સાબર સ્ટેડિયમની દીકરીઓએ રાષ્ટ્રીય ફલક પર ગજવ્યું ગુજરાતનું નામ: ચંદીગઢ ખાતે યોજાયેલ નેશનલ ઓપન રિલેમાં જીત્યો સિલ્વર મેડલ સાબરકાંઠાના સાબર સ્ટેડિયમની દીકરીઓએ રાષ્ટ્રીય ફલક પર ગજવ્યું ગુજરાતનું નામ: ચંદીગઢ ખાતે યોજાયેલ નેશનલ ઓપન રિલેમાં જીત્યો સિલ્વર મેડલ સાબરકાંઠા જિલ્લાની ખેલ પ્રતિભાઓએ રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. ૨૮ માર્ચ, ૨૦૨૬ના રોજ ચંદીગઢ ખાતે યોજાયેલી ‘ત્રીજી રાષ્ટ્રીય ઓપન રિલે સ્પર્ધા’માં સાબરકાંઠાના સાબર સ્ટેડિયમ હિંમતનગરની દીકરીઓએ શાનદાર પ્રદર્શન કરી ૪x૧૦૦ મીટર રિલે દોડમાં સિલ્વર મેડલ મેળવી સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભારતભરના ૨૪ રાજ્યોના ૪૦૦ જેટલા કુશળ ખેલાડીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતની ૨૦ વર્ષના વયજૂથની ટીમે પોતાની અદભૂત ક્ષમતા બતાવી હતી. સાબર સ્ટેડિયમ હિંમતનગરની તાલીમાર્થી ઝરુ જાગૃતિ, રામ પ્રેમ લતા અને વલ્વી સુમિતા તેમજ ડી.એલ.એસ.એસ. બનાસકાંઠામાં તાલીમ મેળવતી ચૌધરી આશાએ મેદાનમાં ઉતરી માત્ર ૪૯.૬૦ સેકન્ડના સમયમાં દોડ પૂર્ણ કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ યુવા ખેલાડીઓએ પોતાની રમત પ્રત્યેની ધગશ અને સખત પરિશ્રમ થકી રાષ્ટ્રીય સ્તરના મેદાનમાં સિલ્વર મેડલ જીતીને ગુજરાત અને સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે. ગ્રામીણ અને સ્થાનિક સ્તરે રહેલી આવી પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ અને તાલીમ મળતા તેઓ રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા બતાવીને જિલ્લાનું નામ રોશન કરી રહી છે.

- રેલ મંત્રાલય અમદાવાદ મંડળદ્વારા આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગામનું ગૌરવ વધારતા રાજ ઠાકોર ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા વિવિધ યોજનાઓના ઉદ્ઘાટન અવસર પર અમદાવાદ મંડળ દ્વારા આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં ખેડબ્રહ્મા એશિયાના ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતા અને ખેડબ્રહ્મા વાસણા ગામના ઠાકોર રાજ દ્વારા નિબંધ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા આ સિદ્ધિ બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ1
- વડાલી વડાલી તાલુકાના અંબાવાડા ગામ નજીક આવેલા ધરોઈ ડેમના કમાન્ડ વિસ્તારમાં આજે સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ ડેમના વિસ્તારમાં માછલી પકડી રહ્યો હતો ત્યારે અચાનક વન્ય પ્રાણી દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પોતાનો જીવ બચાવવા માટે વ્યક્તિ તરત જ પાણીમાં કૂદી પડ્યો હતો. વ્યક્તિ પાણીમાં કૂદતા દીપડો પણ પાછળથી પાણીમાં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થતા વડાલી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં માછલી પકડનાર વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. — વિષ્ણુ ઠાકોર રિપોર્ટ2
- વિજાપુર ખેડૂત બટાટા ની ખેતી માં બિયારણ મજુરી નથી નીકળી નવી પેઢી ખેતી કરવા વિદેશ જવાનુ પસંદ કરે છે વિજાપુર (લાડોલ સહિત)ના ખેડૂતો હાલ બે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બટાકાના ભાવમાં આ વખતે ખૂબ ઘટાડો થયો છે. ખેડૂતને ગત વર્ષ કરતા પણ આ વર્ષ ખૂબ જ ઓછો ભાવ છે જ્યારે એક વીઘામાં ૨૦ થી ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ આવે છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીના પૈસા પણ પાછા નથી આવતા. ખેતરોમાં બટાકાના ઢગલા થઈ ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તમાકુમાં પણ સ્થિતિ ખરાબ છે. કેન્દ્ર સરકારે કાચી તમાકુ પર GST ૪૦% કર્યો છે અને વધારાની એક્સાઈઝ ડ્યુટી લાદી છે. આના કારણે વેપારીઓ ખરીદી ઓછી કરે છે અને ભાવ પણ નીચા રહે છે. ખેડૂતોને ખર્ચ પાછો આવવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતો કહે છે કે, “આટલું નુકસાન અને અપૂર્ત આવકમાં ખેતી કરવી નફાકારક નથી. નવી પેઢી ખેતી કરવા માંગતી નથી. યુવાનો વિદેશ જઈને કમાણી કરવાનો રસ્તો પસંદ કરે છે.” ઘણા યુવાન ખેડૂતો કહે છે કે ખેતરમાં રોકાઈને દેવામાં ડૂબવા કરતાં વિદેશમાં મહેનત કરીને પરિવારને સપોર્ટ કરવો વધુ સારો છે. વિજાપુર-લાડોલના ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ, સીધી સહાય અને ભાવ સ્થિર કરવાની માંગ કરી રહ્યા છે. જો ત્વરિત મદદ ન મળે તો આ વિસ્તારમાં ખેતીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.1
- Post by Gujarat crime news1
- Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખ1
- મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ (Zero Hour) દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી. સાંસદ હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું.આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈનોવેશન સેન્ટર" (નવાચાર કેન્દ્ર) ની સ્થાપના કરવામાં આવે. આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન એ આઈ નો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.2
- જય મહાકાળી4
- अहमदाबाद के साणंद: हरेकृष्ण सोसाइटी में गोगा महाराज जोगनीमाताजी प्राण प्रतिस्ठा माताजी नी प्राण प्रतिष्ठा महोत्सव संपन्न साणंद: साणंद शहर की हरेकृष्ण सोसाइटी में माताजी की प्राण प्रतिष्ठा महोत्सव अत्यंत हर्षोल्लास और भक्तिमय वातावरण में संपन्न हुआ इस अवसर पर मुख्य महेमान महंत श्री ऋषिभारती बापू ए हाजरी आपी हती अने सोसायटी ना भक्तो करण भाई पटेल जिगरभाई ठक्कर गौतमभाई चौहान जे. बी. भरवाड़ जवाभाई भरवाड़ आवाभाई भरवाड़ सभी निवासियों द्वारा विभिन्न धार्मिक कार्यक्रमों का भव्य आयोजन किया गया भव्य शोभायात्रा और मूर्ति स्थापना कार्यक्रम की शुरुआत सुबह खोड़ियार माता मंदिर से की गई वहां से हरेकृष्ण सोसाइटी के कॉमन प्लॉट तक बैंड-बाजों के साथ भुवाजी का भव्य स्वागत किया गया। इसके पश्चात शास्त्रीय विधि-विधान के साथ माताजी की मूर्ति की पदरामणी (स्थापना) की गई, जिसमें बड़ी संख्या में श्रद्धालु शामिल हुए दोपहर 4:15 बजे पवित्र श्रीफल होम यज्ञ आहुति की विधि पूर्ण की गई मंत्रोच्चार और भक्ति गीतों से पूरी सोसाइटी का वातावरण मंगलमय हो गया। शाम 6:00 बजे सोसाइटी के सभी सदस्यों और भक्तों के लिए महाप्रसाद का आयोजन किया गया सोसाइटी के सभी निवासियों ने इस अवसर को अपने परिवार का प्रसंग मानकर उत्साहपूर्वक अपनी उपस्थिति दर्ज कराई और कार्यक्रम को सफल बनाया रिपोटर : धरा पटेल,अहमदाबाद4