Shuru
Apke Nagar Ki App…
મોરબીની આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહની મોટી સફળતા, મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન મોરબીની આયુષ હોસ્પિટલમાં ૬૩ વર્ષના ગંભીર હાલતમાં આવેલા દર્દીને ડો. સત્યજીતસિંહ જાડેજા અને તેમની ટીમે નવજીવન આપ્યું છે. દર્દીનું હૃદય બંધ પડી ગયું હતું, ઓક્સિજન લેવલ માત્ર ૫૦ ટકા અને બીપી અત્યંત ઓછું હતું. તાત્કાલિક વેન્ટિલેટર, સીપીઆર અને યોગ્ય સારવારથી દર્દીનું હૃદય ફરી ધબકવા લાગ્યું હતું. છ દિવસની સતત સારવાર બાદ દર્દીને સ્વસ્થ કરી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad
મોરબીની આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહની મોટી સફળતા, મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન મોરબીની આયુષ હોસ્પિટલમાં ૬૩ વર્ષના ગંભીર હાલતમાં આવેલા દર્દીને ડો. સત્યજીતસિંહ જાડેજા અને તેમની ટીમે નવજીવન આપ્યું છે. દર્દીનું હૃદય બંધ પડી ગયું હતું, ઓક્સિજન લેવલ માત્ર ૫૦ ટકા અને બીપી અત્યંત ઓછું હતું. તાત્કાલિક વેન્ટિલેટર, સીપીઆર અને યોગ્ય સારવારથી દર્દીનું હૃદય ફરી ધબકવા લાગ્યું હતું. છ દિવસની સતત સારવાર બાદ દર્દીને સ્વસ્થ કરી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from Patan and nearby areas
- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે ખેડૂત વાઘેલા પ્રવિણસિંહ ગામ મઢુત્રા #Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews #GroundReport1
- Post by Vopul luhar1
- *ગુંજાર અને રોજકા ગામે સેવા સેતુ કાર્યક્રમ.* જેમાં આધાર કાર્ડની કામગીરી, મહેસુલ વિભાગની કામગીરી, વિવિધ દાખલાઓ,આરોગ્ય તપાસણી,પશુ સારવાર,વીજ કનેક્શન એસટીની સેવા વન વિભાગની સેવાઓ સહિતની સેવાઓ ખુલ્લી મુકવામાં આવી.1
- સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર પંચાલ પ્રદેશ માં વસેલું તિર્થધામ વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવતું તીર્થસ્થાન અને લાખો ધર્મપ્રેમી નું આસ્થા નુ કેન્દ્ર છે અહીં સ્થિત પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક માનવામાં આવે છે તિર્થધામ વિહળધામ ખાતે વિસામણ બાપુના મંદિરે ભક્તિભાવથી આરતી/દર્શન મંદિર , જગ્યા પરિસર ના અદભૂત સ્થાનો તથા ૧૦૦૮ પ.પૂ.મહા મંડલેશ્વર નિર્બળા બા ના દર્શન નો લ્હાવો પ્રાપ્ત થયેલ દર્શન સાથે પાળીયાદ ના સહકારી આગેવાન ગૌસેવાભાવી સ્નેહી પત્રકાર શ્રી કનુભાઈ ખાચર દ્વારા મને શાલ ઓઢાડી ગૌમાતા સ્મૃતિ ભેટ આપી અદકેરું સન્માન કરેલ.અને અનોખી મહેમાન ગતિ ના દર્શન કરાવેલ.જગ્યા માં સ્નેહસભર ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સગીરાને ૨૦ થી ૨૨ સપ્તાહ નો ગર્ભ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું.1
- રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે આખલા લડતાં ટ્રાફિક જામના દ્રશ્યો આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે બે આખલા જાહેરમાં લડતાં વાહન વ્યવહાર થંભી ગયો લોકો માં પણ નાસભાગ મચી ગઇ હતી અવારનવાર બસ સ્ટેશન પાસે આખલા યુધ્ધ થતાં હોય છે રાહદારીઓ ને ચાલવું મુશ્કેલ બની જાય છે હાઈવે પર ધણી વખત આખલા યુધ્ધ થતાં હોય છે ત્તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી2
- જામનગરના અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઈનો, યુદ્ધના કારણે લોકોમાં પેટ્રોલ સમાપ્ત થવાનો ખોટો ભય.1
- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે ખેડૂત જીવણભાઈ ભોજાભાઈ ગામ ગરાબડી #Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews1