Shuru
Apke Nagar Ki App…
સુરતના સલાબતપુરા વિસ્તારમાં, સ્થાનિક પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયાના ગણતરીના કલાકોમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સલાબતપુરા પોલીસ કલાકો સુધી વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરતી રહી હતી, તેમ છતાં તેમને આ જુગારધામ દેખાયું નહોતું. જોકે, ગાંધીનગરથી આવેલી SMCની ટીમે સીધી રેડ પાડીને આ જુગારધામ ઝડપી પાડ્યું હતું, જે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
પ્રણામ સંદેશ ન્યૂઝ
સુરતના સલાબતપુરા વિસ્તારમાં, સ્થાનિક પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયાના ગણતરીના કલાકોમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સલાબતપુરા પોલીસ કલાકો સુધી વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરતી રહી હતી, તેમ છતાં તેમને આ જુગારધામ દેખાયું નહોતું. જોકે, ગાંધીનગરથી આવેલી SMCની ટીમે સીધી રેડ પાડીને આ જુગારધામ ઝડપી પાડ્યું હતું, જે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
More news from Surat and nearby areas
- ૫૦ લાખ માટે પોતાના જ અપહરણનું નાટક! ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં ખેલ પાડી દીધો એક ભાઈએ પોતાના જ પરિવાર પાસેથી ૫૦ લાખ રૂપિયા પડાવવા માટે હિન્દી પિચ્ચરોના વિલન જેવો મેસેજ મોકલીને પોતાના જ અપહરણનું નાટક રચી નાખ્યું! પણ ઉત્રાણ પોલીસની ટીમ આગળ આ ‘માસ્ટરપ્લાન’ ફ્લોપ થઈ ગયો. પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ ભાઈને પંચમહાલની હોટલમાંથી સહીસલામત શોધી કાઢ્યા અને આખો ભાંડો ફૂટી ગયો. 4 મુખ્ય વિગતો: નાટક: પરિવાર પાસેથી ૫૦ લાખ પડાવવા જાતે જ અપહરણની ખોટી વાર્તા ઊભી કરી. પોલીસ એક્શન: પી.આઈ. એચ.આર. ગોસ્વામી અને ઉત્રાણ પોલીસની ટીમે સરકારી સંસાધનો અને સમયનો બગાડ કરનાર આ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 47 પરિણામ: પિચ્ચરમાંથી પ્રેરણા લઈને બનાવેલો આ આઈડિયા હવે જેલની હવા ખવડાવશે! રૂપિયા મેળવવાના આવા અખતરાઓ અને પોલીસની સ્માર્ટ કામગીરી વિશે તમારું શું કહેવું છે?1
- સુરત જિલ્લાના કડોદરા-બારડોલી હાઈવે પર ગેરકાયદેસર રીતે ગેસ્ટ હાઉસ અને હોટલના નામે લોજિંગનો વ્યવસાય ચાલી રહ્યો છે. આ વ્યવસાય ફાયર NOC (નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ) વિના અને 'પથિક' સોફ્ટવેરનો ઉપયોગ કર્યા વિના થઈ રહ્યો છે, જે નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.1
- સુરત શહેરના પુણા, વરાછા અને લિંબાયત વિસ્તારોમાંથી છેલ્લા પાંચ વર્ષમાં શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ફરીથી ગુના કરતા અટકાવવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.1
- સુરત જિલ્લાના કામરેજ તાલુકાના શેખપુર ગામમાં આવેલી હરિદર્શન સોસાયટીમાં એક યુવક પર જાહેરમાં ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.1
- સુરતમાં વેસ્ટ એક્સપ્રેસના AC કોચમાંથી લાવારિસ બેગમાંથી ₹2.42 લાખની કિંમતનો ચરસનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. 'મિશન સેફ સ્ટેશન' અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન આ બેગની તલાશી લેવાતા માદક પદાર્થની તસ્કરીનો મોટો ખુલાસો થયો હતો. જોકે, આ ઘટનામાં તસ્કર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ અને સંબંધિત એજન્સીઓ આરોપીને શોધવા માટે તપાસ ચલાવી રહી છે.1
- સુરતમાં મેવાડના મહારાણા પ્રતાપના વંશજ રાણા સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઇતિહાસમાં વીરતા અને શૌર્યતા માટે મેવાડના રાજા મહારાણા પ્રતાપનું નામ જાણીતું છે. સિસોદિયા રાજપૂતના રાજા મહારાણા પ્રતાપનો જન્મ ઇ.સ. 1540 ના રોજ 9મી મેના રોજ જેઠ સુદ ત્રીજના દિવસે રાજસ્થાનના મેવાડના ઉદયપુર ખાતે થયો હતો. તેમની વીરતા અને મુઘલો સામેના સંઘર્ષ માટે ઇતિહાસમાં તેમનું નામ અમર છે. આ ઉજવણી નિમિત્તે, કોટસફિલ રોડ પર આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાણા સમાજના અનેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.1
- સુરતમાં પ્રિમોનસુનની કામગીરી સામે ઉઠ્યા સવાલ?, મજુરા ગેટ વિસ્તાર થી મજૂરા ફાયર સ્ટેશન તરફ જવાના મેઇન રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણ, એક તરફ તંત્ર દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ આ પ્રકારે ગટરના ખુલ્લા ઢાંકણ,છેલ્લા 10 દિવસ થી આ ગટરનુ ઢાંકણ તૂટી ગયેલી અને કોહવાયેલી હાલત માં છે સુરતમાં પ્રિમોનસુનની કામગીરી સામે ઉઠ્યા સવાલ?, મજુરા ગેટ વિસ્તાર થી મજૂરા ફાયર સ્ટેશન તરફ જવાના મેઇન રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણ, એક તરફ તંત્ર દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ આ પ્રકારે ગટરના ખુલ્લા ઢાંકણ,છેલ્લા 10 દિવસ થી આ ગટરનુ ઢાંકણ તૂટી ગયેલી અને કોહવાયેલી હાલત માં છે1