logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મહીસાગર જિલ્લાના યુવાનો માટે સોનેરી તક: સુરક્ષા ગાર્ડ અને સુપરવાઈઝરની ભરતી માટે ૨૫ ઓગસ્ટથી વિશેષ શિબિર મહીસાગર જિલ્લાના યુવાનો માટે સોનેરી તક: સુરક્ષા ગાર્ડ અને સુપરવાઈઝરની ભરતી માટે ૨૫ ઓગસ્ટથી વિશેષ શિબિર **** SIS ઈન્ડિયા લિમિટેડ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ ભરતી મેળાનું આયોજન; પસંદગી પામેલા ઉમેદવારોને ગુજરાતના મુખ્ય શહેરોમાં મળશે રોજગારી **** ભારતીય સુરક્ષા એજન્સી, નવી દિલ્હી અને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસિસ (SIS) ઇન્ડિયા લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મહીસાગર જિલ્લાના બેરોજગાર યુવાનોને સ્વનિર્ભર બનાવવાના ઉમદા હેતુથી સુરક્ષા ગાર્ડ અને સુરક્ષા સુપરવાઈઝરની ભરતી માટે મેગા ભરતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના સહયોગથી આયોજિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે વધુમાં વધુ યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો છે. આ ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માટે ઉમેદવારોની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ નિર્ધારિત કરવામાં આવી છે, જ્યારે ધોરણ-૧૨ પાસ તથા સ્નાતક ઉમેદવારોને પસંદગીમાં વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે. ભરતી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ તારીખ મુજબ શિબિરો યોજાશે. જે અંતર્ગત આગામી ૨૫ અને ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ કડાણા તાલુકા પંચાયત ખાતે, ૨૭ અને ૨૮ ઓગસ્ટના રોજ ખાનપુર તાલુકા પંચાયત ખાતે, ૨૯ ઓગસ્ટના રોજ વીરપુર તાલુકા પંચાયત અને ૩૦ ઓગસ્ટના રોજ સંતરામપુર તાલુકા પંચાયત ખાતે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ૩૧ ઓગસ્ટના રોજ ગોધર, ૧ સપ્ટેમ્બરના રોજ કોઠબા અને અંતે ૨ તથા ૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ લુણાવડા તાલુકા પંચાયત ખાતે આ શિબિરનું સમાપન થશે. ઈચ્છુક ઉમેદવારોએ જે-તે નિયત તારીખે સંબંધિત તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. પસંદગીની પ્રક્રિયા દરમિયાન સુરક્ષા અધિકારીઓ દ્વારા ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ પ્રક્રિયામાં ઉમેદવારોની શારીરિક ક્ષમતા ચકાસવા માટે ઊંચાઈ, વજન અને છાતીના માપ સહિતની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક રીતે પસંદગી પામેલા ઉમેદવારોને એક મહિનાની વિશેષ તાલીમ આપવામાં આવશે. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોની યોગ્યતા મુજબ ગુજરાતના વિવિધ ઔદ્યોગિક એકમો જેવા કે મારુતિ સુઝુકી, અમદાવાદ, રાજકોટ, ગાંધીધામ, સુરત, મહેસાણા અને ગાંધીનગર જેવા મુખ્ય શહેરોમાં નિમણૂક આપવામાં આવશે. પસંદગી પામેલા સુરક્ષા જવાનોને તેમની લાયકાત અને નિમણૂકના સ્થળ મુજબ આકર્ષક પગાર ધોરણ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત કંપની દ્વારા વાર્ષિક પગાર વધારો, પીએફ (PF), ઈએસઆઈસી (ESIC), મેડિકલ સુવિધા, ગ્રેચ્યુઈટી, બોનસ અને પેન્શન જેવી સામાજિક સુરક્ષાની વિવિધ સુવિધાઓ પણ મળવાપાત્ર રહેશે. આ ભરતી અંગે વધુ માહિતી મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારોએ મોબાઈલ નંબર ૯૩૭૬૩૨૭૩૩૫ અથવા ૬૩૮૭૮૭૪૫૪૨ પર સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.તેમ SIS ભરતી અધિકારી ભગવાના રામની અખબારી યાદીમાં જણાવેલ છે.

1 day ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
Photographer સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
1 day ago

મહીસાગર જિલ્લાના યુવાનો માટે સોનેરી તક: સુરક્ષા ગાર્ડ અને સુપરવાઈઝરની ભરતી માટે ૨૫ ઓગસ્ટથી વિશેષ શિબિર મહીસાગર જિલ્લાના યુવાનો માટે સોનેરી તક: સુરક્ષા ગાર્ડ અને સુપરવાઈઝરની ભરતી માટે ૨૫ ઓગસ્ટથી વિશેષ શિબિર **** SIS ઈન્ડિયા લિમિટેડ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ ભરતી મેળાનું આયોજન; પસંદગી પામેલા ઉમેદવારોને ગુજરાતના મુખ્ય શહેરોમાં મળશે રોજગારી **** ભારતીય સુરક્ષા એજન્સી, નવી દિલ્હી અને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસિસ (SIS) ઇન્ડિયા લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મહીસાગર જિલ્લાના બેરોજગાર યુવાનોને સ્વનિર્ભર બનાવવાના ઉમદા હેતુથી સુરક્ષા ગાર્ડ અને સુરક્ષા સુપરવાઈઝરની ભરતી માટે મેગા ભરતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના સહયોગથી આયોજિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે વધુમાં વધુ યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો છે. આ ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માટે ઉમેદવારોની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ નિર્ધારિત કરવામાં આવી છે, જ્યારે ધોરણ-૧૨ પાસ તથા સ્નાતક ઉમેદવારોને પસંદગીમાં વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે. ભરતી પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ તારીખ મુજબ શિબિરો યોજાશે. જે અંતર્ગત આગામી ૨૫ અને ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ કડાણા તાલુકા પંચાયત ખાતે, ૨૭ અને ૨૮ ઓગસ્ટના રોજ ખાનપુર તાલુકા પંચાયત ખાતે, ૨૯ ઓગસ્ટના રોજ વીરપુર તાલુકા પંચાયત અને ૩૦ ઓગસ્ટના રોજ સંતરામપુર તાલુકા પંચાયત ખાતે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ૩૧ ઓગસ્ટના રોજ ગોધર, ૧ સપ્ટેમ્બરના રોજ કોઠબા અને અંતે ૨ તથા ૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ લુણાવડા તાલુકા પંચાયત ખાતે આ શિબિરનું સમાપન થશે. ઈચ્છુક ઉમેદવારોએ જે-તે નિયત તારીખે સંબંધિત તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. પસંદગીની પ્રક્રિયા દરમિયાન સુરક્ષા અધિકારીઓ દ્વારા ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ પ્રક્રિયામાં ઉમેદવારોની શારીરિક ક્ષમતા ચકાસવા માટે ઊંચાઈ, વજન અને છાતીના માપ સહિતની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક રીતે પસંદગી પામેલા ઉમેદવારોને એક મહિનાની વિશેષ તાલીમ આપવામાં આવશે. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોની યોગ્યતા મુજબ ગુજરાતના વિવિધ ઔદ્યોગિક એકમો જેવા કે મારુતિ સુઝુકી, અમદાવાદ, રાજકોટ, ગાંધીધામ, સુરત, મહેસાણા અને ગાંધીનગર જેવા મુખ્ય શહેરોમાં નિમણૂક આપવામાં આવશે. પસંદગી પામેલા સુરક્ષા જવાનોને તેમની લાયકાત અને નિમણૂકના સ્થળ મુજબ આકર્ષક પગાર ધોરણ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત કંપની દ્વારા વાર્ષિક પગાર વધારો, પીએફ (PF), ઈએસઆઈસી (ESIC), મેડિકલ સુવિધા, ગ્રેચ્યુઈટી, બોનસ અને પેન્શન જેવી સામાજિક સુરક્ષાની વિવિધ સુવિધાઓ પણ મળવાપાત્ર રહેશે. આ ભરતી અંગે વધુ માહિતી મેળવવા માટે ઈચ્છુક ઉમેદવારોએ મોબાઈલ નંબર ૯૩૭૬૩૨૭૩૩૫ અથવા ૬૩૮૭૮૭૪૫૪૨ પર સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.તેમ SIS ભરતી અધિકારી ભગવાના રામની અખબારી યાદીમાં જણાવેલ છે.

More news from ગુજરાત and nearby areas
  • મહીસાગર: લુણાવાડામાં ઈદે મિલાદુન્નબીનું જુલૂસ હર્ષોલ્લાસ સાથે નીકળ્યું લુણાવાડા, મહીસાગર આજે રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઈસ્લામ ધર્મના મહાનુભાવ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના 1501મા જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મદ્રેસાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર જુલૂસ દરમિયાન શાંતિ અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરી બદલ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જુલૂસ લુણાવાડાના હુસેની ચોકથી પ્રસ્થાન થઈ આસ્થાના બજાર, માંડવી બજાર, જવાહર રોડ, માધવાસ દરવાજા, મોડાસા ફળી થઈ પરત હુસેની ચોક ખાતે પહોંચી સમાપન થયું હતું. જુલૂસના માર્ગમાં ઠેર-ઠેર લોકો દ્વારા ઠંડા પાણી, સરબત, કોલ્ડ્રીંક અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલૂસમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. અંતમાં મુસ્લિમ સમાજ વતી મહીસાગર પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    4
    મહીસાગર: લુણાવાડામાં ઈદે મિલાદુન્નબીનું જુલૂસ હર્ષોલ્લાસ સાથે નીકળ્યું
લુણાવાડા, મહીસાગર
આજે રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઈસ્લામ ધર્મના મહાનુભાવ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના 1501મા જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જુલૂસમાં મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મદ્રેસાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર જુલૂસ દરમિયાન શાંતિ અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું.
જુલૂસને લઈને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરી બદલ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ જુલૂસ લુણાવાડાના હુસેની ચોકથી પ્રસ્થાન થઈ આસ્થાના બજાર, માંડવી બજાર, જવાહર રોડ, માધવાસ દરવાજા, મોડાસા ફળી થઈ પરત હુસેની ચોક ખાતે પહોંચી સમાપન થયું હતું.
જુલૂસના માર્ગમાં ઠેર-ઠેર લોકો દ્વારા ઠંડા પાણી, સરબત, કોલ્ડ્રીંક અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલૂસમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું.
અંતમાં મુસ્લિમ સમાજ વતી મહીસાગર પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    user_Hasmukh Bhoi
    Hasmukh Bhoi
    Photographer લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    49 min ago
  • આ રક્ષાબંધન Shopping કરો અને સાથે મેળવો ખાસ Gift! Hare Krishna Mall લઈને આવ્યું છે Raksha Bandhan Special Offer! ₹100થી વધુની ખરીદી પર Steel Product એકદમ FREE! ઘરની જરૂરિયાતનો સામાન હોય કે તહેવારની Shopping — મેળવો સારી Choice, સારો ભાવ અને સાથે ખાસ Festive Gift! Hare Krishna Mall, મહિસાગર, ગુજરાત Free Gift ઉપલબ્ધતા અને લાગુ પડતી Offerની શરતોને આધિન રહેશે. Hare Krishna Mall — Better Choice, Better Life. ❤️
    1
    આ રક્ષાબંધન Shopping કરો અને સાથે મેળવો ખાસ Gift!
Hare Krishna Mall લઈને આવ્યું છે Raksha Bandhan Special Offer! 

₹100થી વધુની ખરીદી પર Steel Product એકદમ FREE! 

ઘરની જરૂરિયાતનો સામાન હોય કે તહેવારની Shopping — મેળવો સારી Choice, સારો ભાવ અને સાથે ખાસ Festive Gift!

Hare Krishna Mall, મહિસાગર, ગુજરાત

Free Gift ઉપલબ્ધતા અને લાગુ પડતી Offerની શરતોને આધિન રહેશે.

Hare Krishna Mall — Better Choice, Better Life. ❤️
    user_વિપુલ જોષી
    વિપુલ જોષી
    Advertising agency Mahisagar, Gujarat•
    23 hrs ago
  • લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબી દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન આંતરસૂબા ગામના સરપંચ જશોદાબેન હઠીલા દ્વારા લીમખેડા ટીબી યુનિટ હેઠળના પાંચ ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીની સારવાર દરમિયાન દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ સ્વસ્થ રહી શકે તે માટે નિક્ષય પોષણ કીટ મહત્વપૂર્ણ સહાયરૂપ બની રહી છે. કાર્યક્રમમાં પિરામલ સ્વાસ્થ્યના કોઓર્ડિનેટર, એસટીએસ, એસટીએલએસ, સીએચઓ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ તેમજ આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી દર્દીઓની સમયસર ઓળખ, નિયમિત સારવાર અને પોષણ સહાય દ્વારા ટીબી નાબૂદીના પ્રયાસોને વેગ આપવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય કક્ષાએ સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓની સહભાગિતાથી ટીબી મુક્ત ભારતના અભિયાનને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.
    1
    લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લીમખેડા તાલુકામાં ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબી દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન આંતરસૂબા ગામના સરપંચ જશોદાબેન હઠીલા દ્વારા લીમખેડા ટીબી યુનિટ હેઠળના પાંચ ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ટીબીની સારવાર દરમિયાન દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ સ્વસ્થ રહી શકે તે માટે નિક્ષય પોષણ કીટ મહત્વપૂર્ણ સહાયરૂપ બની રહી છે.
કાર્યક્રમમાં પિરામલ સ્વાસ્થ્યના કોઓર્ડિનેટર, એસટીએસ, એસટીએલએસ, સીએચઓ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ તેમજ આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી દર્દીઓની સમયસર ઓળખ, નિયમિત સારવાર અને પોષણ સહાય દ્વારા ટીબી નાબૂદીના પ્રયાસોને વેગ આપવામાં આવી રહ્યો છે.
ગ્રામ્ય કક્ષાએ સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓની સહભાગિતાથી ટીબી મુક્ત ભારતના અભિયાનને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    33 min ago
  • મેઘરજ અરવલ્લી ના ઇન્દિરા નગર માં ઈદ એ મિલાદ નિમિત્તે હરસોલ્લાસ્ સાથે જુલુસ કાઢવામાં આવ્યું જુલુસ માં ઈન્દિરા નગર ના નાના મોટા દરેક મુસ્લિમ ભાઈઓ એ સાથે મળી ને એકતા નો સંદેશ આપ્યો
    1
    મેઘરજ અરવલ્લી ના ઇન્દિરા નગર માં  ઈદ એ મિલાદ નિમિત્તે હરસોલ્લાસ્ સાથે જુલુસ કાઢવામાં આવ્યું જુલુસ માં ઈન્દિરા નગર ના નાના મોટા દરેક મુસ્લિમ ભાઈઓ એ સાથે મળી ને એકતા નો સંદેશ આપ્યો
    user_Ertgul
    Ertgul
    Salesperson મેઘરાજ, અરવલ્લી, ગુજરાત•
    3 hrs ago
  • કાલોલ ખાતે ઇદે મિલાદુન નબી નો મહાપર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે શાંતિ ભર્યા માહોલમાં મનાવાયો. હજારો મુસ્લીમ બિરાદરો જૂલુસ માં જોડાયા. ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ પેગંબર સાહેબના ૧૫૦૧ મી યૌમે વીલાદત (જન્મજયંતી) ના મોકા પર વહેલી સવારે પાંચ વાગ્યા સુમારે એકત્રિત થઈ જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં નાતશરીફ અને સલાતોસલામ પઢી પેગંબર સાહેબના મુએ મુબારક એટલે બાલ મુબારક ના દીદાર કર્યાં હતાં ત્યારબાદ બપોરે જોહરની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં જશ્ને ઇદે મિલાદ નું ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના ગુલામ ગૌષ રઝવી દ્રારા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં અમન શાંતિ, સલામતી માટે ખાસ દુવાઓ સાથે પયગંબર સાહેબની જન્મજયંતિ ની મુબારકબાદ પાઠવી હતી.કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીએસઆઇ આર.એમ. મોહનીયા, પીએસઆઇ એસ આર મકવાણા સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી અને હોમગાર્ડ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.
    2
    કાલોલ ખાતે ઇદે મિલાદુન નબી નો મહાપર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે શાંતિ ભર્યા માહોલમાં મનાવાયો. હજારો મુસ્લીમ બિરાદરો જૂલુસ માં જોડાયા.
ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ પેગંબર સાહેબના ૧૫૦૧ મી યૌમે વીલાદત (જન્મજયંતી) ના મોકા પર વહેલી સવારે પાંચ વાગ્યા સુમારે એકત્રિત થઈ જુમ્મા મસ્જીદના પ્રાંગણમાં નાતશરીફ અને સલાતોસલામ પઢી પેગંબર સાહેબના મુએ મુબારક એટલે બાલ મુબારક ના દીદાર કર્યાં હતાં ત્યારબાદ બપોરે જોહરની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં જશ્ને ઇદે મિલાદ નું ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના ગુલામ ગૌષ રઝવી દ્રારા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશમાં અમન શાંતિ, સલામતી માટે ખાસ દુવાઓ સાથે પયગંબર સાહેબની જન્મજયંતિ ની મુબારકબાદ પાઠવી હતી.કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ સાથે પીએસઆઇ આર.એમ. મોહનીયા, પીએસઆઇ એસ આર મકવાણા સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી અને હોમગાર્ડ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher Kalol, Panch Mahals•
    49 min ago
  • હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી
    1
    હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી
ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી
    user_ચાંપાનેર ટાઈમ્સ
    ચાંપાનેર ટાઈમ્સ
    Photographer હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    9 hrs ago
  • છોટાઉદેપુરમાં ૧૫૦૧મી ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, હઝરત મોહમ્મદ પયગંબર ﷺ સાહેબના જન્મદિને નીકળ્યું શાનદાર જુલૂસ છોટાઉદેપુર નગરમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (ﷺ) ના ૧૫૦૧માં જન્મદિવસ એટલે કે ઈદે મિલાદુન્નબી પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી. નગરમાં નીકળેલા વિશાળ જુલૂસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને દેશમાં અમન-શાંતિ માટે દુવાઓ માંગી હતી. જુઓ સમગ્ર ઉજવણીનો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ. #Chhotaudepur #EidMiladunNabi #EKrantiNews #ChhotaudepurNews #MiladunNabi1501 #GujaratNews #YakubRazaPathan
    1
    છોટાઉદેપુરમાં ૧૫૦૧મી ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી,
હઝરત મોહમ્મદ પયગંબર ﷺ સાહેબના જન્મદિને નીકળ્યું શાનદાર જુલૂસ 
છોટાઉદેપુર નગરમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબ (ﷺ) ના ૧૫૦૧માં જન્મદિવસ એટલે કે ઈદે મિલાદુન્નબી પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી. નગરમાં નીકળેલા વિશાળ જુલૂસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને દેશમાં અમન-શાંતિ માટે દુવાઓ માંગી હતી. જુઓ સમગ્ર ઉજવણીનો ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ.
#Chhotaudepur #EidMiladunNabi #EKrantiNews #ChhotaudepurNews #MiladunNabi1501 #GujaratNews #YakubRazaPathan
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • લુણાવાડાની શાન - રાજ રજવાડી સેવ ઉસળ અને ચણા પુલાવ....... લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે, નવરંગ ઝેરોક્ષની સામે આવેલું નાનકડું પણ સ્વાદમાં રજવાડી સ્થળ! અહીંની ગરમાગરમ રજવાડી સેવ ઉસળ નો ચટાકેદાર સ્વાદ એક વાર ખાશો તો વારંવાર આવવાનું મન થશે. તીખી, ખાટી-મીઠી તરરી, ઉપરથી કુરકુરી સેવ, પાઉં અને લીંબુ-ડુંગળી સાથે પીરસાતી ઉસળ એ લુણાવાડાનો અસલી સ્વાદ છે. સાથે જ અહીંનો ખુશ્બૂદાર ચણા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે. નરમ ભાત, મસાલેદાર ચણા, પેટ ભરાય પણ મન ન ભરાય. સ્વચ્છતા, ઝડપી સર્વિસ અને પોસાય તેવા ભાવ એ અહીંની ખાસિયત છે.
    1
    લુણાવાડાની શાન - રાજ રજવાડી સેવ ઉસળ અને ચણા પુલાવ.......
લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે, નવરંગ ઝેરોક્ષની સામે આવેલું નાનકડું પણ સ્વાદમાં રજવાડી સ્થળ!
અહીંની ગરમાગરમ રજવાડી સેવ ઉસળ નો ચટાકેદાર સ્વાદ એક વાર ખાશો તો વારંવાર આવવાનું મન થશે. તીખી, ખાટી-મીઠી તરરી, ઉપરથી કુરકુરી સેવ, પાઉં અને લીંબુ-ડુંગળી સાથે પીરસાતી ઉસળ એ લુણાવાડાનો અસલી સ્વાદ છે.
સાથે જ અહીંનો ખુશ્બૂદાર ચણા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે. નરમ ભાત, મસાલેદાર ચણા,  પેટ ભરાય પણ મન ન ભરાય.
સ્વચ્છતા, ઝડપી સર્વિસ અને પોસાય તેવા ભાવ એ અહીંની ખાસિયત છે.
    user_Hasmukh Bhoi
    Hasmukh Bhoi
    Photographer લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.