Shuru
Apke Nagar Ki App…
ગામ બેટીયા 20 વર્ષની વાત છે ભાજપના કાર્યકર્તા આ વિડીયો છે એવી પરિસ્થિતિ હમારા ગામમાં છે ગામ બેટીયા પંચમહાલ (ગોધરા) ધન્યવાદ
INDRAJ PARMAR
ગામ બેટીયા 20 વર્ષની વાત છે ભાજપના કાર્યકર્તા આ વિડીયો છે એવી પરિસ્થિતિ હમારા ગામમાં છે ગામ બેટીયા પંચમહાલ (ગોધરા) ધન્યવાદ
More news from Panch Mahals and nearby areas
- જીલાની જનરલ હોસ્પિટલ પર્સનલ હોમ કેર સર્વિસ 24 કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ મેડીક્લેમ સુવિધા પણ ઉપલબ્ધ તમામ સુવિધાઓ એક જ જગ્યા પર અને વ્યાજબી શુલ્ક પર હાલોલ વડોદરાના નિષ્ણાંત તબીબો હવે જીલાની જનરલ હોસ્પિટલમાં આપની સેવામાં ઉપલબ્ધ છે. ડો.શાહનવાઝ મફત 99259 81005 ડો. ઈરશાદ મફત 96627 38344 જીલાની હોસ્પિટલ & મેડિકલ સ્થળ:-સંજરી એસ.ટી.ડી.ની સામે કુંભારવાડા નાકે,પાવાગઢ રોડ,હાલોલ1
- તું-તારીથી તોફાન..! ચૈતર વસાવા નો ગુસ્સો કેમ ફાટ્યો..? ઝઘડિયા GIDC માં લાફા-લાફીનો VIDEO વાયરલ..! ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં લાગેલી આગ બાદ પીડિતોને ન્યાય અપાવવા પહોંચેલા ચૈતર વસાવા અચાનક ગુસ્સે બેકાબૂ થઈ ગયા. માહિતી મુજબ, ઘટના સ્થળે એક અજાણ્યા વ્યક્તિએ ચૈતર વસાવા સાથે તું-તારી કરી હતી. આ વાત એટલી વધી ગઈ કે ચૈતર વસાવાએ ગુસ્સામાં આવીને તેને લાફો મારી દીધો. પરિસ્થિતિ વધુ તંગ બનતા સામેવાળા વ્યક્તિએ પણ જવાબમાં તમાચો મારી દીધો. પરિણામે, બંને વચ્ચે જાહેરમાં જ સામસામે લાફા-લાફી થઈ ગઈ.! આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર લોકોએ કેદ કરી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે.1
- રોજવા ગામના ગ્રામજનોએ 25 વર્ષથી રોડ ન બનતા ચૂંટણીમાં ઝીરો મતદાન કર્યું. હવે રોડ નહીં બને તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને કલેક્ટરને આવેદન પત્ર આપવાની ચીમકી આપી. જુઓ સંપૂર્ણ અહેવાલ આ સમાચાર માં.1
- Post by Janshe Gujarat1
- ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા સાથે જપાજપી અને જાહેરમાં લાભો માર્યો1
- ‘રોડ નહીં તો વોટ નહીં’: છોટાઉદેપુરના રોજવા ગામે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર, ૬૦૦ મતદારોએ લોકશાહીના પર્વથી અંતર જાળવ્યું તંત્રની સમજાવટ નિષ્ફળ: ગઇ કાલે સાંજે ૫ વાગ્યા સુધી મતદાન મથકે સન્નાટો, એકપણ મત ન પડતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી વર્ઝન સ્થાનિક ગામના સરપંચને પત્રકાર દ્વારા ફોન પર સંપર્ક કરતા તેમણે ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સરપંચે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં રસ્તાના કામની શરૂઆત થવાની છે. તેમ છતાં, વર્ષોથી સમસ્યાનો સામનો કરતા ગ્રામજનો આ આશ્વાસનથી સંતોષાયા નહોતા. અનેક સમજાવટ છતાં ગ્રામજનોએ પોતાની માંગ પર અડગ રહી અંતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોરધા તાલુકા પંચાયત બેઠક હેઠળ આવતા રોજવા ગામે પાયાની સુવિધાઓના અભાવે વહીવટી તંત્ર સામે રણશિંગું ફૂંક્યું છે. વર્ષોથી બિસ્માર રસ્તાની સમસ્યાથી પીડાતા ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. ગામના અંદાજે ૬૦૦ જેટલા મતદારોમાંથી એક પણ મતદારે મતાધિકારનો ઉપયોગ ન કરતા સમગ્ર જિલ્લામાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. ૩ કિમીનો જર્જરિત માર્ગ આક્રોશનું કારણ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રોજવા ગામને મધ્યપ્રદેશ સાથે જોડતો અંદાજે ૩ કિલોમીટરનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં છે. આ માર્ગ પરથી પસાર થવું ગ્રામજનો માટે કષ્ટદાયક બન્યું છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવતા હતા, જેના પરિણામે ગ્રામજનોએ આ વખતે 'મૌન વિરોધ'નું શસ્ત્ર ઉગામ્યું હતું. અધિકારીઓ અને નેતાઓની સમજાવટ વ્યર્થ મતદાનના દિવસે સવારથી જ મતદાન મથક પર શૂન્યાવકાશ જોવા મળ્યો હતો. બપોર સુધી એકપણ મત ન પડતા મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક રાજકીય નેતાઓ તાત્કાલિક રોજવા ગામે દોડી ગયા હતા. ગ્રામજનોને મનાવવા માટે કલાકો સુધી સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગામના સરપંચે પણ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે લોકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો અને રસ્તાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાની ખાતરી આપી હતી, પરંતુ ગ્રામજનો પોતાની માંગ પર અડગ રહ્યા હતા. “જ્યાં સુધી રસ્તો નહીં, ત્યાં સુધી મત નહીં” રોષે ભરાયેલા ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમે વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છીએ. હવે આશ્વાસન નહીં, નક્કર કામ જોઈએ છે. જ્યાં સુધી રસ્તો મંજૂર થઈ કામ શરૂ ન થાય ત્યાં સુધી અમે લોકશાહીની કોઈ પ્રક્રિયામાં ભાગ લઈશું નહીં." સાંજે ૫ વાગ્યા સુધી મતદાન પેટીઓ ખાલી રહેતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. આમ, છોટાઉદેપુર તાલુકાના રોજવા ગામના લોકોએ એકસંપ થઈને મતદાનનો બહિષ્કાર કરી સરકાર અને તંત્રને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે મજબૂત સંદેશો આપ્યો છે.1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- કૃષિ ઇનપુટ વેપારીઓનો દેશવ્યાપી પ્રતીકાત્મક બંધ: વિવિધ માંગણીઓ સાથે ઝાલોદમાં પણ દુકાનો બંધ આજે તારીખ 27/04/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દેશભરના કૃષિ ઇનપુટ વેપારીઓ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓને લઈને આજે એક દિવસીય પ્રતીકાત્મક બંધનું આયોજન કરવામાં આવ્યું. All India Agro Input Dealers Associationના આહવાન હેઠળ યોજાયેલા આ બંધને ઝાલોદ તાલુકા સહિત પંચમહાલ વિસ્તારમાં વ્યાપક સમર્થન મળ્યું. ઝાલોદમાં ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને શાંતિપૂર્ણ રીતે આંદોલનમાં ભાગ લીધો. વેપારીઓએ ખાસ ધ્યાન રાખ્યું કે ખેડૂતોને જરૂરી સેવાઓમાં કોઈ મોટી અડચણ ન સર્જાય. વેપારીઓના જણાવ્યા મુજબ, હાલ કૃષિ ઇનપુટ વ્યવસાયમાં અનેક ટેક્નિકલ અને નીતિગત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. DBT અને POS સિસ્ટમમાં વારંવાર એરર આવવા, OTP સંબંધિત મુશ્કેલીઓ, સ્ટોકમાં ગેરસમાનતા અને હાઈ-સ્પીડ ઇન્ટરનેટની ફરજિયાતતા જેવા મુદ્દાઓ વેપારીઓ માટે પડકારરૂપ બન્યા છે. તે ઉપરાંત યુરિયા અને DAP જેવા ખાતરો સાથે ફરજીયાત ટેગિંગના કારણે વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ આવી રહ્યો છે. નાપાસ સેમ્પલના કેસમાં કંપનીઓની જવાબદારી હોવા છતાં વેપારીઓને જવાબદાર ઠેરવાતા અસંતોષ વધી રહ્યો છે. વેપારીઓએ પોતાની મુખ્ય માંગણીઓમાં ટેગિંગ પ્રથા બંધ કરવી, DBT અને POS સિસ્ટમ સરળ બનાવવી, સેમ્પલ ફેલ કેસમાં વેપારીઓને મુક્તિ આપવી, ડીલર માર્જિનમાં વધારો કરવો, ખાતરોની F.O.R આધારિત ડિલિવરી ફરજીયાત કરવી અને સાથી પોર્ટલને માત્ર કંપનીઓ સુધી મર્યાદિત રાખવાની માંગણી કરી છે. આ સાથે નેનો યુરિયા અને નેનો DAP જેવા ઉત્પાદનો અંગે પણ વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે. ખેડૂતોમાં પૂરતો વિશ્વાસ ન બન્યો હોવા સાથે સ્પ્રે પ્રક્રિયામાં વધારાનો ખર્ચ અને મહેનતનો મુદ્દો પણ સામે આવ્યો છે. વેપારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ કડક આંદોલન કરવામાં આવશે. ઝાલોદ સહિત સમગ્ર વિસ્તારમાં વેપારીઓએ એકતા દર્શાવી આ પ્રતીકાત્મક બંધને સફળ બનાવ્યો છે.1
- જાંબુઘોડામાં દારૂનો કાળો કારોબાર બેફામ.! ખાંડીવાવ-કંચનનગરીમાં દેશી-વિદેશી દારૂના ગેરકાયદેસર વેફલા બહાર આવ્યા.? જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ કંચનનગરી વિસ્તારમાં દેશી તેમજ વિદેશી દારૂના ગેરકાયદેસર વેફલાઓ ચાલી રહ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિસ્તારમાં લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેફામ રીતે ચાલી રહી છે, છતાં સંબંધિત તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સૂત્રો જણાવે છે કે ભગવાનદાસ વણકર નામનો ઈસમ આ સમગ્ર ગેરકાયદેસર દારૂના વેપારને સંચાલિત કરી રહ્યો હોવાનો આક્ષેપ છે. વિસ્તારમાં વારંવાર શંકાસ્પદ લોકોની અવરજવર તેમજ વાહનોની હલચલ જોવા મળતા સ્થાનિકોમાં અસુરક્ષાનો માહોલ ઊભો થયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રકારના ગેરકાયદેસર ધંધા સામે તાત્કાલિક કડક પગલાં લેવાની જરૂર છે, નહિતર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડવાની ભીતિ છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ લોકો તંત્ર તરફથી ઝડપી અને કડક કાર્યવાહી ની અપેક્ષા રાખી રહ્યા છે. #sevasamajnews #leadindianews #vairalvideo #panchmahalpolice #panchmahalnews #panchmahalhalol #panchmahalsamachar #IPSpanchmahal1