રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા શિક્ષકોના સન્માન માટે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો અને સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને ગૌરવ આપવાનો હતો. કાર્યક્રમની શરૂઆત મા સરસ્વતીની તસવીર સમક્ષ દીપ પ્રાગટ્ય અને માલ્યાર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ અતિથિ વિશેષ બાબુભાઈ પંચાલ અને મનોજભાઈ પરમારનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લબના પૂર્વ પ્રમુખ છોટુભાઈ બામણિયાએ જણાવ્યું હતું કે શિક્ષકો સમાજના વાસ્તવિક નિર્માતા છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહીં, પરંતુ જીવનમૂલ્યો અને સાચી દિશાનું માર્ગદર્શન પણ આપે છે. સમારોહ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સમર્પણ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સાત શ્રેષ્ઠ શિક્ષકોનું પુષ્પગુચ્છ, સાલ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત શિક્ષકોમાં સુરેશભાઈ વાલાભાઈ બામણિયા, યોગેશકુમાર લાલાભાઈ સોલંકી, જશવંતકુમાર મુલાભાઈ નલવાયા, ગિરીશકુમાર રાયસિંઘભાઈ પરમાર, પ્રેમલતાબેન માનસિંઘભાઈ સોલંકી, મુકેશકુમાર રમણસિંઘ ગોહિલ અને સાધના જિતેશકુમાર વાઘવારેનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ હંસમુખભાઈ અગ્રવાલ, સચિવ વીરેન્દ્રકુમાર ભટનાગર, કોષાધ્યક્ષ દીપેન્દ્રસિંઘ સિસોદિયા, સંયોજક ખાનચંદ ઉધવાણી, છોટુભાઈ બામણિયા, રમેશભાઈ જોશી, ડૉ. અમરસિંઘ ચૌહાણ, દીપક મહેતા, રામ રોટી મંડળના ટ્રસ્ટી બાબુભાઈ પંચાલ, મનોજભાઈ પરમાર સહિત ક્લબના સભ્યો, પરિવારજનો અને સ્થાનિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન શિક્ષકોના સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ સાથે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું.

- મોડાસા: બેંક ઓફ મહારાષ્ટ્ર સામેની ઘટનાના 14 સપ્ટેમ્બરના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા — ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ મોડાસા: બેંક ઓફ મહારાષ્ટ્ર સામેની ઘટનાના 14 સપ્ટેમ્બરના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા — ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ1
- વરસાદી પાણી થી વિસ્તાર પાણી પાણી : અમદાવાદ ના વટવા વિસ્તારમાં માં આવેલા વાંદરવટ તળાવ ગઈકાલે પડેલા ભારે વરસાદ થી ઓવરફ્લો થતા એનું ગંદુ પાણી પીડી.પંડ્યા કોલેજ થી ગુજરાત ઓફસેટ કંપની તરફ જતો રોડ આજે ભી જોવા મળી રહ્યું છે, ઘણા વાહનો બંધ પડેલા જોવા મળી રહ્યાં છે. લોકો નુ કહેવું છે કે એ.એમ.સી દ્વારા તળાવ નું પાણી રોકવાના પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. લોકો ના વાહનો ને નુકસાન થઈ રહ્યુંછે. જતા આવતા લોકો ને મુશ્કેલી.પડી રહી છે.1
- નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ નજીક પસાભાઈ પાર્ક સ્થિત સાંતમ એપાર્ટમેન્ટમાં ગુનેન્દ્ર મહેતા પરિવાર દ્વારા છેલ્લા દસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશજીના આગમન પ્રસંગે આરતી, પૂજા-અર્ચના કરી મંગલકામનાઓ કરવામાં આવી હતી. આસપાસના રહિશોએ પણ આરતીનો લાભ લીધો હતો. ગલગોટાના ફૂલોથી બાપાનો સુંદર શણગાર કરાયો છે. પરિવાર દ્વારા મ્યુઝિક અને લાઈવ કોન્સેપ્ટનું આયોજન કરાયું છે. દોઢ દિવસ બાદ એપાર્ટમેન્ટમાં જ વિસર્જન કરવામાં આવશે.1
- શિનોર મુકામે નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો ભવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે. જોકે,વહીવટી તંત્ર દ્વારા આજે બપોર ના સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા દર્શન માટે આવેલા ગણેશ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડોદરા જિલ્લાના શિનોર મુકામે નર્મદા નદીના ઉત્તર તટે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર સાથે ગાયકવાડી શાસનકાળની ઐતિહાસિક પરંપરા પણ જોડાયેલી છે. મળતી માહિતી મુજબ, સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂર્ણ થતા ગણપતિ બાપાને અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતના સોના, હીરા, માણેક સહિતના કિંમતી ઝવેરાત અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કિંમતી ગાયકવાડી ઘરેણાં હાલ શિનોર મામલતદાર હસ્તક રાખવામાં આવે છે અને સરકારી ટ્રેઝરીમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આ ઐતિહાસિક ઘરેણાઓ સરકારી ટ્રેઝરીમાંથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મંદિરે લાવવામાં આવે છે.અને સવાર ના 9 થી 10 વાગ્યાના અરસામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરના પૂજારી દ્વારા મૂર્તિઓને શણગારવામાં આવે છે.ગાયકવાડી ઘરેણાંથી શણગારવામાં આવેલી ગણપતિ બાપાની મૂર્તિઓના દર્શન કરવા માટે દૂર-દૂરથી ગણેશ ભક્તો શિનોર ખાતે ઉમટી પડતા હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે આ અનોખા શ્રૃંગારના દર્શન કરવાનું ભક્તો માટે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ વર્ષે પણ ગણપતિ બાપાના ગાયકવાડી ઘરેણાંથી કરવામાં આવનાર શ્રૃંગારના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા. પરંતુ આજે બપોરે સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા શ્રૃંગારના દર્શનની આશાએ આવેલા ભક્તોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સમયસર ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો શ્રૃંગાર કરવામાં આવે તેવી ગણેશ ભક્તોની અપેક્ષા હતી. ત્યારે આ વર્ષે શ્રૃંગારમાં વિલંબ થતાં મંદિર ખાતે આવેલા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.3
- તાપી જિલ્લા માં નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી, આત્મનિર્ભરતાની નવી કેડી તાપી જિલ્લાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન.. નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી.. ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે..#tapidistrict #vyara #ecofriendly friendly1
- દેવગઢ બારિયામાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભવ્ય બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું લોકાર્પણ દેવગઢ બારિયામાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભવ્ય બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું લોકાર્પણ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને પક્ષીપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા ભવ્ય બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અનેક પ્રયાસો બાદ પક્ષીઓને કાયમી અને સુરક્ષિત આશ્રય મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આ જીવદયા કાર્ય સાકાર થયું છે. આ બર્ડ રેસિડન્સ અને ચબૂતરાનું નિર્માણ સ્વર્ગસ્થ પરેશભાઈ મજમુદારની સ્મૃતિને ચિરંજીવ રાખવા અને તેમના 80મા જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું છે. પક્ષીઓને સુરક્ષિત આશ્રય ઉપરાંત નિયમિત દાણા અને આહાર મળી રહે તેવા હેતુથી તેમના પરિવારજનો દ્વારા આ સેવાકાર્યમાં આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. લોકાર્પણ પ્રસંગે રાજમાતા ઉર્વશીદેવી બાપુરાજ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સેવાકાર્યના પ્રેરણાસ્ત્રોત અને આયોજનમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ નીલ સોની અને ડો. ચાર્મી સોનીનો મહત્વનો ફાળો રહ્યો હતો. આ પ્રસંગે વિવિધ સામાજિક મંડળો, સંસ્થાઓ, નગરપાલિકાના સદસ્યો, સામાજિક અગ્રણીઓ, પત્રકારો તેમજ જીવદયા અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો અને નગરજનોએ પક્ષીઓ માટે કરવામાં આવેલા આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. લોકાર્પણ બાદ ઉપસ્થિત જીવદયા પ્રેમીઓ, પ્રકૃતિપ્રેમીઓ અને નગરજનો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બર્ડ રેસિડન્સ અને ચબૂતરાના નિર્માણથી પક્ષીઓને સુરક્ષિત આશ્રય મળવાની સાથે જીવદયા અને પર્યાવરણ જાગૃતિનો સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો છે.1
- દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૭:૦૦ કલાકે ગુજરાતના દરેક પરિવાર દ્વારા ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવવા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અપીલ કરોડો દિવડાની ઝળહળતી જ્યોતથી લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને સુખમય જીવન માટે શુભકામનાઓ પાઠવીએ - શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા --- *આવો, સૌ સાથે મળી ‘વિકસિત ભારત–૨૦૪૭’ના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસેવા થી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ* *- શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા*1
- શિનોર તાલુકાના છાણભોઈ ગામે આજ રોજ ગણપતિ બાપાનું જૂની પરંપરા મુજબ ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. વસાવા સમાજ દ્વારા ગણપતિ બાપાનું ડોલ-નગારાના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગમન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. છાણભોઈ ગામે વસાવા સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગણપતિ બાપાનું આગમન કરવામાં આવ્યું હતું. ડોલ-નગારાના તાલ સાથે ગણપતિ બાપાની મૂર્તિને ભક્તિભાવપૂર્વક ગામમાં લાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો અને શ્રદ્ધાળુઓ જોડાતા સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.4
- વડોદરાના માંજલપુર વિસ્તારમાં મારામારી અને વાહનમાં તોડફોડની ઘટનામાં માંજલપુર પોલીસે ગણતરીના સમયમાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે.1