logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા પશુ-પંખીઓની અનોખી સેવા જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, તા.૩૧.૩.૨૬ને મંગળવારના રોજ મહાવીર જન્મ જયંતીના પાવન અવસરે આઝાદ ચોક, રેડક્રોસ, જૂનાગઢ ખાતે જીવ દયા અને પરોપકારના ભાવ સાથે અનોખી સેવા પ્રવૃત્તિ યોજવામાં આવી હતી. આ પ્રસંગે પક્ષીઓ માટે પક્ષીકુંજ, માળા તથા ગૌ માતાઓ સહિતના નિરાધાર પશુઓ માટે પીવાના પાણીની નાની-મોટી કુંડીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા પ્રવૃત્તિનો મુખ્ય હેતુ ગિરનારી ગ્રુપ દ્વારા “જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા”ના મંત્ર સાથે સમાજમાં પ્રેરણા ફેલાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં પક્ષીઓ અને પશુઓને પાણી તથા આશ્રય મળવો અત્યંત જરૂરી હોય છે, ત્યારે આવી પ્રવૃત્તિઓ જીવન બચાવનાર સાબિત થાય છે. આ ઉપરાંત ગિરનારી ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વધુમાં વધુ પક્ષીકુંજ અને પાણીની વ્યવસ્થા સ્થાપિત કરવાની યોજના પણ હાથ ધરવામાં આવી છે, જેથી વધુ પ્રાણીઓ સુધી આ સેવા પહોંચી શકે. સંસ્થાએ નાગરિકોને પણ પોતાના ઘર- આંગણે પાણીના કુંડા મુકવા તથા પક્ષીઓ માટે દાણા-પાણીની વ્યવસ્થા કરવા માટે અનુરોધ કર્યો છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં ગિરનારી ગ્રુપના સભ્યોશ્રી સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ, દિનેશભાઈ રામાણી, નેહલભાઈ પોપટ, હરિભાઈ કારીયા, દિલીપભાઈ દેવાણી, સુધીરભાઈ અઢિયા, દોશીભાઈ, બિપિનભાઈ ઠકરાર, મનીષભાઈ રાજા, વિજયભાઈ દવે, યાત્રિકભાઈ ભટ્ટ, રાજેશભાઈ મણિયાર, પીયૂષભાઈ કાછડીયા, યોગાનંદીબાપુ, રવજીભાઈ રિક્ષાવાળા, લલિતભાઈ ગેરીયા, કારિયાભાઈ સહિતના સેવાભાવી લોકોએ ઉત્સાહભેર જોડાઈ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી. જ્યારે ત્રિમૂર્તિ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડૉ પ્રતીક ટાંકે જણાવાયું હતું કે, ગિરનારી ગ્રુપની આવી સેવા જીવદયા આધારિત પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં કરુણા, સહાનુભૂતિ અને પ્રકૃતિ પ્રત્યેના સંવેદનાનો સંદેશ વ્યાપક રીતે ફેલાવે છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

1 hr ago
user_જગદીશ યાદવ
જગદીશ યાદવ
Local News Reporter Keshod, Junagadh•
1 hr ago
8b64d4b4-403b-45a6-9966-36de12e6846b

જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા પશુ-પંખીઓની અનોખી સેવા જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, તા.૩૧.૩.૨૬ને મંગળવારના રોજ મહાવીર જન્મ જયંતીના પાવન અવસરે આઝાદ ચોક, રેડક્રોસ, જૂનાગઢ ખાતે જીવ દયા અને પરોપકારના ભાવ સાથે અનોખી સેવા પ્રવૃત્તિ યોજવામાં આવી હતી. આ પ્રસંગે પક્ષીઓ માટે પક્ષીકુંજ, માળા તથા ગૌ માતાઓ સહિતના નિરાધાર પશુઓ માટે પીવાના પાણીની નાની-મોટી કુંડીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા પ્રવૃત્તિનો મુખ્ય હેતુ ગિરનારી ગ્રુપ દ્વારા “જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા”ના મંત્ર સાથે સમાજમાં પ્રેરણા ફેલાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં પક્ષીઓ અને પશુઓને પાણી તથા આશ્રય મળવો અત્યંત જરૂરી હોય છે, ત્યારે આવી પ્રવૃત્તિઓ જીવન બચાવનાર સાબિત થાય છે. આ ઉપરાંત ગિરનારી ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વધુમાં

00805514-3293-48c2-b68d-04bddf2f48f6

વધુ પક્ષીકુંજ અને પાણીની વ્યવસ્થા સ્થાપિત કરવાની યોજના પણ હાથ ધરવામાં આવી છે, જેથી વધુ પ્રાણીઓ સુધી આ સેવા પહોંચી શકે. સંસ્થાએ નાગરિકોને પણ પોતાના ઘર- આંગણે પાણીના કુંડા મુકવા તથા પક્ષીઓ માટે દાણા-પાણીની વ્યવસ્થા કરવા માટે અનુરોધ કર્યો છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં ગિરનારી ગ્રુપના સભ્યોશ્રી સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ, દિનેશભાઈ રામાણી, નેહલભાઈ પોપટ, હરિભાઈ કારીયા, દિલીપભાઈ દેવાણી, સુધીરભાઈ અઢિયા, દોશીભાઈ, બિપિનભાઈ ઠકરાર, મનીષભાઈ રાજા, વિજયભાઈ દવે, યાત્રિકભાઈ ભટ્ટ, રાજેશભાઈ મણિયાર, પીયૂષભાઈ કાછડીયા, યોગાનંદીબાપુ, રવજીભાઈ રિક્ષાવાળા, લલિતભાઈ ગેરીયા, કારિયાભાઈ સહિતના સેવાભાવી લોકોએ ઉત્સાહભેર જોડાઈ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી. જ્યારે ત્રિમૂર્તિ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડૉ પ્રતીક ટાંકે જણાવાયું હતું કે, ગિરનારી ગ્રુપની આવી સેવા જીવદયા આધારિત પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં કરુણા, સહાનુભૂતિ અને પ્રકૃતિ પ્રત્યેના સંવેદનાનો સંદેશ વ્યાપક રીતે ફેલાવે છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

More news from ગુજરાત and nearby areas
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    4 hrs ago
  • જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.
    1
    જૂનાગઢની સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે આઝાદ ચોક ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાળઝાળ ગરમીમાં અબોલ જીવોની તરસ છીપાવવા અને આશ્રય આપવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે પક્ષીકુંજ, માળા તેમજ પાણીની કુંડીઓનું વિતરણ કરાયું હતું. "જીવ દયા એ જ શ્રેષ્ઠ સેવા" ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અનેક હોદ્દેદારો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની સેવા આપી હતી. ત્રિમૂર્તિ હોસ્પિટલના ડૉ. પ્રતીક ટાંક સહિતના અગ્રણીઓએ આ કરુણાસભર કાર્યની ભારે પ્રશંસા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    6 hrs ago
  • સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ
    1
    સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત
ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Patan-Veraval, Gir Somnath•
    10 hrs ago
  • એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ
    2
    એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : 
વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : 
બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા
બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    11 hrs ago
  • Post by Bkp News
    1
    Post by Bkp News
    user_Bkp News
    Bkp News
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    15 hrs ago
  • Post by Siddharth news
    1
    Post by Siddharth news
    user_Siddharth news
    Siddharth news
    TV News Anchor પોરબંદર, પોરબંદર, ગુજરાત•
    5 hrs ago
  • Post by Nagesh Modedara
    1
    Post by Nagesh Modedara
    user_Nagesh Modedara
    Nagesh Modedara
    Local News Reporter Porbandar, Gujarat•
    15 hrs ago
  • સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે
    1
    સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.