બ્રિગેડિયર સુશીમ બિશ્વાસ દ્વારા ધ્રાંગધ્રાની એસ.એસ.પી. જૈન કોલેજ ખાતે NCC યુનિટની મુલાકાત બ્રિગેડિયર સુશીમ બિશ્વાસ દ્વારા ધ્રાંગધ્રાની એસ.એસ.પી. જૈન કોલેજ ખાતે NCC યુનિટની મુલાકાત ધ્રાંગધ્રાની એસ.એસ.પી. જૈન કોલેજ ખાતે રાજકોટ NCC ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર સુશીમ બિશ્વાસે મુલાકાત લઈ કોલેજના NCC યુનિટના કેડેટ્સને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. પ્રતિકભાઈ દવે, CTO ડૉ. ડી.એમ. ચૌધરી, ભૂતપૂર્વ NCC ઓફિસર કેપ્ટન ડૉ. જે.આર. ડાંગર સહિત NCC કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિગેડિયર સુશીમ બિશ્વાસે કોલેજના આચાર્યશ્રી, CTO, NCC ઓફિસર તેમજ બોયઝ અને ગર્લ્સ બંને NCC યુનિટના કેડેટ્સ સાથે વાર્તાલાપ કરી યુનિટની વિવિધ પ્રવૃત્તિઓ અને તાલીમ અંગેની માહિતી મેળવી હતી. કોલેજના આચાર્ય ડૉ. પ્રતિકભાઈ દવે દ્વારા બ્રિગેડિયરશ્રીનું શાબ્દિક અભિવાદન કરી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.પ્રસંગે બ્રિગેડિયર સુશીમ બિશ્વાસે NCCના મહત્વ અને તેના ફાયદાઓ અંગે કેડેટ્સને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે NCCના મૂળભૂત મૂલ્યો એવા ‘એકતા અને અનુશાસન’ને જીવનમાં ઉતારવા માટે કેડેટ્સને પ્રેરિત કર્યા હતા. સાથે જ ત્રણ વર્ષની NCC તાલીમ દરમિયાન યોજાતા વિવિધ પ્રકારના કેમ્પ, તાલીમ અને કેડેટ્સને મળતી વિવિધ તકો અંગે રસપ્રદ માહિતી આપી હતી. તેમણે તમામ NCC કેડેટ્સને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ૨૬ ગુજરાત બટાલિયન NCC, સુરેન્દ્રનગરના કમાન્ડિંગ ઓફિસર નીરજ સુદ (શૌર્ય ચક્ર)નું પણ કેપ્ટન ડૉ. જે.આર. ડાંગર તથા CTO ડૉ. ડી.એમ. ચૌધરી દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે પધારેલા સુબેદાર મેજર સોનમજીનું SUO હર્ષદ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. NCC તાલીમ દરમિયાન મેળવેલા અનુભવો અને તાલીમથી થયેલા લાભ અંગે ઝાલા યુવરાજસિંહ, પલાણી હર્ષા તથા રાઠોડ સાધનાએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કેડેટ્સે NCC દ્વારા પ્રાપ્ત થયેલી તાલીમ, શિસ્ત, આત્મવિશ્વાસ અને વિવિધ પ્રવૃત્તિઓના અનુભવો અંગે વાત કરીપ્રસંગે રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર NCC કેડેટ્સ લરખડિયા હેતલ તથા મેહુલ તેમજ તેમની ટીમોનું પી.આઇ. સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કેડેટ્સની વિવિધ ક્ષેત્રોમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપતા આ સન્માનથી સમગ્ર NCC યુનિટમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એસ.એસ.પી. જૈન કોલેજના NCC યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિગેડિયરશ્રીની મુલાકાતથી કોલેજના NCC કેડેટ્સને પ્રેરણા, માર્ગદર્શન અને સૈન્ય શિસ્ત તથા નેતૃત્વના ગુણો અંગે મૂલ્યવાન સમજ પ્રાપ્ત થઈ હતી.
બ્રિગેડિયર સુશીમ બિશ્વાસ દ્વારા ધ્રાંગધ્રાની એસ.એસ.પી. જૈન કોલેજ ખાતે NCC યુનિટની મુલાકાત બ્રિગેડિયર સુશીમ બિશ્વાસ દ્વારા ધ્રાંગધ્રાની એસ.એસ.પી. જૈન કોલેજ ખાતે NCC યુનિટની મુલાકાત ધ્રાંગધ્રાની એસ.એસ.પી. જૈન કોલેજ ખાતે રાજકોટ NCC ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર સુશીમ બિશ્વાસે મુલાકાત લઈ કોલેજના NCC યુનિટના કેડેટ્સને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. પ્રતિકભાઈ દવે, CTO ડૉ. ડી.એમ. ચૌધરી, ભૂતપૂર્વ NCC ઓફિસર કેપ્ટન ડૉ. જે.આર. ડાંગર સહિત NCC કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિગેડિયર સુશીમ બિશ્વાસે કોલેજના આચાર્યશ્રી, CTO, NCC ઓફિસર તેમજ બોયઝ અને ગર્લ્સ બંને NCC યુનિટના કેડેટ્સ સાથે વાર્તાલાપ કરી યુનિટની વિવિધ પ્રવૃત્તિઓ અને તાલીમ અંગેની માહિતી મેળવી હતી. કોલેજના આચાર્ય ડૉ. પ્રતિકભાઈ દવે દ્વારા બ્રિગેડિયરશ્રીનું શાબ્દિક અભિવાદન કરી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.પ્રસંગે બ્રિગેડિયર સુશીમ બિશ્વાસે NCCના મહત્વ અને તેના ફાયદાઓ અંગે કેડેટ્સને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે NCCના મૂળભૂત મૂલ્યો એવા ‘એકતા અને અનુશાસન’ને જીવનમાં ઉતારવા માટે કેડેટ્સને પ્રેરિત કર્યા હતા. સાથે જ ત્રણ વર્ષની NCC તાલીમ દરમિયાન યોજાતા વિવિધ પ્રકારના કેમ્પ, તાલીમ અને કેડેટ્સને મળતી વિવિધ તકો અંગે રસપ્રદ માહિતી આપી હતી.
તેમણે તમામ NCC કેડેટ્સને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ૨૬ ગુજરાત બટાલિયન NCC, સુરેન્દ્રનગરના કમાન્ડિંગ ઓફિસર નીરજ સુદ (શૌર્ય ચક્ર)નું પણ કેપ્ટન ડૉ. જે.આર. ડાંગર તથા CTO ડૉ. ડી.એમ. ચૌધરી દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે પધારેલા સુબેદાર મેજર સોનમજીનું SUO હર્ષદ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. NCC તાલીમ દરમિયાન મેળવેલા અનુભવો અને તાલીમથી થયેલા લાભ અંગે ઝાલા યુવરાજસિંહ, પલાણી હર્ષા તથા રાઠોડ સાધનાએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કેડેટ્સે NCC દ્વારા પ્રાપ્ત થયેલી તાલીમ, શિસ્ત, આત્મવિશ્વાસ અને વિવિધ પ્રવૃત્તિઓના અનુભવો અંગે વાત કરીપ્રસંગે રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર NCC કેડેટ્સ લરખડિયા હેતલ તથા મેહુલ તેમજ તેમની ટીમોનું પી.આઇ. સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કેડેટ્સની વિવિધ ક્ષેત્રોમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપતા આ સન્માનથી સમગ્ર NCC યુનિટમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એસ.એસ.પી. જૈન કોલેજના NCC યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિગેડિયરશ્રીની મુલાકાતથી કોલેજના NCC કેડેટ્સને પ્રેરણા, માર્ગદર્શન અને સૈન્ય શિસ્ત તથા નેતૃત્વના ગુણો અંગે મૂલ્યવાન સમજ પ્રાપ્ત થઈ હતી.
- લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા સાહેબના સહયોગ અને જાખણ યોગ વિધાલયના પ્રોફેસર બહેન શ્રી વનીતાબહેનના માર્ગદર્શન હેઠળ યોગીની બહેનો દ્વારા બાળકોને યોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી તેમજ શાળાના આચાર્યશ્રી બળદેવભાઈ સાહેબ તથા ભાવિનભાઈ સાહેબ દ્વારા યોગના ફાયદા અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પ્રારંભિક યોગ નિદર્શન અને યોગિક ક્રિયાઓ તથા વિવિધ આસનો કરાવી યૌગિક અનુભવ કરાવવામાં આવ્યો.1
- ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો. *ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:* પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા. શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા. ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા. પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.1
- રક્ષાબંધન પર્વે સાળંગપુરધામમાં દાદાને હજારો રાખડીઓનો દિવ્ય શણગાર1
- બોટાદ બ્રેકીંગ બોટાદમાં રક્ષાબંધનને લઈને મહત્વની જાહેરાત. બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસમાં રક્ષાબંધન પર્વે બહેનો માટે મફત મુસાફરી સુવિધા. રઘુવીર સિટી બસ સર્વિસ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને બહેનો માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ રક્ષાબંધન નિમિત્તે બોટાદ શહેરમાં દોડતી તમામ સિટી બસોમાં બહેનોને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેનોને પોતાના ભાઈઓને રાખડી બાંધવા જવા-આવવામાં સરળતા રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોટાદ શહેરમાં રઘુવીર સિટી બસ સર્વિસનો ઉપયોગ કરતી બહેનોને આ ખાસ સુવિધાનો લાભ મળશે. રક્ષાબંધનના પાવન પર્વે બહેનો માટે બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસ દ્વારા વિશેષ ભેટ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો1
- ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું ઉદ્ઘાટન કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *આ આયોજન થકી ગ્રામ્ય કલા-કારીગરી, હસ્તકલા અને સ્વસહાય જૂથોના ઉત્પાદનોને વિશાળ બજાર મળશે - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા* *સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરી ઉજવણી* ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા, ગ્રામ્ય કારીગરો તથા સ્વસહાય જૂથોના મહિલાઓ દ્વારા ઉત્પાદિત પરંપરાગત હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને વિશાળ બજાર ઉપલબ્ધ કરાવવા તેમજ ગુજરાતની લોકકલા અને સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરાયું છે. ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ પવિત્ર પ્રસંગને ગ્રામ્ય વિકાસ અને આજીવિકા સાથે સાંકળીને ‘શ્રાવણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એક તરફ શ્રાવણ માસની પરંપરા અને આસ્થાની ઉજવણી થશે, તો બીજી તરફ ગ્રામ્ય કારીગરો અને સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે મંચ મળશે. આ પ્રકારના આયોજનો દ્વારા ગ્રામ્ય મહિલાઓમાં આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન મળે છે. સાથે સાથે શહેરના નાગરિકોને પણ સીધા ગ્રામ્ય ઉત્પાદકો પાસેથી ગુણવત્તાયુક્ત અને પરંપરાગત ઉત્પાદનો ખરીદવાની તક પ્રાપ્ત થાય છે. ‘સ્થાનિકમાંથી વૈશ્વિક’ની દિશામાં આગળ વધવાની તકો ઊભી થાય તે માટે આ પ્રકારના ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે. રાજકોટ તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ની મુલાકાત લઈ ગ્રામ્ય કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ તકે મહાનુભાવોના હસ્તે દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત કમળાપુરના દેવી પર્યાવરણ મહિલા વિકાસ મંડળને પાંચ લાખની કેશ ક્રેડિટ તથા પારેવાળા એન.આર.એલ.એમ પ્રોડ્યુસર ગૃપને રૂ. બે લાખની સહાય ચુકવવામાં આવી હતી, તેમજ સખી મંડળની ૨૦૦ જેટલી બહેનોએ મંત્રીશ્રી તથા મહાનુભાવોને રાખડી બાંધી હતી. આ પ્રસંગે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજર શ્રી વી.બી.બસીયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ ઉત્સવ- ૨૦૨૬ અંતર્ગત રાજકોટ, ઘેલા સોમનાથ, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, નીલકંઠધામ પોઈચા સહિતના મેળાઓમાં ૨૦૦ સ્ટોલની વ્યવસ્થા કરીને ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીની તક પુરી પાડવામાં આવી છે. જેના પરિણામે સખી મંડળોની બહેનોની આવકમાં વધારો થશે તેમજ "વોકલ ફોર લોકલ" અને "લખપતિ દીદી" અભિયાનને વધુ વેગ મળશે. આ મેળામાં સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્ય ઉત્પાદનો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પરંપરાગત વસ્ત્રો, પૂજન સામગ્રી, ઘર સજાવટની વસ્તુઓ, પરંપરાગત હસ્તકલા, આભૂષણો, રંગબેરંગી કાપડ, મુખવાસ, સરબતનો મસાલો, લિપણ આર્ટ, ક્રિસ્ટલ આર્ટ, રેઝીન આર્ટ, ચાકડા-ટોડલીયા તથા વિવિધ કલાત્મક ઉત્પાદનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રાહુલ ખાંભરા , ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીનના અધિકારીઓ કર્મચારીઓ અને સખીમંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા1
- ઈદે મિલાદુન્નબી ﷺ — 1501 રહમતુલ્લિલ આલમીન, હઝરત મહંમદ મુસ્તફા ﷺ અલ્લાહ તઆલાએ સમગ્ર માનવજાત માટે રહેમત બનીને હઝરત મહંમદ મુસ્તફા ﷺ ને આ દુનિયામાં મોકલ્યા. આપ ﷺ નો પવિત્ર જન્મ અરબની ધરતી પર થયો અને આપ ﷺ એ સમગ્ર દુનિયાને ઈમાન, અમન, ભાઈચારો, સચ્ચાઈ અને માનવતાનો સંદેશ આપ્યો. આપ ﷺ ની પવિત્ર સીરત અને શિક્ષણ આપણને પ્રેમ, દયા, માફી, સદાચાર અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો માર્ગ બતાવે છે. આ પવિત્ર ઈદે મિલાદના મુબારક પ્રસંગે અલ્લાહ તઆલા સૌના જીવનમાં સુખ, શાંતિ, બરકત અને ખુશીઓ અતા ફરમાવે. આમીન યા રબ્બુલ આલમીન 🤲 ઈદે મિલાદુન્નબી ﷺ મુબારક શુભેચ્છક: ફારૂક સૈયદ ગરમાળા2
- લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામિક માન્યતા મુજબ ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. લીંબડી શહેરના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલે જુલૂસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના બાળકો સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જુલૂસ દરમિયાન સમગ્ર માર્ગ પર ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જુલૂસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદ-એ-મિલાદના આ પ્રસંગે સમાજમાં ભાઈચારો, શાંતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.1