logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગુંદીયા મહુડા ફળીયામાં પાણી માટે ત્રાહિમામ, સરપંચ-તલાટી સામે અવગણનાના આક્ષેપ છોટાઉદેપુર જિલ્લાના ગુંદીયા મહુડા ફળીયામાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. ફળીયામાં ‘જળ સે નળ’ યોજના હેઠળ નળોની વ્યવસ્થા તો ઉભી કરવામાં આવી છે, પરંતુ પાણી મળતું નથી, જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેટલાક ઘરોની આગળ બોરિંગ હોવા છતાં તેમાં કાટવાળું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, જે પીવા યોગ્ય નથી અને આરોગ્ય માટે હાનિકારક છે. લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે તેઓ વારંવાર સરપંચ અને તલાટી પાસે રજૂઆત કરી રહ્યા છે, છતાં તેમની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે. “અમારી વાત સાંભળવામાં આવતી નથી,” એવો રોષ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ‘નલ સેજલ યોજના’ હેઠળ નર્મદાનું શુદ્ધ પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે. તેઓ ઘર વેરો ચૂકવતા હોવા છતાં મૂળભૂત સુવિધા ન મળતા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. હવે ગામ લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી છે.

4 days ago
user_Reporter MIRZA IMRAN.973789415
Reporter MIRZA IMRAN.973789415
છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
4 days ago

ગુંદીયા મહુડા ફળીયામાં પાણી માટે ત્રાહિમામ, સરપંચ-તલાટી સામે અવગણનાના આક્ષેપ છોટાઉદેપુર જિલ્લાના ગુંદીયા મહુડા ફળીયામાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. ફળીયામાં ‘જળ સે નળ’ યોજના હેઠળ નળોની વ્યવસ્થા તો ઉભી કરવામાં આવી છે, પરંતુ પાણી મળતું નથી, જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેટલાક ઘરોની આગળ બોરિંગ હોવા છતાં તેમાં કાટવાળું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, જે પીવા યોગ્ય નથી અને આરોગ્ય માટે હાનિકારક છે. લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે તેઓ વારંવાર સરપંચ અને તલાટી પાસે રજૂઆત કરી રહ્યા છે, છતાં તેમની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે. “અમારી વાત સાંભળવામાં આવતી નથી,” એવો રોષ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ‘નલ સેજલ યોજના’ હેઠળ નર્મદાનું શુદ્ધ પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે. તેઓ ઘર વેરો ચૂકવતા હોવા છતાં મૂળભૂત સુવિધા ન મળતા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. હવે ગામ લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી છે.

More news from ગુજરાત and nearby areas
  • હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
    1
    હાલોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરફેરના મોટા રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે રાજસ્થાનથી નીકળી ગોધરા–હાલોલ–વડોદરા માર્ગે સુરત જઈ રહેલી એક સ્લીપર કોચ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, હાલોલ શહેર પોલીસને બાતમી મળી હતી કે ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલના આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસે બસને અટકાવી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બસમાંથી અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરીને દારૂ સાથે સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલા આરોપીની ઓળખ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પટેલ ફળિયામાં રહેતા દીપકકુમાર નરેશભાઈ જોશી તરીકે થઈ છે. જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસે બસમાંથી અંદાજે ₹1,92,000થી વધુ કિંમતનો દારૂ, ₹10,000નો મોબાઈલ અને ₹6,200 રોકડા સાથે લગભગ ₹20 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કર્યો છે.
હાલોલ શહેર પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    23 hrs ago
  • દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને O.R.S પેકેટનું વિતરણ કરાયુ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સવારે 11 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને મુસાફરો તેમજ કર્મચારીઓના આરોગ્યની કાળજીરૂપે O.R.S પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરમીથી બચવા અને શરીરમાં પાણીની અછત ન રહે તે માટે O.R.Sના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ પૂરતું પાણી પીવું, છાંયમાં રહેવું અને અનાવશ્યક બહાર ન નીકળવું જેવી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી સ્વાસ્થ્ય જાળવવા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી. આ પહેલ દ્વારા મુસાફરો અને કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે સચેત રહેવાનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો, જે ઉનાળાની કડક પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
    1
    દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને O.R.S પેકેટનું વિતરણ કરાયુ
આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સવારે 11 કલાકે આપેલ માહિતી અનુસાર
દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને મુસાફરો તેમજ કર્મચારીઓના આરોગ્યની કાળજીરૂપે O.R.S પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગરમીથી બચવા અને શરીરમાં પાણીની અછત ન રહે તે માટે O.R.Sના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ પૂરતું પાણી પીવું, છાંયમાં રહેવું અને અનાવશ્યક બહાર ન નીકળવું જેવી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી સ્વાસ્થ્ય જાળવવા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી.
આ પહેલ દ્વારા મુસાફરો અને કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે સચેત રહેવાનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો, જે ઉનાળાની કડક પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    3 hrs ago
  • Post by Dharmendra m parmar
    1
    Post by Dharmendra m parmar
    user_Dharmendra m parmar
    Dharmendra m parmar
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    11 min ago
  • सावधान! आपके मोहल्ले में मौत का साया: आवारा कुत्तों का आतंक और प्रशासन की गहरी नींद।
    1
    सावधान! आपके मोहल्ले में मौत का साया: आवारा कुत्तों का आतंक और प्रशासन की गहरी नींद।
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • ભાજપ ની ટોપી અને ખેસ પહેરીને પણ મત તો આમ આદમી પાર્ટી ને આપવાનો છે
    1
    ભાજપ ની ટોપી અને ખેસ પહેરીને પણ મત તો આમ આદમી પાર્ટી ને આપવાનો છે
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    3 hrs ago
  • Post by ALL INDIA TIME
    1
    Post by ALL INDIA TIME
    user_ALL INDIA TIME
    ALL INDIA TIME
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • દાહોદનગરપાલિકા દ્વારા દાહોદ શહેરને સ્વચ્છ રાખવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પર્યાવરણમિત્ર બનાવવાના હેતુસર નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા ખાસ કરીને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છતા જાળવવા માટે સહયોગ આપવા અનુરોધ કર્યો છે. નગરપાલિકાના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે ગંભીર ખતરો બની રહ્યો છે. નાળા-ગટરમાં અવરોધ ઉભો થવો, પશુઓના આરોગ્ય પર અસર અને પ્રદૂષણમાં વધારો જેવી સમસ્યાઓ સર્જાય છે. તેથી નાગરિકોને કપડાના થેલા, કાગળના બેગ અને અન્ય પુનઃઉપયોગ કરી શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાથે સાથે શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કચરો નિર્ધારિત સ્થળે જ નાખવો, ગંદકી ન ફેલાવવી અને નગરપાલિકાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. દાહોદ નગરપાલિકાએ જણાવ્યું છે કે, સ્વચ્છ શહેર બનાવવા માટે દરેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે.
    1
    દાહોદનગરપાલિકા દ્વારા દાહોદ શહેરને સ્વચ્છ રાખવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ 
આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી અનુસાર 
દાહોદ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પર્યાવરણમિત્ર બનાવવાના હેતુસર નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા ખાસ કરીને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છતા જાળવવા માટે સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
નગરપાલિકાના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે ગંભીર ખતરો બની રહ્યો છે. નાળા-ગટરમાં અવરોધ ઉભો થવો, પશુઓના આરોગ્ય પર અસર અને પ્રદૂષણમાં વધારો જેવી સમસ્યાઓ સર્જાય છે. તેથી નાગરિકોને કપડાના થેલા, કાગળના બેગ અને અન્ય પુનઃઉપયોગ કરી શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
સાથે સાથે શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કચરો નિર્ધારિત સ્થળે જ નાખવો, ગંદકી ન ફેલાવવી અને નગરપાલિકાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. દાહોદ નગરપાલિકાએ જણાવ્યું છે કે, સ્વચ્છ શહેર બનાવવા માટે દરેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    4 hrs ago
  • Post by THE BEALERT
    1
    Post by THE BEALERT
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    7 hrs ago
  • Post by Vasava ajay bhai Vasava ajay bhai
    1
    Post by Vasava ajay bhai Vasava ajay bhai
    user_Vasava ajay bhai Vasava ajay bhai
    Vasava ajay bhai Vasava ajay bhai
    Farmer સાગબારા, નર્મદા, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.