આવકારવામાં આવી રહી છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો કૃષિ ક્ષેત્રને વધુ ફાયદો થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    8 hrs ago
  • બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ... ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ... ચોમાસાની ચાલુ સિઝનમાં ચંદરવા ગામની નિલકા નદી બીજી વખત બે કાંઠે વહેતી થઈ... ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ.. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...
    1
    બોટાદ બ્રેકિંગ 

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ...

ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ...

 ચોમાસાની ચાલુ સિઝનમાં ચંદરવા ગામની નિલકા નદી બીજી વખત બે કાંઠે વહેતી થઈ...


ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ..
તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.