Shuru
Apke Nagar Ki App…
સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઇને રાજકીય ગરમાવો મતદારોમાં મૂંઝવણ કેમ
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઇને રાજકીય ગરમાવો મતદારોમાં મૂંઝવણ કેમ
More news from Banas Kantha and nearby areas
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- થરાદ તાલુકાના એક ગામની એક યુવતી સાથે ગંભીર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી મુજબ પીડિતા અભ્યાસ કરતી હોય આરોપીઓએ વિશ્વાસમાં લઈને તેને ફસાવી હતી આરોપીઓએ યુવતીને ફોર્મ ભરાવી આપવાની વાત કરી તેની પાસે આધાર કાર્ડ મેળવ્યું હતું અને ત્યારબાદ તેને ધમકી આપી કે જો વાત બહાર જશે તો જાનથી મારી નાખવામાં આવશે ત્યારબાદ સાહેબને મળવાનું છે કહીને યુવતીને થરાદ બોલાવી એક ખાનગી હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા આરોપીઓએ બનાવના ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતીને ડરાવી રાખી હતી વધુમાં યુવતીને ગાડીમાં બેસાડી કેફી દ્રવ્ય પીવડાવી બેહોશ કરી દેવામાં આવી હતી અને તેની પાસેથી કાગળો પર સહી કરાવી બળજબરીપૂર્વક લગ્ન નોંધણી પણ કરાવી લીધી હતી ત્યારબાદ પણ યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે આ કેસમાં રમેશભાઈ રાણાભાઈ ચૌધરી અને વશરામભાઈ ચૌધરી રહે ઉંદરાણા સામે ગંભીર ગુનો નોંધાયો છે બંને આરોપીઓએ એકબીજાની મદદથી આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે વર્ધાજી ચૌહાણ ઢીમા1
- ભોરોલ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત બેઠક માટે નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને રાજકીય રીતે વધુ મહત્વપૂર્ણ બનાવી દીધો હતો. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિસ્તારના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોર, ભાજપ દ્વારા મેન્ડેટ પ્રાપ્ત ઉમેદવાર જોગાજી ચૌહાણ, ડી.ડી. રાજપૂત, મનીષભાઈ પ્રજાપતિ, ગજેન્દ્રસિંહ દરબાર (ભોરોલ સ્ટેટ), ઓમજીબા ઈઢાટા, ડો. કરશનભાઈ પટેલ, રાવ ગમજીજી, ઉમેદદાન ગઢવી, પ્રવીણભાઈ માળી સહિત ભાજપના ભોરોલ સીટ હેઠળ આવતા તમામ ગામોના આગેવાનો તથા મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડો. નરેશભાઈ ઠાકોર તથા ભાજપના અધિકૃત ઉમેદવાર જોગાજી ચૌહાણે વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેટલાક લોકો માત્ર ચૂંટણી સમયે જ જનતાની વચ્ચે દેખાય છે, જ્યારે ભાજપ વર્ષો સુધી જનસેવા, વિકાસ અને લોકોના વિશ્વાસ માટે કાર્યરત રહી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભોરોલ બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત છે, કારણ કે દરેક સમાજ, દરેક ગામ અને દરેક વર્ગનો વિશ્વાસ ભાજપ સાથે જોડાઈ રહ્યો છે. વિકાસના મુદ્દે વિરોધ પક્ષ પાસે કોઈ જવાબ નથી, તેથી તેઓ માત્ર ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રસંગે વિવિધ સમાજોના કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈ પોતાના હાથે કેસરિયો ધારણ કરી પક્ષ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યુવાનો, વડીલો અને સમાજના આગેવાનો દ્વારા ભાજપને મળતું વધતું સમર્થન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસ, પારદર્શિતા અને જનસેવાને પ્રાથમિકતા આપતી પાર્ટી રહી છે અને ભોરોલ વિસ્તારમાં જનસમર્થન સતત વધી રહ્યું છે. તેમણે કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવી ગામે ગામે જઈ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. ભોરોલ જિલ્લા પંચાયત બેઠક માટે કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ભાજપે ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપી દીધી છે. આગેવાનોના આત્મવિશ્વાસભર્યા નિવેદનો અને વિવિધ સમાજોના જોડાણથી ભોરોલની રાજકીય લડત હવે વધુ રસપ્રદ અને ચર્ચાસ્પદ બની છે.1
- Post by Pankaj Parmar1
- Post by Kinzz Thakor1
- Post by Kamalesh sih Rajput1
- Post by Gujarat crime news1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1