Shuru
Apke Nagar Ki App…
હળવદમાં ધામધૂમથી હોળી પ્રગટાવાઈ, હર્ષોલ્લાસ સાથે હોલિકા દહન ઉજવાયું હળવદ શહેરમાં હોળી પર્વ નિમિત્તે રેલવે સ્ટેશન રોડ ઉપર પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. હોલિકા દહનના પર્વે મોટી સંખ્યામાં લોકોએ હોળીના દર્શન કરી ખજૂર, દાળિયા અને નાળિયેર હોમી પોતાની માનતાઓ પૂર્ણ કરી હતી. પૂર્વજોના રિવાજો મુજબ નવા લગ્ન કરેલા દંપતિઓ ઢોલ-નગારા સાથે હોળીના દર્શન કરવા આવ્યા હતા. તેમજ જેમના દીકરી કે દીકરાને પહેલી હોળી હોય તેઓએ પણ બાળકોને દર્શન કરાવી પરંપરા જાળવી રાખી હતી. શહેરમાં હર્ષ અને ઉલ્લાસભર્યા માહોલમાં હોળીનો પવિત્ર તહેવાર ઉજવાયો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad
હળવદમાં ધામધૂમથી હોળી પ્રગટાવાઈ, હર્ષોલ્લાસ સાથે હોલિકા દહન ઉજવાયું હળવદ શહેરમાં હોળી પર્વ નિમિત્તે રેલવે સ્ટેશન રોડ ઉપર પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. હોલિકા દહનના પર્વે મોટી સંખ્યામાં લોકોએ હોળીના દર્શન કરી ખજૂર, દાળિયા અને નાળિયેર હોમી પોતાની માનતાઓ પૂર્ણ કરી હતી. પૂર્વજોના રિવાજો મુજબ નવા લગ્ન કરેલા દંપતિઓ ઢોલ-નગારા સાથે હોળીના દર્શન કરવા આવ્યા હતા. તેમજ જેમના દીકરી કે દીકરાને પહેલી હોળી હોય તેઓએ પણ બાળકોને દર્શન કરાવી પરંપરા જાળવી રાખી હતી. શહેરમાં હર્ષ અને ઉલ્લાસભર્યા માહોલમાં હોળીનો પવિત્ર તહેવાર ઉજવાયો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from ગુજરાત and nearby areas
- મયાપુર ગામે છેલ્લા ત્રણ દિવસથી અજાણ્યા જંગલી જાનવરનો આતંક ફેલાયો છે. ગામમાં ત્રણ દિવસના ગાળામાં બે સ્વાનનો શિકાર થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે જાનવર ગામની સીમમાં પ્રવેશી શિકાર કરે છે. ઘટનાની જાણ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજારીયા એ વન વિભાગ કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જાનવર કયું છે તેની ઓળખ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ2
- સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો1
- Post by Nationgujarat.com1
- આમ આદમી પાર્ટી દ્વારા પુર્વ કચ્છ જીલ્લાનું કાર્યાલય આદિપુર ખાતે પુર્વ કચ્છ પ્રમુખ ડો. કાનાયત અંસારી આથાના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ઼્રીય કન્વીનર અરવીંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયાને તાજેતરમાં કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવામાં આવ્યા તે માટે સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં સભ્યો અને પદાધિકારીઓએ લાભ લીધો હતો. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ડો. કાયનાત અંસારી આથા, નીલેશ મહેતા, ગજરાજસિંહ રાણા, લાભુ મહારાજ, રાયશીભાઇ દેવરીયા, ચેતન મહેશ્વરી, જયેશભાઇ, શક્તિસિંહ જાડેજા, મેહુલ આહીર, રવિ આહીર તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરદીપસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા અને ક્રિષ્નાબા જાડેજાએ જહેમત ઉઠાવી હતી.1
- હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આંગણે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો જેમાં મંગળા આરતી, શણગાર આરતી અને રંગોત્સવ દરમિયાન દેશ-વિદેશથી આવેલા 1.50 લાખો ભક્તો ઉમટ્યા હતા. દાદાના ભક્તોને રંગોત્સવમાં રંગોથી કોઈ ઈન્ફેક્શન ના થાય એ માટે મંદિરના સંતો દ્વારા 51,000 કિલો રંગ છોટાઉદેપુર ખાતે બનાવડાવવામાં આવ્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/80008348881
- અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પ્લોટ વિસ્તારમાં, સતવારા સોસાયટી ખાતે આવેલ પવિત્ર તપોભૂમિ સંત વાલજીરામ બાપુના આશીર્વાદ સ્થાન“ઓમ અલખ ગુરુ જ્ઞાન સેવા આશ્રમ” આજ સવારથી ભક્તોની લાઈન લાગી હતી. આ કાર્યક્રમમાં આશરે 100થી વધુ સંતો અને મહંતો પધાર્યાં હતા. સવારથી જ લોકો વાલજીરામ બાપુના આર્શીવાદ સ્થાનના દર્શન લઇ બપોરે સંતો, મહંતોના સામૈયા લીધા હતા. ત્યાર બાદ આવતા મહેમાનો તથા ધંધુકા તેમજ આજુબાજુના ગામના તમામ લોકોએ પ્રસાદ લીધો હતો. પ્રસાદ ભાદ ભવ્ય સંત વાણી, બિરાજમાન સંતો અને મહંતોના આર્શીવાદ લીધા હતા. આ પવિત્ર પ્રસંગે ખુબ જ મોટા પ્રમાણમાં સંતો મહંતો તેમજ ઝાંઝરકાના મહંત શંભુનાથ ટુંડીયા પણ ઉપસ્થિત રહી આર્શીવાદ સ્થળની શોભા વધારી છે.1
- નાસિક ઢોલના તાલે ઢોલીઓએ ધૂમ મચાવી હતી જ્યારે હજ્જારો ભક્તો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા અને દાદાના રંગે રંગાય રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી..1
- હળવદ શહેરમાં હોળી પર્વ નિમિત્તે રેલવે સ્ટેશન રોડ ઉપર પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. હોલિકા દહનના પર્વે મોટી સંખ્યામાં લોકોએ હોળીના દર્શન કરી ખજૂર, દાળિયા અને નાળિયેર હોમી પોતાની માનતાઓ પૂર્ણ કરી હતી. પૂર્વજોના રિવાજો મુજબ નવા લગ્ન કરેલા દંપતિઓ ઢોલ-નગારા સાથે હોળીના દર્શન કરવા આવ્યા હતા. તેમજ જેમના દીકરી કે દીકરાને પહેલી હોળી હોય તેઓએ પણ બાળકોને દર્શન કરાવી પરંપરા જાળવી રાખી હતી. શહેરમાં હર્ષ અને ઉલ્લાસભર્યા માહોલમાં હોળીનો પવિત્ર તહેવાર ઉજવાયો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1